Search Icon
Nav Arrow
Dracaena plant Benefits
Dracaena plant Benefits

Dracaena: ઓછા પ્રકાશ અને ઓછા દેખભાળમાં સરળતાથી ઉગી શકે છે આ સુંદર છોડ

જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો પણ તમે આ ખૂબજ સુંદર Dracaena નો છોડ વાવી શકો છો, જુઓ તેની એકદમ સરળ રીત.

ઇન્ડોર છોડ ઘરની સુંદરતા તો વધારે છે જ, પરંતુ ઘરની અંદરની હવાને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. NASA અનુસાર, આપણા ઘરમાં ઉગતા કેટલાક ઇન્ડોર છોડ હવા શુદ્ધિકરણનું કામ કરે છે. આ ઇન્ડોર છોડ ઉગાડવામાં સરળ છે અને સૂર્યપ્રકાશ વિના સારી રીતે વિકસિત પામે છે. આવો જ એક છોડ ડ્રેસિના (Dracaena)છે, જેમાં ઘણી વિવિધ જાતો હોય છે.

મેરઠમાં પોતાના ઘરની બાલ્કનીમાં ગાર્ડનિંગ કરતી સુમિતા સિંહને ઇન્ડોર પ્લાન્ટ્સ ખૂબ જ પસંદ છે. તેના ઘરે આઠ જાતના ડ્રેસિના છોડ છે. જેને તે ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાએ રાખે છે.

તેમની પાસે સાંગ ઓફ ઈન્ડિયા, ડ્રેસિના લેમન લાઈમ, લકી બેમ્બૂ, ડ્રેસિના બેબી ડોલ, ડ્રેસિના વિક્ટોરિયા, સ્નેક પ્લાન્ટ સહિત ડ્રેસિના મહાત્માનાં પણ બે રંગોનાં છોડ છે.

આજે આ લેખમાં તે આપણને આ છોડને ઉગાડવા અને તેની સંભાળ રાખવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહી છે. સુમિતા કહે છે, “ડ્રેસીનાને ખૂબ જ મજબૂત છોડ માનવામાં આવે છે. એકવાર લગાવ્યા પછી, તે વર્ષો સુધી ચાલે છે અને વધુ પાણી આપ્યા વિના તાજા રહે છે.”

આ એર પ્યુરિફાયર પ્લાન્ટ કટીંગ્સમાંથી ઉગાડવામાં આવે છે. તેની ઘણી જાતો જમીનમાં તેમજ પાણીમાં ઉગાડી શકાય છે.

Dracaena plant Care

કંઈ વસ્તુઓની જરૂર પડશે
સુમિતાએ જણાવ્યું કે ડ્રેસીનાને કટીંગમાંથી લગાવવામાં આવે છે. તમે તમારી પસંદગીના જૂના છોડને પ્રૂનિંગ કરીને કટિંગ તૈયાર કરી શકો છો. આ છોડ માટે પોટિંગ મિશ્રણ તૈયાર કરતી વખતે, કાળજી લેવી જોઈએ કે તે ખોખલું રહે. આ માટે, તમે 50 ટકા સામાન્ય માટી અને 20 ટકા રેતી અને 30 ટકા ખાતર મિશ્રિત કરી શકો છો.

આ પણ વાંચો: Grow Mogra: સુગંધ અને ઔષધિય ગુણોથી ભરપૂર મોગરાને કુંડામાં વાવવાની સરળ રીત

સુમિતા કહે છે કે ડુંગળીની છાલમાંથી બનાવેલ ખાતર આ છોડ માટે બેસ્ટ હોય છે. તો ડ્રેસિનાના પાંદડાને ચમકદાર બનાવવા માટે સમય સમય પર નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના જીવજંતુ હોય તો તેમાં લીમડાનું તેલ છાંટવું. આ છોડ માટે છ ઇંચનો પોટ યોગ્ય માનવામાં આવે છે.

How To Grow Dracaena plant From Cutting By Sumita

પાણીમાં કટિંગ કેવી રીતે લગાવવું
ડ્રેસિનાનાં કટીંગને પાણીમાં લગાવી શકાય છે. સુમિતા આ વિશે જણાવે છે કે કટીંગને પાણીમાં પ્રોપગેટ કરવા માટે તમારે પારદર્શક બરણી લેવી પડશે. હવે તેમાં ડ્રેસિનાનું કટિંગ નાખો.

હવે બરણીમાં પૂરતું પાણી રેડો, જેથી કટિંગ તળિયેથી 2-3 ઇંચ સુધી જ પાણીમાં રહે. દર અઠવાડિયે પાણી બદલતા રહો. કટીંગ્સ વિકસિત થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે.

જ્યારે તેમાં મૂળ બનવાનું શરૂ થાય, ત્યારે તમે તેને મોટી બરણીમાં લગાવી શકો છો અથવા તમે તેને માટીથી ભરેલા વાસણમાં પણ લગાવી શકો છો. જો તમે ઈચ્છો તો તેને પાણીમાં પણ રાખી શકો છો. પરંતુ પાણીયુક્ત છોડ વધુ વિકાસ કરી શકશે નહીં.

મોટાભાગના લોકો લકી બામ્બૂને પાણીમાં જ રહેવા દે છે. સુમિતાના ઘરે ડ્રેસીનાની બેબી ડોલ પણ પાણીમાં લગાવલું છે.

આ પણ વાંચો: Winter Flowers: શિયાળામાં રંગબેરંગી ફૂલોથી સજાવો તમારા ઘરનો બગીચો, લગાવો આ છોડ

સીધા માટીમાં લગાવવાની રીત
તમે ડ્રેસિનાના કટિંગને સીધુ માટીમાં પ્રોપગેટ કરી શકો છો. આ માટે

સૌપ્રથમ છ ઈંચના કુંડામાં પોટીંગ મિક્સ મૂકો.

કટિંગને માટીમાં લગાવો અને ઉપરથી પાણી આપો.

વાસણને એવી જગ્યાએ રાખો જ્યાં સારો પ્રકાશ હોય પરંતુ સીધો સૂર્યપ્રકાશ કુંડા પર ન પડવો જોઈએ.

નિયમિત પાણી આપતા રહો.

બે અઠવાડિયામાં તમે જોશો કે કટીંગ્સ વિકસિત થવાનું શરૂ થશે.

તેની કાળજી લેવા માટે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર પાણી આપ્યા પછી માટી સૂકાય ત્યાં સુધી રાહ જુઓ અને માટી સુકાઈ જાય પછી જ પાણી આપો.

આ છોડની સૌથી સારી વાત એ છે કે તેઓ અન્ય છોડની સરખામણીએ રાત્રે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ઝડપથી રૂપાંતરિત કરે છે.

તો હવે રાહ કોની જુઓ છો, તમારી પસંદગીના સુંદર ડ્રેસિનાનું કટિંગ લાવો અને આજે જ તમારા ઘરે વાવી દો.

તમે Dracaena છોડ વિશે વધુ જાણવા માટે સુમિતાની YouTube ચેનલની પણ મુલાકાત લઈ શકો છો.

હેપી ગાર્ડનિંગ!

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Grow Pothos : ન તો માટી જોઈએ, ન તડકો, કોઈ પણ નખરા વગર આ છોડને ઉગાડવો છે સાવ સરળ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon