ગુજરાતનાં આ ભાઈ વેસ્ટ વસ્તુઓમાંથી સરળ રીતે સમજાવે છે વિજ્ઞાન, કલામ પણ થયા હતા પ્રભાવિત

એન્જીનીયરીંગ કર્યા બાદ ધનંજયભાઈ ઈસરોમાં જોડાયા પરંતુ  ટૂંક જ સમયમાં ઈસરોમાંથી રાજીનામુ આપ્યું

અને  લોકોમાં વિજ્ઞાન વિશેની જિજ્ઞાસા તથા શોખને સંતોષવા માટે 'અંકુર હોબી સેન્ટર' ની પણ સ્થાપના કરી

અબ્દુલ કલામ ધનંજયભાઈની એકદમ નજીવી વસ્તુઓમાંથી વિજ્ઞાન શીખવવાની બાબતથી ખુબ જ પ્રભાવિત થયા હતા.

તેમણે સમગ્ર દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIT વગેરેમાં ધનંજયભાઈના સેમિનાર ગોઠવડાવ્યા

સ્વર્ગીય કે લાલ જાદુગરે પણ ધનંજયભાઈ સમક્ષ કહ્યું હતું કે તેઓએ પોતાની કલામાં ધનંજયભાઈ દ્વારા લિખિત ઘણી સાયન્સ તકનીકોનો ઉપયોગ કરેલ છે.