માત્ર એક જ રૂપિયા માં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે

કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દવાખાનું સતત ચાર દાયકાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને માત્ર રૂ. 1 માં આપે છે સારવાર.

આ દવાખાનું શરૂઆતમાં વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી મુલાકાત દીઠ માત્ર ચાર આના (25 પૈસા) જ વસૂલતું હતું.

પરિણામે દવાખાનાને સમગ્ર પાલનપુરમાં તે સમયે અને આજના સમયે પણ ‘ચાર આનાનું દવાખાનું’ જ કહેવામાં આવે છે.

ધ બેટર ઇન્ડિયા કોઠારી પરિવાર દ્વારા વર્ષો સુધી અખંડ રાખવામાં આવેલી માનવતાની આ સુવાસને હૃદયપૂર્વક વંદન કરે છે