બિઝનેસ કરવો છે પરંતુ રોકાણ માટે પૈસા નથી? તો આ 5 વ્યવસાય છે 'ઝીરો ઈન્વેસ્ટમેન્ટ' વાળા

ન્યૂઝપેપર બેગ બિઝનેસ સામાન્ય રીતે અખબારને વાંચ્યા બાદ તે પસ્તીમાં જ જાય છે, પરંતુ તેમાંથી તમે સસ્તી, ટકાઉ અને ઈકો ફ્રેન્ડલી પેપર બેગ બનાવી સ્થાનિક દુકાનદારોને વેચી શકો છો.

ભરતગૂંથણ બિઝનેસ આ એક એવી કળા છે, જેની માંગ હંમેશાં રહેશે. જો તમને ભરતકામનો શોખ હોય તો તમે નવરાશના સમયમાં ઓર્ડર પ્રમાણે ભરતકામ કરવાની સાથે ભરતકામ કરેલ વસ્તુઓ વેચી પણ શકો છો.

કુકિંગ ક્લાસ બિઝનેસ જો તમને રસોઈનો ખૂબજ શોખ હોય અને તમે અવનવી રસોઈમાં પાવરધા હોવ તો તમે આ કળાથી પણ કમાણી કરી શકો છો. તમે તમારા ઘરે જ કુકિંગ ક્લાસ શરૂ કરી શકો છો.

દરજીનો વ્યવસાય બુટિક ખોલ્યા વગર ઘરે બેઠાં પણ તમે ડિઝાઇનર કપડાં બનાવી શકો છો. તમને દરજીકામનો શોખ હોય અને આવડત હોય તો તમે ઘરેબેઠાં પણ સારી એવી કમાણી કરી શકો છો.

અથાણાનો વ્યવસાય: લગભગ બધાંના ઘરે અથાણાં ખવાતાં તો હોય જ છે, પરંતુ બધાંને બનાવતાં નથી આવડતાં. જો તમને અલગ-અલગ પ્રકારનાં સ્વાદિષ્ટ અથાણાં બનાવતાં આવડતાં હોય તો શરૂ કરી શકો છો વ્યવસાય.