એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રેહવા માટે બનાવવામાં આવ્યા છે આશિયાના

રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. 

ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.

આખું ગામ તેલના વપરાશ બાદ ડબ્બો વેચવાને બદલે તેને કબૂતર વસાહતમાં ઉ[યોગ લેવા માટે આપે છે.

આ માળાઓ મહિનાના અંતે ગ્રામજનોની મદદથી સાફ પણ કરવામાં આવે છે.

આ કોલોનીનો ટાર્ગેટ હવે 1000 કબૂતરોને આશ્રય આપવાનો છે. અને આ કામમાં દરેક જણ મદદ પણ કરી રહ્યા છે.