
બોગનવેલનાં છોડમાં ઉગે છે અલગ અલગ રંગોનાં સુંદર ફૂલો, એક્સપર્ટના જણાવ્યા અનુસાર તેને વધારે સંભાળની પણ નથી પડતી જરૂર
આમ તો દરેક ફૂલ તમારા બગીચાની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ બોગનવેલ એક એવો છોડ છે, જે બગીચાની સુંદરતામાં વધારો કરે છે. તેને કાગળનું ફૂલ પણ કહેવામાં આવે છે. આ છોડ ખૂબ જ ઓછી કાળજી સાથે બગીચાને સુંદર અને રંગીન બનાવવામાં મોખરે છે. તે જુદા જુદા દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. મૂળભૂત રીતે આ છોડ દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળે છે.
આજે અમે તમને બોગનવેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ છોડ વિશે ગાર્ડનિંગ એક્સપર્ટ સર્વેશ પ્રતાપ સિંહ કહે છે, “આ એક એવો છોડ છે જેને ઓછામાં ઓછી સંભાળની જરૂર હોય છે. હું એકવાર મારા મિત્રના ઘરે ગયો હતો. તેને છોડ વાવવાનો શોખ છે, પરંતુ તે છોડની યોગ્ય રીતે સંભાળ રાખતો નથી. તેના બગીચાનો દરેક છોડ સુકાઈ ગયો હતો. પરંતુ તે બધામાં, બોગનવેલ એકમાત્ર છોડ હતો, જેમાં સારા ફૂલો લાગેલા હતા.”
આના પરથી સ્પષ્ટ થાય છે કે બોગનવેલને ખાસ કાળજીની જરૂર નથી. સર્વેશ કહે છે કે આ છોડને ગરમ વાતાવરણ ગમે છે, તેથી તેને હંમેશા પાણી પીવડાવવું પડતું નથી. ઋતુ પ્રમાણે ફૂલો ખીલતા રહે છે.
બોગનવેલ ગુલાબી, સફેદ, પીળા સહિત અનેક રંગોમાં ઉગે છે. ગુલાબી બોગનવેલ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.
કેટલાક લોકો તેના બોન્સાઈ પણ તૈયાર કરે છે. તો, તેને એર લેયરિંગ અને કટીંગ્સ દ્વારા આરામથી ઉગાડી શકાય છે. તો ચાલો જાણીએ તેને રોપવાની પદ્ધતિ વિશે.
આ પણ વાંચો: Grow Indoor Plants: પહેલીવાર છોડ લગાવી રહ્યા છો તો આ 3 ઈનડોર પ્લાન્ટ્સથી કરો શરૂઆત
બોગનવેલને કટિંગ્સમાંથી આ રીતે પ્રપોગેટ કરો
બોગનવેલના છોડને ઉગાડવા માટે, સૌપ્રથમ ઉગાડેલા છોડમાંથી પાંચથી છ ઇંચનું કટીંગ કાઢી લો.
એક પારદર્શક જારને પાણીથી ભરો, પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં રુટિંગ હોર્મોન ઉમેરો.
તમારા કટિંગને આ પાણીમાં નાખો અને તેને એવી જગ્યાએ રાખો, જ્યાં આછો સૂર્યનો પ્રકાશ આવતો હોય.
દર પાંચથી છ દિવસે પાણી બદલો.
થોડા દિવસો પછી, કટીંગમાંથી નાના મૂળ નીકળવાનું શરૂ થશે.
હવે આ કટીંગ કુંડામાં જવા માટે તૈયાર છે.
પોટિંગ મિશ્રણ કેવી રીતે તૈયાર કરવું?
પોટિંગ મિશ્રણ બનાવવા માટે, 50 ટકા સામાન્ય માટી, 25 ટકા વર્મી કમ્પોસ્ટ અને 25 ટકા રેતીનું મિશ્રણ તૈયાર કરો.
તેને 10 ઇંચના કુંડામાં લગાવીને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે ચાર કલાક સૂર્યપ્રકાશ મળે.
લગભગ બે મહિના પછી, તમે તેમાં સારો વિકાસ જોઈ શકશો.
આ પણ વાંચો: Grow Mogra: સુગંધ અને ઔષધિય ગુણોથી ભરપૂર મોગરાને કુંડામાં વાવવાની સરળ રીત
સમય સમય પર તેની કાપણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કટીંગ કરતા રહેવાથી તેમાં વધુ ડાળીઓ નીકળશે અને જેટલી ડાળીઓ હશે તેટલા વધુ ફૂલો ખીલશે.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તેની સારી રીતે કાપણી કરવી.
આ છોડને ગરમ આબોહવા ગમે છે, તેથી તેને વધુ પાણીની જરૂર નથી. જ્યારે જમીન સૂકી હોય ત્યારે જ પાણી આપો.
દર મહિને તેના છોડને થોડું પોટાશ ખાતર આપતા રહો. તો, વર્ષમાં એકવાર, કુંડામાં વર્મી કમ્પોસ્ટ નાખો.
તેની કટિંગ લગાવવા માટે ડિસેમ્બરનો મહિનો સૌથી સારો હોય છે.
સમયાંતરે પ્રૂનિંગ પર ધ્યાન આપવાથી, તેમાં સારા ફૂલો ખીલતા રહેશે.
એકવાર કાપીને વાવેતર કર્યા પછી, તમે તેમાંથી ઘણા છોડ તૈયાર કરી શકો છો.
આ પણ વાંચો: Grow Pothos : ન તો માટી જોઈએ, ન તડકો, કોઈ પણ નખરા વગર આ છોડને ઉગાડવો છે સાવ સરળ
તો છે ને બોગનવેલના છોડને તૈયાર કરવો બહુ સરળ. જો તમારા ઘરની બાલ્કની અથવા ટેરેસને સારી રીતે સૂર્યપ્રકાશ આવે છે, તો ચોક્કસપણે બોગનવેલનો છોડ લગાવો.
તમે બોગનવેલના કટિંગને લગતી માહિતી માટે સર્વેશ પ્રતાપ સિંહનો યુટ્યુબ વીડિયો પણ જોઈ શકો છો.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Grow Sansevieria: પાણીમાં પણ ઉગાડી શકો છો સાન્સેવીરિયા, ઘરની હવા થશે શુદ્ધ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.


This story made me
-
97
-
121
-
89
-
167