અક્ષય અગ્રવાલ અને ગજેન્દ્ર ચૌધરીએ પૂણેના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં અદ્રીશ નામે એક કિરાણા સ્ટોર ખોલ્યો છે ત્યારે તેમનો ઉદ્દેશ્ય તેમના ગ્રાહકો માટે આરોગ્યપ્રદ ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો પ્રદાન કરવાનો હતો. તેઓએ જેની ગણતરી કરી ન હતી તે એ હતું કે તેમની નાની કરિયાણાની દુકાન કાશ્મીર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને અન્ય 11 રાજ્યોના દૂરના વિસ્તારોના ખેડૂતોને કેટલી અસર કરશે! આજે ભારતના 14 રાજ્યોમાં 8,000 ખેડૂતો વિવિધ શહેરમાં આવેલ અદ્રિશ કિરાણા સ્ટોરને પોતાના ખેતરમાં ઉત્પાદિત શ્રેષ્ઠ ઓર્ગેનિક ઉત્પાદનો સપ્લાય કરે છે.
અક્ષય અગ્રવાલ કોલ્હાપુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સમાજ પર સકારાત્મક અસર ઊભી કરવા માટે અને કંઈક અલગ જ રીતે લોકોના સ્વાસ્થ્યને સુધારવાની સાથે સાથે બિઝનેસ કરવા માટે તેઓ શાળાના તેમના સહાધ્યાયી ગજેન્દ્ર ચૌધરી તરફ વળ્યા અને સાથે મળીને તેમણે સાત્વિક તથા એક ઓર્ગેનિક ફૂડ સ્ટોરની કલ્પના કરી.
અક્ષય ધ બેટર ઇન્ડિયાને કહે છે,“2018 માં, અમે મહાસાગરોને પ્રદૂષિત કરતા પ્લાસ્ટિકના જોખમ વિશે વધુને વધુ વાંચવાનું શરૂ કર્યું. આપણે તેના વિશે જેટલું વધુ વાંચીએ છીએ, તેટલા જ વધુ જાગૃત થઈએ છીએ કે કેવી રીતે આપણા સ્ટોરમાં કે ઘરમાં રહેલ પ્લાસ્ટિકનો સૌથી નાનો જથ્થો પણ દરિયાઈ પ્રાણીઓને ગૂંગળાવી રહ્યો છે. આ એક ડર હતો જે અમારા માટે પ્રેરણામાં પરિવર્તિત થયો અને અમે પુણેમાં અમારો પહેલો ઝીરો વેસ્ટ સ્ટોર શરૂ કર્યો. એક એવું શહેર જે આઠ વર્ષથી મારું ઘર હતું અને જે શહેર માટેની પર્યાવરણ પ્રત્યેની સભાનતાને હું સમજી શક્યો હતો,”

આ પણ વાંચો: પ્લાસ્ટિકના કચરામાંથી લોકોને ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે વડોદરાના ભાઈઓ, કચરો આપો વસ્તુ લઈ જાઓ
અક્ષય અને ગજેન્દ્રનું પ્રથમ પગલું તેમના સ્ટોર્સમાંથી પ્લાસ્ટિકને દૂર કરવાનું હતું, પર્યાવરણનો નાશ કરતા કન્ટેનર, બોટલ અને કેરી બેગને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી સાથે બદલવાની હતી.
તેઓ આગળ જણાવે છે કે,”જ્યારે કોઈ નવો ગ્રાહક અમારા સ્ટોરમાં પ્રવેશે છે, ત્યારે અમે તેમને પહેલા અમારી વિચારસરણી સાથે સાથે પરિચય કરવીએ છીએ.” સૌરભ જેઓ પુણેના બે સ્ટોરના વડા છે તે કહે છે કે,“અમારા કાચ, ધાતુ અને લાકડાના કન્ટેનર એ હકીકતનો પુરાવો છે કે અમે પ્લાસ્ટિક મુક્ત સ્ટોર છીએ. અમારી શોપમાં રહેલા ખાદ્ય પદાર્થો પણ પ્રમાણિત ઓર્ગેનિક છે જ્યારે અન્ય તમામ ઉત્પાદનો હાથથી બનાવેલા છે. દરેક ઉત્પાદનનું વેચાણ ગ્રામીણ પરિવાર, સ્વ-સહાય જૂથ અથવા ગરીબ કારીગરને મદદ કરે છે. જો અમારે અમારા ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવો હોય, તો અમે મોટા પ્રમાણમાં વેચાણ કરવા જે તે ઉત્પાદિત વસ્તુઓ માટે જઈ શકતા નથી.

આ પણ વાંચો: 2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો
અક્ષય આગળ કહે છે કે,“અમે મોટા ભાગના ઓર્ગેનિક સ્ટોર્સની જેમ ખાદ્ય અન્નથી જ શરૂઆત કરી હતી. અમે અમારા પ્લાસ્ટિકના કન્ટેનરને ઈકો-ફ્રેન્ડલી મટિરિયલ્સથી બદલી નાખ્યા હતા પરંતુ હજુ પણ કંઈક ખોટું હતું. વધુ વિચાર કરતાં, અમે અમારી જાતને પૂછ્યું, તમે ઉપયોગ કરો છો તે નોન-સ્ટીક પણ સૂક્ષ્મ રસાયણોથી ભરેલું હોય છે તો તેમાં રાંધવાનો શું અર્થ છે? તેથી, અમે અદ્રિશની ઇન્વેન્ટરીમાં માટીના વાસણો અને પિત્તળ અને તાંબાના વાસણો ઉમેર્યા. આમ, રસોડા સેટ તૈયાર થઈ ગયો. પરંતુ તંદુરસ્ત જીવનશૈલી ફક્ત ખોરાક સુધી મર્યાદિત નથી. જાણીજોઈને અથવા અજાણતા જ આપણે દિવસની શરૂઆત જ રસાયણો અને માઇક્રોપ્લાસ્ટિક્સનું સેવન કરીને કરીએ છીએ. તે ટાળવા માટે, અમે વાંસના બ્રશ, હાથથી બનાવેલા લોન્ડ્રી ડિટર્જન્ટ અને વ્યક્તિગત સંભાળ માટેના ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે અમારી ઇન્વેન્ટરીમાં વધારો કર્યો છે.”
સૌરભ જાણ કરે છે કે તેમની યાદીમાં આગળ શેમ્પૂ બાર, હાથથી બનાવેલા સાબુ અને ડિટર્જન્ટ છે. પિત્તળના વાસણો અને માટીના વાસણો જેવા દરેક ઉત્પાદનો જે તે લોકલ કારીગરો માટે સારી એવી આજીવિકા પણ ઉભી કરે છે.
ધાન્ય પાકો પણ શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. ગુણવત્તામાં કોઈ બાંધછોડ નથી. જો રાજસ્થાન ભારતમાં શ્રેષ્ઠ બાજરી ઉગાડે છે, તો અદ્રિશની ટીમ તે રાજ્યના ઓર્ગેનિક ખેડૂતો પાસે જાય છે જેઓ બિન-સંકર બીજ વાવે છે અને તેમની પાસેથી વચેટિયાને સામેલ કર્યા વિના વાજબી ભાવે ખરીદે છે.

આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી
મહિલા સ્વ-સહાય જૂથો પછી તેને સ્ટોન-ગ્રાઇન્ડર વડે લોટમાં પીસી લે છે. પ્લાસ્ટિકમાં પેક કર્યા વિના, અનાજ અને લોટ પુણે પહોંચે છે જ્યાં તેઓ મેટલ અથવા કાચના કન્ટેનરમાં સંગ્રહિત થાય છે. સપ્ટેમ્બર 2018 માં તેની શરૂઆત થઈ ત્યારથી, અદ્રિશે ભારતમાં 8,000 ખેડૂતો સાથે જોડાણ કર્યું છે જેઓ તેમની ઓર્ગેનિક પેદાશો આ દુકાનને સપ્લાય કરે છે.
સૌરભ સમજાવે છે કે, “કેટલાક એવાય લોકો છે જેમના પરિવારના સભ્યો બીમાર પડ્યા છે અને જેઓ રોજિંદા જરૂરિયાતની વસ્તુઓમાં રહેલા રસાયણોથી સુરક્ષિત રહેવા માંગે છે. હું એવા કેટલાક ગ્રાહકોને જાણું છું જેઓ અમારા સ્ટોર પર આવવા માટે 10-20 કિમીથી વધુ મુસાફરી કરે છે કારણ કે તેઓ હવે બિન-ઓર્ગેનિક ઉત્પાદનો પર વિશ્વાસ કરતા નથી,”
અદ્રિશ સર્વ પ્રથમ કેપી, પુણેમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને પછી તેને ઔંધ સુધી લંબાવવામાં આવ્યો હતો. હાલમાં, તેઓ દેશના વિવિધ શ્હેરોમાં પણ આ સ્ટોર ધરાવે છે. જેમાં દિલ્લી, મુંબઇ વગેરેનો સમાવેશ થાય છે.
આ સ્ટોર બાબતે કોઈપણ પૂછપરછ માટે તમે 9822919771 કે 9022587014 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એક જીન્સ બનાવવામાં વપરાય છે 10000 લીટર પાણી, સુરતનું આ સ્ટાર્ટઅપ બનાવે છે માત્ર 10 લીટરમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો