Search Icon
Nav Arrow
Shreyansh Kokara
Shreyansh Kokara

એક જીન્સ બનાવવામાં વપરાય છે 10000 લીટર પાણી, સુરતનું આ સ્ટાર્ટઅપ બનાવે છે માત્ર 10 લીટરમાં

એક જીન્સ બનાવવામાં વપરાય છે 10 હજાર લીટર પાણી, જ્યારે સુરતનું આ સ્ટાર્ટઅપ એગ્રો વેસ્ટમાંથી વધારે ટકાઉ જીન્સ બનાવે છે માત્ર 10 લીટર પાણીથી.

ગુજરાતના ઉદ્યોગસાહસિક શ્રેયાંસ કોકરાએ ઝીરો-વેસ્ટ પ્રક્રિયામાં એગ્રો વેસ્ટને ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ ફાઇબરમાં પ્રોસેસ કરી ફેરવવા માટે તેમનું સ્ટાર્ટઅપ Canvaloop લોન્ચ કર્યું છે. તેમણે તે કામ કેવી રીતે અને કયા સંશોધનના આધારે કર્યું તેની ધ બેટર ઇન્ડિયા સાથે ચર્ચા કરી હતી.

તાજેતરમાં ખરીદેલ જીન્સની જોડી માટે તમે કેટલા પૈસા ચૂકવ્યા? જવાબ કદાચ તમારા ખિસ્સામાંની રસીદમાં છે. પરંતુ આ રસીદમાં તમારા કપડાની આઇટમ અથવા તમારા ટી-શર્ટ અથવા ડ્રેસ પર કરવામાં આવેલ છુપાયેલા બિન-નાણાકીય ખર્ચનો ઉલ્લેખ નથી.

આ ખર્ચની ભયંકરતા એ બાબતે જ માપી શકાય છે કે, એક ટી-શર્ટ બનાવવા માટે લગભગ 2,700 લિટર પાણીની જરૂર પડે છે, જ્યારે જીન્સની જોડી માટે 7,500 થી 10,000 લિટરની વચ્ચે જરૂર પડે છે, જે એક વ્યક્તિ માટે દસ વર્ષથી વધુ સમય માટે પીવાના પાણી જેટલું જ છે.

આનું કારણ છે કપાસ, જે મુખ્યત્વે વિશ્વના સૂકા ભાગોમાં ઉગે છે, તેને પાણીની વધુ માત્રાની જરૂર પડે છે. જીન્સની જોડી માટે એક કિલો કપાસની જરૂર પડે છે, જેની કિંમત પર્યાવરણ માટે ભારે પડે છે. કાપડ ઉદ્યોગ કાર્બન ઉત્સર્જનમાં મોટો ફાળો આપનાર ઉદ્યોગ છે અને તમામ વૈશ્વિક ઉત્સર્જનના લગભગ 10 ટકાને આવરી લે છે.

સુરત સ્થિત શ્રેયાંસ કોકરાએ અમેરિકાની બેબસન કોલેજમાં ઉદ્યોગસાહસિકતાના ઉચ્ચ અભ્યાસ દરમિયાન આ ચોંકાવનારા આંકડાઓ વિશે જાણ્યું ત્યારે તે ગભરાઈ ગયો.

 Eco Friendly Fibers

આ પણ વાંચો: વેસ્ટમાંથી શરૂ કરી શકો છો આ 5 ‘ઈકો ફ્રેન્ડલી’ બિઝનેસ

ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક, શ્રેયાંસ એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જે ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાપડના વ્યવસાયમાં છે. તે ધ બેટર ઇન્ડિયાને કહે છે કે,“મેં ત્યાં સુધી ક્યારેય વિચાર્યું ન હતું કે કાપડ ઉદ્યોગ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે અને જાણ્યા બાદ હું જૂની રીતો સુધારવા માંગતો હતો.”

એગ્રી-વેસ્ટમાંથી જીન્સ
જ્યારે શ્રેયાંસ ભારત પાછો ફર્યો, ત્યારે તેણે કાપડના વ્યવસાયમાં ટકાઉપણું લાવવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું.

તેણે શણના છોડને ફાઇબરમાં અને આખરે ફેબ્રિકમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો. જો કે,  સંશોધનના બે વર્ષ નિરર્થક નીકળ્યા. 28 વર્ષીય શ્રેયાંશ કહે છે, “મને જાણવા મળ્યું કે સુરત, જે ભારતમાં કાપડ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે, તેની પાસે પર્યાવરણને અનુકૂળ રીતે કાપડનું ઉત્પાદન કરવાની કોઈ જ ટેક્નોલોજી નથી.” આમ સાધનસામગ્રીના અભાવે શ્રેયાંસને શરૂઆતથી જ ટેક્નોલોજી વિકસાવવાની પ્રેરણા મળી.

2017 માં, તેણે આગળનું કામ પોતાના સ્ટાર્ટઅપ, Canvaloop એક ટેક્નોલોજી બનાવીને શરૂ કર્યું જે અનાનસ, કેળા અને શણમાંથી કૃષિ કચરાને ટેક્સટાઇલ ગ્રેડ ફાઇબરમાં રૂપાંતરિત કરે છે. આ પદ્ધતિમાં, પાણીની જરૂરિયાતમાં ભારે ઘટાડો થાય છે, તે કહે છે કે. શ્રેયાંશ કહે છે કે, “ટેક્નોલોજી પાણીની જરૂરિયાતને ખાસી ઘટાડી તેને 10 લીટર સુધી લઇ જવામાં મદદ કરે છે. તે એટલા માટે છે કારણ કે ફેબ્રિક કચરામાંથી બનાવવામાં આવે છે અને કાચો માલ ઉગાડવા માટે પાણીની જરૂર પડતી નથી.”

તે ખાતરી આપે છે કે આ ટેક્નોલોજી જટિલ કૃષિ કચરાને નરમ, આરામદાયક ફેબ્રિકમાં પરિવર્તિત કરી શકે છે. કેળાના ફાઇબરનું ઉદાહરણ આપતા શ્રેયાંસ કહે છે, “કેળાની દાંડી કાપીને ખોલવામાં આવે છે જેથી અંદરનું પાણી નીકળી જાય અને પછી ફાઇબર કાઢવા માટે તેને સૂકવવામાં આવે છે. અમારી ટેક્નોલોજી શ્રેણીબદ્ધ ટ્રીટમેન્ટ દ્વારા કાચા ફાઇબર પર પ્રક્રિયા કરે છે. “

ઉદ્યોગસાહસિક સમજાવે છે કે કાચા ફાઇબરને સૌ પ્રથમ બાયોકેમિકલ્સથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. “તે પછી સામગ્રીને નરમ અને શુદ્ધ કરવા માટે એન્ઝાઈમેટિક ટ્રીટમેન્ટ દ્વારા યાંત્રિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. તે કહે છે, વિવિધ ટ્રીટમેન્ટમાંથી પસાર થઇ પ્રોસેસ્ડ ફાઇબર કપાસ જેવી સામગ્રીમાં પરિણમે છે અને તે પરિવર્તિત વસ્તુ કપાસ કરતા નરમ અને હળવી હોય છે.”

 Eco Friendly Fibers For Clothing

આ પણ વાંચો: તમારી તિજોરીમાં પડી રહેલા જૂના બ્રાંડેડ કપડા અથવા બેગ, અહીં વેચીને કમાઈ શકો છો પૈસા

કોટન ફાઇબરને વણાટની સામગ્રીમાં રૂપાંતરિત કરવા માટે વપરાતી મશીન દ્વારા પ્રોસેસ્ડ મટિરિયલને દોરામાં રૂપાંતરિત કરી શકાય છે. “આ દોરાને હવે પરંપરાગત રીતે વપરાતા કાપડ મશીનમાં કાંતીને વણી શકાય છે. તે અમારું અનોખું પાંસુ છે, અને સાથે સાથે તે જણાવે છે કે, કોઈપણ વપરાશકર્તાએ ફાઈબર માટે અલગથી મશીન ખરીદવું પડતું નથી.”

શ્રેયાંસ કહે છે કે બે વૈજ્ઞાનિકો અને સંશોધન તથા વિકાસ ટીમની મદદથી આ ટેક્નોલોજીની કલ્પના કરવામાં આવી હતી. “જરૂરી ઉત્પાદન મેળવવા માટે અમે પુષ્કળ પ્રયોગો અને ભૂલ પણ કરી છે.”

મેળવેલ ફાઇબર કાર્યાત્મક રીતે શ્રેષ્ઠ છે અને કપાસની તુલનામાં વધુ ટકાઉ છે, શ્રેયાંસ કહે છે કે, “કૃષિ કચરામાંથી બનતી સામગ્રીની આંતરિક શક્તિ વધુ સારી છે અને તે ધોવા છતાં ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય તેટલી ટકાઉ છે. પરિણામ એ છે કે ફાઇબરની મુખ્ય લાક્ષણિકતાઓ બદલાતી નથી. તે કહે છે કે, દોરો અથવા કાપડ કેળા અથવા અન્ય કોઈપણ કૃષિ પેદાશોમાંથી આવશે પરંતુ તે કપાસની જેમ જ આરામદાયક અને પહેરવામાં આકર્ષક જ લાગશે.”

આવી જ પ્રક્રિયા અનાનસ, શણ અને સ્ટબલને(પરાડી) પર પણ લાગુ પડે છે. “શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા સ્ટબલ સળગાવવી એ એક મુખ્ય પર્યાવરણીય ચિંતા છે, અને અમારી ટેક્નોલોજી તે સમસ્યાને હળવી કરવામાં ફાળો આપી શકે છે. શ્રેયાંશ ઉમેરે છે કે હજી સુધી અમે સ્ટબલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું નથી અને તેના માટેની યોજનાઓ ચાલી રહી છે.”

શ્રેયાંશ આગળ જણાવે છે કે, આ આખી પ્રક્રિયામાં એક કિલો ફાઈબર માટે માત્ર 10 લિટર પાણીની જરૂર પડે છે અને તેમાં કોઈ રસાયણો,  જંતુનાશકોની જરૂર પડતી નથી. આડપેદાશ પણ બાયોડિગ્રેડેબલ છે અને તેનો ઉપયોગ કાગળ ઉદ્યોગ અને ખાતરમાં થાય છે. આમ આ સમગ્ર પ્રક્રિયા શૂન્ય કચરો પેદા કરે છે.”

તેનું માનવું છે કે, સમુદ્રમાં એક ટીપું હોય તે પ્રકારની છે આ પહેલ અને બીજા ઉદ્યોગ ગૃહ પણ આ પહેલમાં જોડાશે ત્યારે જ વધારે નક્કર રીતે કાર્ય થઇ શકશે. સાથે સાથે તે જણાવે છે કે, હાલમાં, કંપની ફેબ્રિક બનાવવા માટે અનાનસના પાંદડાઓનો ઉપયોગ કરી રહી છે. તે કહે છે કે,“હિમાલયન પ્રદેશમાં રોજગાર એક મુખ્ય ચિંતા છે અને મોટા પાયે સ્થળાંતરનું કારણ બને છે. તેથી હું ત્યાં સ્થાનિકોને રોજગારીની તકો પૂરી પાડવાની આશા રાખું છું.”

Canvaloop Startup

આ પણ વાંચો: આ 10 નાના-નાના બદલાવો અપનાવીને, તમે પણ જીવી શકો છો સસ્ટેનેબલ જીવન

કંપની એક મહિનામાં કૃષિ કચરામાંથી લગભગ 80 ટન ફાઈબરનું ઉત્પાદન કરે છે, જે અરવિંદ ટેક્સટાઈલ, લેવિસ, ટાર્ગેટ, એચએન્ડએમ અને અન્ય મોટી વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા કપડાંમાં વણવામાં આવે છે. “ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા જેવા દેશોમાં ઉત્પાદનનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં, અમારી પાસે મુંબઈમાં એક સ્ટોર છે જે સ્લો બ્રાન્ડ દ્વારા જીન્સ અને કપડાં ઓફર કરે છે,” તે કહે છે.

તે એ પણ નોંધે છે કે સફળતા છતાં, કૃષિ કચરો એક પડકાર છે. “ખેડૂતોને તેમના કૃષિ કચરાને બાળી ન નાખવા માટે સમજાવવા પડશે. અમે કચરો એકત્રિત કરીએ તે પહેલાં તેઓએ તેને અલગ પાડવો પડશે, અને આ કરવા માટે સમુદાયના સભ્યોને તાલીમ આપવી જરૂરી છે. તદુપરાંત, સામગ્રીના પરિવહન માટે લોજિસ્ટિક્સ એક અવરોધ છે જેને અમે સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

શ્રેયાંસનો હેતુ કાપડ ઉદ્યોગમાં ટકાઉપણું લાવવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનો અને પ્રેરણા આપવાનો છે. “હું સસ્ટેનેબલ રીતોથી બદલાવ લાવવામાં સફળ રહ્યો છું, પરંતુ મોટાભાગે ઉદ્યોગ બિન-ટકાઉ માર્ગને અનુસરવાનું ચાલુ રાખે છે. હું આશા રાખું છું કે આવનારા વર્ષોમાં વધુ સારા પ્રમાણમાં એક ટકાઉ ફેરબદલ દ્વારા વર્તમાન સમયમાં એક પરિવર્તન લાવવા માટે એક ઉમદા ઉદાહરણ તરીકે હું નિરંતર સેવા આપીશ.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મંદિરની ચુંદડીઓમાંથી ‘અર્પણ પોટલી’ અને ‘ચાંદલા કવર’, મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon