સુરતના રામદાસ માત્ર 8 મું પાસ હોવા છતાં છે ડૉક્ટર, નવાઈ લાગી ને! તેઓ છે જૂતાંના ડૉક્ટર. તેમની જૂતાંની હોસ્પિટલમાં આવે છે મોંઘાં-મોંઘાં બ્રાન્ડેડ જૂતાં સમારકામ માટે.
જટિલ વૈજ્ઞાનિક અભિગમોને એકદમ સરળ ભાષા અને પ્રયોગ દ્વારા સામાન્ય માનવી સુધી લઈ જઈ શકે તે વ્યક્તિ ખૂબ જ મહત્વની હોય છે અને આવા જ એક વ્યક્તિ છે આપણા અમદાવાદમાં જ રહેતા ધનંજયભાઈ રાવલ.
રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.