અયોધ્યાના રહેવાસી વેદ કૃષ્ણે તેમના પિતાના અવસાન પછી 'યશ પક્કા'ની બાગડોર સંભાળી હતી. તેમણે શેરડીના વેસ્ટમાંથી કપ-પ્લેટ બનાવીને ખેડૂતો અને પર્યાવરણ બંનેને ફાયદો કરાવ્યો છે.
પહેલાંથી જ એક કહેવત છે કે આપણા ગુજરાતીઓ વ્યાપાર કરવા માટે કંઈક અલગ નુસખો ગોતી જ કાઢતા હોય છે ભલે ને પછી તે વ્યાપાર બીજા ઘણા બધા લોકો દ્વારા જ કેમ ના કરવામાં આવતો હોય.
ચિત્રકામથી લઈને મડ વર્ક સુધીની કળા જાણતા કિશોરભાઈની સંઘર્ષની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. આજે જ્યારે દિવસેને દિવસે વ્યક્તિની કળાનું મૂલ્ય ઘટી રહ્યું છે ત્યારે ફક્ત તેના જ જોરે જિંદગીમાં પગભર થયા છે ભુજના કિશોરભાઈ.
આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.
રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.
સુરતના રામદાસ માત્ર 8 મું પાસ હોવા છતાં છે ડૉક્ટર, નવાઈ લાગી ને! તેઓ છે જૂતાંના ડૉક્ટર. તેમની જૂતાંની હોસ્પિટલમાં આવે છે મોંઘાં-મોંઘાં બ્રાન્ડેડ જૂતાં સમારકામ માટે.
મળો સુરતના રામદાસને , 8મું પાસ હોવાથી તેઓ મોચીનું કામ કરે છે અને તેમને પોતાના કામ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આજે તેમણે આ કામ વડે કમાઈને પોતાનું ઘર બનાવ્યું છે તો સાથે સાથે સમગ્ર શહેરભરમાં નામ પણ કમાયું છે.