Powered by

Home આધુનિક ખેતી જગ્યા બહુ ઓછી છે? આ રીતે સૂકાં પાંદડાંની મદદથી પણ ઉગાડી શકાય છે ડગલાબંધ શાકભાજી

જગ્યા બહુ ઓછી છે? આ રીતે સૂકાં પાંદડાંની મદદથી પણ ઉગાડી શકાય છે ડગલાબંધ શાકભાજી

કેરળનાં વાયનાડનાં આ સફળ ખેડૂતે વર્ટીકલ મેશ રીતથી સૂકાં પાંદડાની મદદથી ઓછી જગ્યામાં સરળતાથી ઉગાડ્યા છે શાકભાજી, જાણો કેવી રીતે?

By Mansi Patel
New Update
Kerala Farmer

Kerala Farmer

મોટા શહેરોમાં ઘણા લોકો ટેરેસ ગાર્ડનિંગમાં હાથ અજમાવી રહ્યા છે. કેટલાક લોકો ઘરની છત અથવા બગીચાનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમના ઘરની બાલ્કનીમાં ઘણા પ્રકારના છોડ અને શાકભાજી ઉગાડતા હોય છે. મર્યાદિત જગ્યામાં વધુને વધુ છોડ ઉગાડવા હંમેશાં એક મોટો પડકાર હોય છે. આજે અમે તમને કેરળના એક ખેડૂતની સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ, જે સુકા પાંદડા અને ઓછી જગ્યામાં જૈવિક ખાતરની મદદથી શાકભાજી ઉગાડી રહ્યા છે.

વાયનાડના રહેવાસી સી.વી. વર્ગીઝ એક ખેડૂત છે, જે બટાટા, ગાજર, ટામેટાં અને અન્ય શાકભાજી ઉગાડે છે, પરંતુ એક અલગ રીતે. તે મર્યાદિત જગ્યામાં શાકભાજી ઉગાડવા માટે ઉભી જાળીદાર ટાવર પદ્ધતિનો (Vertical mesh tower method)ઉપયોગ કરી રહ્યા છે. તે ખૂબ જ ઓછી જમીનમાં શાકભાજી ઉગાડી રહ્યા છે, તેમાં સૂકા પાંદડા, સૂકું અને ભીનું ગાયનું છાણ, બકરીનું છાણ, જીવામૃત અને લીમડાના કેક જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે.

Organic Farming

તો ચાલો આપણે આ પદ્ધતિ વિશે વધુ વિગતવાર જાણીએ:

મેશ ટાવર બનાવવો

સ્ટેપ 1: મેટલની એક મેશ(જાળી) તાર ખરીદો, જેમાં 2 ઈંચનું અંતર હોય અને લંબાઈ લગભગ 5 ફૂટની હોય.

સ્ટેપ 2: મેશને 1.5 મીટરની પહોળાઈમાં કાપો. જો તમે ઇચ્છો તો તમે તેને રંગ કરી શકો છો.

સ્ટેપ 3: નળાકાર અથવા ટાવર બનાવવા માટે,મેશને તોડો અને પ્લાસ્ટિક ઝિપનો ઉપયોગ કરીને કિનારીને એક સાથે બાંધો.

Organic Farming

ટાવર લેયરિંગ કરવું

પોટીંગ મિશ્રણ તૈયાર કરતા પહેલાં, તમે 0.75 વ્યાસ અને 5 ફુટ લંબાઈની પીવીસી પાઇપ (PVC pipe) કાપો. પાણી છોડવા માટે, તેમની વચ્ચે 3.5 ઇંચના અંતર સાથે એક કાણું કરો. તેને ટાવરની અંદર મૂકો અને પછી લેયરિંગ શરૂ કરો.

સ્ટેપ 1: 4 અથવા 5 ઇંચ સુકું ઘાસ ઉમેરો. આ સ્તર પોટિંગ મિક્સને નીચે લિક થવાથી અટકાવશે.

Home grown vegetables

સ્ટેપ 2: હવે તેમાં 50 સે.મી. સૂકા પાંદડા ઉમેરો. પાંદડાને નીચે સરકાવવા માટે એક ડંડો અથવા પાઈપનો ઉપયોગ કરો અને તેને એકસાથે કસો.

Home grown vegetables

સ્ટેપ 3: ભીના છાણનું એક સ્તર ઉમેરો.

Gardening

સ્ટેપ 4: બકરીનું છાણ, સૂકું છાણ, લીમડાના કેક અને કેટલાક જૈવિક માટીના મિશ્રણ સાથે સુકું મિશ્રણ તૈયાર કરો.

Gardening

સ્ટેપ 5: સૂકા મિશ્રણનું એક સ્તર ઉમેરો. ત્યારબાદ ગોળાકાર ક્રમમાં દરેક જગ્યાએ અંકુરિત બટાકાનું કટિંગ લગાવો.

Gardening Tips

સ્ટેપ 6: બટાકાને ઢાંકવા માટે ફરીથી સૂકું મિશ્રણ ઉમેરો.

Gardening Tips

સ્ટેપ 7: આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો અને સૂકા પાંદડા, છાણ, સૂકા મિશ્રણ અને અંકુરિત બટાકાનું સ્તર ઉમેરો.

વર્ગીઝ કહે છે કે તેણે એક ટાવરમાં તેમણે 20 અંકુરિત બટાટા રોપ્યા હતા.

છોડની જાળવણી

નવેમ્બર 2020માં, વર્ગીઝે 10 ટાવરમાં બટાટા, ગાજર, ટામેટાં, કેપ્સિકમ અને કેટલીક વધુ શાકભાજી લગાવી હતી.

તે કહે છે કે "કેટલાક ટાવરોમાં, મે બટાટા નીચે અને ટામેચા અથવા મરચા ઉપર લગાવ્યા." તેમણે કહ્યું કે આવું કરવાથી છોડની વૃદ્ધિ અને ઉપજ પર કોઈ અસર થઈ નથી.

કોંપલ લગાવ્યા પછી, વર્ગીઝ તેને નિયમિતપણે પુરું પાડતા હતા. એક મહિનામાં જ મેશ ટાવરની બહાર પાંદડા વધવા લાગ્યા અને પાછળથી વર્ગીઝે જીવામૃત અને લીમડાના કેક જેવા જૈવિક ખાતરો ઉમેર્યા.

જાન્યુઆરીના અંત સુધીમાં શાકભાજીનો પાક તૈયાર થઈ ગયો હતો. જોકે, વર્ગીઝે કેટલા કિલોગ્રામનું વાવેતર કર્યું તેનો હિસાબ રાખ્યો નથી, તેમનું કહેવું છેકે, તેઓ 10 ટાવરોથી 120 બટાટા ઉગાડવામાં સક્ષમ હતા.

વર્ગીઝના 28 વર્ષનો પુત્ર અખિલ વર્ગીઝ કહે છે કે, એટલાં બધાં શાકભાજી હતા જેને તેમણે લોકોને વહેંચવા પડ્યા હતા. અખિલ કહે છે, "અમારે જે જોઈએ છે તે લીધા પછી, અમે તેને બાકીના પડોશીઓને વહેંચી દીધા."

જો તમે પણ મેશ ટાવરનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડવા માંગતા હો, તો તમે વર્ગીઝનો 9744367439 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: રૌશની મુથુકુમાર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:Grow Summer Vegetables: ઉનાળામાં કેવી રીતે ઉગાડશો શાકભાજીઓ અને કેવી રીતે રાખશો તેની સંભાળ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.