પર્યાવરણને અનુકૂળ જીવીને મોટી બચત કેવી રીતે કરી શકાય તે જાણવું હોય તો જરૂરથી વાંચજો. ફળ-શાકભાજી ઘરે ઉગાડેલ, પાવડર, સાબુ-શેમ્પૂ પણ ઘરે જ બનાવેલ અને કિચન વેસ્ટમાંથી ખાતર તેમજ બાયો એન્ઝાઈમ્સ, છે ને એકદમ હેલ્ધી લાઈફ!
વ્યવસાયે ફોટોગ્રાફર બાબુરાજ છેલ્લા 12 વર્ષથી ગાર્ડનિંગ તો કરે જ છેચ, પરંતુ કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે ભરપૂર સમય મળતાં નાનકડા બગીચાને કરીદીધો 300 કરતાં વધુ ફળ-શાકભાજીના ઝાડ-છોડથી હર્યોભર્યો. ઘરે જ બનાવેલ કમ્પોસ્ટ ખાતરમાંથી વાવે છે પૌષ્ટિક ઉત્પાદનો.