સરકારી ક્વાર્ટરમાં રહેતી દીપિકાને ઝાડ-છોડ સાથે બહુ પ્રેમ છે. એટલે જ ઓછી જગ્યા અને પૂરતો તડકો ન મળતો હોવા છતાં સજાવટી છોડ વાવે છે અને નર્સરી પણ ચલાવે છે.
સુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.
વિજય રાય છેલ્લાં 20 વર્ષથી કરે છે ટેરેસ ગાર્ડનિંગ. તેમનાઆ બગીચામાં છે સજાવટના છોડની સાથે-સાથે ફળ, ફૂલ અને શાકભાજીના ઝાડ-છોડ. પોતાની 90% જરૂરિયાત બગીચામાંથી કરે છે પુરી
આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.
મિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.
બાગકામનો શોખ પુરો કરવા માટે એપાર્ટમેન્ટનાં કોમન ટેરેસને બનાવી દીધુ ગાર્ડન, જ્યાં થાય છે ટીવી સિરિયલ્સનું શૂટિંગ પણ. 30 વર્ષથી ઘરનો લીલો કચરો નથી ગયો બહાર. તો માત્ર ધાબામાં જ નહીં, બાથરૂમ અને રસોડામાં પણ વાવ્યા છે છોડ.