સરકારી ક્વાર્ટરમાં રહેતી દીપિકાને ઝાડ-છોડ સાથે બહુ પ્રેમ છે. એટલે જ ઓછી જગ્યા અને પૂરતો તડકો ન મળતો હોવા છતાં સજાવટી છોડ વાવે છે અને નર્સરી પણ ચલાવે છે.
સુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.
રાજકોટ પાસેના નાનકડા ગામ મોટા દૂધીવધરના ફોટોગ્રાફરે રસાયણ રહિત ફળ-શાકભાજી અને ઘરમાં હરિયાળી માટે મોટાં ફળ-શાકભાજીની સાથે-સાથે પક્ષીઓ માટે ઝાડ અને ફૂલછોડ વાવ્યા. રસોડામાં વપરાયેલ પાણી વપરાય છે ગાર્ડનમાં. જાતે બનાવેલ ખાતર જ વાપરે છે. પક્ષીઓ માટે તો બન્યું નંદનવન.
ગામની વસ્તી માંડ 1000, શિક્ષણનું પ્રમાણ 50%, છતાં આ શિક્ષકના ઘરમાં તમને મળશે દેશી-વિદેશી જાતનાં ફળ, ફૂલ અને શાકભાજી. ઘરનું દૂધ, ઘી, શાક, ફળો અને વરસાદનું તો ટીંપુ પણ પાણી નથી જતું 'વેસ્ટ'. આગામી સમયમાં જરૂર છે આવા જ લોકોની.
પિતાની યાદમાં તેમની ઇચ્છા અનુસાર એક સુંદર ગાર્ડન બનાવવું જ હતું અને લૉકડાઉનમાં સમય મળતાં પેટલાદના યુવાને ઘરની પાછળ બનાવ્યું 'રજની ઉપવન' વાવ્યાં. વાવ્યાં પક્ષીઓને આશરો અને ખોરાક મળી રહે તેવાં ઝાડ અને પતંગિયાં આકર્ષાય તેવા ફૂલછોડ. દિવાલો પર કરી વાર્લી આર્ટ અને બનાવી ઝુંપડી. હવે પરિવાર માટે બન્યું પિકનિક સ્પોટ.
બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.