બધી જ સુવિધાઓ છતાં સરકાર સામેથી 10,000 આપે છે વિજળીના, મ્યૂનિસિપાલિટીનું પાણી 15 દિવસે આવે છતાં 3 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની વ્યવસ્થા ઘરમાં જ, ફળ, શાક બધુ જ ઊગે છે ઘરમાં અને લસણ અને બટાકાં તો ઊગે છે વેલા પર. અમરેલીના આ ઘરને મળ્યો છે આદર્શ ઘરનો અવૉર્ડ.
આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.
રાજકોટ પાસેના નાનકડા ગામ મોટા દૂધીવધરના ફોટોગ્રાફરે રસાયણ રહિત ફળ-શાકભાજી અને ઘરમાં હરિયાળી માટે મોટાં ફળ-શાકભાજીની સાથે-સાથે પક્ષીઓ માટે ઝાડ અને ફૂલછોડ વાવ્યા. રસોડામાં વપરાયેલ પાણી વપરાય છે ગાર્ડનમાં. જાતે બનાવેલ ખાતર જ વાપરે છે. પક્ષીઓ માટે તો બન્યું નંદનવન.
અમરેલીનાં 12 પાસ ચંદ્રિકાબેને કોરોનાકાળમાં શરૂ કર્યું કિચન ગાર્ડનિંગ. અત્યારે ઘરે 17-18 પ્રકારનાં શાકભાજી ઘરે જ બનાવેલ ખાતરથી વાવે છે અને પડોશીઓ-સંબંધીઓને પણ ખવડાવે છે. તેમની પાસેથી પ્રેરણા લઈને અન્ય 35-40 મહિલાઓ પણ શરૂ કર્યું ઘરે શાકભાજી વાવવાનું.
ગામની વસ્તી માંડ 1000, શિક્ષણનું પ્રમાણ 50%, છતાં આ શિક્ષકના ઘરમાં તમને મળશે દેશી-વિદેશી જાતનાં ફળ, ફૂલ અને શાકભાજી. ઘરનું દૂધ, ઘી, શાક, ફળો અને વરસાદનું તો ટીંપુ પણ પાણી નથી જતું 'વેસ્ટ'. આગામી સમયમાં જરૂર છે આવા જ લોકોની.
પ્રકૃતિ સાથે સુમેળ સાધી જીવે છે અમદાવાદનાં મિનલ બેન. તેઓ તો ફળ-ફૂલ અને ઔષધીના છોડ વાવે જ છે, સાથે-સાથે જે પણ ઘરે જાય તેને ભેટમાં મળે છે એક છોડ. ઘરમાં લગાવી સોલર કીટ અને સોસાયટીમાં કરાવ્યું રેન વૉટર હાર્વેસ્ટિંગ.
આ કપલે ઘર કંઈક એવી રીતે બનાવ્યુ છેકે, ઘરમાં AC, કૂલર અથવા હીટર કંઈ પણ ચલાવવાની જરૂર રહેતી નથી. જાતે જ ખાતર બનાવી તેમાંથી વાવે છે ફળ-શાકભાજી. તો આખુ વર્ષ પાણી પણ વાપરે છે વરસાદનું.
દાહોદના નાનકડા ગામના આ શિક્ષકનું ઘર લાગે છે રિસોર્ટ સમાન, લોકો જાય છે ખાસ ફોટોગ્રાફી કરવા. ગૌમૂત્રમાંથી જ જીવામૄત બનાવી વાવ્યાં છે ફળ-શાકભાજી અને ઔષધીઓ, જે તેઓ તો ખાય જ છે, સાથે-સાથે પડોશીઓ અને શાળાનાં બાળકોને પણ આપે છે. તો પક્ષીઓ માટે તો બની ગયું છે નાનકડું સુંદર વન.