રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવતા તેમના ઘરમાં આનંદથી ખીલી ઊઠે છે પ્રાણીઓ અને પક્ષીઓ, વિજળી માટે સોલર પાવર અને રસોઈ માટે સોલર કૂકર, તો વરસાદનું ટીંપુ પણ નથી જતું બહાર. સંતોષનો ઓડકાર આપે છે ઘરે વાવેલ ફળ-શાકભાજી, છે ને એકદમ ઉત્તમ જીવન!
બાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.