કર્ણાટકનાં ખેડૂતો આમ તો મુખ્યરૂપે સોપારી અને નાળિયેર ઉગાડે છે. પરંતુ વધારાની આવક માટે તેઓ કેળાની ખેતી પણ કરે છે. ફળ તરીકે, કેળા એ ભારતનો બીજો સૌથી મહત્વપૂર્ણ પાક છે, અને આ વર્ષે કેળાનો પાક સારો છે. જેના કારણે ભાવોમાં પણ સ્પર્ધા જોવા મળી હતી અને ઘણા ખેડૂતો વાજબી ભાવે તેમનું ઉત્પાદન વેચી શક્યા ન હતા. ઘણા ખેડૂતોને કિલોગ્રામ દીઠ ચાર કે પાંચ રૂપિયાના ભાવ પણ મળ્યા ન હતા, જ્યારે કેટલાક ખેડૂતોએ પરેશાન થઈને તેમની ઉપજ પશુઓને ખવડાવી દીધી હતી.
43 વર્ષીય નયના આનંદ, તુમકુર જિલ્લાના આથિકટ્ટે ગામની રહેવાસી છે. સોપારી અને નાળિયેરની જૈવિક ખેતી કરનારી નયનાએ પણ તેની નજર સામે આવું જોયું. તેમણે કેળાના પાકનું વિતરણ કરતા ખેડૂતોને જોયા. નયના કહે છે, “તેઓ તેમના કેળાના પાકને વેચવામાં અસમર્થ હતા, તેથી તેઓએ તેનું વિતરણ કરવાનું શરૂ કર્યું. માર્ચના અંત સુધીમાં, મારા ઘરે કેળાના 10 હાથ (ગુચ્છા) કેળા હતા.”
નયનાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુ કે, કેવી રીતે તે કેળાને બરબાદ થતા રોકવા માટે એક અનોખું સમાધાન લઈને આવી.

વિશેષજ્ઞો પાસેથી શીખી
સૌથી પહેલાં નયનાએ કેળામાંથી ઘરે જ અલગ અલગ પ્રકારનાં વ્યંજન, જેવાકે વડા અને મિઠાઈઓ બનાવી. તે કહે છેકે,“જોકે, ઓછામાં ઓછી 50 Banana fingers હજી પણ ખરાબ થવાની કગાર પર હતા.”
ત્યારે જ તેને યાદ આવ્યું કે કેરળમાં જેકફ્રૂટનું વધારે ઉત્પાદન થવા પર લોકો તેને સૂકવીને પાવડર બનાવે છે. નયના કહે છે, “કાચા કેળાનો લોટ (Green Banana Flour)સામાન્ય રીતે બજારમાં મળે છે. પણ મને ખબર નહોતી કે પાકેલા કેળાનો પણ લોટ બનાવી શકાય છે. તેથી મેં કર્ણાટકના જાણીતા પત્રકાર શ્રી પાદ્રે સરનો સંપર્ક કર્યો. તે એનીટાઈમ વેજીટેબલ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે.”
WhatsApp ગ્રુપમાંથી મળી (Green Banana Flour)લોટ બનાવવાની રીત
એનીટાઈમ વેજીટેબલ ગ્રુપમાં, નયનાએ તેની ચિંતા વ્યક્ત કરી અને વિનંતી કરી કે કોઈ તેને લોટ બનાવવાનું શીખવે. પાદ્રે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એલેપ્પીમાં જીસી જ્યોર્જ નામના સંશોધનકારે નયનાનો સંપર્ક કર્યો. નયનાએ કહ્યું, “જીસીએ તેના વિશે ખૂબ જ સરળ પગલા-દર-પગલાની વિગતમાં સૂચના આપી. તે જ દિવસે, મેં લોટ બનાવવા માટે કાચા અને પાકા બંને કેળા તૈયાર કરવાનું શરૂ કર્યું.” તે કહે છે કે આ રીતે એક અઠવાડિયામાં લોટ તૈયાર થઈ ગયો.

ચાલો જાણીએ કે તેણે તેને કેવી રીતે બનાવ્યો:
800 મીલી પાણી અને 200 મિલી ચોખા પાણીનું સોલ્યુશન તૈયાર કરો.
સોલ્યુશનમાં 10 ગ્રામ મીઠું ઉમેરો.
કાચા અને પાકેલા કેળાની છાલ કાઢો.
તેમને અડધા કલાક માટે સોલ્યુશનમાં પલાળી રાખો અને સ્લાઈઝ કરી નાખો.
તડકામાં બે દિવસ સુકાવો. જો હવામાન ઠંડુ હોય, તો વધુ લાંબા સમય સુધી સૂકવો.
સૂકા કેળાના ટુકડાને બ્લેન્ડરમાં પાઉડર કરી એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
નયના કહે છે, “જો તમે તેને જથ્થાબંધ બનાવવા માંગતા હો, તો તમે સ્થાનિક લોટ દળવાની ઘંટીનો સંપર્ક કરીને તેનો પાઉડર બનાવી શકો છો. આ પાવડરની શેલ્ફ લાઇફ છ મહિનાની છે. બીજી બાજુ, સૂકા કેળાના ટુકડા એક વર્ષ કરતા વધુ સમય સુધી સ્ટોર કરી શકાય છે. પરંતુ, દર બે મહિને થોડા દિવસો માટે તેમને તડકામાં રાખવું જરૂરી છે.”
નવી વાનગીઓ બને છે
નયનાએ જ્યારે કેળાનો લોટ પહેલીવાર બનાવ્યો ત્યારે તે ઘઉંના લોટમાં મિક્સ કરીને રોટલી બનાવતી હતી. પાછળથી, તેણીએ માત્ર લીલા કેળાના લોટનો (Green Banana Flour) ઉપયોગ કરીને અન્ય ઘણી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું.
નયનાનું કહેવું છે, “આ રોટલીઓમાં હળવી મીઠાશ હોય છે, પણ તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. પછીનાં અઠવાડિયામાં, મેં વાનગીઓ સાથે પ્રયોગો શરૂ કર્યા. સૌ પહેલાં, મેં વાનગીઓની સૂચિ બનાવી કે જે મેંદાનો લોટ અથવા ઘઉંમાંથી બનાવવામાં આવે છે. પછી તેને કેળાના લોટથી બનાવવાનું શરૂ કર્યું.”
આ પણ વાંચો: સૉફ્ટવેર ડેવલપર દંપત્તિએ ચોખા અને ડુંગળીમાંથી બનાવ્યું શેમ્પૂ, આજે કમાણી છે કરોડોમાં!
તેણે બાજરીનો લોટ અને દૂધ ભેળવીને માલ્ટ પણ બનાવ્યો. આ ઉપરાંત નયનાએ કેળાના લોટમાંથી માખણનાં બિસ્કિટ અને સૂકા ગુલાબ જાંબુ સહિતની વિવિધ મીઠાઇઓ પણ બનાવી હતી.
નયનાએ કહ્યું, “સુકા ગુલાબ જાંબુ બનાવવા માટે, મેં કેળાના લોટમાં દૂધનો પાવડર મિક્સ કર્યો. મેં સૂકા મિશ્રણમાં પાણી અને દૂધ મિક્સ કર્યા અને નાના દડા બનાવ્યા. પછી તેઓને ઘીમાં તળ્યા, ખાંડની ચાસણીમાં પલાળીને છેલ્લે નાળિયેરની છીણમાં રગદોળી લીધા. આ રીતે મારા બાળકો માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો પણ તૈયાર થઈ ગયો હતો.”

ઘણા ખેડૂત પરિવારોને મળી પ્રેરણા
થોડા દિવસો પછી, પાદ્રેએ નયનાને કેળાના લોટમાંથી બનાવેલી ખાદ્ય ચીજો વિશે વોટ્સએપ ગ્રુપમાં માહિતી શેર કરવા વિનંતી કરી. નયનાએ ગ્રુપના સ્ટેપ્સ સાથે વોઇસ નોટ શેર કરી અને તેણે બનાવેલી કેટલીક વાનગીઓ વિશે પણ માહિતી આપી.
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
આ સાંભળીને ઘણા ખેડૂત પરિવારોને પ્રેરણા મળી અને તેમના ઘરે કેળાના લોટ બનાવવાનું શરૂ કર્યું.
પાદ્રે કહે છે, “આમ તો લીલા કેળાના લોટનો (Green Banana Flour)વપરાશ પ્રાચીન કાળથી જ થયો છે. પરંતુ અહીંના કોઈપણ ખેડૂતને ખબર નહોતી કે આ પ્રક્રિયા આટલી સરળ છે. હવે ખેડુતોએ તેમનો પાક બરબાદ થવાની અથવા તેને સસ્તા ભાવે વેચવાની ચિંતા કરવાની જરૂર નથી. તેઓ જાણે છે કે તેઓ કેળાનો લોટ સરળતાથી બનાવી શકે છે, અને તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકે છે, અને વધુ પૈસા કમાઈ શકે છે.”
નયનાને મળી પ્રસંશા
પાદ્રે કહે છે કે 50 થી વધુ ખેડુતોએ તેમને કેળાના લોટથી મળેલી સફળતા વિશે સંદેશા મોકલ્યા, અને તેમને આવા સંદેશાઓ મળતા રહે છે. કેટલાક લોકોએ લોટનું પેકેજીંગ અને સ્થાનિક રીતે વેચાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
કેળાનો લોટ બનાવવાના આ સમાચાર તામિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં કેળાનાં રાષ્ટ્રીય અનુસંધાન કેન્દ્ર સુધી પણ પહોંચી ગયા છે. કેન્દ્રના ડિરેક્ટર, ઉમા સુબ્બારાવે નૈનાની પ્રશંસા કરતા અભિનંદન પત્ર મોકલ્યો છે.
હાલમાં, નયના કેળાના લોટનું વેચાણ કરી રહી નથી, પરંતુ તે આગામી દિવસોમાં કૂકીઝ જેવા માર્કેટ વેલ્યુ પ્રોડક્ટ્સ રજૂ કરશે તેવી અપેક્ષા છે.
મૂળ લેખ: રૌશની મુથુકુમાર (https://www.thebetterindia.com/258815/karnataka-banana-farmer-wastage-flour-gulab-jamun-how-to-make-recipe/)
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ