ચીનમાં એક ગામ છે – હુઆંગ્લૂઓ યાઓ (Huangluo Yao), જ્યાંની મહિલાઓના વાળની ચર્ચા વિશ્વભરમાં થાય છે. ખરેખર આ ગામને ‘વિશ્વના સૌથી લાંબા વાળવાળા ગામ’ કહેવામાં આવે છે અને આ કારણે આ ગામનું નામ ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’ માં પણ નોંધાયું છે.
અહીંની મહિલાઓના વાળ પાંચ ફૂટથી વધુ લાંબા અને જાડા હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાઓના લાંબા વાળનું રહસ્ય પ્રકૃતિમાં છુપાયેલું છે. ખરેખર, યાઓ ગામની મહિલાઓ કોઈ પણ કેમિકલ શેમ્પૂનો ઉપયોગ કરતી નથી, પરંતુ વાળ ધોવા માટે ઘરે બનાવેલી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેના દ્વારા બનાવવામાં આવેલા આ વિશેષ ‘હેર ટોનિક’ની સૌથી અગત્યની વસ્તુ છે’ ‘ફર્મેન્ટેડ રાઇસ વોટર ‘(ચોખાના પાણી).
જી હા, આપણે બધા બાળપણથી જ સાંભળીએ છીએ કે ચોખાનું પાણી આપણા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ ભાગ્યે જ તેનો કોઈ ઉપયોગ કરે છે. પરંતુ ચીનનું આ ગામ એ પુરાવા છે કે આપણા પૂર્વજોના ઘરેલું ઉપાય અસરકારક છે. જો કે, ગયા વર્ષે લોકડાઉનમાં, ઘણા લોકોએ આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ‘ફર્મેન્ટેડ રાઇસ વોટર’ને તૈયાર કરવું એટલું સરળ નથી જેટલું આપણે લાગે છે. ફર્મેન્ટેડ ચોખાના પાણીનો અર્થ થાય છે એવું પાણી કે જે આથો માટે રાખવામાં આવ્યું છે. પરંતુ દરેક જણ આ પ્રક્રિયાને યોગ્ય રીતે કરી શકતા નથી. ઉપરાંત, આજની ફાસ્ટ લાઈફમાં દરેક પાસે ચોખાના પાણીનો આથો લાવવા માટે પૂરતો સમય પણ હોતો નથી.
પરંતુ જો અમે તમને જણાવીએ કે હવે તમે ફર્મેન્ટેડ ચોખાના પાણીથી બનેલા શેમ્પૂ, કન્ડિશનર અને તેલ ખરીદી શકો છો તો? જી હા, લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, કોલકાતા સ્થિત સ્ટાર્ટઅપ ‘WishCare’ ઘણાં સંશોધન અને પ્રયોગો પછી આ વાળના ઉત્પાદનોની શરૂઆત કરી છે. કોલકાતા સ્થિત દંપતી, સ્તુતિ કોઠારી અને અંકિત કોઠારી દ્વારા શરૂ કરાયેલ આ સ્ટાર્ટઅપ વર્ષ 2017 ના અંતથી લોકોને વાળ અને ત્વચા માટે સલામત, શુદ્ધ અને રાસાયણિક મુક્ત ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે.
ગયા વર્ષે તેમણે લોકોની વધતી માંગને પહોંચી વળવા માટે ‘ફર્મેન્ટેડ રાઇસ વોટર’ ના ઉત્પાદનો પણ લોંચ કર્યા હતા. જેના માટે તેમને ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે તેમની સફર વિશે વાત કરી હતી.

પોતાના વાળ માટે કરી શરૂઆત
અંકિત અને સ્તુતિ બંને વ્યવસાયે સૉફ્ટવેર ડેવલપર્સ છે. તેના અભ્યાસ અને નોકરી માટે હંમેશાં જુદા જુદા શહેરોમાં રહેતા હતા. અંકિત કહે છે “મુંબઈ, ગુરુગ્રામ અને બેંગ્લોર જેવા શહેરોમાં પાણીની ગુણવત્તા કેવી છે એ આપણે જાણીએ છીએ. આને કારણે, અમારા બંનેના વાળ ઘણાં ખરવા માંડ્યા હતા. તેથી એક સમય એવો આવ્યો કે અમે વિચાર્યું કે આ સમસ્યા હલ કરવા માટે શું કરવું જોઈએ? ખાસ કરીને સ્તુતિ તેના વાળ અંગેની ચિંતા કરતી હતી, એ મુખ્ય કારણ હતું. તેથી તેમણે શું વાપરવું તે અંગે તેમણે સંશોધન શરૂ કર્યું,”.
તેમને જાણવા મળ્યું કે કોલ્ડ-પ્રોસેસ્ડ તેલ વાળ માટે સારા છે. પરંતુ સમસ્યા એ હતી કે બજારમાં ઉપલબ્ધ લગભગ બધા તેલમાં શુદ્ધતા ઓછી અને ભેળસેળ વધુ હતી. તેમણે કહ્યું, “ધારો કે જો આપણે બદામનું તેલ લઈ રહ્યા છીએ, તો તેના ઘટકોને જોઈ તો જાણવા મળે છે કે તેમાં બદામના તેલનું પ્રમાણ ઓછું છે અને મિનરલ તેલનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય તેલ બનાવવામાં બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા વાળ અને ત્વચા માટે યોગ્ય નથી. સંપૂર્ણ 100% શુદ્ધ તેલ મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું.”

તેથી સ્તુતિ અને અંકિતે કોલકાતાના સ્થાનિક બજારોમાં વિક્રેતાઓનો સંપર્ક કર્યો. ઘણી સખત મહેનત પછી, તેને શુદ્ધ કોલ્ડ-પ્રોસેસ્ડ તેલ મળ્યા, જેનો ઉપયોગ તેણે તેના વાળ માટે કર્યો. જ્યારે સ્તુતિ અને અંકિતને લાગ્યું કે તેમના તેલ અસરકારક છે, ત્યારે તેઓએ તેમના મિત્રો અને સંબંધીઓને પણ આ તેલનો ઉપયોગ કરવાની સલાહ આપી. મોટાભાગે તેને સારો પ્રતિસાદ મળ્યો અને ધીમે ધીમે વધુ લોકોએ તેને તેના વાળ માટે તેલ મંગવવાનું શરૂ કર્યું. પછી તેને લાગ્યું કે કદાચ તે બજારમાં શુદ્ધ તેલ અને અન્ય ઉત્પાદનોની અછતને પૂર્ણ કરી શકે.
તેથી, બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમનું સૌપ્રથમ ઉત્પાદન હતું-100% શુદ્ધ અને કોલ્ડ-પ્રોસેસ્ડ એરંડ તેલ અને તે પછી, તેમના ઉત્પાદનો એક પછી એક વધતા ગયા. આજે તે લોકોને આશરે 14 પ્રકારના કોલ્ડ-પ્રોસેસ્ડ તેલ પૂરા પાડે છે.
ડુંગળી, ચોખાના પાણીથી બને છે ઉત્પાદનો
અંકિત કહે છે કે એક દિવસથી જ તેને ગ્રાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેથી કોલ્ડ-પ્રોસેસ્ડ તેલ બાદ તેમની પાસે કેટલીક સમસ્યાઓ હલ કરવાની માંગ આવી. તેમણે જણાવ્યું,”અમારા ગ્રાહકોને કંઈક વિશેષ ઉત્પાદનો જોઈતા હતા જેમ કે વાળને ખરતા રોકે તેવું તેલ, શેમ્પુ, વાળ સફેદ થતા રોકે તેવા ઉત્પાદનો. તેથી અમે આ સમસ્યાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. ડુંગળીના રસનો ઉપયોગ વાળ માટે સારો છે પરંતુ લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાતુ નથી

.
અંકીતે ટીમ સાથે મળીને તેલ, શેમ્પૂ જેવા ઘણા ડુંગળીના ઉત્પાદનો તૈયાર કર્યા. ત્યારબાદ, તેઓએ ત્વચા માટે કેટલાક શુદ્ધ, રાસાયણિક મુક્ત, પ્રિઝર્વેટિવ વગરના ઉત્પાદનો પણ બનાવ્યાં છે. આજે તેમની પાસે 50 જેટલા ઉત્પાદનો છે જેમાં વાળ માટે વિવિધ તેલ, શેમ્પૂ, કન્ડિશનર, માસ્ક અને ત્વચા માટેના ઉત્પાદનોની વિશાળ શ્રેણી શામેલ છે. “અમને ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ચોખાના પાણીના ઉત્પાદનો બનાવવાનો વિચાર આવ્યો હતો. જ્યારે અમને અમારી ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે કેટલા લોકો ઘરેલું નુસકામાં ફર્મેન્ટેડ ચોખાના પાણીનો ઉપયોગ કરવા માગે છે. પરંતુ આમાં ઘણી સમસ્યા આવે છે. ત્યારબાદ અમે તેના પર કામ કર્યું અને ચાર-પાંચ મહિનાની સખત મહેનત પછી અમારા ઉત્પાદનોનો લોન્ચ કર્યા” તેમણે જણાવ્યું.
તેના એક ગ્રાહક અનુજ જણાવે છે, “તેમના ‘ફર્મમેન્ટ રાઇસ વોટર’ના તમામ ઉત્પાદનો, તેલ, શેમ્પૂ, કન્ડિશનર વગેરે વાળ માટે શ્રેષ્ઠ છે. તેમના એક સાથે ઉપયોગમાં લેવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. મેં થોડા અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કર્યા પછી જ તેની અસર મારા વાળ જોવા મળી. મારા વાળ પહેલાં કરતાં વધુ જાડા, મુલાયમ અને સ્વસ્થ બન્યા હતા. તેથી જ હું દરેકને આ ઉત્પાદનને અજમાવવા ભલામણ કરું છું. તો વળી અન્ય ગ્રાહક, થિસીયા કહે છે કે ”તેમના બધા ઉત્પાદનો સારા છે અને તમને પહેલાં દિવસથી જ તફાવત જોઈ શકો છો. ઉપરાંત, તેમના ઉત્પાદનોને ‘રિસાયકલ બોટલ’માં પેક કરવામાં આવ્યાં છે જેથી ફેંકી દેવાને બદલે તેને રિસાયકલ માટે આપી શકાય”.
અંકિત અને સ્તુતિ કહે છે કે જે કામ તેઓએ તેમના રસોડામાંથી શરૂ કર્યું હતું, તે હવે એક મોટા કદના પ્રોસેસિંગ યુનિટમાં પહોંચી ગયું છે. દર મહિને તેમને આશરે એક લાખ ઓર્ડર મળી રહ્યા છે અને તેમના ઉત્પાદનો દેશભરમાં પહોંચાડાય છે. છેલ્લા કેટલાક સમયથી તેઓને અન્ય દેશોમાંથી પણ ઑર્ડર આવી રહ્યા છે. તેથી તેની આગળ તેની યોજના નિકાસ પર કામ કરવાની છે. તેણે કહ્યું કે આજે તેનું ટર્નઓવર કરોડોમાં છે. પરંતુ કમાણી કરતાં તેમને વધુ આનંદ થાય છે તે તે છે કે તેઓ માત્ર તેમના ઉત્પાદનોને રાસાયણિક મુક્ત અને શુદ્ધ હોવાનો દાવો કરે છે એટલું જ નહીં પરંતુ લોકોને તેના દ્વારા 100% પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.
તેથી જ તેઓ બધાને વિનંતી કરે છે કે ઓછામાં ઓછા એક વખત તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરી જુઓ. જો તમે તેમના ઉત્પાદનો જોવા અને ખરીદવા માંગતા હો, તો અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.