Powered by

Home ગાર્ડનગીરી સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી

સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી

એક સમયે લોકોના ઘરમાં ગાર્ડન ડિઝાઇન કરતી હતી આ આર્કિટેક, આજે પોતાના ધાબાને બનાવી દીધું ગાર્ડન

By Nisha Jansari
New Update
Urban Farmer

Urban Farmer

કેરળમાં રહેતાં આર્કિટેક્ટનો ગાર્ડનિંગ કરવાનો શોખ લોકડાઉનમાં થયો પુરો, આજે પોતાના ગાર્ડનમાં 30 પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડે છે

તે હકીકત છેકે, આપણામાંથી ઘણા બધા લોકો જેઓ ગાર્ડનિંગ કરવા માંગે છે પરંતુ પોતાના વ્યસ્ત જીવનમાં આ કામ માટે સમય નીકાળી શકતા નથી. આવા લોકો માટે લોકડાઉન એક ઉત્તમ સમય રહ્યો હતો કારણ કે તેમની દોડતી-ભાગતી જીંદગીમાં પોતાને માટે ખર્ચ કરવા માટે તેમને ભરપુર સમય મળ્યો હતો. તમે તેને લોકડાઉનની પોઝીટીવ બાજુ ગણી શકો છો. આ જ કારણ છે કે તમે લોકડાઉનમાં બાગકામની ઘણી સ્ટોરીઓ પહેલા સાંભળી હોય. આજે અમે તમને આવા જ એક કેરળનાં આર્કિટેક્ટની (Kerala Architect)બાગકામની કહાની જણાવી રહ્યા છીએ.

Terrace Gardening
Her Garden

આ કોચીમાં રહેતી આર્કિટેક્ટ એલિઝાબેથ ચેરીયનની કહાની છે, જે છેલ્લા ઘણા સમયથી તેના ગ્રાહકોના ઘરોની સાથે સાથે તેમના ટેરેસ બગીચા અથવા ઘરના બગીચાઓની ડિઝાઇન કરે છે. પરંતુ તેને ક્યારેય પોતાના મકાનમાં ઝાડ વાવવા અથવા કંઈપણ ઉગાડવાનો સમય મળ્યો નથી. પરંતુ જ્યારે લોકડાઉન થયું ત્યારે, 33 વર્ષીય આર્કિટેક્ટે નક્કી કર્યું કે તેણી તેની ઇચ્છા પૂરી કરશે અને તેના ઘરની છત પર ગાર્ડન લગાવવાની તૈયારી શરૂ કરી.

ઓક્ટોબર 2020માં તે એક નર્સરીમાં પહોંચી અને ત્યાંથી જુદા જુદા ફળો અને શાકભાજીના બીજ લાવ્યા. ડિસેમ્બર 2020 સુધી, તેમની છત પર માત્ર 10 સેંટ જમીન પર લાગેલાં ગાર્ડનમાં 30 પ્રકારનાં ફળ અને શાકભાજીનાં છોડ હતા.

મેં હંમેશાં મારા ગ્રાહકો માટે બગીચા અને લેન્ડસ્કેપિંગ પ્રોજેક્ટ્સ કર્યા અને વિચારતી હતી કે હું તે મારા માટે કેમ નથી કરતી? મારા બાગકામની સફળતા એ છે કે મારા રસોડામાં લગભગ બધી શાકભાજી ઘરના બગીચામાંથી આવે છે. બટાટા, ડુંગળી, આદુ અને લસણ સિવાય હું બજારમાંથી કોઈ શાકભાજી ખરીદતી નથી. તે તેના ભાઈ, પતિ અને બે બાળકો સાથે રહે છે.

તે કહે છે કે તેના બગીચામાં એટલું ઉત્પાદન થાય છે કે તે નિયમિતપણે તેની વસાહતમાં રહેતા તેના સંબંધીઓને શાકભાજી વહેંચે છે. તે કહે છે કે જ્યારે પણ તે ટેરેસ પર જાય છે ત્યારે ઓછામાં ઓછા 20 પાકેલા ટામેટાં તેની રાહ જોતા હોય છે. એકવારમાં તેનાં ઘરમાં એટલાં બધા ટામેટા ઉપયોગમાં આવતા નથી, તેથી તે અન્ય સાત પરિવારોને પણ શાકભાજી ખવડાવે છે. આમાં બે કાકા-કાકી, દાદા-દાદી અને તેમના ભાઈ શામેલ છે.

એલિઝાબેથ ફુદીનો અને ધાણા સહિત તમામ પાંદડાવાળા શાકભાજી ઉગાડે છે. તેના બગીચામાં અન્ય કેટલીક શાકભાજીઓ છે ટેપિયોકા, રીંગણ, દૂધી, મરચા, બીન્સ અને ભીંડા વગેરે પણ છે. “એક કેરળવાસી માટે ડોસા અને સાંભાર એ પરિવારનો મુખ્ય નાસ્તો છે. બપોરના ભોજન સમયે અમે ઓછામાં ઓછા બે શાકભાજી અને કરી ખાઈએ છીએ, જ્યારે રાત્રિભોજન માટે અમે ચિકન અથવા કઠોળ ખાઈએ છીએ. મારા બગીચાને લીધે શાકભાજીની કોઈ અછત રહેતી નથી,”તેમણે ઉમેર્યું.

Home grown Vegetables
Enough Veggies she is growing

કેવી રીતે બન્યા અર્બન ગાર્ડનર

શાકભાજી ઉગાડવાના તેના અનુભવ વિશે, તે જણાવે છે, "હું બધા છોડ વ્યવસ્થિત રીતે ઉગાડવા માંગતી હતી, અને તે પ્રમાણે મેં બીજ રોપ્યા. મેં ચોખાના પાણીમાં બીજને 6 કલાક અથવા ક્યારેક રાતોરાત જરૂરિયાત મુજબ પલાળીને રાખ્યા. આગળ, મેં ચોખાની ભૂકી, ખાતર અને માટી મિક્સ કરીને પૉટીંગ મિશ્રણ તૈયાર કર્યું. મે માટીમાં યોગ્ય પોષક તત્ત્વો પૂરા પાડવા માટે મેં છાણ, પીટ કેક અને અન્ય વર્મીકંપોસ્ટ જેવા અન્ય કાર્બનિક પદાર્થો ઉમેર્યા.”

એલિઝાબેથનું કહેવું છે કે વિપુલ પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન જમીનમાં ઉપલબ્ધ જૈવિક પોષક તત્વોને કારણે છે. “છોડ ઉપરનાં જીવાતો અટકાવવા મેં દર અઠવાડિયે લીમડાનું તેલ છાંટ્યું. જેવા છોડ અને શાકભાજી રાસાયણિક મુક્ત થાય છે, તેમના પર પેસ્ટ અને પક્ષીઓ આવવાનું શરૂ થાય છે. જો બગીચામાં 10 ફળો હોય, તો અમને ફક્ત બે જ ખાવા મળે છે. કેટલીકવાર ફક્ત બીન્સની છાલ જ જોવા મળે છે કારણ કે પક્ષીઓએ તેમને ખાઈ ચૂક્યા હોય છે,” તે હસતા-હસતા કહે છે.

"હું ઘણાં વર્ષોથી અહીં રહું છું અને કાગડા સિવાય બીજા કોઈ પક્ષી જોયા નથી. પરંતુ હવે બગીચાને કારણે પોપટ અને અન્ય સ્થાનિક પક્ષીઓ અહીં આવવા લાગ્યા છે. હું ખુશ છું કે હું પર્યાવરણ અને પક્ષીઓ માટે કંઇક કરી શકી છુ." તેમણે આગળ કહ્યુ.

આ અર્બન ગાર્ડનરનું કહેવું છે કે તે તેના બગીચામાં આદુ અને બટાટા ઉગાડવાનો પ્રયાસ કરી રહી છે. "મને ખાતરી છે કે હું સફળ થઈશ અને આત્મનિર્ભર બનવા માટે ભવિષ્યમાં વધુ શાકભાજી રોપવામાં સક્ષમ થવાની આશા રાખું છું," તેમણે અંતે કહ્યું!

મૂળ લેખ: હિમાંશુ નિંતાવરે

આ પણ વાંચો:ઘરની છત ઉપર લગાવ્યા 800થી વધારે છોડ-ઝાડ, અનાથ આશ્રમમાં દાન કરે છે પોતે ઉગાડેલાં શાકભાજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.