Placeholder canvas

GPSC માટે A ટુ Z, પ્રિલિમ્સથી મેઈન્સ અને ઈન્ટરવ્યૂ, આ રીતે તૈયારી કરશો તો મળશે સફળતા

GPSC માટે A ટુ Z, પ્રિલિમ્સથી મેઈન્સ અને ઈન્ટરવ્યૂ, આ રીતે તૈયારી કરશો તો મળશે સફળતા

શું તમે પણ GPSC પાસ કરી સરકારી અધિકારી બનવા ઈચ્છો છો, પરંતુ પૂરતી માહિતી ન હોવાથી સફળતા મળતી નથી? તો જાણો નિવૃત IAS અધિકારી દિનેશ બ્રહ્નભટ્ટ સાહેબ પાસેથી ખાસ ટિપ્સ અને તૈયારીનું આખુ ટાઈમ-ટેબલ

તાજેતરમાં જ વર્ષ 2020 – 2021 ની GPSC ની ભરતીનું પરિણામ જાહેર થયું હતું અને તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ સફળ થયા છે તો ફરી આગામી વર્ષ 2021 – 2022 અને 2022 – 2023 ની આવનારી જીપીએસસીની તૈયારી કંઈ રીતે કરશો તે વિશે થોડું વિસ્તારપૂર્વક નિવૃત IAS અધિકારી દિનેશ બ્રહ્નભટ્ટ સાહેબ પાસેથી જાણીએ.

દિનેશ બ્રહ્નભટ્ટ સાહેબ કૃષિ અને પશુપાલનવિભાગના સચિવ તરીકે રહીને છેલ્લે 2014 માં નિવૃત થયા હતા અને આજે ગાંધીનગર ખાતે પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેમને પોતાની જિંદગીમાં એક કરતા વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા હાંસિલ કરી છે. આમ GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કંઈ રીતે કરવી તે માટેના પોતાના આટલા વર્ષોના અનુભવોના આધારે તેમણે ધ બેટર ઇન્ડિયાને નીચે પ્રમાણેની માહિતી આપી હતી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ગુજરાત રાજ્યમાં ખાનગી સચિવ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બીજી ઘણી વર્ગ I, II અને III સેવાઓમાં ઉમેદવારોની ભરતી કરવા માટે પરીક્ષાનું આયોજન કરે છે અને આ લેખમાં, અમે GPSC માટેની તૈયારીની ટીપ્સ સહિત દરેક વિષય માટે શ્રેષ્ઠ પુસ્તકોની સંપૂર્ણ સૂચિ પ્રદાન કરીશું જે પરીક્ષામાં સફળતા મેળવવા માટે મહત્વપૂર્ણ રહેશે.

GPSC ની તૈયારી કેવી રીતે કરવી?
GPSC પરીક્ષાની તૈયારી શરૂ કરો તે પહેલાં, તમારે તમારી જાતને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવી ખુબ જ જરૂરી છે. નિશ્ચિત ધ્યેય વિના કોઈપણ તૈયારી કરી શકાતી નથી, તેથી તેને સૌથી પહેલા સેટ કરો અને તે પાછળની મહેનત માટે યોગ્ય સમયની ફાળવણી કરો.

GPSC ના સમગ્ર અભ્યાસક્રમને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ઉમેદવારોએ અપ્રસ્તુત અને પરીક્ષા સાથે સંબંધિત ન હોય તેવા વિષયો પર તેમનો કિંમતી સમય બગાડવો ન જોઈએ તેથી જ યોગ્ય ટાઈમ ટેબલ બનાવીને તમારી પરીક્ષાની તૈયારી જેટલી બને તેટલી વહેલા વ્યવસ્થિત રીતે અને પુરી લગન સાથે શરૂ કરો. ટાઈમ ટેબલ અનુસારની પધ્ધતિ તમારી પરીક્ષાની તૈયારીને ખૂબ જ સ્પષ્ટ અને શિસ્તબદ્ધ બનાવશે.

આ પણ વાંચો: ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

ટાઈમટેબલમાં જે તે ટાસ્ક પતાવવા માટે દર્શાવેલ સમયમર્યાદાને પૂર્ણ કરવા માટે કોઈ આળસ રાખ્યા વગર ઉમેદવાર વિધિવત રીતે તેને ચોક્કસ સમયમાં પૂર્ણ કરશે તો તે ટૂંક જ સમયમાં વર્ષોથી ગંભીરતાપૂર્વક તૈયારી કરતા પરીક્ષાર્થીઓની શ્રેણીમાં આવી જશે.

અભ્યાસક્રમનું સંપૂર્ણ અવલોકન કરો અને તે પ્રમાણે જ તમારી તૈયારીને આગળ ધપાવો
કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા વાંચન માટે પુસ્તકો પસંદ કરતા પહેલા સમગ્ર અભ્યાસક્રમની જાણકારી હોવી તે ઉમેદવારની પ્રથમ પ્રાથમિકતા છે. GPSC દ્વારા પ્રિલિમિનરી અને મેઈન્સ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ તેમની વેબસાઈટ પર જણાવવામાં આવ્યો જ છે. અભ્યાસક્રમ સમજવા માટે, તમારે પહેલા GPSC પરીક્ષા માટેની પરીક્ષા પેટર્ન પણ જોવી જોઈએ.

પ્રિલિમ પરીક્ષાની પધ્ધતિ
GPSC ની પ્રિલિમ પરીક્ષામાં 2 પેપર હોય છે – સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2. દરેક પેપર MCQ પ્રકારનું હશે અને 200 ગુણનું રહેશે. દરેક પેપરનો સમયગાળો 3 કલાકનો હશે. પ્રશ્નપત્ર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. પ્રિલીમ પરીક્ષાના માર્ક્સ ફાઇનલ રિઝલ્ટમાં ન ગણીને તે ફક્ત કેટલા વિદ્યાર્થીઓ આગામી પડાવમાં મુખ્ય પરીક્ષા આપી શકશે તે માટેની એક ફિલ્ટર પ્રક્રિયા માટે ગોઠવેલ પરીક્ષા છે. નિયત કટ ઓફની અંદર આવતા દરેક વિદ્યાર્થીઓ આગળ મુખ્ય પરીક્ષા માટે માન્ય ગણાશે.

મુખ્ય પરીક્ષા માટેની પદ્ધતિ
GPSC મુખ્ય પરીક્ષા પેટર્ન મુજબ, કુલ છ પેપર હશે. તમામ પેપરો સંપૂર્ણપણે વર્ણનાત્મક રહેશે જેમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, નિબંધ, જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2 અને જનરલ સ્ટડી ૩ ના પેપરોનો સમાવેશ થશે. દરેક પેપરનો સમયગાળો 3 કલાકનો રહેશે. તમામ છ પેપર 150 ગુણના હશે અને અને તે બધાના કુલ ગુણ થઈને 900 થશે.

ઇન્ટરવ્યુ
GPSC મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી, ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ 100 માર્ક્સનું રહેશે આમ મુખ્ય અને ઇન્ટરવ્યૂ બંનેના ભેગા થઈને કુલ 1000 માર્કસ થશે તથા ફાઇનલ રિઝલ્ટ પણ આ 1000 માર્ક્સ માંથી જ ગણાશે.

GPSC પરીક્ષા માટેની પ્રિલિમથી લઈને ઇન્ટરવ્યૂ સુધીની સંપૂર્ણ તૈયારી માટે તમે નીચે જણાવેલ પુસ્તકોનો ઉપયોગ કરી શકો છો.

gpsc preparation tips By Dinesh Brahmabhatt
Dinesh Brahmabhatt

GPSC પરીક્ષા પુસ્તકો ગુજરાતીમાં
કરંટ અફેર્સ – યોજના મેગેઝિન, કુરુક્ષેત્ર મેગેઝિન, ધ હિન્દુ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)
આધુનિક ભારતનો ઇતિહાસ – બિપિન ચંદ્ર અથવા રાજીવ આહીર
ભૂગોળ – માજિદ હુસૈન
અર્થતંત્ર – રમેશ સિંહ
ભારતીય બંધારણ અને રાજનીતિ – લક્ષ્મીકાંત
ઈન્ડિયા યર બુક અને ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા & ગુજરાત

વર્તમાન બાબતો(કરન્ટ અફેર્સ) માટે તૈયારી કંઈ રીતે ?
વર્તમાન બાબતોના સંબંધમાં પ્રશ્નો કેવી રીતે ઘડવામાં આવે છે તે જાણવા માટે ઉમેદવારોએ તાજેતરના પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય બનાવોને અનુસરવા ખુબ જ આવશ્યક છે. વધારે સમય મળતો હોય તો ધ હિન્દુનું વાંચન સારી રીતે કરવું જોઈએ. જેમાં અભ્યાસક્રમ પ્રમાણેના ન્યુઝને અલગ તારવી વાંચીને તેની નોટ બનાવવી જોઈએ. છાપની સાથે, ઉમેદવારે યોજના/કુરુક્ષેત્ર જેવા મેગેઝિનોને પણ અનુસરવા જોઈએ. પરંતુ તેમાં ફક્ત મહત્વની અભ્યાસક્રમ સંબંધિત સામગ્રીને ધ્યાનમાં રાખી વાંચવું જોઈએ. બધા સામયિકો કવરથી કવર સુધી વાંચવા જરૂરી નથી.

આ પણ વાંચો: પહેલા જ પ્રયત્નમાં GPSC પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ, આસિ. કમિશ્નર દ્વારા

GPSC ની તૈયારી માટેની મુખ્ય ટિપ્સ
પાછલા વર્ષોના તમામ વિષયોમાં પુછાયેલા પ્રશ્નોની એક અલગ નોટ બનાવો અને તેના આધારે તમે અભ્યાસક્રમ માં આપેલ મુદ્દાઓને પુસ્તકોના માધ્યમ દ્વારા શીખો વાંચો અને તૈયાર કરો. ત્યારબાદ તે જે તે વિષય પરના મૉકટૅસ્ટ આપી તમારી ક્ષમતા ચકાસો. બીજું એ કે વાંચતી વખતે પાછળથી ઝડપી રીવીઝન થઇ શકે તે માટે નોટ્સ બનાવો. આ નોટ્સ  ટૂંકી, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ.

ત્યારબાદ સંપૂર્ણ તૈયારી પતાવી જે તે ક્લાસી ના મોક ટેસ્ટમાં જોડાઈ ભરપૂર મોક ટેસ્ટ આપો અને તે સિવાય પાછલા વર્ષોના GPSC પ્રશ્નપત્રોને તો ઉકેલો જ. GPSC પરીક્ષામાં ચાલી રહેલા વલણનું વિશ્લેષણ કરવા માટે, વ્યક્તિએ પાછલા વર્ષના પ્રશ્નપત્રો તો અચૂક ઉકેલવા જ જોઈએ. પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવાથી તમને પરીક્ષા માટેના સૌથી મહત્વપૂર્ણ વિષયો શોધવામાં મદદ મળશે

મોક ટેસ્ટ
એકવાર તમારો અભ્યાસક્રમ સમાપ્ત થઈ જાય, પછી ઑનલાઇન અથવા ઓફ લાઈન મોક ટેસ્ટ આપવાનું શરૂ કરો. તમારી પ્રશ્ન હલ કરવાની ઝડપ અને ચોકસાઈ વધારવા માટે, મોક ટેસ્ટ આપવા ખુબ જ જરૂરી છે. મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવાથી ચોક્કસ સમયમાં પરીક્ષા ખંડમાં પેપર નિયત સમય ગાળામાં ઉકેલવામાં મદદ મળશે.

પુનરાવર્તન
કોઈપણ પરીક્ષા માટે રિવિઝન જરૂરી છે કારણકે તમે વસ્તુઓ ભૂલી જશો કારણ કે અભ્યાસક્રમ ખૂબ વિશાળ છે અને તેથી જ ભૂલવાનું ટાળવા માટે, સમયસર પુનરાવર્તન ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: GPSC ક્લાસ 1/2 ની પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ પહેલા જ પ્રયત્ને સફળ થનાર ડેપ્યુટી કલેક્ટર વિવેક ટાંક દ્વારા

શું કરવું અને શું નહીં
પુનરાવર્તનનો સમય છોડશો નહીં,
છેલ્લી ક્ષણે કોઈપણ નવા વિષયો પર ન જશો.
સમયસર સૂઈ જાઓ અને માત્ર પૌષ્ટિક ખોરાક જ લો.
ઉમેદવારોએ પૂરતા પ્રમાણમાં પાણી લેવું પણ જરૂરી છે.
કોઈપણ પ્રકારનો તણાવ ન લો.
એક કલાકના વાંચન માદ 5 મિનિટનો નાનકડો બ્રેક લેવો.
વારંવાર અભ્યાસક્રમમાં તૈયાર કરવાના વિષયોની સમીક્ષા કરો.
હંમેશા આશાવાદી રહો અને આત્મવિશ્વાસ રાખો.

બસ આટલું યાદ રાખશો તો, આગામી જીપીએસસીમાં તમને પણ સફળતા મળવાની શક્યતાઓ ખૂબજ પ્રબળ બની જશે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X