Placeholder canvas

ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટર્વ્યૂથી ડરશો નહીં, સ્પીપા જૉઈન્ટ ડિરેક્ટર શૈલેષભાઇ સગપરિયા આપી રહ્યા છે ખાસ ટિપ્સ, જેનાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ, સાથે-સાથે પાસ થવાની શક્યતાઓ પણ વધી જશે.

GPSC મેઈન્સ પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ માટેની તૈયારી ઘણા ઉમેદવારોએ શરુ કરી દીધી હશે. તો તેવા ઉમેદવારોને ધ બેટર ઇન્ડિયા પરથી પણ ઇન્ટરવ્યૂ માટેની તૈયારીમાં થોડી ઘણી માહિતી મળી રહે તે આશય સાથે આજે અમે ગુજરાતના યુવાનોમાં પોતાના સંઘર્ષ અને સાહસ દ્વારા આગળ આવી એક ઉદાહરણ તરીકે પ્રસ્થાપિત થયેલા અને તે કારણે અલગ ચાહક વર્ગ ધરાવનાર અને અત્યારે સ્પીપા રાજકોટ ખાતે જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવનાર શૈલેષભાઇ સગપરિયા સાહેબ સાથે થયેલી ઇન્ટરવ્યૂની તૈયારી કંઈ રીતે કરવી તે બાબતની રસપ્રદ વાતને અહીંયા શાબ્દિક રૂપે રજુ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે નીચે આપેલ માહિતી ઉમેદવારોને કોઈક ને કોઈક રીતે તેમની આ ઇન્ટરવ્યૂની તૈયારી માટે ઉપયોગમાં આવે.

ઇન્ટરવ્યૂ જે છે તેનું નામ GPSC એ પર્સનાલિટી ટેસ્ટ આપ્યું છે એ નામ જ એનો ઉદ્દેશ રજૂ કરે છે કે એ તમારું જ્ઞાન નહિ પરંતુ તમારા વ્યક્તિત્વની ચકાસણી માટે છે. એ તમે કેટલા પ્રશ્નના સાચા જવાબ આપો છો તેના આધારે નહીં પરંતુ તમે જે જવાબ આપી રહ્યા છો તે કઈ રીતના આપી રહ્યા છો અને એ દરમિયાન તમારો એટીટ્યુડ કંઈ રીતનો રહ્યો છે તે જોઈને જ તમને માર્ક્સ આપશે.

ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારો પોતાની ઓરીજનલ પર્સનાલિટી બહાર મૂકીને ઇન્ટરવ્યૂ આપવા બેઠા હોય છે તે જ સૌથી મોટી કઠણાઈ છે. આયોગ તો ઈચ્છે કે તમે જેવા છો તેવા જ આવીને બેસો પણ ક્યારેય બહારથી તમારી  પર્સનિલીટીની જુઠ્ઠી સ્ક્રીપ્ટ બનાવીને આવી પેનલ સામે ના બેસો. બીજી વાત એ છે કે ઘણા ઉમેદવારો ઇન્ટરવ્યૂની તૈયારી પણ જે રીતે થિયરી બેઝ પ્રિલીમ અને મેઇન્સની તૈયારી કરતા હોય છે તે રીતે જ કરતા હોય છે તે પણ એકદમ ખોટી રીત છે.

GPSC Class 1 2,

અમુક સમયે ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપી આવીને કહે છે કે મારુ સારું રહ્યું કેમકે તે વિચારે છે કે તેણે બધા પ્રશ્નના જવાબ સાચા આપ્યા છે એટલે ઇન્ટરવ્યૂ ખુબ સારું રહ્યું. અને તેની સામે અમુક ઉમેદવારો એમ કહે છે કે બરાબર નથી ગયું કેમકે તેઓ એવું વિચારતા હોય છે કે તેમણે ફક્ત જૂજ પ્રશ્નોના જ જવાબ આપ્યા છે તેથી તેમના લાગવાના ચાન્સીસ ઓછા છે. પરંતુ જયારે રિઝલ્ટ આવે છે ત્યારે તે એનાલિસિસ ઊંધું સાબિત થાય છે અને જે વ્યક્તિએ ઓછા પ્રશ્નોના જવાબ આપેલા હોય છે તેના માર્ક્સ બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપેલ વ્યક્તિ કરતા વધારે આવે છે એટલે જ પેનલ સૌથી પહેલા એ રીતે જ માર્ક્સ આપતું હોય છે કે તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ સડસડાટ આપી દીધા તેના કરતા તમે તે પ્ર્શ્નનોના જવાબ કંઈ રીતે આપ્યા તે મહત્વનું છે અને એ જ તમારા પરિણામમાં છલકાઈને સ્પષ્ટ દેખાશે. આમ આ જ્ઞાન કરતા તમારી પર્સનાલિટી ચકાસવા માટે જ ગોઠવવામાં આવતું હોય છે તે બેઝિક નિયમને સાથે રાખીને જ તે માટેની તૈયારી કરો. તો ચાલો કંઈ રીતે તમારે તૈયારી કરવી તે વિશે થોડું-ઘણું  શૈલેષભાઇ સાહેબના શબ્દોમાં જ જાણીએ.

ઇન્ટરવ્યૂ પેનલ પાંચ થી છ સભ્યોની હોય છે. તેમાં ઘણી વાર સાયકોલોજિસ્ટને પણ બેસાડવામાં આવતા હોય છે જે ફક્ત તમારા હાવભાવ અને બોડી લેંગ્વેજનું જ અધ્યયન કરશે.

ઇન્ટરવ્યૂમાં વિવિધ બાબતોની ચકાસણી થતી હોય છે તેમાં સૌથી પહેલા તમારા કોન્ફિડન્સની ચકાસણી થતી હોય છે. અને એ ચેક કેવી રીતે થાય તો એ તમારી એન્ટ્રી, તમારી બેસવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, બોર્ડના મેમ્બરો સાથેનો તમારો આઈ કોન્ટેક્ટ, તમારી એક્ઝીટ વગેરે દ્વારા નક્કી થાય છે.

GPSC Class 1 2,

સૌથી પહેલા તો એ ગ્રંથિ કાઢી નાખો કે ઇન્ટરવ્યૂ આપવા તમે જાઓ છો તો તમે કોઈ અધિકારીઓ સામે જાઓ છો. પરંતુ નિરાંતે જયારે પણ ઇન્ટરવ્યૂ આપવા બેસો ત્યારે સાહજિક રીતે જેમ તમે તમારા પરિવારના લોકો સાથે બેસીને ચર્ચા કરતા હોવ છો એટલી જ હળવાશથી ઇન્ટરવ્યૂ આપવા બેસો. પરિવાર જોડે બેસીને ચર્ચા વિચારણા કે પરિવારના સભ્યોના જે કંઈ પણ પ્રશ્નો છે જેના તમે એક સાહજિક ભાષામાં અને તેમને સમજાય તે રીતે કોઈ પણ બીક વગર આપેલા જવાબોની જેમ જ ઇન્ટરવ્યુના જવાબ આપવા કેમ કે બોર્ડ પણ એ જ ઈચ્છે છે કે તમે એકદમ હળવા થઈને કોઈ પણ જાતના ભારણ વગર ઇન્ટરવ્યૂ આપો. અને આ રીત દ્વારા જ તમે ખુલીને વાત કરી શકશો અને તમારો આત્મવિશ્વાસ પણ ત્યારે જ દેખાઈ આવશે.

બીજી વાત એ કે તમારો બોલવાનો ટોન ક્યારેય દબાયેલો ન હોવો જોઈએ. બોર્ડ રૂમમાં જેટલી પણ વ્યક્તિઓ બેઠી હોય તેમને તમારી વાત ક્લિયરલી સંભળાવી જોઈએ. એ સિવાય બોર્ડ મેમ્બર તમને કોઈ પણ પ્રશ્ન પૂછે છે તેને સમજ્યા વગર જે તે જવાબ આપવા ન લાગી જાઓ પરંતુ જો તમને તે પ્રશ્ન ન સમજાયો હોય તો નિઃસંકોચ જે તે પ્રશ્ન પૂછનારને ફરી પૂછી લો કે માફ કરશો મને પ્રશ્નમાં સમજણ ન પડી ફરી સમજાવવા વિંનંતી. અને આ બાબત પણ તમારો કોન્ફિડન્સ જ પ્રદર્શતિ કરે છે.

ઇન્ટરવ્યૂ વખતે કેટલીક વખત પરિસ્થિતિ આધારિત પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે કે જો તમે અધિકારી હોવ અને આવી પરિસ્થિતિ ઉભી થાય તો તમે શું કરશો? તો ઉમેદવારે આ બાબતે થોડી વ્યવસ્થિત તૈયારી કરવી જરૂરી છે. મૂળ તો તમે ગમે તેટલી તૈયારી કરો પરંતુ પરિસ્થિતિ આધારિત કયો પ્રશ્ન પૂછશે એ કળી ન શકાય પરંતુ તમે પોતે કેવું વિચારો છો અને તમારો એનાલિટિકલ પાવર કેવો છે તે અહીંયા અગત્યનું બને છે.

GPSC Recruitment 2021

બીજી મહત્વની બાબત એ છે કે તમે તમારી આસપાસ બનતી મહત્વની ઘટનાઓ વિશે સમજણ ધરાવો છો કે નહીં એટલે કે આસપાસ બનતી ઘટનાઓ બાબતે જનરલ અવેરનેસ છે કે નહીં, જેથી ઇન્ટરવ્યૂ આપવા જાઓ તે પહેલા આગામી 2 થી 5 મહિનાની મહત્વની આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક ઘટનાઓ વિશેની સમજ અને જાણકારી તમને હોવી જોઈએ.

અમુક વખતે તેઓ તમારી પાસે સલાહ માંગતા હોય તે રીતનો પ્રશ્ન પણ પૂછતાં હોય છે. ઉદા. વડાપ્રધાનશ્રીએ આ કેપેસીટી બિલ્ડીંગ કમિશનની રચના કરી છે અને તે દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે તો તેમાં હજી પણ અસરકારક રીતે તાલીમ અપાય તો તે માટે તમારી દ્રષ્ટિએ બીજું શું ઉમેરવું જોઈએ? અથવા પ્રાકૃતિક ખેતીને વધારે સારી રીતે કરવા માટે શું અમલમાં મૂકી શકાય? આ બધા પ્રશ્નો દ્વારા એ તમારા દ્રષ્ટિકોણ અને નિર્ણયશક્તિની ચકાસણી કરતા હોય છે.

તમે જે ભણ્યા છો અથવા જે કોઈ પણ વિષયમાં તમે સ્નાતક કે અનુસ્નાતક થયા હોય તે વિશે તમને જાણકારી છે કે નહીં તેની ચકાસણી પણ તેઓ કરશે. ખુબ ઊંડાણપૂર્વકના પ્રશ્નો ન પૂછતાં વિષયને લગતી બેઝિક માહિતી બાબતના પ્રશ્નો જ પૂછશે તો એ બાબતે પણ વ્યવસ્થિત જાણકારી હોવી જોઈએ.

જો તમને કોઈ પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત આવડતો ન હોય તો તમે આવા સંજોગોમાં ખોટો જવાબ આપવાની જગ્યાએ સ્પષ્ટ પણે કંઈ પણ ખચકાટ વગર જણાવી દો કે તમને તે બાબતે કોઈ વધુ માહિતી નથી. અને તે પણ એક હકારાત્મકતા રજુ કરશે.

છેલ્લે તેઓ પોતાનો એક અનુભવ રજૂ કરતા જણાવે છે કે,”જયારે તેઓ ક્લાસ 2 તરીકે સ્પીપામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા ત્યારે તેઓ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 ની ભરતીના ઇન્ટરવ્યૂ માટે બેઠા તે વખતે એક પ્રશ્નમાં ચેરમેન સરે તેમની સમક્ષ પરિસ્થિતિ આધારિત પ્રશ્ન મુક્યો કે શૈલેષભાઇ તમે સ્પીપામાં લેક્ચર લેતા હશો તો અહીંયા અમે બધા જ પેનલ વાળા નવા નવા અધિકારીઓ બન્યા છીએ અને તાલીમ અર્થે સ્પીપા ખાતે આવેલા છીએ અને તમે જ અમને લેક્ચર આપવા માટે આવ્યા છો એ રીતે જ ગણી અમને માહિતી આપો. તેઓ આગળ જણાવે છે કે,”તો ચેરમેન સરએ એટલું કહ્યું કે, તરત જ હું ઉભો થઇ ગયો અને મારુ લેક્ચર શરુ કર્યું કે તમે બધા જ હજારો લોકોની વચ્ચે અલગ રીતે તરી આવી આ મુકામ સુધી પહોંચ્યા છો તો શરૂઆત તમારા બધાના પરિચયથી કરીએ એમ કહી ચેરમેન સાહેબને જ સીધું પૂછ્યું કે જેન્ટલમેન તમે તમારો વ્યવસ્થિત પરિચય આપો ત્યારે ચેરમેન સર ખુરશીમાં બેઠા બેઠા જ પરિચય આપવા લાગ્યા તો મેં તેમને વચ્ચે ટોકીને કહ્યું કે, ના એવી રીતે નહિ જગ્યા પર ઉભા થઇને દરેક લોકોને દેખાય તે રીતે જ વ્યવસ્થિત પરિચય આપો. આ રીતના જવાબથી આખી પેનલ ખુબ ખુશ થઇ અને મને બેસાડી દીધો કે તમે બેસી જાઓ.

GPSC Recruitment 2021

હવે આ અનુભવથી એટલું તો નક્કી થઇ ગયું કે કે આગળ જતા ઇન્ટરવ્યૂ માં એકાદ બે પ્રશ્નો આડા અવળા થઇ જાય તો પણ કઈ વધુ ફરક નહીં પડે. અને તે વખતે 16 વ્યક્તિઓના ચયન થયા તેમાં મારો પણ સમાવેશ હતો.

આમ છેલ્લે આ વાત રજૂ કરી તેમનો આશય એટલો જ કે ઉપર જણાવ્યું તે પ્રમાણે આ તમારા જ્ઞાનનો નહિ પરંતુ જ્ઞાનની સાથે સાથે તમારી પર્સનાલિટીનો ટેસ્ટ છે, માટે તૈયારી એ રીતે જ કરો કે લાખો લોકોમાં તમે અલગ તરીને ઓળખાઈ શકો. આ સાથે જ ધ બેટર ઇન્ડિયા દરેક મહેનતુ ઉમેદવાર જે આ ઇન્ટરવ્યૂ આપવાના મુકામ સુધી પહોંચ્યા છે તેમને શુભેચ્છા પાઠવે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X