Placeholder canvas

સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને

સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને

GPSC પ્રિલીમનરી પરીક્ષાને હવે માંડ એકજ મહિનો બાકી છે ત્યાં જો તમે પણ તેની તૈયારી કરતા હોવ તો, પાલન કરો DY.SP કૃણાલ રાઠોડની ખાસ ટિપ્સ, પાસ થશો સરળતાથી.

હવે GPSC  પ્રિલીમનરી પરીક્ષાને ફક્ત એક મહિનાની વાર રહી છે ત્યારે આજે અમે ફરી GPSC TIPS માટેનો આર્ટિકલ લઈને આવ્યા છીએ. દરેક વખતની જેમ જ તૈયારીની નક્કર માહિતી માટે GPSC પાસ કરી ગુજરાત સરકારમાં વર્ગ 1 માં ચયનિત અધિકારી એવા  શ્રી કૃણાલ કરશનભાઇ રાઠોડનો ધ બેટર ઇન્ડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.

કૃણાલભાઈની વર્ગ એક બે ની તૈયારી ખુબ જ ઉતાર ચઢાવ વળી રહી છે. તેમની આ સફરની વાત કરીએ તો પ્રથમ પ્રયત્નમાં GPSC ના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા પરંતુ 0.25 માર્કસ માટે રહી ગયા. બીજા પ્રયત્ને GPSC તો પાસ કરી પરંતુ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2 માં પસંદગી પામ્યા. તેઓએ 2020-2021ના પોતાના ત્રીજા પ્રયત્નમાં વર્ગ 1 ની પદવી હાંસલ કરીને DY.SP તરીકે નોકરી મેળવી છે. આ સિવાય તેઓ યપીએસસીમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા પણ 5 માર્ક્સ માટે રહી ગયા. અને હવે આ વખતની યુપીએસસી પ્રિલીમ પાસ કરી છે તથા જાન્યુઆરીમાં મેઈન્સ આપશે.

તેઓનું માનવું છે કે જેમાં વિકલ્પ સામે દેખાતા હોય તે મારી દ્રષ્ટિએ સૌથી સરળ છે પાસ કરવા માટે. તેથી પ્રિલીમ્સ તો પ્રથમ પ્રયત્નમાં નીકળી જ જાય જો વ્યવસ્થિત તૈયારી હોય તો હા મેન્સ માટે અલગ અલગ વસ્તુઓ પર આધાર રહે છે જેમકે લેખન, પ્રશ્નનું વર્ણન વગેરે તો તે માટે તમારે પ્રિલીમ કરતા થોડી વ્યવસ્થિત તૈયારી કરવી પડે.

તેઓનું એ પણ માનવું છે કે GPSC ની પ્રિલીમ પરીક્ષામાં જે વ્યક્તિએ પેપર 2 ની તૈયારી ખુબ જ વ્યવસ્થિત રીતે કરેલી હશે તો તેના પાસ થવાના ચાન્સીસ ખુબ જ વધી જાય છે. માટે GPSC ની તૈયારી હંમેશા પેપર 2 થી જ કરવી જોઈએ. અને તે નીચે મુજબ છે.

પેપર 2
ઈકોનોમી – કરન્ટ અફેર્સ પ્લસ મૃણાલની પટેલની સાઈટ પરના વિડીયો, ભારતનું વાર્ષિક આર્થિક સર્વેક્ષણ(VISION IAS અથવા INSIGH IAS ની SUMMARY વાંચવાની જે 60 થી 70 પેજમાં આવી જશે, દર વર્ષનું ગુજરાતનું સોશિયો ઇકોનોમિક રીવ્યુ (શરૂઆતના 90 પેજ જ વાંચવાના)

જિયોગ્રાફી – 6 થી 12 નવી NCERT અને ગુજરાત માટે 11 તથા 12 GCERT અને કોઈ ગુજરાતી પ્રકાશનની નાનકડી બુક

સાયન્સ અને ટેક્નોલોજી – કરન્ટ અફેર્સ, 6 થી 8 મહિનાના દરેક સાયન્સને લગતા દેશમાં બનેલા અલગ અલગ બનાવ યાદ હોવા જોઈએ.

કરન્ટ અફેર્સ – 6 થી 8 મહિનાનું કરો તો 80 ટકા કવર થઇ જશે.

 GPSC Prelims

પેપર 1
પેપર 1 માં ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું છે પેપર 2 કરતા.

જેનું ગણિત સારું હોય તેમણે પેપરમાં ત્રણ કલાકના ટાઈમ ને 45 મિનિટના ચાર સ્લોટમાં વિભાજીત કરી  અને 45 મિનિટ ગણિત માટે ફાળવી અને તે પણ ગણિત સારું આવડતું હોય તો જ તે કરે, ચંદ્રહાસ કરીને એક સાહેબ છે જે ગણિત સારું ભણાવે છે યુ ટ્યુબ પર. તેમાં પણ સિલેબસમાં આપેલા હોય તે જ ટોપિક કરવાના. ગણિત ના આવડતું હોય તો તેને સાઈડમાં રાખો પણ તમે પેપર 2 ની વ્યવસ્થિત તૈયારી કરી તેની ભરપાઈ કરી શકશો.

પેપર 1 ની તૈયારી હંમેશા બંધારણથી કરવાની કેમકે તે એક જ બુકમાંથી પુછાય છે હા તેમાં પણ સમજણ શક્તિ વધારે જરૂરી છે જે માટે તમે યુવા ઉપનિષદની બુકને ઉપયોગમાં લઇ શકો છો. મહત્વની વાત એ છે કે બંધારણમાં સમગ્ર બુક વાંચવા કરવા કરતા સિલેબસમાં હોય તેટલા જ ટોપિક જ કરવાના એટલે તમારું ભારણ ઘટશે તથા રીવીઝન વધારે થશે.

જીપીએસસીની પાછળની ચારે ચાર પ્રિલીમના પેપરના મોક ટેસ્ટ આપીને તમારી ક્ષમતા, ટાઈમ મેનેજમેન્ટ અને પેપર કઈ રીતે તમે આપીને કેટલા માર્ક્સ કયા વિષયમાં ખેંચી શકો છો તથા તમે કયા વિષયમાં કમજોર છો અને કયો વિષય પર તૈયારી માટે વધારે ભાર આપવો તે ખબર પડશે અને એ પછી જ રીવીઝન શરુ કરો જેથી વધારાનો સમય આવડતા હોય તેવા વિષયના રીવીઝન પાછળ ના બગડે.

મોડર્ન ઇન્ડિયા માટે રાજીવ આહિરની સ્પેક્ટ્રમ વાંચો. પ્રાચીન અને મધ્યકાલીન ભારત માટે – 11 અને 12ની જૂની NCERT માંથી તૈયાર કરો. કલા અને સંસ્કૃતિ બાબતે – 11 માં ધોરણની NCERT અને નીતિન સિંઘાનિયાની બુકના અમુક ટોપિક તથા ગુજરાત માટે હસુતાબેનની બુક વાંચી શકો છો.

શોર્ટ કટ એટલા માટે કે હવે એક મહિનાના સમયમાં જો સરખા ધ્યાનથી બેસો તો એમાંથી ઘણું ખરું કરી શકો જેથી પેપર 2 માં 100 માર્ક્સ લાવવા સરળ રહે છે.

મહત્વના મુદ્દાઓ
નોટ બનાવવી હોય તો જ બનાવો નહીંતર ટીક કરવાનું રાખો જેથી સિલેબસ પૂરો થયા પછી રીવીઝન આસાન રહે.

જેને ટાઈમ ખૂટતો હોય પેપરમાં તેમને પાછળના પપેરના મોક ટેસ્ટ અને ક્લાસીસના મોક ટેસ્ટ આપવા જોઈએ.

ટેસ્ટ સિરીઝથી નોલેજના આવે પણ નોલેજને કઈ રીતે ઈમ્પ્લીમેન્ટ કરવું તે ખબર પડશે.

45 મિનિટના ફોર્મ્યુલાને ફોલો કરો

ONLY IAS – પ્રિલીમ બુસ્ટર દરરોજનો થોડી મિનિટનો વિડીયો જોઈ શકો છો.

સમગ્ર વાંચન પછી VISION IAS PT 365 રીવીઝન માટે જોઈ લેવાનું જેમાં કરન્ટ પ્લસ સ્ટેટિક બોક્સમાં આપેલું હોય છે. જે વાંચવું પણ સારું રહેશે.

અને છેલ્લે, પ્રાઇવેટ બુક કરતા ગવર્મેન્ટની બુકને વધારે પ્રાધાન્યતા આપો. અમુક વિષયમાં જ પ્રાઇવેટ બુક પર આધાર રાખો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પક્ષીઓને ભૂખ્યા જોઈ, કોલેજમાં બનાવ્યો સૂરજમુખીનો બગીચો, રોજ આવે છે 500 પોપટ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X