/gujarati-betterindia/media/post_attachments/2021/06/Jhon-Gardening-1.jpg)
Gardening
શહેરી લોકો હવે તેમના ઘરની છત પર ગાર્ડનિંગ કરવા માટે 'ગ્રો બેગ'નો ઉપયોગ કરી રહ્યાં છે. કોઈપણ નર્સરીમાં, ગ્રો બેગ સરળતાથી મળી જાય છે. આ મોટા પ્લાસ્ટિક બેગ જેવા હોય છે, જેમાં શાકભાજી અને અન્ય છોડના મૂળ સરળતાથી વિકસી શકે છે. ઉપરાંત, તેઓ ઓછી જગ્યામાં સરળતાથી રહી પણ જાય છે. જો કે, આ ગ્રો બેગને છત પર રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે. આમાં, હલકી વજનવાળા પૉટિંગ મિશ્રણ (potting mix) જેમ કે કોકપીટની ઉપપરની લાલ માટી અથવા માટીના ઉપરના સ્તર ચડાવવું ખૂબ મહત્વનું છે, જેથી જો તીવ્ર પવન ફૂંકાય ત્યારે આ બેગ ઉડી ન જાય.
કેરલના એર્નાકુલમમાં કૃષિ ફાર્મ ઇનોવેશન બ્યુરોના આસિસ્ટન્ટ ડિરેક્ટર જ્હોન શેરી કહે છે, “હાલના સમયમાં ઘણા શહેરીજનો પોતાના ઘરોની છત પર બાગકામ કરી રહ્યા છે. તેઓ માટીની સૌથી ઉપરના પડ અને લાલ માટીનો ઉપયોગ કરે છે, તેથી જમીનનું ફળદ્રુપ પડ બગાડવાનું શરૂ થાય છે."
તેઓએ ન માત્ર સમસ્યાને જ ઓળખી, પરંતુ તેનું સમાધાન પણ શોધી કાઢ્યું છે. તેમણે ચોખાની ભુસીનો ઉપયોગ કરીને માટી વિનાનું પૉટીંગ મિશ્રણ (potting mix) તૈયાર કર્યું છે. આ પૉટીંગ મિશ્રણ જમીનના ફળદ્રુપ પડને બગડતા અટકાવવામાં મદદ કરશે.
ધ બેટર ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જ્હોન આ પૉટીંગ મિક્સ કેવી રીતે બનાવવું તે સમજાવે છે. આ પૉટીંગ મિક્સમાં, તે તેમના ઘરની છત પર 30 પ્રકારના શાકભાજી ઉગાડે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/06/Jhon-Gardening-2.jpg)
માટી વગરનું ગાર્ડનિંગ
એપ્રિલ 2020 માં, જ્યારે લોકડાઉન હોવાના કારણે જ્હોન પાસે ઘણો ખાલી સમય હતો, ત્યારે તેમણે ગ્રો બેગમાં શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું. તે ગાર્ડનિંગમાં લાલ માટીનો ઉપયોગ કરવા માંગતા ન હતા, તેથી તેમણે ચોખાની કુશ્કી (ભૂસી)નો પ્રયોગ કર્યો, જેને સામાન્ય રીતે કચરો માની ફેંકી દેવામાં આવે છે.
જ્હોન કહે છે ''ચોખાની કુશ્કી (ભૂસી) થી છૂટકારો મેળવવા, મોટાભાગે ખેડૂતો તેને બાળી નાખતા હોય છે". કુશ્કીમાં સિલિકા, કાર્બન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. કુશ્કીની આ ગુણધર્મોને લીધે, તેઓએ તેનો ઉપયોગ બાગાયતમાં કરવાનો નિર્ણય કર્યો.
કુશ્કી ગ્રો બેગને કડક બનાવે છે. ભૂસાને લીધે, પૉટીંગ મિક્સમાં સારી રીતે હવાની અવરજવર થાય છે અને તેમાં કીડા પણ નથી આવતા. આ પદ્ધતિ અપનાવવાથી સારી ઉપજ પણ મળે છે. હાલમાં, જ્હોન તેના 140 ચોરસ ફૂટની છત પર 30 શાકભાજી જેવા કે ટામેટા, ચોળી, ભીંડો, કારેલા, દુધી, મરચા,રીંગણા ઉગાડે છે.
તેઓ જણાવે છે, “આ પદ્ધતિ ખૂબ સારી છે, કારણ કે આમાં સૂર્યપ્રકાશ બધા છોડ સુધી પહોંચે છે અને છત પર આવતા સૂર્યપ્રકાશનો સંપૂર્ણ ઉપયોગ થાય છે. વળી, ગ્રોગ બેગના હળવા વજનને કારણે, છત પરના ભારમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે, જેનાથી કોંક્રિટની છત અથવા મકાનને કોઈ નુકસાન થતું નથી."
જો તમે પણ છોડ ઉગાડવા માટે આ પૉટીંગ મિક્સ ઘરે બનાવવા માંગતા હો, તો તેને કેવી રીતે બનાવવું તેની પ્રક્રિયા વિશે નીચે વાંચો
ભૂસીથી પૉટિંગ મિક્સ બનાવાની રીત
આના માટે, તમારા ગાયના છાણનો પાઉડર, નારિયલનું ભૂસાથી બનેલ ખાતર (કોકોપીટ), ચોખાનું ભૂસું અને ચોખાના ભૂસાની રાખની જરૂર પડશે.
પગલું 1: ચોખાના ભૂસા અને ચોખાની રાખને 1: 1 ના ગુણોત્તરમાં મિક્સ કરો.
/gujarati-betterindia/media/post_attachments/2021/06/Jhon-Gardening-3.jpg)
પગલું 2: ગ્રો બેગમાં ચોખાના ભૂસાના મિશ્રણનો એક પડ મૂકો.
પગલું 3: ત્યારબાદ, નાળિયેરની ભૂસામાંથી બનેલું ખાતર ઉમેરો.
પગલું 4: ત્પાર પછી ફરીથી, ચોખાના ભૂસાના મિશ્રણનો એક પડ ઉમેરો.
પગલું 5: આની ઉપર, ચાર ઇંચ સુકા છાણનો પાવડર ઉમેરો.
પગલું 6: બેગના 3/4 (ત્રણ-ચોથાઈ ભાગ) ભરાય ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
/gujarati-betterindia/media/post_attachments/2021/06/Jhon-Gardening-4-484x1024.jpg)
ગ્રો બેગના 3/4 માં પોટીંગ મિશ્રણ
ભરેલી ગ્રો બેગને પ્લાસ્ટિકની ટ્રેમાં મૂકવામાં આવે છે, જે પાણીથી ભરેલી હોય છે. જ્યારે પોટિંગ મિશ્રણમાં પાણીની માત્રા ઓછી થાય છે, ત્યારે તે ટ્રેમાંથી પાણી શોષી લે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/06/Jhon-Gardening-5-484x1024.jpg)
પૉટીંગ મિશ્રણને વધુ પૌષ્ટિક બનાવવા માટે, જ્હોન ગાયના છાણનું પાતળુ દ્રાવણ બનાવવાની ભલામણ કરે છે. તેમનું કહેવું છે કે મિશ્રણ બનાવવા માટે, 1:10 ના રેશિયોમાં પાણી અને ગાયના છાણને ભેળવીને ગાયના છાણનું 10 લિટર મિશ્રણ બનાવી લો. ઉપરાંત, મિશ્રણમાં 50 ગ્રામ પોટેશ મિક્સ કરો અને તેને દર સોમવારે બધી ગ્રો બેગમાં નાખો.
આ રીતે, તમે ગ્રો બેગમાં માટીનો ઉપયોગ કર્યા વિના ખૂબ જ સરળ રીતે તમારી પસંદગીનાં શાકભાજી અને છોડ ઉગાડી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:ધાબામાં 200 પ્રકારની લીલી ઉગાડી છે વડોદરાના આ એન્જિનિયરે, ઉનાળામાં ઘર રહે છે એકદમ ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.