Search Icon
Nav Arrow
UPSC
UPSC

શું તમે UPSCની તૈયારી કરો છો? તો આ 20 પુસ્તકો કરી શકે છે તમારી મદદ

રાજકારણ, ભૂગોળ અને ઈતિહાસના કેટલાક પસંદ કરેલા સારા પુસ્તકો, જે તમને UPSC પ્રિલિમ્સ અને મેન્સની તૈયારીમાં થઈ શકે મદદગાર સાબિત

જો તમે પરીક્ષા માટે યોગ્ય આયોજન બનાવીને તૈયારી નથી કરી, તો સફળતા મળવી મુશ્કેલ છે. હવે તે પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ યુપીએસસી (Books for UPSC CSE) હોય કે અન્ય કોઈ. પાયોનિયરિંગ એવિએટર, એન્ટોની ડી સેન્ટ-એક્સ્યુપરીએ એકવાર કહ્યું હતું કે, “યોજના વિના તમારું લક્ષ્ય માત્ર એક ઇચ્છા બનીને રહી જાય છે.” મતલબ સ્પષ્ટ છે કે જો મંજીલ સુધી પહોંચવું હોય અને ત્યાં પહોંચવાનો માર્ગ સરળ બનાવવો હોય તો તબક્કાવાર આગળ વધવુ જોઈએ.

અત્યારે અમે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં સફળતા માટે સખત મહેનતની જરૂર છે. પરંતુ સખત મહેનતની સાથે સાથે અભ્યાસ સામગ્રી માટે પણ વ્યૂહરચના બનાવવાની જરૂર છે, જેથી ઓછામાં ઓછા સમયમાં મહત્તમ તૈયારી કરી શકાય અને આમાં સૌથી મોટી ભૂમિકા યોગ્ય પુસ્તકોની પસંદગીની છે.

તમને એક સારી શરૂઆત આપવા માટે, અમે UPSC (IAS) પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી માટેના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોનું એક ચેકલિસ્ટ મૂક્યુ છે. તેમની લિંક્સ પણ સાથે આપવામાં આવી છે, જેથી તમે આ પુસ્તકો સરળતાથી ખરીદી શકો. IAS ટોપર્સે તૈયારી દરમિયાન આ 20 પુસ્તકો (NCERT ઉપરાંત)માંથી અભ્યાસ કરવાની સલાહ પણ આપી હતી. આ પુસ્તકો તમને વિષય વિશે ઊંડી સમજણ અને મૂળભૂત બાબતો પર સારી પકડ મેળવવામાં મદદ કરશે.

1. ઈંડિયન પૉલિટી ફોર સિવિલ સર્વિસ- એમ લક્ષ્મીકાંત (રાજકારણ)

તેને ‘રાજકારણનું બાઈબલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને UPSC ઉમેદવારો માટે રચાયેલ, આ પુસ્તક વિષય વિશે વ્યાપક સમજ આપે છે. જો યોગ્ય રીતે વાંચવામાં આવે તો તે પ્રિલિમ તેમજ મેઈન્સમાં સારા માર્ક્સ મેળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ યુપીએસસીની સૌથી વધુ વેચાતી માર્ગદર્શિકા છે. આ પુસ્તકના લેખક પોલિટિકલ સાયન્સમાં સ્નાતક છે અને સિવિલ સર્વિસના ઉમેદવારોને તાલીમ આપવાનો વર્ષોનો અનુભવ ધરાવે છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

2. ઈન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર – નીતિન સિંઘાનિયા (સંસ્કૃતિ)

જો તમારે ભારતીય કલા અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક જાણવાની ઈચ્છા હોય તો તમને આનાથી વધુ સારું પુસ્તક નહીં મળે. તે દેશની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને કળાનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન છે. તે પ્રારંભિક અને મુખ્ય બંને પરીક્ષા માટે ભારતીય કલા, ચિત્રકામ, સંગીત અને સ્થાપત્ય વિશે ઘણી બધી માહિતી આવરી લે છે. લેખક પ્રથમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તે પછી તેઓ સિવિલ સર્વિસ તરફ વળ્યા. તેઓ આ વિષય પર ઉમેદવારોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

3. ઈંટરનેશનલ રિલેશન્સ – પુષ્પેશ પંત (આંતરરાષ્ટ્રીય સંબંધો)

સાર્વભૌમ રાજ્યોની રચનાથી લઈને આજના વૈશ્વિક મુદ્દાઓ સુધી, આ પુસ્તક તમામ મુખ્ય ઘટનાઓને આવરી લે છે. તે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે. તેના લેખક પુષ્પેશ પંત પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. તેઓ એક શિક્ષણશાસ્ત્રી અને ઈતિહાસકાર છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

4. ચેલેન્જ એન્ડ સ્ટ્રેટેજી: રીથિંકિંગ ઈન્ડિયાઝ ફોરેન પોલિસી- રાજીવ સિકરી (આંતરરાષ્ટ્રીય સંબંધો)

ઈન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર રાજીવ સિકરી દ્વારા લખાયેલ ઈન્ટરનેશનલ રિલેશન્સ માટેનું વધુ એક સારું પુસ્તક છે. તેમણે આ પુસ્તકમાં તેમના 36 વર્ષના અનુભવ, વિચારો અને નીતિલક્ષી અભિગમનું સંકલન કર્યું છે. તે ભારતની શક્તિશાળી વિદેશ નીતિ સામેના પડકારો વિશે વાત કરે છે અને વિદેશ નીતિ નિર્માણમાં નવીનતમ વલણોનું વિશ્લેષણ પણ કરે છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

5. ઈન્ડિયન ઈકોનોમી ફોર સિવિલ સર્વિસિઝ- નીતિન સિંઘાનિયા (અર્થતંત્ર)

તાજેતરના વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં ઘણા ફેરફારો થયા છે. આ પુસ્તક દેશમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસના ઉતાર-ચઢાવ વિશે વ્યવસ્થિત માહિતી આપે છે. વધુ સારી અને વ્યાપક સમજ માટે ફ્લો ચાર્ટ, ટેબલ ગ્રાફ અને ઉદાહરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક કૂટનીતિ, ઉર્જા સુરક્ષા, મુત્સદ્દીગીરી, સંરક્ષણ અને વિદેશી સંસ્થાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ ચર્ચાના કેટલાક વિષયો છે. લેખક અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

6. ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ પોલિસી ઈન ઈન્ડિયા- જૈન અને ઓહરી (અર્થતંત્ર)

તે બેચલર ઓફ આર્ટસ/કોમર્સ સ્નાતકો માટે અભ્યાસક્રમનો એક ભાગ છે. આ પુસ્તક ભારતીય અર્થતંત્રનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપે છે, તેમજ આઝાદી પછી દેશમાં ઘડવામાં આવેલી મુખ્ય આર્થિક નીતિઓ વિશેની માહિતી આપે છે. UPSCઉપરાંત, તે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે. ટીઆર જૈન અને વીકે ઓહરી બંને અર્થશાસ્ત્રી છે. આ પુસ્તક CBSE અને UGCના અભ્યાસક્રમનો પણ એક ભાગ છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

7. ઓક્સફર્ડ સ્કૂલ એટલાસ- ઓક્સફર્ડ પબ્લિશર્સ (ભૂગોળ)

UPSC ઉમેદવાર પાસે એટલાસ હોવું આવશ્યક છે. ખાસ કરીને જેમણે ભૂગોળને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો છે. હાલમાં, આ હેતુને પરિપૂર્ણ કરવા માટે બજારમાં ઘણા બધા એટલેસ ઉપલબ્ધ છે. પરંતુ ઓક્સફર્ડ સ્કૂલ એટલાસને તેની ઉત્તમ પ્રિન્ટિંગ ગુણવત્તા અને વ્યાપક ડેટાને કારણે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્પષ્ટ અને સમજવામાં સરળ નકશા સાથે, વાચકો તેના વર્ણનની ચોકસાઈ અને ઊંડાણ પર વિશ્વાસ કરે છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

8. જ્યોગ્રાફી ઓફ ઈન્ડિયા – માજિદ હુસૈન (ભૂગોળ)

આ પુસ્તક ભારતની ભૌગોલિક વિશેષતાઓનું વર્ણન કરે છે. તેમાં નકશાનો ડેટા અને દેશના ભૌગોલિક સ્થાનના આંકડા છે. નવી, નવમી આવૃત્તિમાં, તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ પ્રદેશોમાં તાજેતરના ફેરફારોની સંપૂર્ણ વિગતો સાથે અપડેટ કરવામાં આવી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને અભિયાનોને પણ પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના લેખક પ્રખ્યાત ભૂગોળ વિદ્વાન અને શિક્ષક છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

9. સર્ટિફિકેટ ઓફ ફિઝિક્સ એન્ડ હ્યુમન જ્યોગ્રાફી- જીસી લેઓંગ (ભૂગોળ)

આ પુસ્તકમાં ભૂગોળના મુખ્ય ઘટકો જેમ કે વિશ્વ આબોહવા અને વનસ્પતિ ક્ષેત્રો તેમજ માનવ ભૂગોળ સાથેના તેમના સંબંધો ઉપર વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. તેમાં ઘણા સ્થાનિક ઉદાહરણો આપવામાં આવ્યા છે, જે તેમને સમજવામાં સરળ બનાવે છે. સાથે જ અભ્યાસ માટે પ્રશ્નો પણ આપામાં આવ્યા છે, જે ઉમેદવારોને તેમની સંબંધિત પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

10. એન્વાયરમેંટલ ઈકોલોજી બાયોડાઈવર્સિટી ક્લાઈમેટ ચેંજ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ- ડૉ. રવિ અગ્રહરી (પર્યાવરણ)

તમે પર્યાવરણને લગતી તમામ મુખ્ય સમસ્યાઓ વિશે માહિતી મેળવવા માંગતા હો અને તેના ઉકેલો શોધવા માંગતા હો, તમને આ એક પુસ્તકમાં બધું જ મળશે. સિવિલ સર્વિસ પરીક્ષા માટે મહત્વના ગણાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. આ પુસ્તક મેકગ્રા હિલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક દ્વારા પર્યાવરણ જેવા જટિલ વિષયને સરળતાથી સમજી શકાશે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

11. ચેલેન્જ ટૂ ઈન્ટરનેશનલ સિક્યોરિટી ઓફ ઈન્ડિયા – અશોક કુમાર અને વિપુલ અનેકકાંત (સામાન્ય અભ્યાસ)

દેશની આંતરિક સુરક્ષાના પડકારો અને અન્ય સમકાલીન મુદ્દાઓ પર પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. તેની નવી ચોથી આવૃત્તિમાં જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ, નવા સોશિયલ મીડિયા કોડ્સ, ભારતમાં ઈન્ટરનેટ પ્રતિબંધો અને કોવિડ-19ની અસર જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકના સહ-લેખક અશોક કુમાર IPS અને વિપુલ અનેકાંત DANIPS છે. તે મેકગ્રા હિલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

12. એથિક્સ, ઈંટિગ્રિટી એન્ડ એપ્ટીટ્યૂડ ફોર સિવિલ સર્વિસ એક્ઝામિનેશન- સુબ્બા રાવ અને પી.એન. રોય ચૌધરી (નૈતિકતા)

સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે, આ એક મહત્વપૂર્ણ પુસ્તક છે. તેણે પ્રશ્નપત્રો ઉકેલ્યા છે. તેમજ લેખન તકનીકને સુધારવા અને આત્મવિશ્વાસ વધારવા માટે ઘણી બધી સામગ્રી છે. જી સુબ્બારાવ અને પીએન રાયનું આ પુસ્તક UPSC અથવા અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ સેલર માનવામાં આવે છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

13. ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈન્ડિપેંડેંસ – બિપન ચંદ્ર, મૃદુલા મુખર્જી, આદિત્ય મુખર્જી, સુચેતા મહાજન, કેએન પણિક્કર (ઇતિહાસ)

ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામનો અભ્યાસ કર્યા વિના UPSCની તૈયારી ક્યારેય પૂર્ણ થતી નથી. આ પુસ્તકના તમામ લેખકો જાણીતા ઈતિહાસકારો છે. અહીં 1857 થી 1947 વચ્ચેના સમય વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી છે. આ પુસ્તક વ્યાપક સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

14. ઈન્ડિયા આફ્ટર ઈન્ડિપેંડેંસ- બિપન ચંદ્ર, મૃદુલા મુખર્જી, આદિત્ય મુખર્જી (ઇતિહાસ)

‘ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈંડિપેંડેંસ’ની સિક્વલ તરીકે, તે બિપન ચંદ્ર, મૃદુલા મુખર્જી અને આદિત્ય મુખર્જી દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તક બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા પછી દેશને મળેલી સફળતા અને પડકારોનું વ્યાપકપણે વિશ્લેષણ કરે છે. ભારતની પાંચ દાયકાની સફરની વાર્તાનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે. નહેરુ સરકારના સમયમાં જે રાજકીય અને આર્થિક એજન્ડા અસ્તિત્વમાં હતા તેની સાથે વિદેશ નીતિનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

15. એ હિસ્ટ્રી ઓફ મિડિવલ ઈન્ડિયા- સતીશ ચંદ્રા (ઇતિહાસ)

મધ્યયુગીન ભારતના ઈતિહાસને આવરી લેતા આ પુસ્તકમાં 8મીથી 18મી સદી સુધીના ભારતનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભારત પર આ સમયગાળા દરમિયાન આક્રમણો અને આર્થિક અને સામાજિક ફેરફારોની અસર પર ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. લેખક લોકપ્રિય ઈતિહાસકાર અને JNUના નિવૃત્ત પ્રોફેસર છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

16. ઈન્ડિયાસ એન્સિએંટ પાસ્ટ – આરએસ શર્મા (ઇતિહાસ)

આ ઇતિહાસનું (NCERT)પુસ્તક છે. તે પાછળથી ભારતના પ્રાચીન ભૂતકાળ તરીકે પ્રકાશિત થયું હતું. આ પુસ્તક હડપ્પન સંસ્કૃતિ, વૈદિક કાળ અને મૌર્ય વંશના ઉદય વિશે વિગતવાર માહિતી આપે છે. તે નિયોલિથિક અને ચલકોલિથિક સામ્રાજ્યોના વિકાસ અને વેપારના ભવ્ય ઇતિહાસને સાચવવાનો પ્રયાસ કરે છે. લેખકને પ્રાચીન યુગનું વિશેષ જ્ઞાન છે અને તે જાણીતા ઈતિહાસકાર છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

17. એ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોર્ડન ઈન્ડિયા- રાજીવ આહિર(ઇતિહાસ)

પોલિટિકલ સ્પેક્ટ્રમમાંથી પ્રકાશિત થયેલું આ પુસ્તક દેશમાં પોર્ટુગીઝના આગમન અને તેમને લગતી ઘટનાઓ વિશે માહિતી આપે છે. ભારતમાં આવેલા પ્રથમ યુરોપિયનથી લઈને સંપૂર્ણ સત્તાના ઉદયથી લઈને શક્તિશાળી સમ્રાટો અને તેમના સામ્રાજ્યોના પતન સુધીની તમામ ઘટનાઓને કાલક્રમિક રીતે ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

18. માસ્ટરિંગ મોર્ડન વર્લ્ડ હિસ્ટ્રી – નોર્મન લોવ (ઇતિહાસ)

આ પુસ્તક આધુનિક વિશ્વમાં બનેલી મુખ્ય ઘટનાઓ અને તેના પરિણામોની તપાસ કરે છે. તેની ભાષા સ્તર સરળ છે, જે સમજવામાં સરળ છે. જે ઉમેદવારોને ઈતિહાસનો શોખ છે તેમના માટે તે ખૂબ જ ઉપયોગી છે. લેખક આ ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ઇતિહાસકાર અને શિક્ષક છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

19. ઈન્પોર્ટેંટ જજમેન્ટ ધેટ ટ્રાંસફોર્મ્ડ ઈન્ડિયા – એલેક્સ એન્ડ્રુઝ જ્યોર્જ (રાજકારણ)

આ પુસ્તકમાં સમાજની સાથે સાથે દેશની સમગ્ર ન્યાયતંત્ર પર પણ અસર કરનારા મહત્ત્વના કોર્ટના નિર્ણયોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જે નિર્ણયોએ બંધારણમાં ફેરફાર કરવાનો માર્ગ આપ્યો છે, તે કોર્ટના નિર્ણયોનું સંકલન કરીને પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ કોર્ટ કેસોની માહિતી માટે તમને આનાથી વધુ સારી પુસ્તક ભાગ્યે જ મળી શકે. લેખક શિક્ષક અને સિવિલ સર્વિસ પરીક્ષા પ્રશિક્ષક છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

20. ફેસેટ ઓફ ઈન્ડિયન કલ્ચર- સ્પેક્ટ્રમ (સંસ્કૃતિ)

ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે વાંચવું ઘણી વખત ખૂબ જ બોજારૂપ બની જાય છે. પણ આ પુસ્તક આ વિષયોને પણ રસપ્રદ બનાવે છે. તે દેશની કલા, સ્થાપત્ય, સાહિત્ય અને બૌદ્ધિક પરંપરા, માન્યતાઓ અને દંતકથાઓ માટે એક મહાન માર્ગદર્શક છે. પ્રેક્ટિસ માટે તેમાં ઘણાં સોલ્વ કરેલા પ્રશ્નપત્રો છે. કેટલાક વણઉકેલ્યા પ્રશ્નો પણ છે. પુસ્તક શિક્ષકો અથવા નિષ્ણાતો દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે. તે સ્પેક્ટ્રમ દ્વારા પ્રકાશિત થાય છે.

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.

મૂળ લેખ: અનઘા આર મનોજ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon