Search Icon
Nav Arrow
Homemade Ghee
Homemade Ghee

ઘરે ઘી બનાવવું છે પરંતુ મહેનત બહુ લાગે છે?, તો ફોલો કરો આ 6 સરળ સ્ટેપ્સ

ઘરે ઘી બનાવવું ક્યારેય સરળ નથી હોતું. આ સરળ ટિપ્સ તમને તે માટે ખરેખર મદદ કરશે અને સમયની પણ બચત થશે.

એક સમય એવો હતો જ્યારે ઘીનો વિચાર માખણને વલોણામાં હાથથી વલોવતી સ્ત્રીઓની પ્રતીકાત્મક તસવીરો આપણા મગજમાં ઉપસાવતો હતો. સવારે સવારે પરોઠા પર આ ઘરે જ બનાવેલું મસ્ત સુગંધીદાર ચીકાશ ધરાવતું ઘી ચોપડવાનો લ્હાવો જ કંઈક અલગ હોય છે અને તેથી જ તેને ઘણા લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કાચની બરણીમાં ભરવામાં આવે છે.

અત્યારે પણ માખણથી બનાવેલ ઘી ચોપડીને પીરસાતી વાનગીઓનો કોઈ જ જવાબ નથી પરંતુ હાલના સમયમાં વિકાસના નામે ઘરે બનાવેલું પ્યોર ઘી મળવું જ દુર્લભ થઇ ગયું છે. આજીવિકા રળવા માટેના કામની વ્યસ્તતા અને મોટા પ્રમાણમાં ઉત્પાદિત માલસામાનની આકર્ષક ઉપલબ્ધતા સામે, ઘરે બનાવેલું ઘી દિવસેને દિવસે દુર્લભ લક્ઝરી બની રહ્યું છે.

પરંતુ ટીમની વાતચીત દરમિયાન, ધ બેટર ઈન્ડિયા (હિન્દી)ના સંપાદક, માનબી કટોચે અમારી સાથે શેર કર્યું કે કેવી રીતે તેઓ પોતાના કામગીરીના સમયમાંથી પણ સમય કાઢી આ કાચું સોનુ ઘરે જ તૈયાર કરે છે.

તેથી તમારામાંના જે લોકો સાત્વિક આહાર માટે હોમમેઇડ શુદ્ધ માખણ બનાવવા ઈચ્છે છે તેમના માટે અમે માનવી દ્વારા અપાયેલ આ ખાસ સરળ ટીપ્સ સાથેની પ્રક્રિયાને છ સરળ પગલાંઓમાં વર્ગીકૃત કરી છે:

Pure Deshi Ghee

1. લગભગ બે લિટર દૂધ ઉકાળો અને ઉપર આવેલ મલાઈને વાસણમાં અલગ કરો. વાસણ ભરાઈ જાય ત્યાં સુધી પાંચથી છ દિવસ સુધી આ રીતે જ તેને એકઠું કરો. માનવી અમને કહે છે કે આ સમય દરમિયાન વાસણને  ફ્રીઝમાં રાખવું મહત્વપૂર્ણ છે જેથી અંદર ફૂગ ન થાય.

2. મલાઈને સામાન્ય તાપમાનમાં લાવો અને તેમાં લગભગ બે ચમચી દહીં ઉમેરો અને તેને રાતભર સેટ થવા દો.

3. તે કહે છે કે, “આ મિશ્રણને બ્લેન્ડરમાં સ્થાનાંતરિત કરો, લગભગ બે ગ્લાસ ઠંડુ પાણી તેમાં ઉમેરો (જ્યાં સુધી બ્લેન્ડર ભરાઈ ન જાય) અને પછી બરાબર વલોવી લો. “માખણને મલાઈથી અલગ કરવા માટે પાણી ઠંડું હોવું જરૂરી છે. તે માટે બરફના ટુકડા પણ ઉમેરી શકાય છે.”

4. બ્લેન્ડરમાં પાછળ રહી ગયેલી છાશમાંથી માખણને કાઢી લો. માખણમાં છાસનો ભાગ રહીં ન ગયો હોય તેનું ધ્યાન રાખવું.

5. સ્વચ્છ માખણને મધ્યમ આંચ પર ગરમ કરો જ્યાં સુધી તે ઉકળવા ન લાગે. માનબીના જણાવ્યા અનુસાર, માખણને ઘીમાં ઓગળવામાં લગભગ 15 મિનિટનો સમય લાગે છે, તે દરમિયાન તેને વારંવાર હલાવતા રહેવું, નહીંતર તે વાસણમાં નીચે ચોંટી જશે.

6. માનબી કહે છે કે,“તમે જોશો કે ઘીના ઘન દાણા તેલમાં તરતા લાગે છે. એકવાર આ વિભાજન પૂર્ણ થઈ જાય પછી, પ્રવાહીને એક કે બે મિનિટ માટે ઠંડુ કરો અને આગળ તેના ઉપયોગ માટે તેને ચાળી લો.”

બસ તૈયાર છે તમારું ઘરે બનાવેલ દેશી ઘી.

આવી જ અન્ય કેટલીક રેસિપિ જુઓ અહીં.

મૂળ લેખ: રીયા ગુપ્તા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Mc Donald જેવો સ્વાદ પણ સ્વાસ્થ્ય રહેશે સારું, આ રીતે ઘરે બનાવો હેલ્ધી અને ટેસ્ટી બર્ગર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon