મહેસાણાના ઈન્દુબેન સુરેન્દ્રસિંહ રાજપૂતને આજથી ચાર પાંચ વર્ષ પહેલા એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અને તે કારણે જ તેમને સ્પાઈનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુમાં ખુબ જ ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેઓ નીચે બેસી શકવા અને નીચા નમીને કામ કરી શકવા સક્ષમ ન રહ્યા. સાથે સાથે તેઓ ડિઝાઇનિંગ બાબતે રસ ધરાવતા હોવા છતાં ઇજાને કારણે સિલાઈ મશીન પર બેસીને પણ આ કામ આગળ ધરી શકે તેમ નહોતા.
આમને આમ દીવસો વીતતા લોકડાઉનના સમયે તેમને ગંભીરતા પૂર્વક પોતાને કંઈક કામ કરીને આત્મનિર્ભર બનવું જ જોઈએ તે દિશામાં વિચારવાનો અવસર મળ્યો અને તેથી જ તેમણે ઘણું વિચાર્યા પછી પોતાના પરિવારની સાથે ચર્ચા વિચારણા બાદ મહેસાણામાં જ ફૂડ બિઝનેસ શરુ કરવાનું નક્કી કર્યું.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ઇન્દુબેન જણાવે છે કે ફૂડ બિઝનેસનો વિચાર તો આવ્યો પણ ફૂડ તરીકે શું બનાવીને વેચવું તે હાજી નક્કી નહોતું. પછી તેમણે વિચાર્યું કે તેઓ વિવિધ પ્રકારના વડાપાવ બનાવીને વેચશે. આ માટે તેમણે અલગ જ રીતે વડાપાવ બનાવીને સર્વ કરવા માટે પોતાના અનુભવને કામે લગાડ્યો જેમાં તેમાં સાઉથ ઇન્ડિયન ટેસ્ટની સાથે ઉત્તર ભારતીય ચટાકો પણ હોય અને તે ભારતીય સ્વાદની સાથે સાથે વેસ્ટર્ન ટેસ્ટને પણ જાળવી રાખતું હોય.

આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ
આમ તેમણે વર્ષ 2019 માં ચીલી એન્ડ ચીઝના નામે પોતાની ફૂડની દુકાન શરુ કરી. અને તે માટે તેમણે 7 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું. આજે ધીરે ધીરે તેઓ પોતાના બિઝનેસને આગળ ધપાવી રહ્યા છે. ધંધો શરુ કર્યા પછી તેમને કોરોનાની બીજી લહેર દરમિયાન તકલીફ પણ પડી છતાં તેઓ હાર માન્યા વગર નિરંતર પ્રયત્નશીલ રહ્યા. અને આજે તે પ્રયત્નનું ફળ તેમને મળી રહ્યું છે. હમણાં જ તેઓ એક ટીવી ચેનલ પર સાહસિક મહિલા ઉધયામી તરીકે પ્રદર્શિત થયા હતા તથા તે દરમિયાન બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.

અહીંયા મહત્ત્વી બાબત એ છે કે આ સમગ્ર કામ તેઓ કોઈ પણ નોકર ને રાખ્યા વગર પોતાના પરિવારની મદદથી સંભાળી રહ્યા છે. આ માટે તેમને તેમના પતિ તથા દીકરીઓ મદદ કરી રહી છે. તેમના ત્યાં મળતા વિવિધ પ્રકારના વડાપાવ રૂપિયા 30 થી લઈને 79 ની રેન્જમાં છે. વડાપાવ સિવાય પણ બીજી ખાણીપીણી ની આઇટમ્સ તેઓ બનાવે જ છે પરંતુ તેમની હીરો પ્રોડક્ટ તો વડાપાવ જ છે.
જો તમે મહેસાણા જાઓ તો ચોક્કસથી ચીલી એન્ડ ચીઝ ની મુલાકાત અવશ્ય લેજો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પાટણની મહિલાએ પ્રાઈવેટ નોકરી છોડી શરુ કર્યું મધમાખી ઉછેર કેન્દ્ર,કમાણી કરે છે લાખોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો