તમારા જીવનમાં દરેક વ્યક્તિનું પોતાનું સ્થાન હોય છે અને તે સ્થાન પર તેમના હોવાનું એક કારણ હોય છે. નોઈડામાં ઝૂંપડપટ્ટી માટે એનજીઓ (NGO in Noida)ચલાવતા દેવ પ્રતાપ જ્યારે 11 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયા ત્યારે તેમને ખબર ન હતી કે આગળ શું થશે? મધ્યપ્રદેશના ગ્વાલિયરના રસ્તા પર, તેણે 4 વર્ષ કચરો વીણ્યો, નશો પણ કર્યો અને જેલમાં પણ ગયા.
પરંતુ એક દિવસ, તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવ્યું જ્યારે એક અજાણી વ્યક્તિએ મદદનો હાથ લંબાવ્યો અને જીવનને બીજી તક આપી. આજે એ જ દેવ પ્રતાપ ઝૂંપડપટ્ટીના એક હજારથી વધુ બાળકોને મદદ કરી રહ્યા છે. એવા બાળકો કે જેમને ન તો શાળાએ જવાની તક મળે છે કે ન તો યોગ્ય ભોજન મળે છે.
120 રૂપિયા લઈને ઘરેથી ભાગી ગયો હતો
પોતાની યાદો શેર કરતાં દેવ પ્રતાપ કહે છે, “11 વર્ષની ઉંમરે હું ઘરેથી ભાગી ગયો હતો. તે સમયે મારી પાસે માત્ર 120 રૂપિયા હતા. મેં મારી આજીવિકા કમાવવા માટે ગ્વાલિયરના રસ્તાઓ અને સ્ટેશન પર કચરો વીણવાનું કામ કરવાનું શરૂ કર્યું.”
તે કચરાના ઢગલા પાસે સૂઈ જતો અને ગંદા નાળા પાસે બેસીને ખોરાક ખાતો. જ્યારે દુર્ગંધ સહન ન થઈ શકી ત્યારે તેનાથી બચવા માટે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે તેને તેની લત લાગી ગઈ. પછી ડ્રગ્સ માટે પૈસાની અછત થઈ, તો તેણે લોકોને લૂટવાનું પણ શરૂ કર્યુ.
તે જણાવે છે, “એક દિવસ હું પોલીસના હાથે ઝડપાઈ ગયો અને હું 15 દિવસ જેલમાં રહ્યો. તે મારા જીવનના સૌથી પીડાદાયક અને સૌથી ખરાબ દિવસો હતા.” પરંતુ તે મુશ્કેલ સમયમાં એક અજાણી વ્યક્તિએ તેની મદદ કરી. જામીન મેળવીને તેને એક ઢાબા પર નોકરી પણ મળી ગઈ. તે તેના જીવનમાં મળેલી આ બીજી તક ગુમાવવા માંગતો ન હતો, તેણે ખૂબ મહેનત કરી.
પોતાની પ્રમાણિકતા અને ક્ષમતાથી દેવ હવે એક જાણીતી કંપનીમાં સ્ટોર મેનેજર છે. સૌથી મોટી વાત એ છેકે, તે ઝૂંપડપટ્ટીના બાળકોની ભોજન અને શિક્ષણ દ્વારા સેવા કરે છે.
દેવપ્રકાશ પ્રતાપ કહે છે, “મને જીવવાની બીજી તક મળ્યા પછી હું મારા જીવનથી ખુશ હતો. પરંતુ એક દિવસ હું કામ પરથી પરત ફરી રહ્યો હતો અને રસ્તા પર ઘણા બધા બાળકો કચરો વીણતા જોયા. ત્યારે મને લાગ્યું કે તેમના માટે કંઈક કરવું જોઈએ.”
શરૂ કર્યુ વૉઈસ ઑફ સ્લમ
રસ્તામાં બાળકોની હાલત જોઈને દેવ પ્રતાપ રહી શક્યા નહીં અને પછી ‘વોઈસ ઑફ સ્લમ’ (NGO In Noida) શરૂ કરી. તે એક બિન-લાભકારી સંસ્થા છે જે સમાજમાં પરિવર્તન લાવવા માટે કામ કરે છે. તેમની (NGO In Noida)આ સંસ્થા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષિત કરે છે અને તેમની રોજીંદી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
તેમણે કહ્યું, “અમે અમારી સાથે 800 થી વધુ બાળકોને જોડ્યા છે. અમે તેમની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખીએ છીએ અને તેમનું ટ્રેકિંગ પણ કરીએ છીએ જેથી કરીને તેઓ તે ભયાનક સ્થિતિમાં પાછા ન જાય.”
દેવ તેની સાથીદાર ચાંદની સાથે દરરોજ ઝૂંપડપટ્ટીની મુલાકાત લે છે અને 1,000 લોકોને ભોજન આપે છે.
દેવના જીવનમાં આવેલ અવિશ્વસનીય પરિવર્તન અને તેમની અથાક સેવા તેમના જેવા અન્ય બાળકો અને સમાજ માટે સાચી પ્રેરણા છે.
તેમની કહાની અહીં જુઓ
મૂળ લેખ: અનઘા આર. મનોજ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રિટાયર્ડમેન્ટમેન્ટ બાદ શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, મહેસાણાનું આ દંપતિ ભિક્ષુકોને ભણાવી કરે છે પગભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.