Search Icon
Nav Arrow
Gardening
Gardening

ઓછા તડકામાં પણ ઉગાડી શકાય છે ઘણી બધી શાકભાજી, જાણો આ સિવિલ એન્જીનિયર પાસેથી

ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદમાં રહેતાં સાર્થક વશિષ્ઠ કંસ્ટ્રક્શનનાં બિઝનેસની સાથે કરે છે ઘરે ગાર્ડનિંગ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહેતો 27 વર્ષનો સાર્થક વશિષ્ઠ પોતાના પિતા સાથે મળીને કંસ્ટ્રક્શનનો ધંધો ચલાવી રહ્યો છે. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, તેણે ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. દેશ પરત ફરીને તેણે પિતાનો ધંધો સંભાળી લીધો.

બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “મારું શેડ્યૂલ ખૂબ સરળ રહ્યું છે. ઘરથી ઓફિસ અને પછી ઓફિસથી ઘરે. જીવનમાં કોઈ વધારાની પ્રવૃત્તિ નહોતી. પરંતુ તે પછી જ્યારે મેં બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, ત્યારે મેં મારા સાસુને તેના બગીચામાં ઘણા બધા શાકભાજી ઉગાડતા જોયા હતા. મને તે બહુજ સારું લાગ્યુ.”

સાર્થકના પોતાના ઘરમાં પણ પાછળની બાજુ થોડી ખાલી અને કાચી જગ્યા છે, જ્યાં તેણે પણ કેટલાક વૃક્ષો અને છોડ ઉગાડવાનું નક્કી કર્યું છે. તે તેમના માટે ખૂબ જ અલગ અને નવો અનુભવ હતો. તે કહે છે કે જ્યારે તેણે જોયું કે તેમના સાસુ તેના ઘર માટે તેના બગીચામાંથી ઘણું ઉગાડી શકે છે, ત્યારે તેણે વિચાર્યું કે તે પણ બાગકામ કરવાનો પ્રયાસ કરશે.

Gardening expert
Sarthak Vashishtha

તેણે બાગકામ ફક્ત પાલકથી જ શરૂ કર્યું હતું અને આજે તે તેના બગીચામાં પાંદડાવાળા શાકભાજી તેમજ કેપ્સિકમ, રીંગણ, બીન્સ, લેટસ, સલગમ, કાકડી, ઝુચીની, ગાજર અને ભીંડા જેવા શાકભાજી ઉગાડશે. તેઓએ જામફળ અને અંજીરનાં ઝાડ પણ વાવ્યા છે.

સાર્થકનાં ત્યાં સૌથી મોટી સમસ્યા સૂર્યપ્રકાશ છે. તે કહે છે કે જ્યાં તે બાગકામ કરે છે તે જગ્યા તેના ઘરની પાછળની બાજુ છે. તેમનું મકાન બે માળનું છે અને તેના કારણે તડકો યોગ્ય માત્રામાં તેમના બગીચામાં પહોંચતો નથી. ફક્ત કેટલાક ભાગોમાં થોડા કલાકો માટે હળવો સૂર્યપ્રકાશ આવે છે.

Gardening tips

“હું જાણું છું કે ઝાડ અને છોડ માટે કેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે. ખાસ કરીને શાકભાજી માટે. પરંતુ હું સૂર્યપ્રકાશ ન આવવાને કારણે મારા બાગકામનો શોખ કેવી રીતે છોડી દઉ. તેથી મેં અન્ય વિકલ્પો શોધી કાઢ્યા અને એવાં છોડ વિશે જાણ્યુ જેને ઓછા તડકામાં ઉગાડી શકાય છે. બગીચાના જે ભાગમાં જ્યાં થોડો સૂર્યપ્રકાશ હોય છે, ત્યાં હું વધુ સૂર્યપ્રકાશવાળી શાકભાજી રોપું છું અને જે ભાગ છાંયોમાં રહે છે, ત્યાં એવી શાકભાજી જેને સીધા સૂર્યપ્રકાશની જરૂર નથી,”તેમણે ઉમેર્યું.

સાર્થકના અનુસાર, તે જરૂરી નથી કે તમે બધું જ ઉગાડો અથવા તમે તેને મોટા પ્રમાણમાં ઉગાડો. સૌથી અગત્યનું એ છે કે તમે કંઈ પણ ઉગાડો. તમે સૂર્યમાં સરળતાથી કોબીજ, ચેરી ટામેટાં, લેટીસ વગેરે શાકભાજી ઉગાડી શકો છો. તમારે ફક્ત વિકલ્પોની શોધ કરવાની જરૂર છે કારણ કે પ્રકૃતિમાં દરેક ઋતુ, આબોહવા અને તાપમાન અનુસાર છોડ હોય છે. જ્યારે સાર્થકે શરૂઆત કરી, ત્યારે તેણે તેની કાચી જમીન પર નાના નાના ક્યારા બનાવ્યા અને પાલકના બીજ નાખ્યા હતા.

Gardening tips

“મને પહેલીવારમાં એટલી પાલક મળી કે મને ફરી વધુ ઉગાડવાની ઇચ્છા થઈ. બીજી સૌથી મોટી પ્રેરણા ઘરે ઉગાડવામાં આવતા શાકભાજીનો સ્વાદ હતો, જે બજારના શાકભાજી કરતા વધુ સારા અને પોષક છે. એવું નથી કે અમે બધુ જ અમારા ઘરે ઉગાડીને આપૂર્તિ કરીએ છીએ. પરંતુ જે પણ ઉગાડીએ છીએ તે એકદમ ઓર્ગેનિક રીતે વિકસિત થાય છે અને મનને ખુશી મળે છે,તેનોો કોઈ જવાબ નથી”સાર્થકે જણાવ્યુ.

જો કે, લોકડાઉન દરમિયાન તેના બગીચાથી ખૂબ મદદ મળી. તેમણે તેના નાના બગીચામાંથી લગભગ 10 કિલો શાકભાજીનો પાક લીધો. તેઓએ કેટલીક કાચી જમીનમાં ક્યારીઓ બનાવી છે, અને કેટલીક બેકાર પડેલી પેઇન્ટની ડોલનો ઉપયોગ કુંડાની જેમ ઉપયોગ કર્યો છે. સાર્થક કહે છે કે દરેકે ઓછામાં ઓછું થોડું ઉગાડવું જોઈએ. જો તમે એકવાર કંઇક ઉગાડ્યું છે, તો પછી આ પછી તમને હંમેશાં કંઈક ઉગાડવાનું મન થશે.

જેઓ ગાર્ડનિંગ કરવાની ચાહ ધરાવે છે તે લોકો માટે સાર્થક કેટલીક ટિપ્સ શેર કરી રહ્યા છે:

· બાગકામ માટે વધારે સમયની જરૂર હોતી નથી, જો તમે સવારે અથવા સાંજે એક કે બે કલાક પણ બાગકામ માટે કાઢી શકો છો, તો તમે ખૂબ સરળતાથી ઉગાડી શકશો.

· જો તમારા ઘરમાં સૂર્યપ્રકાશની સમસ્યા છે, તો પણ તમે વૃક્ષારોપણ કરી શકો છો.એવાં છોડો જેને છાંયો પસંદ છે.

Home grown vegetables

· જો તમારે કુંડામાં કંઈક ઉગાડવું હોય તો તમે રેતી, ખાતર અને શક્ય હોય તો કોકોપીટ પણ ઉમેરી શકો છો.

· અઠવાડિયામાં એકવાર, માટી ઉપર-નીચે કરો અને ખાતર નાંખો. આ ઉપરાંત, જો પેસ્ટ દેખાય છે, તો તમે કેટલાક ઘરેલું જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરી શકો છો.

· પાણીની સંભાળ રાખો અને છોડ મુજબ પાણી આપો.

· એવાં છોડ અથવા શાકભાજીથી પ્રારંભ કરો, જેને ઓછી સંભાળની જરૂર હોય અને તમને એક કે બે વારમાં જ સફળતા મળે. તેનાંથી તમારો આત્મવિશ્વાસ વધશે.

Organic gardening

સાર્થક કહે છે કે જ્યારે તેણે બાગકામ કરવાનું શરૂ કર્યું ત્યારે ઘરના બાકીના સભ્યોએ તેમાં રસ લીધો ન હતો. પરંતુ તે જેમ-જેમ આગળ વધ્યા અને બગીચામાંથી થોડીક શાકભાજી રસોડા સુધી પહોંચવા લાગી,તો બાકીના પરિવારજનોએ પણ તેમાં રસ લેવાનું શરૂ કરી દીધું. ખાસ કરીને લોકડાઉનમાં બધાએ બાગકામ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી. હવે સાર્થક તેના ટેરેસ પર બગીચો સેટ-અપ કરવાનો વિચાર કરી રહ્યા છે. તેણે તેની શરૂઆત એક કે બે કુંડાથી કરી હતી અને આ વર્ષે શિયાળામાં તે ટેરેસ પર પણ શાકભાજી ઉગાડશે.

“બાગકામ આપણે બધાએ કરવું જોઈએ. તે ફક્ત હેલ્ધી ખાવા માટે જ નથી, પરંતુ તમને સક્રિય અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પણ ખૂબ મદદગાર છે. બાગકામ તમને ખુશી આપે છે, જ્યારે તમારી ઉપજ આવે છે, ત્યારે તેનાથી વધુ સુંદર કોઈ દિવસ હોતો નથી,”સાર્થકે અંતે કહ્યું.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઘરે બૉનસાઇ કેવી રીતે બનાવશો? 550 બૉનસાઇ ઝાડ લગાવાનાર એક્સપર્ટ પાસેથી શીખો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon