Search Icon
Nav Arrow
Palm Oil
Palm Oil

તમારી ખરીદીની પસંદગી સાથે ઓરાંગુટાન અને ગેંડાની સુરક્ષા કેવી રીતે સંકળાયેલ છે?

આ લેખ RSPO ની ભાગીદારીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે

લોકો અને પૃથ્વી સાથે સંકળાયેલ પ્રશ્નો ઘણીવાર બહુ જટિલ હોય છે. દાખલા તરીકે,  ઉષ્ણ કટિબંધો પર ઝડપથી ઘટી રહેલ જંગલો અને તેના કારણે પ્રાણીઓના વસવાટમાં થઈ રહેલ સતત ઘટાડાના કારણે આપણા સૌનું ભવિષ્ય પણ જોખમાઈ રહ્યું છે. આ બધી સમસ્યાઓના સમાધાનરૂપે હવે જંગલોની કાપણી પર નિયંત્રણ મૂકવું બહુ જરૂરી છે.

ચીજવસ્તુઓ – ટકાઉપણાના સંતુલનને ફરીથી સેટ કરવાની તક છે. અને એક વસ્તુ જે આપણને સકારાત્મક પરિવર્તન કરવામાં મદદ કરી શકે છે તે છે ટકાઉ પામ તેલ.
 

શેમ્પૂથી લઈને ટૂથપેસ્ટ, ચોકલેટથી લઈને પિત્ઝા, સુપરમાર્કેટમાં મળતાં લગભગ 50% ઉત્પાદનોમાં એક ઘટક તરીકે પામ તેલ હોય છે. પામ તેલ સૌને પોસાય તેમ હોય છે અને આ ઉપરાંત તે સરળતાથી દરેક જગ્યાએ મળી રહેતું વનસ્પતિ તેલોમાંનું એક છે.

 
જોકે પામ તેલના ઉત્પાદક મોટાભાગના દેશો અત્યારે વન નાબૂદીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, સાથે-સાથે તે જૈવ વિવિધતા સાથે સંકળાયેલ વિનાશ પણ નોતરે છે.
 

તો ચાલો આજે જાણીએ કેવી રીતે ટકાઉ સંતુલન શોધવું અને ટકાઉ પામ તેલ તરફ આગળ વધવાનો રસ્તો કહ્યો છે.

કૃષિ લાભકારક

પામની ખેતી નફાકારક ઉદ્યોગ છે અને ઈન્ડિનેશિયા અને મલેશિયામાં રોજગારી આપતો બહુ મહત્વનો રસ્તો છે. દુનિયામાં આર્થિક વિકાસ અને ગરીબી ઘટાડવામાં, ખાસ કરીને એશિયામાં પામ તેલનો બહુ મહુ મહત્વનો ફાળો છે.
 

મોટા પ્રમાણમાં વાવવામાં આવતો આ પાક વાવેતરના માત્ર ત્રણ જ વર્ષમાં ફળ આપવા લાગે છે અને 20 થી 30 વર્ષ સુધી તેનો ફાયદો મળતો રહે છે. દરેક પામ પરથી મહિનામાં બે વાર ફસલ મળતી રહે છે અને ખેડૂતોને આખા વર્ષ દરમિયાન આવક મળતી રહે છે.

વધુમાં પામ તેલ ફળના ઉત્પાદનથી ખેડૂતોને તો ફાયદો મળે જ છે, સાથે-સાથે તેના પાકનો પણ ટકાઉ ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે, તેનાં પાંદડાં, થડ અને ફળોના ગુચ્છા, ફર્નિચર, બળતર અને અન્ય સામગ્રી માટે ઉપયોગમાં લઈ શકાય છે. પામ તેલનો સર્વાંગી ઉપયોગ ટકાઉ પામ તેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
 

Palm Oil

નાના ખેડૂતો માટે પામ તેલના ઉત્પાદનની વાત કરીએ તો, ગોટ્ટીગન યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્રી અને ખેતી નિષ્ણાત મટિન કૈઈમે જણાવ્યું, “ઘણીવાર એવું માનવામાં આવે છે કે, પામ તેલનું ઉત્પાદન મોટાભાગે મોટી ઈન્ડટ્રીઓ દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં વિશ્વના અડધા પામનું ઉત્પાદન નાના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અમારા ડેટા દર્શાવે છે કે, પામ તેલનું ઉત્પાદન નાના ખેડૂતોના નફા અને આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત તેનાથી ગ્રામીણ ખેડૂતોના વેતન અને રોજગારમાં પણ વધારો થાય છે. જોકે જમીન અંગે તકરારની ઘટનાઓ છે, છતાં પામ તેલના ઉત્પાદનથી થયેલ આવકમાં વધારાથી ઈન્ડોનેશિયા અને અન્ય ઉત્પાદક દેશોમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.”
 

પામ તેલ આટલું લોકપ્રિય કેમ છે?

બહુગુણી પામ તેલમાં ઘણા ગુણ હોય છે અને તેમાં ઘણાં તત્વો હોય છે, જેના કારણે સુપરમાર્કેટમાં જોવા મળતી ઘણી વસ્તુઓમાં તેનો ઉપયોગ જોવા મળે છે. રસોઈમાં ઉચ્ચ તાપમાને પણ તે તેના ગુણધર્મો જાળવી રાખે છે અને તેમાં તળેલ ઉત્પાદનો ક્રિસ્પી અને ક્રંચી બને છે. વધુમાં સામાન્ય રૂમ ટેમ્પરેચરમાં તેને મુલાયમ પેસ્ટ જેવું ઘાટુ બનાવી શકાય છે. પામ તેલની કોઈ ગંધ કે રંગ ન હોવાના કારણે ઘણી વાનગીઓ માટે તે પરફેક્ટ ચોઈસ બની રહે છે. એટલે જ કૂકીઝ જેવી રોસ્ટ કરીને બનાયેલ વાનગીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. વધુમાં પામ તેલના ઉપયોગની વસ્તુની શેલ્ફ લાઇફમાં વધારો થાય છે, કારણકે તે ઑક્સિડેશન માટે પ્રતિરોધકનું કામ કરે છે.

કોઈ ટકાઉ વિકલ્પ નથી

જ્યારે તેને બિનસલાહભરી રીતે ઉગાડવામાં આવે છે ત્યારે પામની ખેતી પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી શકે છે. જેમના કારણે હાથી, ઓરાંગુટાંન અને વાઘ જેવા પ્રાણીઓનાં નિવાસ સ્થાન છીનવાય છે અને કેમ્પાસ, રેમીન અને મેરન્ટી જેવાં ઝાડનો વિનાશ થાય છે, જેના કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વરસાદ પડે છે.

તેમ છતાં, અન્ય વનસ્પતિ તેલો (જેમ કે સૂર્યમુખી, સોયાબીન અને રેપસીડ) વ્યવહારિક ઉપાય લાગે છે, તેઓ પણ તેના સમકક્ષ સમસ્યા ઊભી કરે છે, જો પર્યાવરણ અને સામાજિક રીતે મોટા પાયે ઉત્પાદિત કરવામાં ન આવે તો. પામ તેમની સફળતા એ છે કે, તેનું ઉત્પાદન બહુ વધુ હોય છે. જેના કારણે પ્રતિ હેક્ટર સરેરાશ 3.3 ટન તેલનું ઉત્પાદન મળી રહે છે. પામ અન્ય તેલિબિયાંની સરખામણીમાં ઊંચુ ઉત્પાદન આપે છે, આ રીતે તેનાથી જમીનનો ઉપયોગ પણ ઓછો થાય છે.

Sustainable Palm Oil

 
જૈવ વિવિધતાના સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પામ તેલની સરખામણીમાં અન્ય તેલના ઉત્પાદન માટે નવ ઘણી જમીનની જરૂર પડે છે, જેના કારણે વનસ્પતિ તેલના ઉત્પાદન માટે અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે વધારે જમીનની જરૂર પડશે. આ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, જંગલ કપાતાં બચાવવાથી જૈવ વિવિધતા માટેનો સૌથી મોટો ફાયદો થશે. તેથી જ પામ તેલના ટકાઉ ઉત્પાદનને વધારવું જ મહત્વનું છે.

આપણે શું કરી શકીએ?
સોફ્ટ કમોડિટી સપ્લાય ચેનના બહુ મહત્વના ભાગીદાર તરીકે તમારા જેવા ગ્રાહકો બદલાવ કરવાની શક્તિ ધરાવે છે અને માત્ર તેવાં ઉત્પાદનોની પસંદગીથી શરૂઆત થાય છે, જેમાં માત્ર ટકાઉ ઉત્પાદનો અને પામ તેલનો સમાવેશ થાય છે.

સતત પામ તેલના ઉત્પાદન અને વૈશ્વિક દબાણના કારણે 2004 માં સસ્ટેનેબલ પામ તેલ પર રાઉન્ડટેબલ (RSPO) ની રચના કરવામાં આવી હતી. પામ તેલ ઉદ્યોગ – ઉત્પાદક, પ્રોસેસર અથવા વેપારીઓ, ગ્રાહક માલ ઉત્પાદકો, રિટેલરો, બેન્કો અને રોકાણકારો અને પર્યાવરણીય અને સામાજિક બીન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) – ટકાઉ પામ તેલના ઉત્પાદન માટે વૈશ્વિક ધોરણો વિકસાવવા અને અમલ કરવા માટે. તેનો ધ્યેય ટકાય પામ તેલને ધોરણ બનાવવા માટે બજારોમાં પરિવર્તન લાવવાનું છે. આ સંગઠનના કેન્દ્રમાં RSPO ના સિદ્ધાંતો અને માપદંડ (P&C), જે ટકાઉ પામ તેલ ઉત્પાદન માટે કડક ધોરણોનો સમૂહ છે, જેનું RSPO સભ્યોએ પાલન કરવું જોઈએ.
 

Save Nature

ટકાઉ પામ તેલ સપ્લાય ચેન હાંસલ કરવી, જે જૈવ વિવિધતા, કુદરતી ઈકોસિસ્ટમ, જંગલોની કાપણી, સ્થાનિક સમુદાયો અને પામ તેલ ઉત્પાદક દેશોના કામદારોમાન આપે છે, જે વૈશ્વિક પડકાર છે.
RSPO ના સભ્યો જંગલોને કપાતાં રોકવા અને જંગલોની કાપણી રહિત પામ તેલ ક્ષેત્રે સંક્રમણ કરવામાં અસરકારક રીતે ફાળો આપવા સુનિશ્ચિત કરવા માટે, ઉગાડનારાઓ માટે RSPO ધોરણ, 2018 RSPO P&C, વિકાસ, ગરીબી નિવારણ અને સમુદાયની જરૂરિયાતને સંતિલિત કરતી વખતે જંગલોને કાપવાના નિવારણ માટેના માપદંડનો સમાવેશ થાય છે, ઉચ્ચ વન કવર દેશોમાં આજીવિકા (HFCCs) વધે છે. જ્યારે RSPO P&Cનાં ધોરણો અનુસાર જગ્યા ઊભી કરવામાં આવે છે, જ્યાં પાન તેલનું ઉત્પાદન કરવાનું હોય, તો તેનાથી જંગલો બચે છે અને વન્ય પ્રાણીઓને પણ નુકસાન નથી થતું.
 

P&C એ પણ સુનિશ્ચિત કરે છે કે, પૂર્વ જમીન ધારકો, સ્થાનિક સમુદાયો, નાના ખેડૂતો, નાની જમીન ધારકોના મૂળભૂત અધિકારોનું સન્માન કરવામાં આવે અને સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે. બધા જ RSPO સભ્યોએ બધાજ કામદારોને જીવન નિર્વાહ માટે યોગ્ય વેતન આપવું જરૂરી છે, જેમાં પીસ રેટ થવા ક્વોટાનો સમાવેશ થાય છે, જે ગ્લોબલ લિવિંગ વેહ ગઠબંધન (GLWC) પદ્ધતિના આધારે ગણતરી કરવામાં આવે છે.

જ્યારે RSPO જેવી સંસ્થાઓની મહેનત અને 99 દેશોના લગભગ 5,000 સભ્યોના પ્રયત્નોથી હકારાત્મક બદલાવ થયો છે, ગ્રાહક તરીકે, સાચી અને જવાબદાર પસંદ કરી આપણે તેમને સહકાર આપી શકીએ છીએ.

તેથી #KnowYourPalm માટે પ્રયત્ન કરો. RSPO સર્ટિફાઈડ ટકાઉ પામ તેલના ઉપયોગની પ્રતિજ્ઞા લો અને પરિવાર અને મિત્રોને પણ આમ કરવા કહો.

આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon