/gujarati-betterindia/media/post_attachments/2021/04/1111From-Potato-Peels-14.jpg)
શું તમે ઘરે કંપોસ્ટ બનાવવા માંગો છો પણ ખબર નથી તેને કેવી રીતે બનાવવું તો આ એક્સપર્ટ જણાવી રહ્યા છે બટાકાની છાલમાંથી કંપોસ્ટ બનાવવાની સરળ રીત!
ખોરાક વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. જેમ મનુષ્યો અને અન્ય જીવોને અસ્તિત્વ ટકાવી રાખવા અને વધવા માટે પોષક તત્વોની જરૂર હોય છે, તે જ રીતે, છોડ માટે પણ પોષક તત્વો જરૂરી છે. આપણે ઘણી વખત જોયું છે કે છોડને ખુલ્લી જગ્યામાં રાખ્યા પછી અને દરરોજ પાણી આપ્યા પછી પણ, તેઓ વધતા નથી અથવા મુરજાઈ જાય છે. આનું એક કારણ છોડમાં પોષક તત્ત્વોનો અભાવ હોઈ શકે છે. છોડ સુધી પોષક તત્વો પહોંચાડવાની સરળ રીત કંપોસ્ટ ખાતર છે. આજે, અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે ખૂબ જ સરળ રીતે, બટાકાની છાલમાંથી કમ્પોસ્ટ (Compost From Potato Peels) બનાવી શકાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/How-To-Make-Compost-From-Potato-Peels-7.jpg)
મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રહેતા ટેરેસ ગાર્ડન એક્સપર્ટ દિપક કુશવાહાએ બટાકાની છાલમાંથી ખાતર કેવી રીતે બનાવવું તે બેટર ઈન્ડિયા સાથે શેર કર્યું છે. તે કહે છે, "ઘણી વખત આપણે છોડ માટે કે'ની વ્યવસ્થા કરીએ છીએ પરંતુ, પોષક તત્વોનો યોગ્ય જથ્થો છોડ સુધી પહોંચે છે કે નહીં તેની કોઈ કાળજી લેતા નથી. જો જરૂરી પોષક તત્વો છોડ સુધી ન પહોંચે, તો પછી તેનો વિકાસ અટકે છે અને ઉપજમાં ઘટાડો થાય છે.”
/gujarati-betterindia/media/post_attachments/2021/04/3333To-Make-Compost-From-Potato-Peels-6-2.jpg)
છોડ સુધી પોષકતત્વો પહોંચાડવા માટે સરળ રીત કંપોસ્ટ ખાતર છે. દીપક કહે છે, "કંપોસ્ટ ખાતરનાં ઉપયોગથી છોડ ઝડપથી વિકસે છે અને ફૂલ અને ફળની આવક પણ સારી થાય છે."
/gujarati-betterindia/media/post_attachments/2021/04/4444w-To-Make-Compost-From-Potato-Peels-5-2.jpg)
દીપક છેલ્લાં બે વર્ષથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે. હવે શાકભાજી માટે બજાર પર દીપકની નિર્ભરતા ખૂબ ઓછી થઈ છે. હવે ઘઉં, ટમેટા, દૂધી, કારેલાં જેવી ઘણી શાકભાજી દીપક ઘરે જ ઉગાડે છે. તાજેતરમાં જ દિપકને ટામેટા પ્લાન્ટમાંથી 15 થી 20 કિલો જેટલું ઉત્પાદન મળ્યું છે. એપ્રિલ 2020માં, દીપકે છોડની જાળવણી વિશેની માહિતી માટે ટેરેસ અને ગાર્ડનિંગ નામની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. ફક્ત ત્રણ મહિનામાં જ તેના એક લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/5555ow-To-Make-Compost-From-Potato-Peels-2-2.jpg)
દિપક ઘરે છોડ માટે કંપોસ્ટ તૈયાર કરે છે. તે કહે છે કે તેના ઘણા ફાયદા છે. આ ખાતર સરળ અને સસ્તું હોવાની સાથે જ, તેને બનાવવા માટે કોઈ વિશેષ ટેકનીકની જરૂર નથી. ખાતર બનાવવા માટે જરૂરી સામગ્રી આપણી આસપાસ મળી આવે છે. ઉપરાંત, ખાતરને કારણે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. જેમ કે તે પ્રકૃતિમાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કંપોસ્ટ ખાતર સાથે તૈયાર કરેલા અનાજ અને શાકભાજીનો સ્વાદ સારો હોય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/6666How-To-Make-Compost-From-Potato-Peels-8-2-2.jpg)
દીપક જણાવે છે કે ખાતર બનાવવામાં ન તો વધારે મહેનત લાગે છે અને ન વધારે ખર્ચ થાય છે. આપણા રસોડામાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવીને આપણે છોડને જરૂરી પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ. તે કહે છે કે ખાતર બનાવવાની સૌથી સહેલી રીત બટાકાની છાલ છે. બટાટાની છાલ રોજ આપણા રસોડામાંથી નીકળે છે અને આપણે તેને નકામી સમજીને ફેંકી દઈએ છીએ.
દીપક કહે છે, "બટાટાની છાલ છોડના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ બટાકાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ ફોસ્ફરસ અને વિટામિન જેવા પોષક તત્વો ભરપુર હોય છે. આ બધા પોષક તત્ત્વો છોડનાં વિકાસને બમણો કરે છે. આ ખાતર કોઈપણ છોડને અને કોઈપણ ઋતુમાં આપી શકાય છે."
/gujarati-betterindia/media/post_attachments/2021/04/7777How-To-Make-Compost-From-Potato-Peels-9-2.jpg)
બટાકાની છાલમાંથી ખાતર કેવી રીતે બનાવવું
દીપક કહે છે કે ખાતર બનાવવા માટે તમારે ત્રણ વસ્તુની જરૂર છે. બટાકાની છાલ, પાણી અને ડબ્બો અથવા કન્ટેનર.
1. એક કંટેનરમાં લગભગ એક મુઠ્ઠી બટાકાની છાલ લો. હવે તેમાં એક લીટર પાણી ઉમેરો.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/8888ow-To-Make-Compost-From-Potato-Peels-10-2.jpg)
2. કંટેનરને બંધ કરો અમે આ મિક્સચરને 3-4 દિવસ માટે અલગ રાખી દો.
3. દર 24 કલાકે કંટેનરને ખોલો અને તેમાં એક ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરો.
4. 3-4 દિવસ બાદ તેને ગરણીની મદદથી ગાળી લો.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/9999ow-To-Make-Compost-From-Potato-Peels-12-2.jpg)
5. હવે ગાળેલાં પાણીમાં બરાબર માત્રામાં સાદું પાણી મિક્સ કરો.
6. છોડમાં આપવા માટે, કંપોસ્ટ પુરી રીતે તૈયાર છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/04/10..How-To-Make-Compost-From-Potato-Peels-13-2.jpg)
આ આખી વિધિને તમે આ વિડિયોમાં જોઈ શકો છો.
તો પછી હવે મોડું કંઈ વાતનું છે, આજથી જ બટાકાની છાલને કચરામાં ફેંકવાને બદલે કંટેનરમાં રાખો, કંપોસ્ટ બનાવો અને છોડમાં નાંખો. તેનાંથી છોડ પણ સારી રીતે વધશે અને તમારું ગાર્ડન પણ સુંદર દેખાશે.
હેપી ગાર્ડનિંગ!
સંપાદન: બિજલ હરસોરા
આ પણ વાંચો:આ વ્યક્તિની છત ઉપર છે 1000+ છોડ, 8 રાજ્યોની માટી છે તેમના ધાબામાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.