બેંગલુરુમાં રહેતા વાસુકી આયંગરે લાંબા સમય સુધી કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા પછી 2016માં સોશિયલ એન્ટરપ્રાઇઝ, સોઇલ અને હેલ્થનો પાયો નાખ્યો હતો. આના દ્વારા તે લોકોને ઘરેલું કંમ્પોસ્ટિંગથી લઈને સામુદાયિક કમ્પોસ્ટિંગ સુધીના વિકલ્પો આપી રહ્યું છે. ઘરેલું કમ્પોસ્ટિંગ માટે, તે જરૂરી નથી કે તમે અલગથી કમ્પોસ્ટિંગ સિસ્ટમ ખરીદો અથવા ડ્રમનો ઉપયોગ કરો. આ માટે તમે તમારા ઘરમાં પડેલા દહીં, આઇસક્રીમ વગેરેનો ડબ્બો પણ વાપરી શકો છો.

હાલમાં જ વાસુકીએ લોકો માટે જુગાડ ડિબ્બા કમ્પોસ્ટિંગની ટેકનીક શેર કરી છે. તમે તમારા ઘરમાં ખાલી પડેલાં ડબ્બામાં ખાતર બનાવી શકો છો, તેની સાથે, તમે તેમાં બીજ વાવીને ઝાડ અને છોડ પણ ઉગાડી શકો છો. વાસુકીના જણાવ્યા અનુસાર તમે મેથી, જ્વારા, ધાણા, ફુદીનો વગેરે જેવા ઔષધિઓ સરળતાથી ઉગાડી શકો છો.

જુગાડ બોક્સ કમ્પોસ્ટિંગ # DIY રીત:
શું-શું જોઈએ:
ખાલી ડબ્બો (1લીટરથી 5લીટર સુધીની ક્ષમતા),
માટી
કોકોપીટ
શાકભાજીની છાલ
સુકા પાંદડા
છાશ
લાકડાંનો વહેર વગેરે.

પ્રક્રિયા:
સૌ પ્રથમ તમે બધી છાલને નાના-નાના ટુકડામાં કાપી લો.
હવે ડબ્બામાં પહેલા માટીનું સ્તર અને પછી કોકોપેટનું એક સ્તર મૂકો.
હવે એક લેયર કાપેલી છાલનું નાંખો
હવે ફરી એક લેયર માટીનું નાંખો અને પછી કોકોપીટનું
આ પ્રક્રિયાને ત્યાં સુધી કરો જ્યાં સુધી ડબ્બો ભરાઈ ન જાય
હવે છાશનાં બે-ત્રણ ટીપાં નાંખી દો. છાશ ખાટી હોય તો વધુ સારું છે.
જો છાશ ન હોય તો તમે ગાયના છાણની સ્લરી પણ નાંખી શકો છો.
હવે આ ડબ્બાને એવી જગ્યાએ રાખો કે જ્યાં તેઓ વરસાદથી બચશે અને ઉંદરો વગેરેથી પણ. ઉપરાંત, જો તમે તેમની આસપાસ મેશ વાયર મૂકી શકો છો, તો તે પણ સારું છે. વચ્ચે-વચ્ચે, તમે લાકડાનો વહેર, એપ્સોમ મીઠું વગેરે ઉમેરી શકો છો.
2-3 અઠવાડિયા પછી, તમારે આ ડબ્બા પર હળવા પાણીનો છંટકાવ કરવો અથવા ભીના કપડાથી ઢાંકવું જોઈએ. ધ્યાનમાં રાખો કે ભૂલથી ડબ્બાનાં ઢાંકણાને બંધ કરવાનું નથી.
લગભગ એક-દોઢ મહિના પછી, તમે જોશો કે તમે ડબ્બામાં મૂકેલી માટી ધીમે ધીમે ઓછી થઈને અડધી થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ખાતર તૈયાર છે. હવે તમે તેમાં સીધા બીજ રોપી શકો છો.
કેવી રીતે લગાવશો બીજ
જો તમારે મેથી અથવા જ્વારા ઉગાડવા માંગો છો તો સૌથી પહેલાં મેથી અને ઘઉંના થોડા દાણા લો અને તેને એક અલગ બાઉલમાં રાતોરાત પલાળી રાખો.
હવે તેમને જુદા જુદા કપડામાં બાંધી દો. થોડા દિવસ પછી તમને તેના સ્પ્રાઉટ્સ મળશે.
હવે આ સ્પ્રાઉટ્સને ડબ્બામાં નાંખો અને પાણી છાંટો.
તો તમે કોની રાહ જોઇ રહ્યા છો, આજથી આ કાર્ય શરૂ કરો અને તેને તમારા જાણીતા લોકો સાથે શેર કરો.
હેપી કમ્પોસ્ટિંગ એન્ડ હેપી ગ્રોઇંગ!
તમે આ વિડીયો પણ જોઈ શકો છો:
આ પણ વાંચો: કાંચની નકામી બોટલોમાંથી ક્રાફ્ટ આઈટમ બનાવી શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, મહીનાની કમાણી 40 હજાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.