Readers only offer: Get additional Rs 200 off on 'The Better Home' powerful natural cleaners. Shop Now
X

કાંચની નકામી બોટલોમાંથી ક્રાફ્ટ આઈટમ બનાવી શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, મહીનાની કમાણી 40 હજાર

અપર્ણા કચરાપેટીમાં પડેલી જૂની કાચની બોટલો રિસાયકલ કરે છે અને ઘરની સજાવટની વસ્તુઓ બનાવે છે!

કાંચની નકામી બોટલોમાંથી ક્રાફ્ટ આઈટમ બનાવી શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, મહીનાની કમાણી 40 હજાર

ગ્લાસ અને તેના ઉત્પાદનો અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે. એક અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 21 મિલિયન મેટ્રિક ટન ગ્લાસનું ઉત્પાદન થાય છે અને તેના ઉત્પાદનો બનાવવામાં આવે છે. ગ્લાસ સંપૂર્ણપણે રિસાયક્લેબલ છે પરંતુ હજી પણ આપણે વાર્ષિક ઉત્પાદિત ગ્લાસમાંથી ફક્ત 45% ગ્લાસ રીસાયકલ કરી શકીએ છીએ. બાકીના કાચનાં ઉત્પાદનો લેન્ડફિલમાં તો ક્યાંક તળાવ, નદી અથવા ગટરમાં જોવા મળે છે. આને કારણે આપણી જમીન જ નહીં પરંતુ પાણીના સ્ત્રોતો પણ પ્રદૂષિત થઈ રહ્યા છે.

ખરેખર, સરકારે આ દિશામાં વધુ કાર્ય કરવાની જરૂર છે જેથી ઉત્પાદિત થતાં ગ્લાસને 100% રિસાઈકલ થઈ શકે. જો કે, સરકાર અને વહીવટ શું કરી શકે છે અને શું નહી તે વિશે વાત કરવા કરતાં વધુ સારું છે, આપણે વિચાર કરીએ કે સામાન્ય નાગરિક વ્યક્તિગત રીતે શું કરી શકે છે. જી હા, આ વિશે અમે અને તમે પણ ઘણું બધુ કરી શકો છો અને આનું ઉત્તમ ઉદાહરણ છે કેરળની 24 વર્ષીય અપર્ણા.

Aparna
Aparna

બીએડ પાસ અપર્ણા છેલ્લા 3-4 વર્ષોથી બેકાર પડેલી અને ફેંકી દીધેલી કાચની બોટલોને અપસાઇકલ કરીને સુંદર અને અનોખા હોમ ડેકોર પ્રોડક્ટ્સ બનાવે છે. તે જે પણ ક્રાફ્ટ આઈટમ બનાવે છે, તેના માટે કોઈ વેસ્ટ બોટલનો જ ઉપયોગ કરે છે. રિસાઇકલ કરેલા ક્રાફ્ટ માટેના તેના પ્રેમને લીધે ગયા વર્ષે તેણે એક તળાવની સફાઈ પણ કરાવી હતી.

અપર્ણાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મારી માતા વ્યવસાયે એક નર્સ છે પરંતુ તેમને ઘરની સજાવટ કરવાનો ખૂબ શોખ છે. તેમના વિશે સારી વાત એ છે કે તે ઘરની કોઈપણ જૂની નકામી સામગ્રીમાંથી મોટાભાગની વસ્તુઓ બનાવે છે. નાનપણથી જ મેં તેને આર્ટ અને ક્રાફ્ટ કરતા જોયા હતા અને કદાચ આ વસ્તુ મારામાં પણ આવી છે. હું હંમેશાં શાળાની આર્ટ અને ક્રાફ્ટ પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી. પછી ફેબ્રિક પેઇન્ટિંગ, ટેરાકોટા જ્વેલરી બનાવવા અને વેસ્ટ્સ વસ્તુઓને અપસાઇકલ કરવા જેવી વિવિધ વસ્તુઓ શીખી.”

Best from waste

અપર્ણાએ આર્ટ અને ક્રોફ્ટની શરૂઆત એક શોખ તરીકે કરી હતી અને ત્યારબાદ તેની આવડત વધતી ગઈ ત્યારે તેને ઓર્ડર પણ મળવા માંડ્યા. અલગ-અલગ ક્રાફ્ટ ટ્રાઈ કરનારી અપર્ણા વેસ્ટ કાંચની બોટલોને અપસાયકલ કરી સુંદર રૂપ પણ આપવા લાગી હતી. તે મન્રોતુરુત્તુમાં રહે છે જે કોલ્લમથી થોડે દૂર રહે છે અને તે એક પર્યટક સ્થળ છે.

તેને ભણવા માટે રોજ કોલ્લમ જવું પડતુ હતુ. પર્યટક સ્થળ હોવાને કારણે તે ઘણીવાર રસ્તામાં ઘણો કચરો જોવા મળતો હતો, જેમાં કાચની બોટલો ઘણી હતી. જ્યારે તે કોલેજથી આવતી વખતે હંમેશા કાચની બોટલો એકત્રીત કરીને લઈને આવતી હતી અને તેને સાફ કરી અને તેની ઉપર અલગ-અલગ ક્રાફ્ટ બનાવતી હતી.

craft

આ સિરીઝ 2017થી શરૂ થઈ હતી. તે કહે છે કે તે નવા-નવા ક્રાફ્ટ આઈડિયાઝ માટે તે ઘણા રિસર્ચ પણ કરતી હતી. આ સમય દરમિયાન તે એ પણ સમજી ગઈ કે આપણા પર્યાવરણને બચાવવા અપસાઇક્લિંગ એ એક સારો અભિગમ છે. “અષ્ટમુદી તળાવ અહીં ખૂબ પ્રખ્યાત છે પરંતુ તેનો એક ભાગ કચરાથી ભરેલો હતો. મેં વિચાર્યું કે તેને શા માટે સાફ કરવામાં ન આવે અને તેમાંથી જે કાંઈ પણ રિસાયકલ કરવાની વસ્તુ મળશે તેનું રિસાયકલ કરીને તેનું વેચાણ કરીશું. આનાથી અન્ય લોકોને પણ સકારાત્મક સંદેશ મળશે,” તેમણે કહ્યું.

તે માર્ચ 2019નો સમય હતો અને અપર્ણાએ તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે, 23 માર્ચના રોજ જળ દિવસ નિમિત્તે અષ્ટમુડી તળાવને સાફ કરવું જોઈએ. ઘણા લોકો તેમની પોસ્ટ વાંચીને તેમની મદદ કરવા આગળ આવ્યા. 17 માર્ચથી 21 માર્ચ સુધીમાં તેઓએ તળાવને સાફ કર્યું અને કચરો બહાર કાઢ્યો હતો. આ પછી, 22 માર્ચે, અપર્ણાએ બધાને રંગ આપ્યા અને તળાવમાંથી જે પણ બોટલો નીકળી હતી તેને સાફ કરવા અને તેમને ક્રાફ્ટ કરવાનું કહ્યું. બધાએ સાથે મળીને ત્યાં એક ક્રાફ્ટ બનાવ્યા અને સાંજે, તે બધાને રસ્તાની બાજુમાં રાખીને વેચવામાં આવ્યા.

Home decor

આ પછી, અપર્ણાએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેણે આ કામ શોખથી શરૂ કર્યુ હતુ પરંતુ હવે તે ઉદ્યોગસાહસિક છે. તેણે પોતાના સ્ટાર્ટઅપનું નામ ‘કુપ્પી’ રાખ્યું, જેનો અર્થ મલયાલમમાં બોટલ થાય છે. તે કહે છે કે ઘણીવાર જ્યારે તે જૂની નકામી બોટલો એકત્રિત કરતી હતી, ત્યારે લોકો તેમને ચીડવતા હતા અને તેમને ‘કુપ્પી’ કહેવા લાગ્યા હતા, પરંતુ જ્યારે તેણીએ આ બોટલને અપસાઇકલ કરવાનું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ઓર્ડર મળવા લાગ્યા. તેના ઉત્પાદનો વેચવા માટે, તેણે પોતાનું બ્રાન્ડ નામ ‘કુપ્પી’ જ રાખ્યું.

તેણે ટૂરિસ્ટ વિભાગમાં કુપ્પીની નોંધણી કરાવી છે કારણ કે, તે ટૂરિસ્ટને પણ તેની ઉપર વર્કશોપ આપે છે. તેણે તેના ઘરના ઓરડાને ‘કુપ્પી સ્ટુડિયો’ માં પરિવર્તિત કરી દીધો છે, જ્યાં તે લોકોને પોતાનું કામ બતાવે છે અને કેટલીકવાર વર્કશોપ પણ લે છે.

‘મેં સ્કૂલોમાં બાળકોને પણ વર્કશોપ આપી છે કે તેઓ કેવી રીતે વેસ્ટને ક્રાફ્ટમાં ફેરવી શકે. મેં ઘણા ઓનલાઇન સેશન પણ કર્યા છે અને આ સેશન લોકડાઉન દરમિયાન ખૂબ સફળ રહ્યા હતા. મેં એક ઓનલાઇન ઝુંબેશ પણ ચલાવી હતી જેમાં ઘણાં લોકોએ ભાગ લીધો હતો અને તેમની પોતાની રીસાયકલ ક્રાફ્ટ પોસ્ટ કરી હતી. જ્યારે બાળકો મને તેમના ક્રાફ્ટ મોકલે છે અને કહે છે કે અમે તે તમારાથી પ્રેરિત થઈને આ કર્યું છે, ત્યારે તે ખૂબ સારું લાગે છે. “તેમણે ઉમેર્યું.

Start up

અપર્ણા બોટલોમાંથી ઘણી રચનાત્મક વસ્તુઓ બનાવે છે અને તેને વિવિધ સ્થળોએથી ઓર્ડર આવે છે. હમણાં, તેણી તેની કુશળતાથી દર મહિને આશરે 40 હજાર રૂપિયાની કમાણી કરે છે તેણીનો ઉદ્દેશ્ય છેકે, તે વધુમાં વધુ લોકોને તેની સાથે જોડે જેથી કોઈ પણ પ્લાસ્ટિક, કાંચ અથવા મેટલ વગેરેને ફેંકતા પહેલાં દરેક લોકો એકવાર વિચાર કરે. ભવિષ્યમાં તે વધુ અભિયાન શરૂ કરવા માંગે છે.

અપર્ણા અંતમાં બસ એટલું કહે છે કે તહેવારો ઉપર આપણે અલગ-અલગ પ્રકારનાં પ્લાસ્ટિક ડેકોરનો ઉપયોગ કરીને ફક્ત આપણા ઘરનો કચરો વધારીએ છીએ. તેનાં કરતાં સારું છેકે, આપણે થોડો સમય કાઢીને અને જાતે કંઈક કરવાનો પ્રયાસ કરીએ. કંઈક એવું જે પર્યાવરણનું રક્ષણ કરે છે અને આપણી કુશળતાને પણ વધારે છે.

જો તમે અપર્ણાની ક્રિએટિવિટી જોવા માંગો છો અથવા તેના ઉત્પાદનોને ઓર્ડર કરવા માંગતા હો, તો તમે તેનો ફેસબુક પર સંપર્ક કરી શકો છો!

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)