બેંગ્લુરુની જિંસી સેમ્યુઅલ ખેતીમાં કોઈ પણ ઔપચારિક ટ્રેનિંગ વગર તેમના છત પર 230 પ્રકારના ફળો અને શાકભાજી ઉગાડે છે. તેમજ ઝીંગા અને તિલપિયા માછલીઓનું પ્રજનન પણ થાય છે.
બેંગાલુરુના ભીડભાડ વાળા રસ્તાઓ અને ટ્રાફિકની વચ્ચે રિચાર્ડ્સ ટાઉનમાં જિંસી સેમ્યુઅલનું ઘર છે. પહેલી નજરમાં, તમને જિંસીના ઘરની છત પર એક સુંદર રંગીન બગીચો દેખાશે. જેમાં તમને જાંબુડિયા અને બર્ગન્ડીથી માંડીને લીલા રંગ સુધી દેખાશે. નજીકથી જોવા પર તમને ખ્યાલ આવશે કે, તે કોઈ સામાન્ય બગીચો નથી. અહીં ફૂલો, હર્બલ છોડો તથા શાકભાજીઓની વચ્ચે ઝીંગા અને તિલપિયા માછલી પણ છે, જે તેને એકદમ અલગ બનાવે છે. જિંસીએ હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ જેવી નવી પદ્ધતિઓનો (Hydroponic And Aquaponic Farming) ઉપયોગ કરીને તેને ઉગાડ્યા છે. આ પદ્ધતિમાં માટી વિના છોડ ઉગાડવામાં આવે છે.
હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો
ગયા વર્ષે માર્ચ મહિનામાં, આખા દેશમાં લૉકડાઉન હતુ. રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો સુપરમાર્કેટની બહાર લાઇનમાં દેખાતા તે સામાન્ય દૃશ્ય હતા. આ તે સમય હતો જ્યારે જિંસીના પતિ, બેનસન સેમ્યુઅલએ તેમને પોતાનો ખોરાક જાતે ઉગાડવાનો આઈડિયા આપ્યો. જિંસી કહે છે, “લોકડાઉન દરમિયાન, અમારે કરિયાણાની દુકાનમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતુ હતુ, જે કંટાળાજનક કાર્ય હતું. મારા સાસુ અને હું હંમેશાં બાગકામના શોખીન હતા પરંતુ, લોકડાઉન અમારા માટે ગેમ-ચેન્જર સાબિત થયું.”
જોકે, જિંસી અને તેના પતિને ખેતીની કોઈ ઔપચારિક તાલીમ નથી. જિંસીની પાસે એમબીએની ડિગ્રી છે અને બીપીઓમાં કામ કરવાનો વ્યાવસાયિક અનુભવ છે. તેણે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ ચલાવવાની સાથે સાથે ફૂડ સેક્ટરમાં પણ કામ કર્યું છે. તો, તેના પતિએ ટેક્નોલોજી ઉદ્યોગમાં કામ કર્યું છે.

કેમકે જિંસી અને તેના પતિ બંને નોકરી કરી રહ્યા હતા અને શાકભાજી ઉગાડવા વગેરેની કોઈ પૂર્વ તાલીમ નહોતી. તેથી, તેઓએ ઉપયોગ કરી શકે તેવી શક્ય પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે સમય કાઢવાનું શરૂ કર્યું. બે કારણોસર, તેઓ હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ પદ્ધતિથી આકર્ષાયા હતા.
ખેતીની આ બંને પદ્ધતિઓ પસંદ કરવા પાછળ બે મહત્વપૂર્ણ કારણો હતા. પ્રથમ, મર્યાદિત જગ્યા ઉપલબ્ધ હોવી અને બીજી, પરંપરાગત માટી આધારિત બાગાયતની તુલનામાં વૃદ્ધિ દર.
જિંસી કહે છે, “હાઈડ્રોપોનિક સિસ્ટમો સરળતાથી એક શહેરી ઘરમાં સ્થાપિત કરી શકાય છે. મેં માટીમાં અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગતા છોડોની તુલના કરી છે. મેં જોયું છે કે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં છોડ ઝડપથી વિકસે છે કારણ કે, પર્યાવરણ વધુ નિયંત્રિત હોય છે. જેમ કે તે તમારા પોલીહાઉસમાં થાય છે. છોડો ઉપર જંતુઓ લાગતા નથી અને તેમના હુમલાનો ડર પણ રહેતો નથી. ઉપરાંત, તમે છોડ માટેના પોષક તત્વોને નિયંત્રિત કરી શકો છો. આ માટી આધારિત બાગાયત કરતા સારા પરિણામો આપે છે.”
હાઈડ્રોપોનિક્સમાં,એક પૌષ્ટિક જળયુક્ત છોડનાં મૂળમાં નાખવામાં આવે છે. જેથી છોડને વધુમાં વધુ વધવા માટે જરૂરી સ્ત્રોત પુરો પાડી શકાય.તેના વિશે વિસ્તારથી કહેતા જિંસી કહે છે,”હાઈડ્રોપોનિક સિસ્ટમમાં પાણીની એક ટાંકી હોય છે, જેમાં તમે છોડની જરૂરિયાત અને પાણીના વપરાશના પ્રમાણમાં પોટેશિયમ અને નાઇટ્રોજન જેવા મૂળભૂત પોષક તત્વો ઉમેરી શકો છો.”

તો, એક્વાપોનિક્સ, એક્વાકલ્ચર અને હાઇડ્રોપોનિક સિસ્ટમ્સનો એક મેળ છે. તે કોઈ તત્વના કચરાનો ઉપયોગ બીજાને ફાયદો પહોંચાડવા માટે કરે છે, અને આ રીતે કુદરતી ઇકો સિસ્ટમની જેમ કાર્ય કરે છે. તેમના ઘરમાં એક્વાપોનિક સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે તે કહે છે, “તમે આ સિસ્ટમમાં ખાવામાં આવતી માછલીને ઉછેરી શકો છો, જો તમે ઇચ્છો તો માછલીનું માંસ પણ મળી શકે છે. ત્યારબાદ, સારવાર માટેનું પાણી ખનિજ ટાંકીમાંથી પસાર થાય છે. આ પાણીનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે થાય છે. આ એક વારંવાર ચાલતી પ્રક્રિયા છે.”
ટૂંકમાં, હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ પદ્ધતિઓમાં જમીનને બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને છોડ પરના જીવજંતુઓ અને જીવાતોના હુમલાને રોકવા માટે પોલીહાઉસ જેવા નિયંત્રિત વાતાવરણનો ઉપયોગ કરે છે.
ભૂલો અને ટ્રાયલમાંથી શીખ્યા
પોતાનું પૉલીહાઉસ સ્થાપિત કરતા પહેલાં, જિંસી સેમ્યુઅલ અને બેનસન સેમ્યુઅલે જગ્યા વિશે વધુ સારી સમજણ વિકસાવવાની યોજના બનાવી હતી અને તેના માટે, તેઓએ શહેરની કંપનીઓનો સંપર્ક કર્યો હતો, જે હાઇડ્રિલા અને ગાર્ડન ગુરૂ જેવા હાઈડ્રોપોનિક અને એક્વાપોનિક સિસ્ટમ પૂરા પાડે છે. મે 2020માં, તેમણે આ સિસ્ટમની સ્થાપના કરીને પોતાના બાગકામની શરૂઆત કરી.
જો કે, સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું ફક્ત પહેલું પગલું હતું. જેવા તેમણે શાકભાજી અને ફળો ઉગાડવાનું શરૂ કર્યું, તેમને તરત જ સમજમાં આવી ગયુ કે, પોતાનું ભોજન ઉગાડવા માટે એક નિશ્ચિત આયોજન અને નિયમિત સંભાળ જરૂરી હોય છે.
જિંસી કહે છે, “જ્યારે મેં શરૂઆત કરી ત્યારે, મે લગભગ 96 કુંડામાં પાલક ઉગાડી હતી. ટૂંક સમયમાં, મારી પાસે એટલી બધી પાલક આવી ગઈકે, મને સમજાતું ન હતુકે, આટલી પાલકનું હું શું કરીશ? પરંતુ સમય જતાં, અમે સમજ્યા કે સારી યોજનાઓ બનાવી શકાય છે.”

આજે જિંસી પોતાના 500 વર્ગ ફૂટની છત પર લગભગ 200થી 230 પ્રકારનાં છોડ ઉગાડે છે. ઝિંગા અને તિલપિયા માછલી જેવા જળજીવોનાં પ્રજનનની સાથે, જિંસી પોતાની છત પર રીંગણા, ચેરી ટામેટા, પાલક, કોબી, મૂળી, ફુદીના, ભિંડા જેવા શાકભાજી અને લાલ લેટસ, આઈસબર્ગ લેટસ અને બ્રોકલી જેવાં વિદેશી શાકભાજી ઉગાડી રહ્યા છે.
જિંસી કહે છે, ” જ્યારે અમે લોકડાઉન દરમ્યાન આ સિસ્ટમને શરૂ કરી તો તેણે અમને એક ઉદ્દેશ્ય આપ્યો, તેણે અમને વ્યસ્તા રાખ્યા અને તે બહુ જ રોમાંચક અનુભવ હતો. અમે બધુ અમારા હાથે જ સેટ કરી રહ્યા હતા, જેથી અમારા હાથ પણ ગંદા થઈ જતા હતા. પરંતુ પોતાના ભોજનને જાતે ઉગાડીને ખાવુ તે એક અદ્દભુત અનુભવ હતો.”
જેમકે, ઉગાડેલાં શાકભાજીનાં દરેક ચક્રની સાથે, જિંસીને અનુભવ મળ્યો, તેણે જલ્દી સમજાયુકે, તેના દ્વારા ઉગાડવામાં આવેલી શાકભાજી તેના પરિવારની ખપત માટે જરૂર કરતા વધારે છે. આ કારણે તેમણે પડોશીઓ અને શહેરાં જ એક ઓર્ગેનિક સ્ટોરને વધારાની ઉપજ વેચવાનું શરૂ કરી દીધું જે તેમની ઉચ્ચ ગુણવત્તાવાળી ઉપજથી બહુજ ખુશ છે. વધારાની ઉપજ વેચીને તેઓ દર મહિને લગભગ 3-4 હજાર રૂપિયા કમાય છે.

જિંસીનાં ઘરમાં ઉગાડવામાં આવેલાં શાકભાજી બજારમાં મળતા શાકભાજીઓ કરતા ઘણા અલગ છે. હવે જ્યારે પાડોશી અને ઘરે આવતા મહેમાનો ચેરી ચાખે છે તો તેઓ તેનાં તાજા અને રસદાર સ્વાદથી આશ્ચર્ય પામે છે.
પોતાની શાકભાજી ઉગાડવાથી ફક્ત તેમના પરિવારના ખાવાના સ્વાદ અને ગુણવત્તામાં જ સુધારો નથી થયો, પરંતુ તેઓ પૌષ્ટિક ભોજન માટે પ્રોત્સાહિત પણ થયા છે.
જિંસી કહે છે, મારા પતિ પુરા માંસાહારી હતા. અમારા લગ્નને 13 વર્ષ થઈ ગયા અને આ વર્ષોમાં તેઓ શાકભાજીને અડતા પણ ન હતા. પરંતુ હવે જ્યારે અમે અમારું પોતાાનું ખાવાનું ઉગાડવાનું શરૂ કર્યુ તો તેમણે પણ શાકભાજી ખાવાનું શરૂ કરી દીધુ અને આ એક મોટો બદલાવ છે.”

ગ્રાહકો અને પાડોશીઓની માંગ પર, તે લોકોનાં ઘરોમાં હાઈડ્રોપોનિક અને એક્વાપોનિક સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરે છે. અને આ ક્ષેત્રમાં નવા લોકો માટે ‘હૉબી કિટ’ બનાવે છે, જેથી આ બંને સિસ્ટમને સ્થાપિત કરવામાં તેમને માર્ગદર્શન મળી શકે.
જિંસીનું માનવું છેકે, શરૂઆત નાના સ્તરે કરવી જોઈએ. પછી જોવું જોઈએ, તમારા માટે કંઈ વસ્તુ ઉપયગી સાબિત થઈ રહી છે અને જેમ-જેમ તમે આ પ્રક્રિયાને સારી રીતે શીખતા જાવ છો. તેમ-તેમ તમે તેનો વિસ્તાર કરી શકો છો.
જોકે, કામનાં કારણે જિંસી અને તેના પતિ ઘણા વ્યસ્ત રહે છે પરંતુ, તે તેના બગીચાની દરરોજ તપાસ કરતી રહે છે. જિંસી કહે છે,”બીજને લગાવીને અને તેને વધતા અને પરિપક્વ થતા જોઈને મને બહુજ ખુશી મળે છે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દંપતીએ ઘરના ધાબા પર જ બનાવ્યું ખેતર, ઊગાડે છે અલગ અલગ પ્રકારની શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.