માટી વગર ખેતી….. તમને કદાચ આશ્ચર્ય થયું હશે. જોકે, પુણેમાં રહેતી નીલા રેનાવિકર પંચપોર માટી વગર જ ખેતી કરે છે. નીલા કોસ્ટ એકાઉન્ટન્ટ છે. આ સાથે જ એક મેરેથોન રનર અને હોમ ગાર્ડનર પણ છે. પોતાના 450 વર્ગફૂટના ટેરેસમાં તે ફૂલ, શાકભાજીથી લઈ ફળ પણ ઉગાડે છે.
નીલાના ટેરેસ ગાર્ડનની સૌથી ખાસ વાત એ છે કે, અહીં છોડવાઓ ઉગાડવા માટે તે માટીનો ઉપયોગ નથી કરતા પરંતુ માટીની જગ્યાએ તે ઘર પર જ તૈયાર કરવામાં આવેલા કોમ્પોસ્ટનો ઉપયોગ કરે છે. આ કોમ્પોસ્ટ સૂકા પાન, રસોઈનો કચરો અને છાણના મિશ્રણથી બનાવવામાં આવે છે. નીલા જણાવે છે કે સુકા પાન સાથે સૉલલેસ પોટ્ટિંગ મિક્સમાં વોટર રિટેન્શન વધારે હોય છે અને એર સર્ક્યુલેશન પણ ઉત્તમ થાય છે. જેમાં રસોઈના કચરા અને છાણનું ખાતર એકઠું કરવાથી છોડને પોષણ મળે છે. નીલા આગળ જણાવે છે કે માટી વગર ખેતી કરવા માટે કોઈ વિશેષ ટેક્નિકની જરુર નથી હોતી. આ માટે માત્ર ધૈર્ય અને સમર્પણની જ આવશ્યકતા રહે છે.

છોડવાઓ માટે કચરાનો ઉપયોગ
નીલાએ 10 વર્ષ પહેલા ટેરેસ ગાર્ડનિંગની શરુઆત કરી હતી. તેમણે કહ્યું કે તે હંમેશાથી પર્યાવરણ પ્રત્યે જાગૃત રહી છે. જોકે, તેના માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમની રસોઈ. તેમના રસોડામાંથી વધારે કચરો ઉત્પન્ન થતો હતો અને તેને ખબર જ નહોતી પડતી કે તેનું શું કરવું. ત્યારે નીલાએ પોતાની સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેનાર તેવા દોસ્તોનો સંપર્ક કર્યો જે રસોઈમાં કચરાથી ખાતર બનાવતા હતાં. તેણે પોતાના દોસ્તો પાસેથી સ્થાનિક કચરાને અલગ કરવાનું શીખ્યું અને કોમ્પોસ્ટ તૈયાર કરવાનું કર્યું.
નીલાએ જણાવ્યું કે માટી વગર જ ખેતી કરવાનો નિર્ણય લેવા પાછળનું એક કારણ તેમના દોસ્ત છે. તેમના દોસ્ત અનુભવી હોમ ગાર્ડનર છે અને વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરીને જૈવિક ફળ અને શાકભાજી ઉગાડે છે.
નીલાના જણાવ્યાનુસાર, માટી વગર બગીચો ઉગાડવાના ત્રણ ફાયદા છે. આમ કરવાથી છોડવાઓમાં જીવાત લાગવાની શક્યતા ઓછી છે. ફાલતુ નિંદણ થતું નથી અને તેનાથી કીટનાશકો અને અળસિયાની જરુર પણ ઓછી પડે છે. નીલાએ કહ્યું કે, પારંપરિક રીતથી માટીનો ઉપયોગ કરતા જે ખેતી થાય છે. તેમાં એક છોડ પોતાની વધારે ઉર્જા પાણી અને પોષણની તલાશમાં લગાવે છે. જેથી જડ પ્રણાલીનો વિસ્તાર થાય છે પરંતુ માટી વગર ખેતીમાં આ દરેક વસ્તુઓ સીધી જડમૂળમાંથી જ મળી જાય છે. નીલાએ કહ્યું કે,’દરેક વખતે મેં સફળતાપૂર્વક એક છોડ ઉગાડ્યો તો મને વધુ પ્રયોગ કરવા માટે પ્રેરણા મળી છે.’

માટી વગર બગીચો ઉગાડવાની રીત નીલાએ ઈન્ટરનેટમાંથી જ શીખી છે. તેણે અનેક વિડીયો દ્વારા સમજ્યું કે આખરે છોડને કેટલા પાણીની જરુર પડે છે અને કયા રીતના ખાતરનો ઉપયોગ કરી શકાય. પછી તેણે કોમ્પોસ્ટ કરવા તરફ એક ડગલું આગળ વધાર્યું. જે માટે તેમણે સૂકા પાનને એકઠા કર્યા અને એક ડબ્બામાં નાખ્યા હતાં. તેણે પુણેમાં એક સ્થાનીક ખેતરમાંથી જ ગાયનું છાણ ખરીદ્યું અને સૂકાયેલા પાન સાથે ભેળવવાનું શરુ કર્યું. પછીના થોડા અઠવાડિયામાં રસોઈમાંથી ઉત્પન્ન થતો કચરો પણ ભેળવતા. એક મહિનામાં જ કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ ગયું. નીલાએ જણાવ્યું કે તેમણે તૈયાર કરવામાં આવેલા કોમ્પોસ્ટને એક બેકાર બાલ્ટીમાં નાખ્યું અને પહેલા પ્રયત્ન તરીકે બીજ નાખ્યા. સમયાંતરે તેમાં પાણી નાખ્યું અને 40 દિવસોની અંદર જ, બે બીજ તૈયાર હતાં. તેણે જણાવ્યું કે, આ ઘટનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમને લાગ્યું કે ટમેટા, મરચા અને બટેટા જેવા શાકભાજી પણ ઉગાડી શકે છે.
તેમણે બેકાર બાલટી અને તેના જેવા અન્ય સાધનોનો ઉપયોગ સમજી વિચારીને કર્યો. જેથી જૂની વસ્તુઓ રિસાઈકલ કરી શકાય અને આજ સુધી તે ચાલુ જ છે. નીલા પોતાના છોડવાઓને જૂની બોટલ, કન્ટેનર, બેગ અને ટોકરીઓમાં ઉગાડે છે અને જો તેની પાસે જૂની વસ્તુઓ નથી હોતી તો તે પોતાના પાડોશીઓ અને સ્ક્રેપ ડીલરનો સંપર્ક કરે છે.

આજે તેમના બગીચામાં 100થી વધુ કન્ટેનર છે જ્યાં અનેક પ્રકારના ફળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. બટેટા, સૂરણ, રિંગણા અને શિમલા મિર્ચ વગેરે જેવી શાકભાજીને બેગ અને ડોલમાં ઉગાડવામાં આવે છે. અગાશીની ચારેબાજુ બોટલમાં ગાજર અને લીલી ડુંગળી ઉગાડવામાં આવે છે. કોબી અને અન્ય પત્તાની શાકભાજી પણ થર્મોકોલના બોક્સ અથવા તો બેકાર બોક્સમાં પણ ઉગાડવામાં આવે છે. નીલા પેરિવિંકલ અને પોર્ટુલાકા જેવા ફૂલના છોડવાઓ પણ બોટલમાં જ ઉગાડે છે.
નીલાએ જણાવ્યું કે જ્યારે પણ તેણે સફળતાપૂર્વક છોડવાઓ ઉગાડ્યા છે તો તેને પ્રયોગ કરવાની પ્રેરણા મળી છે અને આ પ્રકારે તેણે અનેક પ્રકારના છોડવાઓ ઉગાડ્યા છે. એક વર્ષ સુધી કન્ટેનરમાં સફળતાપૂર્વક છોડવાઓ, ફૂલ અને શાકભાજી ઉગાડ્યા પછી તેને અગાશીમાં આ પ્રયોગ કરવાનું વિચાર્યું.
અગાશીની વચ્ચે તેમણે 250X100 વર્ગ ફૂટનો પ્લાન્ટ બેડ તૈયાર કર્યો છે. જેના માટે તેમણે ઈંટની 3 ફૂટ ઉંચી ચારેબાજુ દિવાલ બનાવી છે. જેમાં કોમ્પોસ્ટ ભરવામાં આવ્યું અને અંતમાં છોડવાઓ ભેળવવામાં આવ્યા હતાં. આ પ્લાન્ટ બેડ પર નીલા અલગ અલગ પ્રકારના જડમૂળ ધરાવતા શાકભાજી અને વિદેશી ફળ ઉગાડે છે જેમ કે ડ્રેગન ફ્રૂટ, પેશન ફ્રૂટ અને ચેરી. તાજેતરમાં જ તેમણે શેરડી પણ ઉગાડી છે.
નીલાએ જણાવ્યું કે, ”મેં પોતાના પ્લાન્ડ બેડ પર શેરડીના કેટલાક ટુકડાઓ લગાવ્યા અને સાત મહિનાની અંદર, છથી સાત શેરડી આવી હતી. અન્ય છોડવાઓની સરખામણીમાં શેરડીને વધારે પાણીની જરુર હોય છે જોકે, તેને ઉગાડવા માટે વિશેષ ટેક્નિક અને પોષણની જરુર નથી હોતી. પોતાને પડકાર આપવા માટે જ મેં તેને પણ બેગમાં જ ઉગાડી છે.”
નીલાના બગીચાનો એક અભિન્ન ભાગ છે અળસિયા, અળસિયા છોડવાઓને સ્વસ્થ રાખવામાં મદદ તો કરે જ છે અને સાથે જ તે માટીને પણ ઢીલી રાખે છે અને તેને છિદ્રવાળી બનાવે છે. કીડાઓ સ્વસ્થ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેને કિચન વેસ્ટ ખવડાવવામાં આવે છે જે મસાલેદાર અથવા તૈલીય નથી હોતું અથવા તો કેટલીક ફળ અને શાકભાજી પણ ખવડાવવામાં આવે છે.
પોતાના દરેક છોડ માટે નીલા એક જ પ્રકારના કોમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરે છે અને તે છે ‘જીવામૃત’. નીલાનું કહેવું છે કે આ એક પારંપરીક નુસખો છે જે માત્ર છોડને જ નહીં પરંતુ અળસિયાને પણ વધારવામાં મદદ કરે છે. અલગ અલગ માત્રામાં છાણ, મૂત્ર, ગોળ અને ચણાના લોટને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. દર અઠવાડિયે નીલાને પ્રત્યેક ફળ અને શાકભાજીમાંથી ઓછામાં ઓછું એક કિલો જેટલો પાક મળે છે. આ તેમની જરુરિયાત કરતા વધારે છે અને તે વધારે હોય તો પોતાના દોસ્તો અને સંબંધીઓને આપી દે છે.

ઓર્ગેનિક ગાર્ડન ગ્રુપ
ત્રણ વર્ષ પહેલા, નીલા અને તેની સોસાયટીમાં રહેનાર 40 અન્ય લોકોએ ફેસબુક પર ‘ઓર્ગેનિક ગાર્ડન ગ્રુપ’ શરુ કર્યું. જેથી તેઓ એકબીજા સાથે ખેતી વિશે સૂચન અને ટેક્નિક આપલે કરી શકે. નીલાએ જણાવ્યું કે આ ગ્રુપમાં આજે આશરે 30,000 સભ્ય જોડાયેલા છે અને તેમાંથી કેટલાક અનુભવી ગાર્ડનર (માળી) પણ છે. કેટલાક એવા પણ છે. જે જૈવિક ખેતીમાં રસ ધરાવે છે. ફેસબુક પર નીલાના બગીચાની તસવીરો જોયા પછી અનેક નવા લોકોએ તેને ટીપ્સ આપવાની વિનંતી કરી હતી. ધીરે-ધીરે લોકો તેના બગીચાને જોવા આવવા લાગ્યા અને હવે દર રવિવારે નીલા બગીચા અંગે 2 કલાક વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં તે ભાગ લેનારને ખાતર અને પ્લાન્ટ બેડ તૈયાર કરવાનું શીખવે છે. આ વર્કશોપ પણ તદ્દન મફત હોય છે.
જો તમે પણ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો અહીં ક્લિક કરો.
(અહીં = https://m.facebook.com/groups/634230066721820?refid=52&tn=%2As-R )
તસવીર સૌજન્યઃ નીલા રેનાવિકર પંચપોર
મૂળ લેખઃ Roshini Muthukumar
આ પણ વાંચો: ક્યારેક દાદાજી ખેતી કરવાની ના કહેતા હતા, હવે પૌત્રી ખેતીમાંથી વર્ષે કરે છે 10 લાખ રૂપિયાની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.