ઘણીવાર લોકો એવું વિચારે છે કે શાકભાજીની ખેતી માટે ઘણી જગ્યાની જરૂર પડે છે. મહાનગરોમાં લોકો બાગાયતમાં ફૂલોના છોડ જ લગાવી શકે છે પરંતુ જગ્યાના અભાવે તેઓ શાકભાજી ઉગાડી શકતા નથી. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ સાથે રૂબરૂ કરાવી રહ્યા છીએ જે ફક્ત 10 × 10 ફૂટની જગ્યામાં 20 પ્રકારના શાકભાજી અને ફળો ઉગાડી રહ્યા છે.
બેંગલુરુમાં રહેતા 50 વર્ષિય દેવરાજ કેએ પોતાના ઘરની બાલ્કનીમાં એક સુંદર બગીચો બનાવ્યો છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું મારી પોતાની જગ્યામાં પાંદડાવાળા શાકભાજી, ઔષધિઓ, મીઠા લીમડો, દાડમ, બટાટા, કઠોળ અને ડ્રમસ્ટિક્સ ઉગાડી રહ્યો છું. હું કમ્પોસ્ટિંગ માટે ભીના કચરાનો ઉપયોગ કરું છું. હું બજારમાંથી બાગકામ માટે જૈવિક પેસ્ટિસાઈડ સિવાય બીજું કંઈપણ ખરીદતો નથી. “
દેવરાજ એક વ્યાવસાયિક યોગ શિક્ષક છે અને શાળા-કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં યોગ શીખવે છે. જ્યારથી તેણે યોગ શીખવવાનું શરૂ કર્યું, ત્યારબાદથી તેમણે જાતે સ્વસ્થ અને તાજી શાકભાજી ઉગાડવાનું પણ નક્કી કર્યું. તે કહે છે, “નાનપણમાં, મેં હંમેશાં માતા અને દાદીને ઘરે જ બાગકામ કરતાં જોયા હતા. ત્યાંથી બાગકામ પ્રત્યેનો લગાવ વધ્યો.”

જ્યારે દેવરાજે ગાર્ડનિંગ શરૂ કર્યું, ત્યારે તે બેંગ્લોરના ઉત્તર ભાગમાં તેના પરિવાર સાથે રહેતો હતો. તેમણે કહ્યું, “ઘર મોટું હતું અને બાગકામ માટે 30 × 50 ફૂટ જગ્યા હતી.”પરંતુ વર્ષ 2014માં, અમારા પુત્ર આદિત્ય બીમાર રહેવા લાગ્યો, ત્યારે અમે જયનગર શિફ્ટ થયા. નવું ઘર એકદમ નાનું હતું. તે લગભગ 80 વર્ષ જૂનું છે અને આધુનિક મકાનો કરતા નાનું છે.”
દેવરાજ પોતાના દીકરાને ઘરની તાજી અને તંદુરસ્ત શાકભાજી ખવડાવવા માંગતો હતો કારણ કે તેની બીમારી ક્યાંક ખાવા પીવાને લગતી હતી. તેમનું કહેવું છે કે મોટાભાગના લોકો કેમિકલ દ્વારા ઉગાડેલું ખાવાનું જ ખાઈ રહ્યા છે અને આ કેમિકલ આપણા શરીરને ક્યારે અને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે કોઈને ખબર નથી.

છત પર લગાવ્યુ ગાર્ડન:
દેવરાજે તેના ઘરની છત પર 10X10 ફૂટની ખાલી જગ્યા જોઇ અને ત્યાં બાગકામ કરવાનું નક્કી કર્યું. આ સ્થાન પર જવાનું પણ મુશ્કેલ હતું કારણ કે તે થોડી ઉંચી છે પરંતુ તેઓએ બધી વ્યવસ્થા ગોઠવી દીધી. હવે છેલ્લા છ વર્ષથી તે કઠોળ, ચેરી ટામેટાં, ગિલોય, મીઠો લીમડો, ત્રણ પ્રકારના લેમનગ્રાસ અને સરગવો પણ ઉગાડી રહ્યા છે.
દેવરાજ કહે છે, “હળદરનો પાક લેવા માટે મહિનાનો સમય લાગે છે અને ડિસેમ્બરમાં તેનું હાર્વેસ્ટિંગ કરવામાં આવશે.” તે કહે છે કે તેનો હેતુ તે સાબિત કરવાનો છે કે તમે થોડી જગ્યામાં ફળો અને શાકભાજી ઉગાડી શકો. તેમના ઘરની અડધા જરૂરિયાતો આ નાના બગીચા દ્વારા પૂર્ણ થાય છે. આ રીતે, તેના પુત્રના આહારમાં મોટાભાગે ઘરે ઉગાડવામાં આવતા શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે.

પોતાના બગીચાને ખીલેલો રાખવા માટે, દેવરાજ ઘરે જ ખાતર બનાવે છે. તેમના ઘરની બહાર કોઈ ભીનો કચરો નીકળતો નથી. ફળો અને શાકભાજીની છાલ ઘરે ખાતર બનાવવા માટે વપરાય છે. તમારે જે કરવાનું છે તે તમામ કચરો ખાડામાં અથવા ડ્રમમાં મૂકવો અને તેને ઢાંકી દો. તે આપમેળે ડીકંમ્પોઝ થશે. જો કે, તેમને આ બગીચાને છત પર બનાવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. આ મકાનમાં, છત પર જવા માટે કોઈ સીડી પહેલેથી બનાવવામાં આવી નથી, પછી તેમને અલગથી સીધી લગાવી પડે છે.
તેઓ વધુમાં કહે છે કે છતનું વોટરપ્રૂફિંગ કરવું પણ એક પડકાર હતું. તે કહે છે, “પાણીની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ મહત્વની હતી, કારણ કે જો પાણી ભરાઈ રહેતું તો છત ખરાબ થઈ જતી. તેથી છતનું વોટરપ્રૂફિંગ ખૂબ મહત્વનું હતું અને તે એકદમ મુશ્કેલ કાર્ય હતું.”
છત પર ગમે ત્યારે જવું સંભવ ન હતુ કેમકે સાધનની સમસ્યા હતી. એટલા માટે તેમણે પોતાના ગાર્ડનમાં ગુલદાઉદીનાં ફૂલ ઉગાડ્યા જેથી શાકભાજીઓ ઉપર કોઈ પેસ્ટ ન લાગે.
જીવી રહ્યા છે સ્વસ્થ જીવન:
દેવરાજ કહે છે કે તે જે ખોરાક લે છે તે શુદ્ધ અને સ્વસ્થ છે. કોઈપણ પ્રકારના કેમિકલથી મુક્ત છે. આનાથી સારી વાત બીજી કંઈ હશે. તેમના પુત્રની તબિયતમાં પણ ઘણો સુધારો થયો છે. તેમણે ઘણાં લોકોને તેમના ઘરોમાં બગીચા સ્થાપિત કરવામાં મદદ કરી છે.

ઘણા લોકો તેમનો સંપર્ક કરે છેકે, તેમના ગાર્ડન માટે છોડનો સાચો આકાર શું રહેશે, ખાતર કેવી રીતે બનાવી શકાય છે અને ઉગાડવા માટે ડબ્બા શોધવા વગેરે. મોસમ પ્રમાણે તેમણે શાકભાજીનો ચાર્ટ પણ બનાવ્યો છે. ક્યારે શાકભાજી લગાવવાની છે અને ક્યારે તેનું હાર્વેસ્ટિંગ થશે. આ બધુ તેમણે ચાર્ટમાં લખ્યુ છે. તેમની આ ગાઈડ ફ્રીમાં છે અને લોકોને તંદુરસ્ત ખોરાક ઉગાડવામાં સહાય કરવાના હેતુથી છે.
બેંગ્લોરની ગૃહિણી ક્રિસેન્સિયા વિજય કુમારને પણ દેવરાજે મદદ કરી છે. તે કહે છે કે તેને બાગકામ વિશે કોઈ જાણકારી નહોતી. દેવરાજે તેને બગીચો એકદમ શૂન્યથી સ્થાપિત કરવામાં મદદ કરી. “મેં 2017માં એક બગીચો લગાવ્યો હતો પરંતુ છેલ્લા 6 મહિનાથી હું બાગકામ માટે વધુ સમય આપું છું” તેમણે ઉમેર્યું.
અંતમાં, દેવરાજ કહે છે કે તે આજકાલ બાગકામની કીટ પણ તૈયાર કરી રહ્યા છે, જેમાં ઓર્ગેનિક ખાતર, ગોબર અને ગૌમૂત્રનો સમાવેશ થાય છે. તેમનો ઉદ્દેશ એ છે કે વધુને વધુ લોકો બાગકામમાં જોડાય અને પોતાને માટે શાકભાજી ઉગાડે.
દેવરાજનો સંપર્ક કરવા માટે, તમે તેમને Devraj.adithya@gmail.com પર ઇમેઇલ કરી શકો છો!
આ પણ વાંચો: આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની ‘ગ્રો પ્લેટ’, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.