Search Icon
Nav Arrow
Balcony gardening
Balcony gardening

માત્ર 59 સ્ક્વેર ફૂટ જગ્યામાં અને અપૂરતા તડકામાં ફળ-શાકભાજી ઉગાડે છે આ AI ઈંસ્ટ્રક્ટર

બેંગલુરૂમાં રહેતી અપર્ણા સુર્વે ટૈગોર, વ્યવસાયિક રીતે એક એડૂટેક કંપનીમાં કામ કરે છે. તે એક IoT, રોબોટિક્સ અને AI ઈંસ્ટ્રક્ટર છે. ટેક્નોકલ ક્ષેત્રમાં અપર્ણા જેટલી આગળ છે, એટલો જ કળા ક્ષેત્રે તેનો અનૂટ નાતો છે. તે એક આર્ટિસ્ટ છે અને સાથે-સાથે ગાર્ડનિંગનું કામ પણ કરે છે. અપર્ણા છેલ્લા 12 વર્ષથી ગાર્ડનિંગ કરે છે અને એ પણ તેના ફ્લેટની બે નાની-નાની બાલ્કનીમાં.

બેંગલુરૂમાં રહેતી અપર્ણા સુર્વે ટૈગોર, વ્યવસાયિક રીતે એક એડૂટેક કંપનીમાં કામ કરે છે. તે એક IoT, રોબોટિક્સ અને AI ઈંસ્ટ્રક્ટર છે. ટેક્નોકલ ક્ષેત્રમાં અપર્ણા જેટલી આગળ છે, એટલો જ કળા ક્ષેત્રે તેનો અનૂટ નાતો છે. તે એક આર્ટિસ્ટ છે અને સાથે-સાથે ગાર્ડનિંગનું કામ પણ કરે છે. અપર્ણા છેલ્લા 12 વર્ષથી ગાર્ડનિંગ કરે છે અને એ પણ તેના ફ્લેટની બે નાની-નાની બાલ્કનીમાં.

તેમની એક બાલ્કની 40 સ્ક્વેર ફીટની છે તો બીજી બાલ્કની માત્ર 19 સ્ક્વેર ફીટની છે. એક તરફ ગાર્ડનિંગની વાત આવે એટલે લોકો એમ કહેતા હોય છે કે, જગ્યા નથી ત્યાં અપર્ણા પોતાના ઘરમાં માત્ર 59 સ્ક્વેર ફીટમાં ગાર્ડનિંગનો શોખ પૂરો કરી રહી છે. રસપ્રદ વાત તો એ છે કે, શોખના નામે બે-ચાર છોડ વાવી સંતોષ નથી માન્યો, તે ફૂલ, પત્તાવાળાં શાકભાજી, શાક અને ફળ ઉગાડે છે.

Balcony gardening
Aparna and her kids

પોતાના ગાર્ડનિંગ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અપર્ણાએ જણાવ્યું, “મુંબઈ અને બેંગલુરૂ જેવા મેટ્રો શહેરોમાં રહેતાં બજારમાંથી તાજાં અને પૌષ્ટિક શાકભાજી મળવાં મુશ્કેલ છે. બીજુ સમયની મારામારીમાં મોટાભાગે આપણે આખા અઠવાડિયાનું શાક એકસાથે લઈએ છીએ અને ફ્રિજમાં મૂકીએ છે. આ રીતે તાજાં ફળ અને શાક ખાઇ શકતા નથી. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. બસ એટલા જ માટે મને હંમેશાં એમ લાગતું હતું કે, આપણે કઈંક ને કઈંક તો ઉગાડવું જ જોઇએ. જેથી આપણે આપણી જાતને અને પરિવારને ભરપૂર પોષણવાળો આહાર ખવડાવી શકીએ.”
વધુમાં પરિવારના પોષણ અને સ્વાસ્થ્યની સાથે-સાથે ગાર્ડનિંગ અપર્ણા માટે મનને શાંત કરવાનો એક ઉપાય પણ છે. તેને ભાગદોડ ભર્યા જીવનમાં ગાર્ડનિંગથી થોડી શાંતિની પળો માણવા મળે છે અને મનને શાંતિ અનુભવાય છે.

બીજા માળ પર રહીને બાલ્કની ગાર્ડનિંગ કરતી અપર્ણા માટે મોટી-મોટી ઇમારતોની વચ્ચે નાની-નાની જગ્યામાં શાકભાજી ઉગાડવાનું સરળ નથી. પરંતુ આ બધાની વચ્ચે તે માત્ર પોતાના લક્ષ્ય પર જ ધ્યાન આપે છે. તેનું લક્ષ્ય છે કે, કઈંક સારું અને પૌષ્ટિક ઉગાડીને ખવડાવવું અને તે ઉગાડે પણ છે.

અપર્ણા તેના ગાર્ડનમાં લેમનગ્રાસ, થાઈ તુલસી, અજમો, વરિયાળી, તુલસી, ફુદીનો, લીંબુ ઉપરાંત પત્તાવાળાં શાકભાજી, જેમકે પાલક, મેથી અને કોથમીર ઉગાડે છે. ફળ અને શાકભાજીમાં તે અરબી, બટાટાં, કારેલાં, ટામેટાં, બીન્સ, લીલાં મરચાં, લસણ અને શકરટેટી વગેરે ઉગાડે છે. ગલગોટો, જાસ્મિન, સફેદ જિંજર લિલી અને ગુલાબ જેવાં ફૂલો પણ મળી જશે અપર્ણાના ગાર્ડનમાં. આ બધાની સાથે અપર્ણાને સિઝન પ્રમાણે શાકભાજી ઉગાડવામાં મુશ્કેલી પડે એટલે બાલ્કનીમાં માઇક્રોગ્રીન્સ ઉગાડે છે.

Organic vegetables

છોડ ઉગાડવા માટે અપર્ણા તેના કિચનમાંથી જ મેથી અને કોથમીરનાં બીજ લે છે, તે તેના ગાર્ડનમાં ઉગતાં કારેલાં, ગલગોટા, તુલસી, લીલાં મરચાંનાં બીજ પણ ભેગાં કરી તેનો ઉપયોગ કરે છે. તેના ઘરના ભીના કચરા જેમ કે, ફળો અને શાકભાજીનાં છોતરાંને કચરામાં નથી ફેંકતી તે.

અપર્ણાએ કહ્યું, “સીધા જમીન પર ઉગતા છોડની તુલનામાં કુંડામાં ઉગતા છોડમાં પોષણ ઓછું હોઇ શકે છે. એટલે ફળોની છાલ અને ડુંગળીનાં છોતરાંથી ‘લિક્વિડ બાયો એન્ઝાઇમ’ બનાવું છું. તેને છોડ પર સ્પ્રે કરવાથી છોડને પોષણ મળતું રહે છે અને માટીની ઉર્વરકા વધે છે.”

તે તેના ઘરમાં જ ખાતર પણ બનાવવા ઇચ્છે છે, પરંતુ જગ્યા ઓછી હોવાથી બનાવી નથી શકતી. ખાતર માટે તે જૈવિક વિકલ્પ પર જ નિર્ભર રહે છે. બાલ્કની ગાર્ડનિંગના કારણે છોડને સીધો તડકો બહુ ઓછા સમય માટે મળે છે. એટલે અપર્ણા કીડાનું ધ્યાન રાખે છે અને જાત-જાતનાં જૈવિક પેસ્ટિસાઇડ બનાવે છે.

Gardening

આ માટે તે લીમડાનું તેલ અને ઘરે બનાવેલ મરચાની પેસ્ટનો ઉપયોગ કરે છે. પરંતુ છતાં કેટલીકવાર કીડા તેમનાં શાકભાજી બગાડી નાખે છે. પરંતુ જો તમે દિલથી કઈંક નક્કી કરી દો તો, તમને કઈં રોકી ન શકે.

અપર્ણાના ગાર્ડનિંગની બીજી પણ એક મહત્વની વાત છે. તે તેના કિચનમાં ફળ અને શાકભાજી, દાળ-ચોખા ધોયેલ પાણી ભેગુ કરી ગાર્ડનિંગ માટે ઉપયોગમાં લે છે. તેનું માનવું છે કે, જ્યારે તમે ગાર્ડનિંગ કરવાનું શરૂ કરો છો ત્યારે પ્રકૄતિને નજીકથી સમજવાનું શરૂ કરો છો. તમને સમજાઇ જાય છે કે, તમારું દરેક પગલું પ્રકૃતિ પર કેવી અસર કરશે. આ માટે પાણી બચાવવું અને કચરાને યોગ્ય રીતે મેનેજ કરવો એ પણ તેની રોજની આદત બની ગઈ છે.

એવું નથી કે, તેના ગાર્ડનમાંથી ઘરની બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય છે. તે કેટલાંક શાકભાજી બહારથી પણ ખરીદે છે. પરંતુ જાતે કઈંક ને કઈંક ઉગાડવાથી તેને તેનું મહત્વ સમજાઇ ગયું છે. તેને સમજાઇ ગયું છે કે, કેટલી મહેનતથી ફળ-શાકભાગી ઉગાડી તેને બજાર સુધી પહોંચાડવામાં આવે છે. સાથે-સાથે તેને જૈવિક અને રસાયણિક વચ્ચેનું અંતર પણ સમજાઇ ગયું છે. ભલે તે બધુ ન ઉગાડી શકે, પરંતુ જેટલું પણ ઉગાડે છે તે સ્વચ્છ, સ્વસ્થ અને કુદરતી છે, તેનો તેને સંતોષ છે.

Home grown vegetables

વધુમાં તેણે કહ્યું, તે જે પણ ઉગાડે છે, તેના વિશે સોશિયલ મીડિયા મારફતે લોકોને જણાવે છે. બીજાંને પણ ગાર્ડનિંગ માટે પ્રેરિત કરે છે. તેનાં બંને બાળકો પણ તેને ગાર્ડનિંગમાં મદદ કરે છે. આ દરમિયાન બાળકો તેમનું પોતાનું ભોજન ઉગાડવાનું મહત્વ પણ સમજે છે. તેમની અંદર પણ ઝાડ-છોડ પ્રત્યે લાગણી થાય છે. એક મા માટે આનાથી સારું બીજું શું હોઇ શકે, જે તે તેનાં બાળકોને આત્મ નિર્ભર બનાવી શકે.

તેમના ઘરમાં નાનકડું ગાર્ડન હોવાથી બીજા જીવોને પણ ભોજન મળી રહ્યું છે. ચકલીઓ, પતંગિયાં અને મધમાખીઓ પણ અહીં આવે છે પેટ ભરવા.

અંતમાં અપર્ણા માત્ર એટલું જ કહે છે કે, “તમે ગામ, શહેર, નામા-મોટા ઘર કે ફ્લેટ ક્યાંય પણ રહો, જેટલી પણ જગ્યા મળે તેમાં ઝાડ-છોડ ચોક્કસથી વાવો. છોડ તમારા સાચા સાથી છે. તમે તેની થોડી સંભાળ રાખશો અને થોડું પોષણ આપશો તો બદલામાં તે તમને ઘણું આપશે. બસ તમારો બસ તમારો પ્રેમ, દેખરેખ અને ઉગાડવાની થોડી ઈચ્છાની જરૂર હોય છે અને નાનકડી જગ્યામાં પણ ફૂલ ખીલવા લાગે છે.”
તો હવે રાહ શાની જોવાની, આજે જ શોધો ખરનો કોઇ ખૂણો અને બનાવી દો તમારો પોતાનિ ‘ગ્રીન કોર્નર.’

જો તમે અપર્ણા સુર્વેનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમના ફેસબુક પેજ પર સંપર્ક કરી શકો છો!

હેપ્પી ગાર્ડનિંગ!

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: #Gardening: નવેમ્બરના મહીનામાં ઘરની છત અથવા બાલ્કનીમાં ઉગાડો આ શાકભાજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon