શિયાળાની ઋતુમાં લીલાં શાકભાજી ખાવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. પોષણથી ભરપુર લીલાં-શાકભાજીઓ તમારા ડાઈનિંગ ટેબલની રોનક વધારી દે છે. કિચન ગાર્ડનિંગ કરનારા લોકો જાણે છેકે, નવેમ્બર મહિનો ઠંડીની ઋતુમાં શાકભાજી ઉગાડવાનો સૌથી સારો સમય હોય છે. આ મહીનામાં તમે અલગ-અલગ પ્રકારના શાકભાજી વાવી શકો છો. જેથી ફેબ્રુઆરી-માર્ચ સુધી તમને તાજા અને પોષણથી ભરપુર શાકભાજી મળી શકે છે. આજે અમે તમને એવા જ કેટલાંક શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સરળતાથી તમે ઘરે જ ઉગાવી શકો છો.
લગભગ એક દાયકાથી ટેરેસ ગાર્ડનિંગ કરી રહેલાં ઉમેદસિંહ જણાવે છે કે, નવેમ્બરના મહિનામાં તમે અલગ-અલગ પ્રકારના શાકભાજીઓ ખાસ કરીને સલાડવાળા શાકભાજીઓ ઉગાવી શકો છો. ઠંડીની સિઝનને ખાવાની મોસમ કહેવામાં આવે છે. ઉમેદસિંહ જણાવે છેકે,આ સિઝનમાં તમે જેટલાં શાકભાજીઓ ખાઈ શકો તેટલા જરૂર ખાવા જોઈએ. અને આ શાકભાજીઓ તમારા જ ઘરમાં જૈવિક રીતે ઉગાવેલાં હોય તો તેનાંથી વધારે સારું શું હોઈ શકે?

આ સિઝનમાં તમે ગાજર, મૂળા, કોથમીર, પાલક, માલાબાર પાલક, મેથી, સલગમ, સાગ, લેટસ, કેળ, સ્વિસ ચાર્ડ, કેપ્સીકમ, ટામેટા, ચેરી ટામેટા વગેરે લગાવી શકો છો. તેની સાથે જ તમે કેટલાંક હર્બ્સ જેવાકે, રોઝમેરી, ઓર્ગાનો ઉગાવી શકો છો. આ બધા જ છોડ ઉગાવવા બહુજ સરળ છે, તમારે બસ થોડું ધ્યાન રાખવાનું રહેશે. તેમણે કહ્યુ.
શાકભાજી ઉગાડવા માટે ઉમેદસિંહ સલાહ આપે છેકે, તમે જેટલા હોઈ શકે તેટલાં મોટા કુંડા, ગ્રો બેગ અથવા તો જૂના ડ્રેસનો ઉપયોગ કરો. શાકભાજીને જેટલી જગ્યા વધારે મળે તે તેટલા જ વધારે ઉગે છે. જો તમે છોડ તૈયાર કરો છો તો, બીજને એક ગ્રો બેગ અથવા કુંડામાં જગ્યા મુજબ લગાવો. છોડ સારી રીતે તૈયાર થશે તો તમે એટલી જ સરળતાથી ટ્રાંસપ્લાંટ કરીને શાકભાજી ઉગાડી શકશો.
આજે ધ બેટર ઈંડિયા સાથે જાણોકે, તમે નવેમ્બરનાં મહિનામાં કંઈ શાકભાજી ઉગાડી શકો છો.

- શલગમ
નવેમ્બરના મહીનામાં તમે શલગમ લગાવી શકો છો. તેની રીત ખૂબજ સરળ છે. પોર્ટિંગ મિક્સ માટે તમે માટીને કોકોપીટ, રેતી, ખાતર અને મસ્ટર્ડ કેક વગેરે ઉમેરી શકો છો. તેની સાથે સાથે જો તમે ઈચ્છો તો ટ્રાંસપ્લાન્ટ કર્યા વગર એક જ કુંડામાં બે-ત્રણ સલગમ સીધા જ ઉગાવી શકો છો.
· સૌથી પહેલાં તમે એક પહોળુ અને ઉંડુ કુંડુ અથવા ગ્રો બેગ લો
· તેમાં પોર્ટિંગ મિક્સ ભરો અને 3 અથવા ચાર નાના ખાડા તમારી આંગળીથી કરો
· તેમાં તમે એક-એક સલગમના બીજ નાંખો અને હલકી-હલકી માટી તેની ઉપર નાંખો
· હવે તમે હલકા હાથે પાણીનાં છાંટા નાંખો
· લગભગ એક સપ્તાહમાં તમારા છોડ ઉગવા લાગશે.
· હવે તમે તમારા કુંડાને સીધા તડકામાં રાખી શકો છો.
· તમારા છોડનું નિયમિત ધ્યાન રાખવાનું છે અને તેમાં જરૂર મુજબ પાણી આપતા રહેવાનું છે
· લગભગ એક મહીના બાદ તમે તેમાં લીમડાની ખળી અથવા સરસવની ખળી પાણીમાં ઉમેરીને લિક્વિડ ફર્ટિલાઈઝર પણ આપી શકો છો.
અઢી-ત્રણ મહીનામાં તમારા સલગમ હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જશે. તમે ઈચ્છો તો તેના પાંદડા પુરી રીતે સુકાય તેની રાહ જોઈ શકો છો. અથવા તો લીલા પાન હોય તો પણ તમે તેને હાર્વેસ્ટ કરી શકો છો. તેના તમે પાંદડા અને સલગમ બંને ઉપયોગ કરી શકો છો.

- પાલક
ઠંડીમાં પાલકનો છોડ તમે સરળતાથી તૈયાર કરી શકો છો. જો તમારા વિસ્તારનું તાપમાન 20થી 30 ડિગ્રીની વચ્ચે હોય, સાથે જ જે પણ કુંડુ અથવા ગ્રો બેગ તમે લઈ રહ્યા છો તેમાં સારી ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ, જો પાણી માટીમાં જ રહે તો તમારો છોડ બગડી શકે છે. પોર્ટિંગ મિક્સ તૈયાર કરવા માટે તમે માટી, રેતી અને છાણનું ખાતર અથવા વર્મીંકંપોસ્ટની બરાબર માત્રા લઈ શકો છો. જો તમારી આસપાસ રેતી ન હોય તો તમે કોકોપીટ પણ લઈ શકો છો, જે તમને ઓનલાઈન મળી જશે.
· બીજમાંથી છોડ તૈયાર કરવા માટે અથવા સીધા બીજ લગાવી શકો છો. અથવા તો પછી પહેલાં 12થી 24 કલાક સુધી તમે બીજને પલાળીને રાખી શકો છો.
· જો તમે સીધા બીજ લગાવી રહ્યા છો તો લગાવતા પહેલાં કુંડામાં પાણી નાંખી દો, જેથી માટી ભીની થઈ જાય
· હવે તેમાં બીજ હલકા હાથે નાંખો અને તેની ઉપર હલકી માટી નાંખો
· માટી નાંખ્યા બાદ તમે પાણી સ્પ્રિંકલ કરો
· હવે કુંડાને એવી જગ્યાએ રાખો, જ્યાં સીધો તડકો આવતો ન હોય
· લગભગ 3-4 દિવસ બાદ નાના-નાના છોડ નીકળ્યા બાદ તમે તેને તડકામાં રાખો
· જરૂરતનાં હિસાબથી તેમાં પાણી નાંખો
· લગભગ 30 દિવસમાં પાલક ઘણી સારી રીતે ઉગી જશે અને ત્યારબાદ તમે તેમાં જૈવિક ખાતર અથવા ખાતર નાંખી શકો છો.
· ફર્ટિલાઈઝર નાંખવાની સરળ રીત હોય છે, પાણીની સાથે મિક્સ કરીને નાંખવુ
· તમે ડુંગળીનાં છોતરા અથવા કેળાની છાલનું પોષણ આપી શકો છો.
લગભગ 40 દિવસ બાદ તમારી પાલક એટલી તૈયાર થઈ જશેકે, તમે તેને ઉપરથી કાપીને ઉપયોગ કરી શકો છો. હંમેશા પાલકને ઉપરથી કાપો કારણકે, તે થોડા દિવસ બાદ ફરીથી વધી જાય છે. અને આ જ રીતે તમે એક જ બેચમાંથી ઘણીબધી પાલકની ઉપજ લઈ શકો છો.

- ગાજર
ગાજરનું વાવેતર સામાન્ય રીતે ઓગષ્ટ મહિનાથી શરૂ થઈ જાય છે, પરંતુ જો તમે હજી પણ ગાજરનાં બીજ લગાવશો તો તમને સારું પરિણામ મળશે. ગાજર ઉગાવવા માટે તમે બજારમાંથી જૈવિક બીજ ખરીદી શકો છો. પોર્ટિંગ મિક્સ માટે તમે માટી, રેતી અથવા કોકોપીટ અને ખાતર લઈ શકો છો.
ગાજર એક રૂટ ક્રોપ છે એટલા માટે તમે એવું એક કુંડુ અથવા ગ્રો બેગ લો જેની ડ્રેનેજ સિસ્ટમ બહુજ સારી હોય, તેની સાથે જ આ કુંડું અથવા ગ્રો બેગ થોડી ઉંડી પણ હોવી જોઈએ જેથી ગાજરને વધવા માટે પુરતી જગ્યા મળી શકે.
· સૌથી પહેલાં પોર્ટિંગ મિક્સ કરીને કુંડું તૈયાર કરો.
· હવે આંગળીની મદદથી માટીમાં સમાન અંતરે લાઈનમાં ખાડા કરો
· આ ખાડામાં એક-બે કરીને ગાજરનાં બીજ નાંખો
· ઉપરથી થોડી માટી નાંખીને, દરેક બીજને ઢાંકી દો.
· હવે તેમાં પાણીનો છંટકાવ કરો
· લગભગ 7 દિવસમાં તમારો છોડ બનવા લાગશે.
· જો તમને એક જ જગ્યાએથી ઘણા બધા છોડ નીકળતા દેખાવા લાગે છે તો તમે એક-બે છોડ કાઢી પણ શકો છો.
એક જ કુંડામાં વધારે છોડ ન લગાવો જેથી ગાજરોને ગ્રોથ સારો મળી શકે, ગાજરનાં છોડને 2-3 સપ્તાહ થયા બાદ તમે તેમાં લિક્વિડ ફર્ટિલાઈઝર નાંખી શકો છો. કોશિશ કરોકે, દર દસ દિવસમાં તમે ફર્ટિલાઈઝર બદલી બદલીને છોડને આપો.
· ગાજરને વધવા માટે પર્યાપ્ત તાપની જરૂર હોય છે
· લગભગ બે-અઢી મહિનામાં ગાજર હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જાય છે
અમારા વધુ એક ટેરેસ ગાર્ડનર અંકિત જણાવે છેકે, ઘણીવાર લોકો ગાજરનાં ઉપરનાં હિસ્સાને કાપીને ફેંકવાની જગ્યાએ રાખી લે છે અને તેને જ માટીમાં લગાવીને છોડ બનાવે છે. પરંતુ આ રીતે તમને ગાજરનું શાક મળતુ નથી. જી હા, ગાજરનાં મૂળવાળા ભાગને લગાવવાથી તેમાં છોડ જરૂર ઉગે છે પરંતુ તેમાં ગાજર આવતા નથી, પરંતુ ગાજરનાં બીજ બનાવવા માટે તે એક સારો પ્રયોગ છે. જો તમે આ છોડ લગાવો છો તો તેમાં ફૂલ લાગે છે. આ ફૂલોના સુકાયા બાદ તમને તેમાંથી બહુ જ બધા બીજ મળે છે. જેને તમે આગામી સિઝનમાં લગાવી શકો છો.
વીડિયો જુઓ:
- મૂળા
· સૌ પહેલાં તમે કોઈ ઉંડુ કુંડું અથવા તો ગ્રો બેગ લો, કારણકે, રૂટ ક્રોપ નીચેની તરફ વધે છે.
· પૉટિંગ મિક્સ માટે તમે માટી, રેતી/ કોકોપીટ અને ખાતર અથવા વર્મીકંપોસ્ટ મિક્સ કરી શકો છો.

· પહેલાં તમારે મૂળાના બીજો માટે છોડ તૈયાર કરવાનો છે, તેના માટે કોઈ નાના પ્લાંટર જેવાકે, પેપરકપમાં લગાવી શકો છો.
· તમે કોઈ પેપરકપમાં પોર્ટિંગ મિક્સ ભરીને એક-બે બીજ લગાવી શકો છો.
· હવે તેની ઉપર પાણીનો છંટકાવ કરીને પાણી આપો તેને તમારે છાંયડામાં રાખવાનું છે જ્યાં સારો પ્રકાશ હોય પરંતુ સીધો તડકો ન હોય.
માટીનું તમારે ધ્યાન રાખવાનું છેકે, તેમાં ભેજ રહે. લગભગ 6-7 દિવસમાં બીજ ઉગવા લાગશે અને લગભગ ત્રણ સપ્તાહ બાદ આ છોડ મોટા થઈ જશે કે તમે ટ્રાંસપ્લાન્ટ કરી શકો. હવે તમે કુંડામાં પોર્ટિંગ મિક્સ નાંખો અને તેમાં છોડને લગાવી દો.
· એક કુંડામાં તમારે એક-બે છોડ જ લગાવવાનાં છે, ટ્રાંસપ્લાન્ટનાં બે-ચાર દિવસ બાદ તમે કુંડાને સીધા તડકામાં રાખી શકો છો.
· જરૂરતનાં હિસાબથી તમે તેમાં પાણી આપો. તમે લગભગ એક મહિના બાદ છોડમાં સમય-સમય પર લિક્વિડ ફર્ટિલાઈઝર આપતા રહો.
· 90 દિવસ બાદ તમારા મૂળા હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જશે.
વીડિયો જુઓ:
- બીટ
· સૌથી પહેલાં તમારે બીટ માટે છોડ તૈયાર કરવાનો રહેશે, તેના માટે તમારે કોઈ નાનું કુંડુ અથવા તો પ્લાસ્ટિકની બોટલને કાપીને તૈયાર કરી શકો છો.

· પોર્ટિંગ મિક્સ માટે તમે માટીમાં કોકોપીટ, રેતી અને ખાતર મિક્સ કરી શકો છો.
· તમારી માટી થોડી છૂટી છૂટી રહે, ન કે બહુજ સખત
· તમે કુંડા અથવા પ્લાંટરમાં બીજ થોડા-થોડા અંતરે લગાવો.
· સ્પ્રિંકલ કરીને પાણી આપો
· આ પ્લાંટરને એવી જગ્યાએ રાખો જ્યાં વધારે તડકો ન આવતો હોય
· લગભગ એક સપ્તાહમાં છોડ ઉગવા લાગશે અને તમારું કામ છેકે, નિયમિતરૂપે જોવાનું માટી સુકાય નહી.
· જો માટી સુકાયેલી લાગે તો તેમાં પાણી આપો જેથી, માટીમાં ભેજ બનેલો રહે.
· લગભગ ત્રણ સપ્તાહ બાદ છોડ એટલો મોટો થઈ જશે કે, તમે તેને ટ્રાંસપ્લાન્ટ કરી શકો
· ટ્રાંસપ્લાન્ટ કરતી વખતે તમે મધ્યમ સાઈઝનાં કુંડામાં બે-ત્રણ છોડ લગાવો
· તેમાં પાણીનો છંટકાવ કરો અને બે-ત્રણ દિવસ છાંયડામાં જ રાખો
· ત્યારબાદ તેને તડકામાં રાખો અને નિયમિત તેની દેખભાળ કરો
· લગભગ એક મહિના બાદ તમે આ છોડોમાં ફર્ટિલાઈઝર જેવાકે, સરસવની ખળી અથવા લીમડાની ખળી આપતા રહો.
તમારા બીટનો છોડ લગભગ 3 મહીના બાદ હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જશે.
વીડિયો જુઓ:
બીજને સારી રીતે વાવવાની સાથે સાથે તેમાં પેસ્ટ લાગવાનું પણ પુરૂ ધ્યાન રાખવાનું હોય છે. પેસ્ટ અટેકથી છોડને બચાવવા માટે તમે ઘરે જ ઘણા પ્રકારની જૈવિક પેસ્ટીસાઈડ બનાવીને નાંખી શકો છો. તમે લીમડાનું તેલ પણ છાંટી શકો છો. અથવા તો ડિશવૉશ લિક્વિડને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરી શકો છો. તેનાં સિવાય તમે ઈચ્છો તો મરચું, આદું અને ડુંગળી વગેરેની પેસ્ટ બનાવીને પણ સ્પ્રે કરી શકો છો.
ગાર્ડનિંગનો એક જ નિયમ છેકે, તમે પ્રયાસો કરો,પોતાની ભુલોમાંથી શીખો અને ફરીથી પ્રયાસો કરો. એક દિવસ તો તમને સફળતા જરૂર મળશે. પરંતુ તેના માટે જરૂરી છે તમારે કંઈક વાવવું.
હેપ્પી ગાર્ડનિંગ!!!!
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: અમદાવાદની આ મહિલાએ બાલ્કનીમાં ઉગાડ્યા 300 થી વધુ છોડ, 1000 લોકોને શીખવાડ્યું ગાર્ડનિંગ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.