Search Icon
Nav Arrow
Madhusudan
Madhusudan

આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી

વ્યવસાયે પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર આ અમદાવાદીના ઘરમાં જોવા મળશે પપૈયા, આંબળા, ગીલોડા, ગલકા સહિત 100 ઝાડ, છોડ અને વેલ

અમદાવાદમાં રહેતા મધુસુધન મેનન વ્યવસાયે એક પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર છે. તેમના પરિવારમાં ચાર વ્યક્તિ છે. તેઓ પોતાના શોખથી પોતાના ઘરની આસપાસ પડેલી ખાલી જગ્યામાં કિચન ગાર્ડનિંગ કરે છે. આ તેમનો શોખ છે અને તે માટે તેઓ ઘરે જ શાકભાજીની ખેતી કરે છે. તેમના ગાર્ડનમાં લગભગ 100 થી વધુ પ્લાન્ટ છે. તેઓ છેલ્લા 8-10 વર્ષથી કિચન ગાર્ડનિંગનું કામ કરે છે.

Kitchen Gardening

મધુસુધન મેનને અભ્યાસમાં બીએસસી, એમડીસી (માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન) તથા પીજીડીઈઈ (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન એનવાઈરોમેન્ટ એન્ડ ઈકોલોજી) તેમજ ટીએએલઈઈએમ (ટેક એન્ડ લર્ન એનવાઈરોમેન્ટ એડ્યુકેશન મોડ્યલ્સ) નો તેમને અભ્યાસ કરેલ છે. તેમણે બીજી પણ ઘણી બધી ડિગ્રી મેળવી છે. હાલ ANALA આઉટડોરમાં ડાયરેક્ટરના પદ પર છે. મધુસુધનભાઈએ ISRO અને IND માં પણ કામ કર્યું છે.

Terrace gardening

મધુસુદનભાઈ ઘરની આજુબાજુ પડેલી જગ્યામાં આ ઝાડ અને છોડનો ઉછેર કરે છે. તો સાથે-સાથે તેના વિકાસમાં ખૂબ જ મહત્વનું એવું ખાતર માટી વગેરેને ઘરે જ કંપોઝ કરે છે. તેઓ ગાર્ડનમાં નીચે પડેલ વધારાના સૂકા પાંદડાનો ઉપયોગ કરીને તેનું ઓર્ગેનિક ખાતર બનાવે છે. જેનાથી છોડનો વિકાસ તો ઝડપી બને જ છે, સાથે-સાથે તેમાં પૌષ્ટિક તત્વોનો પણ વધારો થાય છે.

તો જો કોઇ વાર છોડમાં જંતુ કે ઇયળ પડી જાય તો તેનું નિવારણ પર ઘરે જ ઓર્ગેનિક દવા બનાવી તેનો છંટકાવ કરીને કરે છે. તેમના કિચન ગાર્ડનિંગમાં તેમને ગલકા, ટીંડોળા, કોળા, તાંજો, મેથી, કોથમીર, પપૈયા, ચીકુ, આંબળા, સરગવો, પાલક વગેરે શાકભાજી જોવા મળશે. તો સાથે-સાથે સવાર-સાંજ ચકલી, કાબર વગેરે પક્ષીઓનો કલબલાટ પણ સાંભળવા મળશે, જે તમારા તન-મનને તૃપ્ત કરી દેશે.

organic gardening

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા મધુસુધન મેનનએ આગળ જણાવ્યું કે તેમના જ કિચન ગાર્ડનમાં આંબળાં અને હળદર બંને ઊગે છે, એટલે તેમણે આંબળાનું અથાણું પણ બનાવ્યું છે અને તેને હળદરમાં આથી સંપૂર્ણ પરિવાર સેવન કરે છે. જેમાં વિટામિન સી અને બીજાં પોષક તત્વો ભરપૂર હોય છે. એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પોતાના ગાર્ડનમાં ઉગાડેલ આ શાકભાજી તેમની ઘણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ચાર લોકો માટે પૂરતું છે. સવારે દરરોજ 2 કલાકનો સમય અને સાંજે 1 કલાકનો સમય ગાર્ડનિંગ માટે પણ આપે છે. એક-એક છોડને પ્રેમથી સવારે છે અને જાતે જ તેની સંભાળ રાખે છે. દિવસ દરમિયાન જ્યારે પણ થોડો-ઘણિ સમય મળે, તેઓ આ ઝાડ-છોડ પાસે પહોંચી જાય છે.

Home grown fruits

આ અંગે વધુમાં વાત કરતાં તેમણે કહ્યું, “આ ઝાડ-છોડ અને વેલા નાના બાળક જેવા હોય છે. તેમને ખૂબજ કાળજી અને પ્રેમની જરૂર હોય. જો તેમનું યોગ્ય રીતે સંવર્ધન કરવામાં આવે તો તમને પરિણામ પણ એટલું જ સારું મળે છે. બાળકોને નાનપણમાં સારા સંસ્કાર આપવામાં આવે તો જે રીતે તે મોટાં થાય એટલે તેમના વાણી-વર્તન અને જીવનમાં કૌશલ્ય જોવા મળે છે, એ જ રીતે ઝાડ-છોડનું યોગ્ય સંવર્ધન કરવામાં આવે તો તેઓ પણ તમને એટલાં જ સારાં ફળ-ફૂલ આપે છે.”

Madhusudan Menan

ધ બેટર ઈંડિયાને પોતાના અનુભવ શેર કરતા તેમણે જણાવ્યું કે, આ કામ કરવાથી મધુસુદનભાઈને સંતોષ અને શાંતિ મળે છે. છોડ સાથે સમય પસાર કરવાથી એક મેડિટેશન અને યોગમાં જેટલી શાંતિ મળે છે તેટલી શાંતિ તેમને મળે છે. બહારના શાકભજી કરતા ઘરે જ પોતાની નજર સામે દેખરેખમાં ઉગાડવામાં આવેલ શાકભાજીનો ટેસ્ટ બજારમાંથી લાવવામાં આવેલ શાકભાજી કરતા ઘણો અલગ પડે છે. મેહમાનો પણ ઘરે આવીને જ્યારે આ વસ્તુમાંથી બનાવેલ ભોજન કરે છે તો કહે છે કે, તમારા શાકભાજી ખૂબ જ મીઠા છે. જેના કારણે અમને પણ અમારી જે મેહનત છે તે ફળી હોય તેવું લાગે છે. સાથે જ એક વિશ્વાસ રહે છે કે, આ બધા શાકભાજી કોઈપણ પ્રકારની જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતરો રહિત છે.

Kitchen-Gardening

મધુસુદનભાઇ ઘણી સમાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પોતાના સંસ્થાઓ પણ ચલાવે છે. જેમાં તેઓ લોકોને પર્યાવરણ અને ઓર્ગેનિક પ્લાન્ટિંગ કરવા તરફ પ્રેરણા આપે છે. જેથી આપણી આગામી પેઢી રસાયણોમુક્ત પૌષ્ટિક ખોરાક લઈ શકે.

મધુસુદનભાઈ તેમના ઘરમાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે અવાર-નવાર ગૃપ અને સામાજીક પ્રસંગે લોકોને ગાર્ડનિંગની ટિપ્સ પણ આપે છે. જો તમે પણ મધુસુદનભાઈ પાસેથી શીખવા ઇચ્છતા હોય તો તેમની વેબસાઈટ http://madhumenon.in/, https://www.analaoutdoors.com/ અને http://decodemediacom.com/ પર જઈ શકો છો.

આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon