Placeholder canvas

ઓછી આવકવાળા લોકો માટે શરૂ કર્યો Cold Drinks Business, માત્ર 10 રૂપિયા કિંમત રાખી અને 35 કરોડ રૂપિયા કમાયા

ઓછી આવકવાળા લોકો માટે શરૂ કર્યો Cold Drinks Business, માત્ર 10 રૂપિયા કિંમત રાખી અને 35 કરોડ રૂપિયા કમાયા

આ દંપતિએ ‘TABP Snacks and Beverages’ નામના Snacks And Cold Drinks Business શરૂઆત કરી, સ્નેક અને કોલ્ડ ડ્રિન્ક માત્ર 5 અને 10 રૂપિયામાં વેચી રહ્યા છે.

‘The Fortune at the Bottom of the Pyramid’ (2004) બૂકમાં મિશિગન વિશ્વવિદ્યાલયના બિઝનેસ સ્કૂલના પ્રોફેસરે સીકે પ્રહલાદે બજારમાં નફો ઊભો કરવા માટે ગ્રામિણ અને પછાત વર્ગના લોકો માટે ખરીદવાની ક્ષમતા વધારી ગરીબી દૂર કરવાની વાત કરી છે. આવા સમુદાયની માસિક આવક ખૂબ જ ઓછી છે, તેમની ખરીદી ક્ષમતા કેવી રીતે વધારી શકાય? તેનો જવાબ જાણવા માટે તમે આ બૂક વાંચી શકો છો. તો, ‘TABP Snacks and Beverages’ના કો-ફાઉન્ડર પ્રભુ ગાંધીકુમાર પણ તમને આ સવાલનો જવાબ આપી રહ્યા છે. કોયમ્બતૂર, તામિલનાડુ સ્થિત તેમની પાંચ વર્ષ જૂની કંપની ‘TABP Snacks and Beverages’ માત્ર 5 રૂપિયામાં નાસ્તો અને 10 રૂપિયામાં કોલ્ડ ડ્રિન્ક વેચી રહી છે. (Snacks And Cold Drinks Business) તેમના મુખ્ય ગ્રાહક પછાત અને ગ્રામિણ સમુદાયના લોકો છે. ગયા વર્ષે આ કંપનીએ 35.5 કરોડ રૂપિયા કમાયા હતા, જે વર્ષ 2017ની કમાણી કરતાં 350 ટકા વધારે છે.

તેમની પ્રોડક્ટ કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને તેલંગાણાની સ્થાનિક દુકાનો, પેટ્રોલ પંપ અને સુપર માર્કેટમાં ખરીદી શકાય છે. ધીરે-ધીરે આ કંપની પોતાનો બિઝનેસ (Snacks And Cold Drinks Business) ઓડિશામાં પણ વધારી રહી છે અને ભવિષ્યમાં મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પોતાની પ્રોડક્ટ વેચવાની તૈયારી કરી રહી છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતી વખતે પ્રભુએ જણાવ્યું કે, ‘‘કોઈ પણ બિઝનેસને સફળ બનાવવા માટે તમારે ગ્રાહકની જરૂરિયાતને સમજવી પડશે. જ્યાં સુધી તમને સાચુ બિઝનેસ મોડેલ મળતું નથી, ત્યાં સુધી તમારે નુકસાન માટે તૈયાર રહેવું પડશે. ક્યારેક આ પ્રકિયા મોંઘી અને થાક લાગે તેવી પણ હોય છે, પણ જ્યારે તમે 40 કરોડ ગ્રાહકો માટે કામ કરી રહ્યા છો જે આખા અમેરિકાની વસ્તી બરબર છે ત્યારે તમારે નફો કમાવવા માટે મોટું ઉત્પાદન કરવું પડશે. અમારી કોલ્ડ ડ્રિન્ક્સની ઉત્પાદન ક્ષમતા 1200 બોટલ પ્રતિ મિનિટ છે. આ મુજબ અમે દર વર્ષે લગભગ 2.4 કરોડ બોટલ બનાવીએ છીએ.’’

Snacks And Cold Drinks Businessની શરૂઆત
પ્રભુ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને તે એક વેપારી પરિવારથી છે. તેમણે પહેલાંથી જ પરિવારના બિઝનેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો, પણ પરિવારનો બિઝનેસ સંભાળ્યા પહેલાં તેમણે અનુભવ માટે એક ખાનગી ફર્મમાં રિટેલ કન્સલ્ટન્ટ તરીકે કામ પણ કર્યું છે. તે છ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા અને વર્ષ 2012માં પોતાના પિતા સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતાં.

શરૂઆતમાં પ્રભુ તેમના કામથી ખુશ નહોતા, એટલે તેમણે FMCG ઇન્ડસ્ટ્રી સહિત અન્ય ક્ષેત્રોમાં નવા અવસરની શોધ કરવા માટે વિચાર્યું નથી. એક દિવસ મંદિરમાં થયેલી એક ઘટનાથી તેમણે (Snacks And Cold Drinks Business)નો આઈડિયા મળ્યો હતો.

તે કહે છે કે, ‘‘મેં અમેરિકામાં જોયું છે કે, લોકો પેક્ડ ફૂડ વધારે ઉપયોગ કરે છે અને તેનાથી રિટેલ ફૂડનું ભવિષ્ય સારું છે. તે દિવસોમાં પેક્ડ ફૂડનું બજાર ભારતમાં ધીરે-ધીરે વધી રહ્યું હતું. કેમ કે, મોટાભાગના સ્નેક સાથે જોડાયેલાં સ્ટાર્ટઅપ માત્ર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના લોકો માટે જ કામ કરી રહ્યા હતાં. એટલે મારા મનમાં આ ક્ષેત્ર માટે વિચાર આવ્યો.’’

તેમણે જણાવ્યું તે, ‘‘એક દિવસ હું કોયમ્બતૂરના એક ગામમાં નાના બાળકોને રમતાં-રમતાં કોલ્ડ ડ્રિન્ક ખરીદતાં જોયા. આ પછી તે પોતાના ફ્રેન્ડ સાથે મળીને કોલ્ડ ડ્રિન્ક પીવા લાગ્યા. મેં જોયું કે, તેને કોલ્ડ ડ્રિન્કની બોટલને એવી રીત પકડી હતી કે, જેમ કે કોઈ સ્ટેટસ સિમ્બોલ હોય. મેં અનુભવ્યું કે ગામડાના પછાત સમુદાયના લોકો, જે દરરોજ માત્ર 100 રૂપિયા કમાઈ શકે છે, તે 30થી વધારે કિંમતવાળી કોલ્ડ ડ્રિન્ક ખરીદી શકશે નહીં. જોકે, તે પણ આવી વસ્તુ ખરીદવા માગે છે.’’

પ્રભુ અને તેમની પત્ની વૃંદ વિજયાકુમારે ગ્રાઉન્ડ સ્તર પર ઘણાં રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે ગામડામાં ગરમી દરમિયાન દૈનિક મજૂર આવી કોલ્ડ ડ્રિન્ક પીવાનું ખૂબ જ પસંદ કરે છે, પણ કિંમત વધારે હોવાને લીધે તે પોતાની ઇચ્છા પુરી કરી શકતા નથી. આ સાથે જ દંપતિએ ગામડાના ગ્રાહકોનો સ્વાદ પણ વિશેષ ધ્યાનમાં રાખ્યો અને જાણવા મળ્યું કે, તેમને જીરા ફ્લેવરવાળી કોલ્ડ ડ્રિન્ક્સ વધારે પસંદ છે.

વર્ષ 2016માં આ દંપતિએ 10 રૂપિયાની કિંમતમાં કેરી અને સફરજનનું જ્યૂસ ‘Plunge’ નામથી બજારમાં ઉતાર્યું હતું. આ પછીના વર્ષે તેમણે સંતરા, કોલા, જીરા, લીંબુ અને સફેદ લિંબુના ફ્લેવરના કાર્બોનેટેડ ડ્રિન્ક્સ પણ વેચવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી તેમણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ડાયલ કોડ 91 પરથી પ્રેરણા લઈ ‘સ્નેક 91’ લોન્ચ કર્યું. જેમાં ટેન્ગી ટમેટો, ફ્રાયમ્સ પાસ્તા, મેજિક મસાલા અને ચોકો ફ્લેક્સ સહિતના કેટલાક ફ્લેવર સામેલ છે. આ દરેક 100 ગ્રામના સ્નેક પેકેટની કિંમત માત્ર 5 રૂપિયા છે.

Tanvi Foods

ગ્રાહકોની જરૂરિયાતનું ધ્યાન
જોકે, ‘TABP Snacks and Beverages’ના કોલ્ડ ડ્રિન્ક્સ અને સ્નેકની કિંમત ઓછી છે, છતાં કંપનીના પેકેજિંગ અને ગુણવત્તાની બાબતમાં કોઈ કમી નથી આવી. તેમનું પેકેજિંગ, કોઈ પણ બીજી મલ્ટીનેશનલ કંપનીની બ્રાન્ડ જેવું જ છે. સાથે જ, કંપનીનું વેચાણ વધારવા માટે લોકલ ડિસ્ટ્રીબ્યૂટર્સને પોતાની સાથે સામેલ કર્યાં છે. જેને લીધે ગ્રાહકોની સીધી પ્રતિક્રિયા હાંસલ કરવામાં મદદ થઈ શકે છે.

વૃંદા કહે છે કે, ‘‘લોકલ ડિસ્ટ્રીબ્યૂટર્સ સામે લોકો અમારી દરેક વસ્તુની જબરદસ્ત આલોચના અથવા પ્રસંશા કરી શકે છે. જેને લીધે અમને તેમની જરૂરિયાત સમજવામાં મદદ મળે છે. ઉદાહરણ માટે અમે ડિસ્ટ્રિબ્યૂટર્સના માધ્યમથી જાણ્યું કે ગામના ઘણાં લોકો તમાકૂ ખાય છે. તમાકુ ખાવાને લીધે તેમની જીભ સુન્ન પડી જાય છે. જેને લીધે તે વધારે નમકીન, મસાલેદાર સ્નેક અને વધારે મીઠા કોલ્ડ ડ્રિન્કસ ખૂબ જ પસંદ કરે છે. એટલે અમે ડ્રિન્ક્સને વધારે મીઠા અને સ્નેકને વધારે મસાલેદાર બનાવ્યા. અમે જોયું કે ઘણાં ગ્રાહક આ વસ્તુને જોઈને તેને વધારે ખરીદવાનો પ્રયત્ન કરે છે. એટલે અમે ધ્યાન આપીએ છીએ કે, સ્નેક્સ દરેક દુકાનમાં સરળતાથી દેખાય. જેને લીધે અમારે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા અથવા બીજી કોઈ જગ્યાએ વધારે રૂપિયા ખરચવાની જરૂર પડતી નથી. આ કંપનીને આગળ વધારવા માટે માત્ર 86 લોકોની એક નાની ટીમની મહેનત સામેલ છે.’’

અત્યારે, આ કંપની 700 ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે મળીને કામ કરી રહી છે. સાથે જ તેમની પ્રોડક્ટ્સને લગભગ 1,19,000 દુકાનોમાં વેચાઈ રહી છે. કંપની પાસે ક્લાઉડ આધારિત ERP (Enterprise Resource Planning) સિસ્ટમ પણ છે. જેને ‘ERP Genie’ કહેવામાં આવે છે. જે ગ્રાહકોને ખરીદીની રીત અને માગનું વિશ્લેષણ કરે છે. સાથે જ લોજિસ્ટિક્સ અને ઓર્ડરને પણ ટ્રેક કરે છે. લગ્નની સિઝનમાં કોલ્ડ ડ્રિન્ક્સની વધારે માગને માપવા માટે પણ, કંપની આ ટેક્નિકની મદદ લે છે. સાથે જ કેટરર્સની મદદથી આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં પણ કોલ્ડ ડ્રિન્ક્સની સપ્લાય કરવામાં આવી છે.

કંપનીને ‘ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રધિકરણ’ (FSSAI)થી માન્યતા મળી છે. તામિલનાડુમાં કંપનીના છ કારખાના છે. જે એક હજાર લીટરની બેચમાં કોલ્ડ ડ્રિન્ક્સ તૈયાર કરે છે. જેમાં જીરા મસાલા, પનીર સોડા, કોલા સહિતના ફ્લેવર્સ સામેલ છે.

આગામી ચાર વર્ષમાં આ દંપતિ પોતાની દરેક પ્રોડક્ટ્સને પાંચ લાખ દુકાનો સુધી પહોંચાડવા માટે 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તે બાજરી, જુવાર સહિતના અનાજમાંથી બનેલી ઘણી હેલ્ધી પ્રોડક્ટ જેવી કે, સિરિયલ્સ, ચોકો ફ્લેક્સ અને મ્યૂસલી સહિતની વસ્તુને બજારમાં ઉતારવાની યોજના બનાવી રહ્યા છે.

‘TABP Snacks and Beverages’ નાસ્તા અને કોલ્ડ ડ્રિક્સ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

મૂળ લેખ: ગોપી કરેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: MBA બાદ નોકરી છોડી ગુણવત્તાયુક્ત મધ જાતે બનાવી દેશ-વિદેશના ગ્રાહકોને પહોંચાડે છે સૌરાષ્ટ્રનો આ યુવાન, કમાણી લાખોમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X