Placeholder canvas

પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર

પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર

2 એકરમાં ફેલાયેલ આ ઘર અનુભૂતિ કરાવે છે સ્વર્ગ સમાન. સુવિધાઓ આધુનિક પણ સ્વિમિંગ પૂલનું એક ટીંપુ પાણી પણ નથી થતું વેસ્ટ, તેમાંથી ઊગે છે, ફળ, શાકભાજી અને અનાજ. વિજળી સોલાર પેનલથી તો વરસાદના પાણીનો જ ઉપયોગ થાય છે વર્ષ દરમિયાન. ચારેય બાજુ હવાઉજાસ અને ઝરણાં જેવી વ્યવસ્થાથી રહે છે ઠંડક.

શહેરની ભાગદોડથી થાકીને ગૃહનગર પાછા ફરેલ અને અત્યારે પોતાનાં સપનાંના જીવનને માણી રહેલ 66 વર્ષીય વિઠ્ઠલ ડુપારે કહે છે, “સસ્ટેનિબિલિટીની શરૂઆત થાય છે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાથી અને હેલ્ધી લાઈફસ્ટાઇલ જીવવાથી તે સાર્થક થઈ જાય છે.”

મુંબઈથી માંડ બે કલાકના અંતરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા ગામનું હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું તેમનું ઘર એકદમ અજાયબી બરાબર જ છે. બહારથી જોતાં કદાચ તમને આ ઘર સામાન્ય લાગે પરંતુ ઘરની અંદરની ફ્રી-ફ્લોઈંગ ડિઝાઇનથી આર્કિટેક અને લેન્ડસ્કેપના અનોખી ભાત ઊભરી આવે છે.

આઈ સ્ટૂડિયો આર્કિટેક્ચરના ત્રણ આર્કિટેક્ટ્સની એક ટીમે આ ઘર બનાવ્યું હતું. બ્રિક હાઉસ નામનો આ પ્રોજેક્ટ 2011 માં શરૂ થયો અને 2014 માં પૂરો થયો.

તેમાંના એક આર્કિટેક્ટ હતા પશાંત ડુપારે, જેમણે આ ઘર ડિઝાઇન કરવામાં મહત્વનો રોલ રદા કર્યો હતો.પરંતુ તેમના ગત પ્રોજેક્ટની તુલનામાં આ પ્રોજેક્ટ તેમની વધારે નજીક અને વ્યક્તિગત હતો, કારણકે આ તેમના માતા-પિતાને સમર્પિત હતો.

Sustainable Home

પ્રશાંત કહે છે, “મારા માતા-પિતાએ આ ગામમાં જ તેમનું બાળપણ પસાર કર્યું હતું અને હંમેશાં તેને યાદ કરતા હતા. મુંબઈમાં રહેતી વખતે પણ તેઓ સતત પ્રકૃતિની નજીક રહેવાની વાતો કરતા હતા. તેમનાં સપનાં પૂરાં કરવા માટે હું કઈંક એવી રીતે ઘર ડિઝાઇન બનાવવા ઈચ્છતો હતો, જેમાં પ્રકૃતિની નિકટ હોવાનો અનુભવ થાય. બસ એ જ સિદ્ધાંતના આધારે મેં તેનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો.”

પ્રશાંત બ્રિટિશ-ભારતીય આર્કિટેક્ટ લૉરી બેકર અને નારી ગાંધીથી પ્રેરિત છે.

ફ્રી-ફ્લોઈંગ આર્કિટેક્ચર
ઘરની બનાવટ પાછળનો મુખ્ય હેતુ તેમાં પ્રાકૃતિક પરિવેશને મહત્વ આપવાનો હતો. ફ્રી-ફ્લોઈંગ ડિઝાઇન, ઘુમાવદાર અને ગોળ દિવાલ, ખુલ્લી જગ્યા અને કાણાંવાળી દિવાલોના કારણે ઘરની અંદર પૂરતા પ્રમાણમાં રોશની અને હવા બંને પહોંચે છે.

આ સિવાય ઘરના નિર્માણમાં સસ્ટેનેબલ અને સ્થાનિક નિર્માણ સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ પણે તો નહીં, પરંતુ મહદ અંશે બ્લેક બેસાલ્ટ પત્થર, ઈંટ, લાકડાં અને કડપ્પા વાંસમાંથી બનાવેલ છે. આ બધી જ જૈવિક સામગ્રી છે. જોકે ઘરની મજબૂતીને ધ્યાનમાં રાખવા માટે માત્ર કેટલીક જગ્યાઓ પર જ કૉંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Sustainable Living

પ્રશાંત જણાવે છે કે, ઓછા ખર્ચમાં ઘર બનાવવામાં અને તેના નિર્માણ દરમિયાન પ્રકૃતિને બચાવવા માટે કાચા સામાનનો જ ઉપયોગ કર્યો.

પ્રશાંત કહે છે, “આ ઘર સામાન્ય ઘરોની જેમ બંધ નથી, પરંતુ લગભગ દરેક બાજુથી ખુલ્લુ અને હવા-ઉજાસવાળું છે. ઘરની અંદર અને બહાર બંનેબાજુનો નજારો પ્રાકૃતિક છે. અમે ઈંટ અને પત્થરની દિવાલો પર કોઈપણ પ્રકારનું પ્લાસ્ટર નથી કર્યું. તેની જગ્યાe સુંદરતા વધારવા માટે કાચા પ્રાકૃતિક સામાનને પ્રાધ્યાન્ય આપ્યું છે. સાથે-સાથે ઈમર્સિવ ઑર્ગેનિક આર્કિટેક્ચર પણ અમારું બહુ મોટું લક્ષ્ય હતું, જે આ ઘરમાં જોવા મળે છે.”

આ સામગ્રીના કારણે માત્ર 20 લાખમાં આ ભવ્ય ઘર બની ગયું, જેમાં સૌર પેનલનો પણ સમાવેશ થાય છે. જેથી ઘરમાં વપરાતી વિજળી માટે પણ લાઈટબિલ આવતું નથી. આ ઉપરાંત સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાના કારણે અંદર વધારે લાઈટ્સ અને એસીની પણ જરૂર નથી પડી.

Sustainable living

પ્રશાંત કહે છે, “અમે ઘણી નિર્માણ પ્રક્રિયાઓનો અખતરો કર્યો, જેમ કે, સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ભાગ સૌથી વધારે ગરમ રહે છે, કારણકે અહીં સૌથી વધારે તડકો હોય છે, એટલે અમે નક્કી કર્યું કે, દક્ષિણ-પશ્ચિમ ભાગ ઘરના બાકીના ભાગ કરતાં ઊંચો રહેશે, જે ઘરના બાકીના ભાગને ગરમીથી બચાવી રાખે. ક્રોસ વેન્ટિલેશન મારફતે ઘણી બધી બારીઓ અને ખુલ્લી જગ્યાઓ પર અમે રેપ-ટ્રેપ બૉન્ડ નામની એક રસપ્રદ બ્રિકવર્ક ટેક્નોકનો ઉપયોગ કર્યો, જેમાં ઈંટોને સીધી ની જગ્યાએ લંબાઈમાં રાખવામાં આવી, જેથી બે ઈંટો વચ્ચે ગેપ રાખવામાં આવી અને દિવાલની અંદર કેવિટી રહે. આ કેવિટી બહારની ગરમીને અંદર આવતી રોકે છે.”

એટલું જ નહીં, છત માટે પણ માટીનાં નળીયાં અને માટીનાં સ્થાનિક વાસણોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સુંદર ડિઝાઇન આપવામાં આવી છે. તેને સપોર્ટ માટે છતના નીચેના ભાગમાં લગાવવામાં આવ્યું છે, જેથી કોંક્રિટનો ઉપયોગ ઓછો થાય.

સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ
ઘરના અંદરના ઈન્ટિરિયરને પણ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે કે, ઘણી જગ્યાએ આરામનો અને હળવાશનો અનુભવ થાય. તેમનું કહેવું છે કે, આ પેસિવ ડિઝાઇન ટેક્નોલૉજીનો ભાગ છે, જેમાં એનર્જી અને પૈસાની બચત થાય છે અને તેનાથી પર્યાવરણને પણ ફાયદો મળે છે.

Rain water harvesting

ઘરની વચ્ચે ખુલ્લું આંગણ, એટલે કે ચૉક પણ આ ટેક્નોકનું જ એક ઉદાહરણ છે. મહારાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ પારંપારિક વાસ્તુકલા પ્રેરિત ઘર જોવા મળે છે, જેનાથી ઘરમાં રોશની આવે છે. પરિવારને બેસવા માટે આ જગ્યા બહુ સારી જગ્યા રહે છે.

આ માટે, પ્રશાંતે આંગણના ખૂણામાં એક શેડેડ વૉટરબૉડી લગાવી છે, જેમાં ઠંડુ પાણી વહેતુ રહે છે. આનાથી ઘરનું સૌંદર્ય તો વધે જ છે, સાથે-સાથે ઘર ઠંડુ પણ રહે છે.

આ સિવાય, કલર્ડ ઑક્સાઈડના કૉમ્બિનેશન સાથે ઈન્ડીયાન પેટન્ટ સ્ટોન (IPS) ફ્લોરિંગનો ઉપયોગ ઘરના ઈન્ટિરિયરની શોભા વધારી દે છે.

“અમે ફર્શ માટે ઘણા રંગીન ઑક્સાઈડનો ઉપયોગ કર્યો છે, જેથી ઘરમાં લાલ અએ ભૂરા રંગના ડોમિનેટિંગ મોનોક્રોમ ટેક્સચરને તોડી શકાય. જેમ કે, એક બેડરૂમમાં પીળું આઈપીએસ ફ્લોરિંગ, જ્યારે કિચરનો ફર્શ લીલો છે. બીજા બેડરૂમનો ફર્શ નીલો છે. લિવિંગ રૂમનો ખર્શ નીલો અને પીળા ઑક્સાઇડ ફ્લોરિંગનું કૉમ્બિનેશન છે.”

Grow your own food

ઓછા ખર્ચમાં પ્રોજેક્ટને પૂરો કરવા માટે વાસ્તુકારોએ માત્ર બીમ અને સ્તંભો માટે જ લાકડાનો ઉપયોગ કર્યો છે. આ સિવાય તેમણે પર્યાવરણના અનુકૂળ બધી જ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્તંભો સ્થાનિક સૂકા લાકડાની ડાળીઓમાંથી બનેલ છે. બેડ, સીટિંગ અને કિચન સ્લેમ જેવા ફર્નિચર ફેરો-સીમેન્ટથી બનેલ છે.

2500 વર્ગ ફુટમાં ફેલાયેલ આ ક્ષેત્રમાં બનેલ 2 માળના ઘરમાં પહેલા માળ પર એક બેડરૂમ અને ગ્રાઉન્ડફ્લોર પર કિચનની સાથે બે બેડરૂમ, આંગણ અને લિવિંગ રૂમ છે. અને બધા જ ઓરડા ગોળ ઘુમાવદાર દિવાલોની પાછળ બનેલ છે, જેનાથી હાળવાશનો અનુભવ થાય છે.

પરંતુ આ ઘરનું સસ્ટેનિબિલિટી ફેક્ટર માત્ર અહીં ખતમ નથી થતું. 2 એકડની જમીન પર નિર્મિત બ્રિક હાઉસમાં 800 વર્ગફુટમાં માત્ર ઈંટ અને કોંક્રીટની દિવાલો વાળો એક સ્વિમિંગપૂલ તો છે જ, સાથે-સાથે અહીં સંપૂર્ણ રીતે ઑર્ગેનિક ખેતર પણ છે, જ્યાં વિઠ્ઠલ દપારે અને તેમનો પરિવાર ચોખા, ફળ અને ઘણા પ્રકારનાં શાકભાજી ઉગાડે છે.

વિઠ્ઠલ દપારે કહે છે, “શાકભાજી અને ફળોના બગીચાની વચ્ચેના અનાજની ફસલ જોઈ મને ખૂબજ ખુશી મળે છે. મને ખુશી છે કે, મારા દીકરાએ મારા રહેવા માટે આ નાનકડું સ્વર્ગ બનાવી દીધું.”

Organic farming

ઘરમાં સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ થાય છે અને રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે. જેથી વરસાદ સમયે પાણીને ફિલ્ટર કરી મોટા ટાંકામાં સ્ટોર કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે.

હોમ કંપોસ્ટિંગ
ઘરમાંથી નીકળતા ભીના કચરા અને બગીચાના પાનમાંથી કંપોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ગાર્ડનિંગ માટે કરવામાં આવે છે.

સ્વિમિંગ પૂલનું પાણી સંપૂર્ણપણે ક્લોરિન ફ્રી છે અને તેની પાઈપ સીધી બગીચા સાથે જોડવામાં આવી છે. જેથી સ્વિમિંગ પૂલની સફાઈ દરમિયાન એક ટીંપા પણ પાણીનો બગાડ ન થાય.

ગ્રામીણ અનુભવને પ્રોત્સાહન આપવું
સ્થાયી જીવન જીવવા માટે માતા-પિતાનાના પ્રયત્નિ દ્વારા પ્રશાંતે એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિક કરવાનું વિચાર્યું અને 2017 માં પોતાનું વેંચર અર્થબાઉન્ડ ગેજવેટ શરૂ કર્યું. 2018 માં આઈસ્ટૂડિયો આર્કિટેક્ચરના બંધ થાયા બાદ તરત જ તેમણે પર્યાવરણને અનુકૂળ આર્કિટેક્ચરલ પ્રોજેક્ટ્સ પર ફોકસ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ગ્રામીણ પર્યટન મારફતે સસ્ટેનેબલ લાઈફસ્ટાઇલને પ્રોત્સાહન આપ્યું.

આ અંગે પ્રશાંત કહે છે, “જ્યારે અમે વેચાણ માટે ઘર બનાવ્યું ત્યારે વીકેન્ડમાં રહેવા માટે અમને ઘણી રિક્વેસ્ટ મળવા લાગી. એટલે મેં 2017 માં Airnb સાથે જોડવાનું વિચાર્યું. અર્થબાઉન્ડ ગેટવે અંતર્ગત આ રીતે એક બીજા હોમ સ્ટેનું પણ નિર્માણ કર્યું, જે ઘરથી માત્ર પાંચ જ મિનિટ દૂર છે. આ એક પર્વત પર પાંચ એકરમાં ફેલાયેલ છે. આ 100% પ્રાકૃતિક સામગ્રીથી બનેલ એક કોબ હાઉસ છે. જેનાથી આપણને વાસ્તુકળા ક્ષેત્રમાં વધુ આગળ સકારાત્મકતા તરફ વધવામાં મદદ મળે છે.”

મૂળ લેખ: અનન્યા બરૂઆ

આ પણ વાંચો: વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X