1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!

1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!

જે વ્યક્તિએ જીવનના ત્રણ દાયકા ઝાડ વાવવામાં પસાર કર્યા, તેમના અગ્નિસંસ્કારમાં ન વાપર્યું એક લાકડું પણ

પોતાના જીવન દરમિયાન એક કરોડ ઝાડ વાવનાર અને 2,500 ચેકડેમ બનાવવી દેશભરમાં જાણીતા બનેલ ગરવા ગુજરાતી એવા પ્રેમજી પટેલ હવે આપણી વચ્ચે નથી. રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્રના વેરાન વિસ્તારને તેમણે હરિયાળા જંગલમાં ફેરવ્યો એવા પ્રેમજી પટેલ નહોંતા ઇચ્છતા કે, તેમના મૃત્યુ બાદ તેમના અગ્નિસંસ્કારમાં એકપણ લાકડાનો ઉપયોગ કરવામાં ન આવે. 25 ડિસેમ્બર, 2020, શુક્રવારના રોજ પ્રેમજી પટેલનું અવસાન થયું અને તેમની આ ઇચ્છાનું તેમના પરિવાર દ્વારા માન રાખવામાં આવ્યું. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, વેરાન વગડાને નંદનવનમાં ફેરવનાર પ્રેમજી પટેલના જીવનની જર્ની વિશે, જેમણે વિશાળ જંગલો તો બનાવ્યાં જ છે, સાથે-સાથે ખેડૂતોના પાક નિષ્ફળ ન જાય એ માટે સેકડો ચેકડેમ બનાવ્યા અને તેમના કુવા પણ ફરીથી ફરવામાં મદદ કરી.

પ્રેમજી પટેલની યાદોમાં હંમેશાં તેમનું ગુજરાતનું ઘર જ રહ્યું. મુંબઈમાં સારો વ્યવસાય કરતા હોવા છતાં તેમને અહીંની ગગનચૂંબી ઈમારતો, ભાગદોડવાળું જીવન અને પૈસા કમાવાની હોડવાળું જીવન તેમને પસંદ ન પડ્યું. શહેરનું આ જીવન તેમને ફાવતું નહોંતુ.

Premji Patel

ઘણીવાર કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આપણને પ્રેરણાની જરૂર હોય છે અને પ્રેમજીભાઇને આ પ્રેરણા મળે એક ગોવાળ પાસેથી. તેમણે એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, કેવી રીતે એક ગોવાળે અજાણતાં વાવેલ બીજોથી એક વેરાન પડેલ જમીનને હર્યા-ભર્યા જંગલમાં ફેરવી દીધી!

દૂર દેશની આ કહાનીએ પ્રેમજી પટેલના જીવનની દિશા બદલી નાખી. કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે, મુંબઈના વ્યસ્ત જીવનમાં ડૂબેલ આ બિઝનેસમેન ગુજરાતના રાજકોટ, ગોંડલ અને મગરોલ જિલ્લાઓને ઘાટ જંગલોમાં ફેરવી આખા દેશમાં જાણીતા બનશે.

Save environment

વર્ષ 1967 માં પ્રેમજી પટેલને આ ગોવાળવાળું પુસ્તક તેમના પુત્રએ ભેટમાં આપ્યું હતું. બીજીવાર તેઓ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે આસપાસના વડીલો પાસેથી એ જગ્યાનાં જીવ-જંતુઓ અને ઝાડ-છોડ અંગે માહિતી લીધી. તેમને એ જાણીને ખૂબજ આશ્ચર્ય થયું કે, તેઓ પહેલાંથી જ જે જગ્યાએ વેરાન ઉજ્જડ જમીન માનતા હતા તે જમીન એક સમયે હર્યુંભર્યું જંગલ હતી. આ હર્યાં-ભર્યાં જંગલ ગીરથી દ્વારકા સુધી 285 કિમી સુધી ફેલાયેલાં હતાં.

બીજોથી શરૂ થઈ હર્યાં-ભર્યાં જંગલની સફર:
88 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલ પ્રેમજી પટેલ અંગે વાત કરતાં યશોધર દીક્ષિતે કહ્યું, “બાપુજીને થોડાં પાનાંનું આ નાનકડું પુસ્તક તો યાદ ન રહ્યું, પરંતુ તેનો સબક બહુ સારી રીતે યાદ રહી ગયો. તેમણે બીજ ભેગાં કરવાનાં શરૂ કર્યાં અને આખા ભારતમાં બીજ સંરક્ષકો અને વિતરકોનું એક સંઘ બનાવ્યું.” વર્ષ 2010ના અંત સુધીમાં પ્રેમજી પટેલે ગુજરાતના રાજકોટ, ગોંડલ અને માંગરોલ જિલ્લામાં વિવિધ પ્રકારનાં લગભગ 550 બીજ ખડકી દીધાં.

Forest

ધ બેટર ઈન્ડિયાને યશોધરે જણાવ્યું, “વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા તેમણે લગભગ એક કરોડ ઝાડ વાવ્યાં અને તેમના આ મહાન કાર્ય બદલ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ તેમનાં વખાણ કર્યાં હતાં.

પ્રેમજી પટેલે ઘણી ઉપલબ્ધિઓ મેળવી અને તેની શરૂઆત તેમણે એક સરળ રીતથી કરી હતી. દરેક ઘરમાં એક મંદિર હોય છે અને ત્યાં ભક્તોની અવરજવર હોય છે. તેમણે આ મંદિરોની આસપાસ ઝાડ ઉગાડવાનાં શરૂ કર્યાં, જેથી અહીંથી ઝાડ કપાવાની શક્યતા પણ બહુ ઓછી હોય. તેમણે એજ બીજ ખરીદવા અને વાવવા એક માણસ પણ રાખ્યો. આમાં સમય તો લાગ્યો પરંતુ તેમનો આ પ્રયોગ સફળ રહ્યો.

APJ Abdul Kalam

જેવું તેમને લાગ્યું કે, તેમની મહેનત રંગ લાવવા લાગી છે, તેમણે બીજું પગલું લીધં.

થોડા જ સમયમાં તેમણે બીજ સંગ્રહકો, ખરીદદારો અને વ્યાપારીઓ વચ્ચે એક નેટવર્ક બનાવ્યું હતું. તેઓ સારી રીતે જાણતા હતા કે, આમાંથી થોડાં-ઘણાં બીજ પણ બચી જાય અને તેમાંથી ઝાડ ઊગી જશે તો, જમીનનો ઘણો મોટો ભાગ હર્યો-ભર્યો બની શકે છે.

પ્રેમજી પટેલે 1968 માં શરૂ કરેલ વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટ (VPST) ના રેકોર્ડ અનુસાર તેમણે અલગ-અલગ પ્રકારનાં 550 બીજ, જેમકે પ્રોસોપિસમ જૂલીફ્લોરાનાં ઝાડ અને સ્થાનિક ઝાડ જેમકે, ઘાસનાં બીજ, કરંજ, લીમડો, પલાશ વગેરેનાં બીજ ભેગાં કર્યાં. પ્રેમજી પટેલે તેમના જીવનના ત્રણ દશકા ઝાડ વાવવામાં અને તેમની દેખભાળ કરવામાં સમર્પિત કરી દીધાં.

જોકે, તેમની નજર વિશાળ ઝાડ પર હતી, જેમને મોટાં કરવામાં તેમણે તેમના જીવનને પણ લાંબુ કર્યું. તેમના જીવનનો હેતું માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જ હરિયાળી વધારવાનો નહોંતો, તેઓ સ્થાનિક ખેડૂતોની પાણીની સમસ્યા પણ ઘટાડવા ઇચ્છતા હતા.

Gujarat government

વીપીએસટીના ટ્રસ્ટી દીક્ષિતના જણાવ્યા અનુસાર, “ઝાડની સાથે-સાથે અમે કુવાઓને ફરીથી ભરવાનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો અને આ માટે ખેડૂતોને સીમેન્ટની પાઇપ પણ આપી, જેથી તેઓ કુવાઓમાંથી ખેતર સુધી પાણી લાવી શકે. ગુજરાત સરકારે વૃક્ષ પ્રેમના પરામર્શથી ચેક ડેમનો પ્રોગ્રામ શરૂ કર્યો અને અત્યાર સુધીમાં અમે સૌરાષ્ટ્રની આસમાસ 2500 કરતાં વધારે ચેકડેમ બનાવ્યા છે.”

રાજકોટને બનાવ્યું હરિયાળું:
પાણીની કિંમત એક ખેડૂત કરતાં વધુ ભાગ્યે જ કોઇ સમજી શકે. ચોમાસુ એક મહિનો મોડું કે વહેલું આવે તો, ખેડૂતોને બહુ મોટું નુકસાન થતું હોય છે. વરસાદ વધુ કે ઓછો પડે તો પણ તેમની આખા વર્ષની મહેનત એળે જાય છે. જેના કારણે તેમને આખુ વર્ષ બચત પર જ પસાર કરવું પડે છે. અને જો ધીરે-ધીરે વરસાદનો દર ઘટવા લાગે તો, ગરીબ ખેડૂતોની આર્થિક વ્યવસ્થા હાલકડોલક થઈ જાય છે.

સૂકી જમીન, વાદળોની રાહ જોવી અને આસમાન સામે જોઇ પોતાના અંતિમ શ્વાસ લઈ રહેલ પાક, ઘણા ખેડૂતોને આ સમસ્યાઓનો હલ ન મળે એટલે તેમાંથી બહાર નીકળવા ઘાતક પગલાં પણ લઈ લેતા હોય છે.

ખેડૂતોના અ વિસ્તારમાં ફરતાં પ્રેમજી પટેલને ખબર પડી કે, આ ગરીબ ખેડૂતોને એક એવી વ્યક્તિની જરૂર છે, જેઓ તેમને પાકને સીચવા પાણી પહોંચાડી શકે અને પટેલ લાગી ગયા આની મહેનતમાં. વર્ષ 1970 માં પ્રેમજી પટેલ 54 ગામોની 18,000 હેક્ટર જમીને વૉટરશેડ પ્રોગ્રામ અંતર્ગત લાવવામાં સફળ રહ્યા, જેથી અહીંના ખેડૂતો કુદરતી, સુરક્ષિત અને સસ્તુ પાણી બચાવી શકે.

Save forest

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ઈન્ડિયા (CGWB) ના જણાવ્યા અનુસાર, “આ યોજનાઓમાં 1,500 હેક્ટર જમીનને કવર કરતાં 21,600 બંધોનું નિર્માણ કરવાની યોજના હતી, જેનાથી લગભગ 5,500 પરિવારને ફાયદો મળ્યો. આ પહેલાં, આ ટ્રસ્ટે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં કુવા રિચાર્જ કરવાનું કામ કર્યું અને ગામલોકોને 50,000 ફૂટ લાંબી સિમેન્ટની પાઇપો આપી.”

Save water

વીપીએસટીની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ:

  • ખેડૂતોની આ સમસ્યાઓને હલ કરતાં તેમણે અત્યાર સુધીમાં 6, 250 હેલ્ટર જમીન સુધી પાણી પહોંચાડ્યું.
  • 2,100 પરિવારોને સીધો લાભ મળ્યો.
  • ડેમની આસપાસ 3000 ઝાડ ઉગાડ્યાં જેથી પર્યાવરણનું સમીકરણ જળવાઇ રહે.
  • આ બધા જ પ્રયત્નોથી ઘણા પરિવારોને આવકનું સુરક્ષિત સાધન મળ્યું તો ઘણા પરિવારોની આવક પણ વધી.
  • દીક્ષિત જણાવે છે, “ગુજરાત સરકારે રૂફ ટૉપ રેનવૉટર હાર્વેસ્ટિંગ પ્રોજેસ્ટ માટે ઘણા એનજીઓને આમંત્રણ આપ્યું હતું અને વીપીએસટીને સૌથી વધુ ઘરો સુધી આ સુવિધા પહોંચાડવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો. અત્યાર સુધીમાં અમે 4,600 રેન વૉટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પૂરા કર્યા, જેનાથી લગભગ 20,000 લોકોને સીધો લાભ મળ્યો.”

2012 માં તેમણે ધ ટેલીગ્રાફને જણાવ્યું હતું, “25 વર્ષોથી મેં વૃક્ષારોપણને જ મારા જીવનનું લક્ષ્ય બનાવ્યું છે, મારા મર્યા બાદ મારા અગ્નિ સંસ્કારમાં પણ લાકડાંનો ઉપયોગ કરવામાં નહીં આવે. મેં જે ઝાડ ઉગાડ્યાં છે, તેને મારા અંતિમ સંસ્કાર માટે કાપવામાં આવે તે મારાથી સહન નહીં થાય.”

જો તમે વીપીએસટી વિશે વધુ જાણવા ઇચ્છતા હોય તો, તેમના ફેસબુક પેજ પર જઈ શકો છો.

મૂળ લેખ: તન્વી પટેલ

આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X