Placeholder canvas

કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા

કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા

કચ્છના રણમાં વર્ષોથી લોકો પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં આ અમદાવાદી મહિલાએ સ્થાનિક લોકોની મદદથી 97 ગામોમાં 675 નાનાં-મોટાં જળાશયો બનાવ્યાં અથવા પુનર્જિવિત કર્યાં. હવે તેમને ઉનાળામાં રોજી માટે નથી કરવું પડતું સ્થળાંતર

અમદાવાદ સ્થિત સંસ્થા (એનજીઓ) ‘સમર્થ’ ના સ્થાપક ગઝાલા પોલ જણાવે છે કે, કેવી રીતે એક સમુદાયની આગેવાની અંતર્ગત પહેલથી કચ્છના 97 ગામોને મોટા જળ સંકટ સામે લડવામાં મદદ કરવામાં આવી છે.

કચ્છના રાપર તાલુકાના નિવાસી રવજીભાઈ તરશીભાઈ કોળી દરરોજ સવારે 7 વાગ્યે પોતાના ઘરથી થોડાક મિટર દૂર આવેલા દોઢ એકરમાં ફેલાયેલ તળાવ પર નજર રાખે છે. તેમનું આ કામ પ્રત્યેનું જનૂન ગજબનું છે. તેઓ એ છેલ્લા એક દસકામાં આ તળાવને સાચવવા અને બચાવવા માટે અન્ય ચાર પરિવારોની સાથે તેઓ એ પણ લગભગ 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો છે.

રવજીભાઈ ભારતમાં સૌથી વધુ પ્રતિકૂળ કચ્છના રણમાં રહે છે, જ્યાં દુષ્કાળ એક સામાન્ય બાબત છે. છૂટક વરસાદ અને વધતું તાપમાન દર વર્ષે સ્થાનિક સમુદાયના સભ્યોએ આજીવિકા માટે અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરે છે.

જો કે, 2009 થી, આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે તેની પાછળ અમદાવાદ સ્થિત સંસ્થા ‘સમર્થ’નો ખૂબ મોટો ફાળો છે. એનજીઓની મદદથી, રવજીભાઈને ચોમાસા સિવાયની સિઝનમાં કામની શોધમાં ગુજરાતના અન્ય ભાગોમાં સ્થળાંતર કરવું પડતું નથી અને પોતાના ખેતરમાં એકથી વધુ પાક પણ લઈ શકે છે.

Gazala

પાણીએ બનાવ્યા આત્મનિર્ભર
“ઓછા વરસાદના લીધે 3-4 એકર ખેતી લાયક જમીન હોવા છતાં અમારે રોજગાર માટે નોકરી કરવાની ફરજ પડતી. હું 2009 પહેલાં દર વર્ષે રૂ.10,000 ની બચત કરતો. પરંતુ હવે, દરેક પાકની ઉપજમાં મને રૂ.1,00,000 સુધી બચત થાય છે. અમે માત્ર ચોમાસા દરમિયાન ખેતી કરતા હતા. જો કે, હવે અમારા વિસ્તારમાં પૂરતા તળાવો હોવાથી વરસાદી પાણીથી ભૂગર્ભજળનું સ્તર ઉપર આવ્યું છે અને હવે અમને આખા વર્ષ દરમિયાન પાક ઉગાડી શકીએ છીએ.” રવજીભાઈએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું. તે જીરું, બાજરી, મગ, કપાસ અને રાયડા સહિત અનેક પાક લે છે.

રવજીભાઈની આ વાત રાપરના 5000 પરિવારો જેવી જ છે, એક સમયે આ પ્રદેશ કે જે પાણીની અછતને લીધે જાણીતો હતો હવે અહીં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

water management

સ્થળાંતર ઘટ્યું
“અહીં સ્થળાંતરનો દર 70% થી ઘટીને 30% થયો છે. રાપરમાં 675 જેટલા તળાવ, ખોદાયેલા કુવા, કુવા, વરસાદી પાણીના સંગ્રહ માટેના ડેમ અને વાવ આવેલા છે જે કચ્છની શુષ્ક ભૂમિમાં પાણીની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. ખેડૂતોને પાણી પૂરું પાડવા ઉપરાંત, અમે માત્ર પશુપાલકો માટે પણ કેટલાક જળ સંગ્રહકો બનાવ્યાં છે, કેમ કે 30% ગામડાંઓ પશુપાલન કરે છે.” ગઝાલાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું.

Kachchh

એક દાયકાની મહેનત
ગઝાલાએ 2001 માં ‘સમર્થ’ની શરૂઆત કરી હતી, આ વર્ષે કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો હતો. તેમાં હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા અને ઇકોસિસ્ટમને બહુ નુકશાન થયું હતું. આબોહવા પરિવર્તનની સીધી અસર વરસાદની પેટર્ન તથા તાપમાન પર પડી હતી, જેના લીધે રાપરમાં જમીન વધુ ક્ષારવાળી બની હતી.

ગઝાલા ત્યારે લોકોને રાહત સામગ્રી પૂરી પાડવાની સાથોસાથ જળ સંકટ અંગે લાંબા ગાળાના નિરાકરણ લાવવાનું વિચારતી હતી. તેમણે એક દાયકો તો ફક્ત જળવિજ્ઞાનવિષયક મેપિંગ યોજવામાં, જળ સંસ્થાઓના ઇતિહાસ વિશે પોતાને શિક્ષિત કરવા, સ્થાનિકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા અને નાણાંની વ્યવસ્થા કરવા માટે પસાર કર્યો હતો.

ટ્રસ્ટ બનાવવાની પહેલ
ભલે ગઝાલાએ સામાજિક કાર્યમાં અનુસ્નાતક કર્યું હોય અને વિવિધ કલ્યાણ સંગઠનોમાં કામ કર્યું હોય, તેમ છતાં કચ્છના છૂટાછવાયા ગામડાઓમાં કામ કરવું એક જુદો જ અને પડકાર જનક અનુભવ હતો.

Gujarat

શરૂઆતમાં, લોકોને તે શંકાસ્પદ લાગ્યું હતું કે કોઈ સંસ્થા અહીં આવી છે જે સમુદાયોની મદદ કરશે અને આ સમુદાય કે જેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. કેટલાક એવું માનતા કે તે અહીં આવી રહેલી ચૂંટણી માટે લોકોના મત લેવા માટે આવી છે. અન્ય લોકોને સંસ્થા પોતાની જૂની-પુરાણી પાણીની સમસ્યાઓ હલ કરી શકશે તે વિચારીને તેણીની હાંસી ઉડાવતા.

શરૂનો સંધર્ષ
ગઝાલા જુના યાદ તાજી કરતા કહે છે, “શરૂમાં તેઓએ (લોકોએ) સંપૂર્ણ ગરીબીમાં જીવવું, સ્થળાંતર કરવું, લોન લેવાનું અને બહારના લોકોના પર વિશ્વાસ ન કરવાનું અને તેમના બાળકોને શાળામાં ન મોકલવાનું પસંદ કર્યું, પછી ભલે અમે ભૂકંપ પછી અહીં મફત રાશન કીટ વહેંચી હતી. પરંતુ મેં અને મારી ટીમે તેમની સાથે ધીરજથી વ્યવહાર કર્યો અને એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો જેણે દરેકને પ્રભાવિત કર્યા.”

ગઝાલાએ જળ નિષ્ણાંતો અને સ્થાનિક પંચાયતોની સાથે મળી ચાફાકરી ગામનો અભ્યાસ કર્યો અને જળસંચયને પુનર્જીવિત કરવા અને નવા બનાવવાની યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સદનસીબે, દરેક કુટુંબની માલિકી 3-4 એકર જમીન છે, પરંતુ અહીં જમીનના ભાવ ખૂબ જ ઓછા હતા. તેથી તેણીને ઘરની નજીક તળાવ બનાવવાની મંજૂરી મળી. તેણી એ સુનિશ્ચિત કરે છે કે ગામલોકોને તેમના કામ માટે રકમની ચૂકવણી કરવામાં આવે છે.

water management

આવક વધી, જીવનધોરણમાં સુધારો થયો
એનજીઓ અને ગ્રામજનોએ જળસંગ્રહમાં રહેલા કાટમાળ અને પથ્થરો સાફ કર્યા, પાંચ કુવાઓ અને ચાર તળાવ ઊંડા કર્યા. તેઓએ ગોળ આકારના ખોદાયેલા કુવાઓ પણ બનાવ્યાં અને પાણીની નીચે પાણી ભળી જવા દેવા માટે રેતી ભરી. પછીના ચોમાસામાં, તમામ જળસંગ્રહ ભરાઇ ગયા અને ખેડુતો વાવેતર કરવા લાગ્યા. તેઓ એરંડા અને જીરું જેવા રોકડીયા પાક ઉગાડતા હતા, જેણે આ ક્ષેત્રની એકંદર આવક વધારી હતી.

“લોકોએ દરવાજા બનાવ્યા, મોટરસાયકલો ખરીદી, પશુઓ માટે ઘાસચારો મેળવ્યો, અને સૌથી અગત્યનું, જળસંચયનું મહત્ત્વ સમજાયું. આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય લોકોને પ્રેરણા આપી અને અમે આ મોડેલનો 97 ગામોમાં અમલ કર્યો છે. ખેડુતોએ તેમના વધારાના નફા સાથે સમુદાય સ્તરે સીડ (બીજ) બેંકોની રચના પણ કરી” ગઝાલા કહે છે.

સામુહિક કામગીરી
સમર્થનું કાર્ય અહીં અટક્યું નહીં. અમે તળાવની સંભાળ અને જાળવણી માટે સમુદાયમાંથી રવજીભાઈ જેવા જલદૂત (જળ સ્વયંસેવકો) ની નિમણૂક કરી છે. તેઓ એનજીઓને અપડેટ્સ આપે છે અને કોઈ સમસ્યા હોય તો એનજીઓ તેનો હલ કરે છે. દરેક પ્રોજેક્ટને કોર્પોરેટર્સ અને સરકાર સહિતના કેટલાય હિતધારકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. સમર્થ ખર્ચ ઘટાડી શકે તેવી યોજનાઓ મેળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને બ્લોક કક્ષાની પંચાયતોના સહયોગથી કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, એનજીઓ મનરેગા (MNREGA ) હેઠળ મજૂર બળ રાખે છે જેમાં કામદારોને સરકાર દ્વારા પગાર આપવામાં આવે છે. તેવી જ રીતે, વિવિધ પાણી સંબંધિત યોજનાઓનો ઉપયોગ બાંધકામ સામગ્રી માટે કરવામાં આવે છે.

ગઝાલા અને તેમની 15-સભ્યોની ટીમની આ પહેલની એક આકર્ષક વિશેષતા એ છે કે વાવ (સ્ટેપ-વેલ્સ) જેવી પરંપરાગત જળ પ્રણાલીને પુનર્સ્થાપિત કરવાની તેમની તેમજ ઘરેલુ સ્તરે છતના વરસાદી પાણીના સંગ્રહની રચનાઓ બનાવવાની યોજના છે.

Positive News

વાવ બનાવી ‘WOW”
વાવ એ વિશિષ્ટ ભૌમિતિક સપ્રમાણતાવાળી પરંપરાગત ચોરસ આકારની બનાવાયેલી રચનાઓ છે જે એક સમયે દુષ્કાળના સમયગાળા દરમિયાન પાણીની ઉપલબ્ધતાની ખાતરી આપી હતી. તેમા કાદવ અન કચરાને લીધે ભરાઈ ગયો હતો અને આજુ બાજુમાં રહેલા વૃક્ષોને લીધે તેના મુળ વાવમાં પથરાઈ ગયા હતા તેમજ પગથિયા પણ તુટી ગયા હતા.

‘સમર્થે’એ વાવમાંથી કચરો દૂર કરીને અને તેના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરીને સ્થાનિકોની મદદ સાથે તેમાંથી પાંચને પુનર્જીવિત કરી છે. તેઓએ ઝાડ વાવ્યા અને દરેક વાવની જાળવણી માટે કેરટેકરની નિમણૂક કરી છે. આ કેરટેકરને નાનો સ્ટોલ ચલાવવાની અને પૈસા કમાવાની મદદ મળે છે. તેવી જ રીતે, આવી સરળ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને, ગઝાલાએ છત પર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે 200 ઘરોને મનાવ્યા છે.

અંતે ગઝાલા કહે છે “આપણે જમીની સ્તરના પ્રશ્નોના સમાધાન માટે ક્રાંતિકારી ઉપકરણો અથવા જંગી ભંડોળની જરૂર નથી. સ્થાનિકોની સામૂહિક ઇચ્છાશક્તિ અને સ્થાનિક પંચાયતોની મદદની આવશ્યકતા છે,”.

મૂળ લેખ: GOPI KARELIA

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X