Placeholder canvas

આમને મોકલો જૂના જીન્સ અને બનાવડાવો બેગ, પડદા, કવર જેવી ઉપયોગી વસ્તુઓ

આમને મોકલો જૂના જીન્સ અને બનાવડાવો બેગ, પડદા, કવર જેવી ઉપયોગી વસ્તુઓ

રત્ન પ્રભા રાજકુમાર BlueMadeGreenના માધ્યમથી દર મહિને 50 કિલોથી વધુ ડેનિમ જીન્સ, કપડા અને કતરણ અપસાયકલ કરીને 40થી વધુ પ્રોડક્ટ બનાવે છે.

શું તમે જાણો છો કે ડેનિમ જીન્સની એક જોડી બનાવવા માટે લગભગ 10,000 લિટર પાણીનો ઉપયોગ થાય છે? જો યોગ્ય રીતે રાખવામાં આવે તો જીન્સ વર્ષો અને વર્ષો સુધી ટકી રહે છે. પરંતુ ફેશનના આ યુગમાં આપણે ખૂબ જ ઝડપથી કપડાં બદલીએ છીએ અને આવી સ્થિતિમાં ઘરમાં ઘણા બધા જૂના કપડા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં પર્યાવરણને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે?

આને રોકવા અને કુદરતને પ્રદૂષિત થવાથી બચાવવા માટે, આપણે સૌ પોતપોતાનું યોગદાન આપી શકીએ છીએ. તમારે આમાં વધારે મહેનત પણ કરવાની જરૂર નથી. માત્ર થોડા નાના પગલાં લેવાના છે. સૌ પ્રથમ, તમે જે કપડાં રિટાયર કરવા માંગો છો તેમાંથી, સારા કપડાંને અલગ કરો. આ કપડાં કોઈ જરૂરિયાતમંદને આપો. બીજું પગલું, જે કપડા સાવ જર્જરીત થઈ ગયા હોય અને કોઈને ન આપી શકાય, તે કપડાં ઘરની સફાઈ માટે લઈ લો.

ત્રીજું અને સૌથી મહત્ત્વનું પગલું છે ‘અપસાયકલ‘. જો તમારી પાસે કંઈક એવા કપડા છે, ખાસ કરીને જીન્સ જેને તમે કોઈને આપી શકતા નથી અને ન તો કચરામાં ફેંકવા માગો છો તો આ કપડાને અપસાયકલ કરીને કેટલીક નવી વસ્તુઓ બનાવી શકો છો. જેમ આપણા દાદી-નાની કરતા હતા. તમારી જૂની સાડીમાંથી સૂટ, પડદા અથવા બુરખા બનાવો. તમે આ કપડાંને અપસાયકલિંગ આર્ટિસ્ટને આપીને કામ પણ કરાવી શકો છો. આજે અમે તમને એવા જ એક અપસાઇકલિંગ આર્ટિસ્ટનો પરિચય કરાવી રહ્યા છીએ જે જૂના કપડાને નવો લુક આપી રહ્યા છે.

Bluemadgreen
Ratna Prabha Rajkumar

કેરળના કન્નુરમાં રહેતી રત્ના પ્રભા રાજકુમાર છેલ્લા ઘણા સમયથી અપસાયકલ કરી રહી છે. તે જૂના અને નકામા કપડાં, ખાસ કરીને ડેનિમ જીન્સ અને દરજીની દુકાનોમાંથી બચેલા સ્ક્રેપ્સનો ઉપયોગ કરીને 40 થી વધુ વિવિધ પ્રકારના ઉત્પાદનો બનાવે છે. તેણે પોતાના આ નાના ધંધાને નામ આપ્યું છે – BlueMadeGreen! બ્લૂ એટલે જીન્સ અને ગ્રીન એટલે પ્રકૃતિને અનુકૂળ.

મમ્મી અને દાદી પાસેથી શીખી કળા
બાળપણથી જ પ્રભાએ તેની માતા અને દાદીને જૂના કપડાને નવું રૂપ આપતા જોયા હતા. તેની માતા પણ પોતાનું બુટિક ચલાવતી હતી. તેથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી પ્રભાને હંમેશા આ કામમાં રસ હતો અને તેથી તેણે ફેશન ડિઝાઇનિંગનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો.

તેણે કહ્યું, “એકવાર મારી દીકરીની સ્કૂલમાં એક ઇવેન્ટ હતી, જેના માટે મેં ન્યૂઝપેપર, કાર્ડબોર્ડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તેનો આખો પોશાક ડિઝાઇન કર્યો હતો. શાળામાં બધા તરફથી ખૂબ જ પ્રશંસા મળી. તે દિવસે મેં વિચાર્યું કે આપણે બને તેટલી જૂની વસ્તુઓને અપસાયકલિંગ અથવા રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

તેથી જ પ્રભા તેની દીકરી માટે તો ક્યારેક તેની બહેન કે મિત્રોના બાળકો માટે જૂના કપડામાંથી કંઈક નવું બનાવતી રહેતી હતી. ધીમે ધીમે તેનો શોખ વ્યવસાયમાં ફેરવાઈ ગયો. અગાઉ તે બેંગ્લોરમાં રહેતી હતી. પરંતુ હવે તે છેલ્લા ત્રણ વર્ષથી કન્નુરમાં છે અને ત્યાં પોતાનો બિઝનેસ ચલાવે છે. તેણે કહ્યું, “મેં નિયમિત ધોરણે બે લોકોને નોકરીએ રાખ્યા છે. ઉપરાંત, જેમ મને ઓર્ડર મળે છે, હું વધુ લોકોને કામ આપુ છું.”

Upcycle Clothes
Upcycled Products from Old denims and clothes

તેણીએ વધુમાં જણાવ્યું કે ક્યાંકથી જૂના ડેનિમ ભેગી કરીને તેને વેચવાને બદલે તે તેના ગ્રાહકોના હિસાબે કામ કરે છે. તેણી પાસે તેના પોતાના ઉત્પાદનો છે પરંતુ મોટાભાગે તે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લે છે. આ રીતે લોકો તેમના ઘરે ભેગા થયેલા જૂના ડેનિમ જીન્સ અને કેટલાક અન્ય કપડાં (જેનો ઉપયોગ ડિઝાઇનિંગમાં થઈ શકે છે) તેમને મોકલે છે. આ ઉપરાંત, તે વિવિધ દરજીની દુકાનોમાંથી કતરણ પણ એકત્રિત કરે છે અને તેમાંથી નવા ઉત્પાદનો બનાવે છે.

આ રીતે કામ કરે છે
જો કોઈ જૂના જીન્સમાંથી ઉત્પાદનો બનાવવા માટે પ્રભાનો સંપર્ક કરે છે, તો તે પહેલા તેમને કપડાંના ફોટા મંગાવે છે. તેણીએ કહ્યું, “સૌ પ્રથમ, હું જોઉં છું કે તે જીન્સ અથવા કપડામાંથી કોઈ નવી વસ્તુ બનશે કે નહીં. ઉપરાંત, જો મને લાગે છે કે કપડાંનો ઉપયોગ કોઈના પહેરવા માટે થઈ શકે છે, તો હું લોકોને તે દાન કરવાની સલાહ પણ આપું છું.”

Upcycle Clothes Business
Collecting Old Clothes

પરંતુ તેને જેના કપડાં ઠીક લાગે છે, તે તે કપડાં મંગાવી લે છે. તે બાદ, ગ્રાહકો તેમને જણાવે છે કે તેઓ શું બનાવવા માગે છે. ત્યારપછી પ્રભા ગ્રાહકોની જરૂરિયાત મુજબની વસ્તુઓ અને ઉપલબ્ધ વપરાયેલા કપડાની ડિઝાઇન કરે છે. આ રીતે તે લોકો માટે પોતાના જૂના કપડામાંથી સ્લિંગ બેગ, શોપિંગ બેગ, હેન્ડબેગ, બેગપેક, પાઉચ, બેડશીટ, પડદા, ટેબલ કવર, ટેબલ લિનન, બેલ્ટ, ફ્રીજ, માઇક્રોવેવ કવર, એસેસરીઝ જેવી વિવિધ પ્રકારની બેગ બનાવે છે. કીપ ઓર્ગેનાઈઝર્સ, હેડબેન્ડ, સ્ક્રન્ચીઝ, ઈયરિંગ્સ વગેરે બનાવવામાં આવી રહ્યા છે.

“કોઈ પણ ઉત્પાદનમાં લાગતી મહેનત અન્ય માધ્યમો જેમ કે લાઈનિન (અસ્તર), લેસ, ચેન, લટકણ વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. ઘણા લોકો એવું વિચારે છે કે જૂના કપડા આપ્યા તો હવે પૈસા કેમ આપવાનાં પણ તેઓને અમારી મહેનત દેખાતી નથી. બુટીકમાં કપડાં આપવા અને પોતાના માટે હજારો રૂપિયામાં બનાવેલો ડ્રેસ લેવા જેવું જ છે. પરંતુ જ્યારે તમે મને જૂના ડેનિમ્સ અથવા કપડાં આપો છો, ત્યારે તમે માત્ર તમારા માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સારું પગલું ભરો છો, ”તેમણે કહ્યું.

ત્રણ-ચાર હજાર રૂપિયા સુધીની પ્રોડક્ટ તૈયાર કરે છે
દર મહિને પ્રભા લગભગ 50 કિલો ડેનિમ જીન્સ અને કતરણને અપસાયકલ કરીને નવા ઉત્પાદનો બનાવે છે. તેમણે જણાવ્યું કે તેમના દ્વારા બનાવેલ ઉત્પાદનોની કિંમત રૂ. 60 થી શરૂ થાય છે અને ચાર હજાર રૂપિયા સુધી જાય છે. કિંમત ઉત્પાદન, તેની ડિઝાઇન,તેમા લાગતી મહેનત અને વસ્તુઓ ઉપર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો આપણે નાના હેડબેન્ડ્સ અથવા ઇયરિંગ્સ બનાવીએ, તો તેમની કિંમત ન્યૂનતમ હશે. પરંતુ જો કોઈ વ્યક્તિ કસ્ટમાઈઝ્ડ પડદા, બેકપેક, બેડશીટ્સ બનાવે છે, તો તેની કિંમત હજાર રૂપિયાથી વધુ છે.

Upcycling Of Clothes
Reusing Old Jeans and Clothes to make New Products

વિવિધ પ્રકારની બેગની કિંમત રૂ.600 થી શરૂ થાય છે. તેણે કહ્યું, “ઓર્ડર ક્યારેય નિશ્ચિત નથી હોતા. કેટલાક મહિનામાં વધુ ઓર્ડર મળે છે અને કેટલાક મહિને ઓછા. પરંતુ દસ કરતાં વધુ મળે છે. અમને ઘણા બલ્ક ઓર્ડર પણ મળી રહ્યા છે. જો તમે ગ્રાહકોને ક્રિએટીવ વસ્તુઓ આપો અને સખત મહેનત કરો તો આ ક્ષેત્રમાં સારી કમાણી થાય છે. જો કે, કોરોના રોગચાળા અને લોકડાઉન દરમિયાન વેપારને ભારે ફટકો પડ્યો છે. ઘણા મહિનાઓથી કોઈ નિયમિત કામ નહોતું અને હવે થોડા સમય પહેલા અમે ફરી એકવાર નવેસરથી કામ શરૂ કર્યું છે.”

પ્રભાને આશા છે કે ધીમે ધીમે તે ફરી એકવાર ગતિ પકડી લેશે. કારણ કે તેમનું કામ તેમના ગ્રાહકોને ખૂબ જ પસંદ આવે છે. તેમના એક ક્લાયન્ટ, સ્વાતિ પ્રસાદે તેમને તેમનું જૂનું જીન્સ આપ્યુ હતુ અને ટેબલક્લોથ અને હેન્ડબેગ બનાવડાવ્યા હતા. તે કહે છે કે પ્રભા હંમેશા અલગ-અલગ વિચારો માટે તૈયાર રહે છે. તેણીએ તેના જીન્સમાંથી એક સુંદર અને આકર્ષક ટેબલક્લોથ અને તેના શોર્ટ્સમાંથી એક અદ્ભુત હેન્ડબેગ બનાવી. તો, અન્ય ગ્રાહક હરિશ્રીનું કહેવું છે કે તેણે જૂના કપડાંની બનેલી બેગ મંગાવી હતી. જે તેમને અખબારના પેકેજીંગમાં મોકલવામાં આવી હતી. હવે તેનાથી સારું બીજું શું હોઈ શકે કે તમારા સામાનની સાથે પેકેજિંગ પણ ઈકો-ફ્રેન્ડલી હોય.

તો જો તમારી પાસે તમારા ઘરમાં ઘણા બધા જૂના ડેનિમ જીન્સ કે અન્ય કોઈ કપડા હોય તો આજે જ પ્રભાનો સંપર્ક કરો. તમે તેમના ફેસબુક પેજ દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઉજવો પર્યાવરણ પ્રિય દિવાળી, મિત્રોને પ્લાસ્ટિકમાં નહીં, કેળના પાનમાં આપો ભેટ, લાગશે આકર્ષક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X