Placeholder canvas

હોમ સ્ટે મારફતે બચાવ્યા વિપુપ્ત થઈ રહેલ બરફી ચિત્તાઓને, બે લદ્દાખીઓની અદભુત કહાની

હોમ સ્ટે મારફતે બચાવ્યા વિપુપ્ત થઈ રહેલ બરફી ચિત્તાઓને, બે લદ્દાખીઓની અદભુત કહાની

રસપ્રદ વાત એ છે કે, તેમના અદભુત પ્રયત્નોના કારણે જ લદાખની જનતાને પણ આ બરફી ચિત્તા અંગે પ્રશિક્ષિત કરી શકાયા છે.

આજથી ઘણા વર્ષો પછી જ્યારે લદાખના બરફી ચિત્તાના સંરક્ષનો ઈતિહાસ લખવામાં આવશે ત્યારે તેમાં બે નામ સૌથી મોખરે હશે – રિનચેન વાંગચ્યુક, સ્નો લેપર્ડ કન્ઝર્વેની ઈન્ડિયા ટ્રસ્ટ (એસએલસી-આઈટી) ના સ્વર્ગવાસી સહ-સ્થાપક અને ડૉ. ત્સવાંગ નામગેલ (46) એસએલસી – આઈટીના વર્તમાન ડિરેક્ટર અને લદ્દાખના સૌથી કુશળ વન્યજીવ વૈજ્ઞાનિક.

બરફી ચિત્તા અદભુત શિકારી હોય છે, જેઓ લદ્દાખની ઈકોલોજીકલ અંખંડતાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની રક્ષા માટે આ બંનેના અતુલ્ય યોગદાનને જરા પણ ઓછું આંકી ન શકાય. હોમસ્ટેઝના પ્રમોશન દ્વારા, ભારતના પ્રથમ સફળ સમુદાય આધારિત બરફી ચિત્તાના સંરક્ષણના પ્રયત્નોથી લદાખની જનતાને બરફી ચિત્તા અંગે શિક્ષિત કરવા સુધીનાં અભયાનોમાં પ્રશંસનીય સેવા આપી છે.

પ્રકૃતિ માતાની ગોદમાં
બે મહાવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈન્યના સૈનિક, કર્નલ ચેવાંગ રિન્ચેનના પુત્ર રિનચેન વાંગચ્યુક ખૂબજ શાંત ગામ સુમૂરમાં મોટા થયા.

શોર્ટ ડોક્યૂમેન્ટ્રી માં રિનચેન જણાવે છે, “હું નાનપણમાં ‘લિક્સ’ નો પીછો કરતાં કરતાં પશુપાલકો સાથે બહાર ફરતો હતો. મને હંમેશાં ઘરની બહાર ફરવું અને પર્વતારોહણ કરવું બહુ ગમતું. હાઈસ્કૂલમાં આવ્યો ત્યાં મેં અહીં આવેલ 6000 મીટર ઊંચાં શીખરો પર ચડવાનું શરૂ કર્યું. આ દરમિયાન હું લદ્દાખની સમૃદ્ધ જૈવવિવિધતા અને બરફી ચિત્તા અને વરૂના પગેરૂની અજાયબીઓથી આકર્ષિત થયો. આ દરમિયાન મેં કેટલાંક વન્યજીવન આધારીત ડોક્યૂમેન્ટ્રી જૂથોનું નેતૃત્વ કરવાનું શરૂ કર્યું, જેમાં અહીંના બરફી ચિત્તાને ફિલ્માવવામાં આવે છે.”

Laddakh
Rinchen Wangchuk (Left) and Dr. Tsewang Namgail (Right)

આ દરમિયાન, ડૉ. ત્સેવાંગ નામગેલ, સ્કૂબ્યુચનનાં અંતરિયાળ મનોહર ગામમાં મોટા થયા, જે લેહથી લગભગ 125 કિમી દૂર છે. તેઓ નવ વર્ષના થયા ત્યાં સુધી ગામમાં સાથીઓ સાથે ક્લાસરૂમ વગર પ્રકૄતિ વચ્ચે ખુલ્લામાં જ અભ્યાસ કરતા હતા.

આ બાબતે યાદ કરતાં નામગેલે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “આનાથી મને વન્યપ્રાણીસૃષ્ટિ અને આસપાસના કુદરતી વાતાવરણનો ખરો પરિચય થયો. અઠવાડિયાના ચાલુ દિવસોમાં હું શાળાએ જતો જ્યારે રજાના દિવસે ઘેટાં-બકરાંના ગોચરમાં સમય પસાર કરતો. આ બધા અનુભવો દરમિયાન મને બરફી ચિત્તા અને અન્ય વન્યપ્રાણીઓ અંગે જાણવા મળ્યું. હું જ્યારે બાળ પશુપાલક હતો ત્યારે મારાં પણ કેટલાંક ઘેટાં-બકરાં બરફી ચિત્તાનાં શિકાર બન્યાં હતાં. મેં ગામ છોડ્યું ત્યાં સુધી ક્યારેય ઔપચારિક ઉછેરનો અનુભવ કર્યો ન હતો. ખાસ કરીને શિક્ષણની વાત કરવામાં આવે તો, શિક્ષકો પણ નિયમિતપણે શાળામાં આવતા નહોંતા.”

જોકે રિનચેનનો પ્રારંભિક ઉછેર સુમુરમાં થયો હતો, પરંતુ તેમના પિતાના વ્યવસાયના કારણે ભારતના વિવિધ ભાગોનો પ્રવાસ કરતા રહેતા હતા. જેના કારણે વારંવાર શાળાઓ બદલવી પડતી હતી. દિલ્હીથી સ્નાતક થયા બાદ 1990 ના દાયકાના અંતમાં તેઓ ‘આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ’ ટ્રસ્ટ સાથે સહયોગી બની કામ કરવા માટે લદ્દાખમાં પાછા ફર્યા અને વિભિન્ન સર્વેક્ષણોનું સંચાલન કર્યું.

Snow Leopards
Dr. Namgail setting up a camera trap.

રિનચેનની શોર્ટ ડોક્યૂમેન્ટ્રી માં કહેવામાં આવ્યું છે, “ભારતના જાણીતા બરફી ચિત્તા પ્રકૃત્તિશાસ્ત્રીઓ અને ટ્રેકર્સ સાથે અમે પણ બરફી ચિત્તાઓનું નિરિક્ષણ કરવા આખો શિયાળો તંબુઓમાં જ રહેતા. આ સમયે ગ્રામીણોની દુર્દશા અંગે પણ જાણવા મળ્યું, જેમને આ સુંદર પરંતુ ખુંખાર પ્રાણીઓ સાથે જીવવું પડતું હતું. આ પ્રાણી જેટલું સુંદર અને રહસ્યમય હતું, એટલું જ ખેતી કરતા લોકો માટે ઉપદ્રવી પણ હતું. એક પ્રકૄતિવાદી તરીકે, હું આ લોકો માટે કઈંક કરવા ઈચ્છતો હતો. જેની શરૂઆત થઈ પ્રસ્તાવિત વધુ ઊંચાઈવાળા હેમિસ નેશનલ પાર્કના સ્વૈચ્છિક સર્વેક્ષણથી. જેમાં મને સમજાઈ ગયું કે, આ સમસ્યા માટે કોઈ લાંબાગાળાના સમાધાનની જરૂર છે. અમે ખેડૂતોને મદદ કરવા ઇચ્છતા હતા અને સાથે-સાથે આ ચિત્તાઓનું સંરક્ષણ પણ કરવા ઇચ્છતા હતા.”

ડૉ. નામગેલે અલગ જ રસ્તો પસંદ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં એમસીએ કર્યા બાદ, તેમણે નોર્વેની ટૌમ્સો યુનિવર્સિટીમાંથી વાઇલ્ડલાઈફ બાયોલૉજીમાં એમએસસી અને નેધરલેન્ડની વેગિન્જેન યુનિવર્સિટીમાંથી વાઈલ્ડલાઈફ ઈકોલોજીમાં પીએચડી કરી. યુરોપમાં તેમના કાર્યકાળ બાદ, 2013 માં લદ્દાખ પાછા ફરતાં પહેલાં, તેઓ ત્રણ વર્ષ સુધી યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેમાં પોસ્ટડૉક્ટરલ સંશોધનકાર હતા.

Snow Leopards
Snow Leopards

સમુદાયનું રક્ષણ
આ ક્ષેત્રના સહયોગી તરીકે રિનચેન વાંગચ્યુકે બરફી ચિત્તાના સંરક્ષણના મૂળભૂત પ્રશ્નોના સમાધાનમાં આવતા પડકારો વિશે વિચાર્યું. તમે સ્થાનિક સમુદાયોની જરૂરિયાતો ધ્યાનમાં રાખવાની સાથે-સાથે ચિત્તાનું સંરક્ષ કેવી રીતે કરી શાકાય, ઉપરાંત તેમનાં ઘેટાં-બકરાંનું સંરક્ષણ પણ કેવી રીતે કરી શકાય એ મહત્વનું છે. બદલાની ભાવનાના કારણે આ સમુદાય દ્વારા જ બરફી ચિત્તાની હત્યા કરવામાં આવતી હતી. જેના કારણે લદ્દાખમાં આજે લગભગ 250 જ હિમ ચિત્તા જીવતા બચ્યા છે.

આ બધુ યાદ કરતાં નામગેલ જણાવે છે, “એક તરફ આ પ્રાણીઓને બચાવવાની આપણી જવાબદારી છે, જ્યારે બીજી તરફ તેમના કારણે આજીવિકા સામે મોટો ખતરો ઊભો થાય છે. શરૂઆતના દિવસોમાં એક સ્વતંત્ર બન્યાપ્રાણી સંશોધનકાર તરીકે રિનચેન વાંગચ્યુક સાથે હેમિસ નેશનલ પાર્કનાં કેટલાંક અંતરિયાળ ગામોની મુલાકાત લેતા હતા અને સંરક્ષણ અંગે તેમની સાથે વાત કરતા હતા. આ દરમિયાન આ જાણીને અમને ખૂબજ આશ્ચર્ય થતું કે, અમે જે પ્રાણીનું રક્ષણ કરવા ઇચ્છતા હતા તેને જ આ લોકો નફરત કરે છે અને અમે અમારા સંગઠનનું નામ પણ આ પ્રાણીઓના નામ પરથી જ રાખ્યું છે.”

Save Nature
An open corral vulnerable to snow leopard attacks. (Image courtesy SLC-IT)

આ ચિત્તાઓને દૂર કરવા માટે રિનચેને 2000 માં યુએસ સ્થિત સ્નો લેપર્ડ કર્ઝર્વેન્સી ના ડૉ. રોડની જેક્સનની સાથે એસએલસી-આઈટીની સ્થાપના કરી, જેનાથી સમુદાય આધારિત સંરક્ષણ તરફના સ્થાનિક પ્રયત્નોને પ્રોત્સાહન મળી શકે, સન 2010-02011 સુધી, સ્વતંત્ર બનતાં પહેલાં, એસએકસી-આઈટીએ એસએલસીના સહયોગી તરીકે કામ કર્યું.

ડૉ. નામગેલે જણાવ્યું, “એસએલસી-આઈટીએ પશુધન રાખતા લોકોના રક્ષણ માટે એક પગલું લીધું. રિનચેન સમજી ગયા હતા કે, શિકારી નબળી બાંધેલી વાડમાં પ્રવેશ કરવામાં સફળ થઈ જતા ત્યારે પોતાના પશુધનની હત્યાનો બદલો લેવા માટે જ આ બરફી ચિત્તાની હત્યા કરવામાં આવતી હતી. અમે પશુધનના તબેલાની છતને ઢાંકવા માટે વાયરની જાળી અને તેને ટેકો આપવા માટે ભારે લાકડાં તેમજ પશુધનને સુરક્ષિત રાખવા માટે દરવાજા અને દરવાજાની ફ્રેમ્સ મજબૂત કરવાની સામગ્રી આપી. તો વળી અમે તેમને પત્થરના તબેલા બનાવવા પણ પ્રોત્સાહિત કરીએ છીએ, કારણકે તેમના તબેલા તેમના ઘર સાથે જ જોડાયેલ હોવાથી તેનું સમારકામ કરવું મુશ્કેલ છે.”

Save Nature
A secured corral (Image courtesy SLC-IT)

2000 માં તેની શરૂઆત થઈ ત્યારથી એસએલસી-આઈટીએ લદ્દાખમાં 200 કરતાં વધારે તબેલા બનાવવામાં મદદ કરી છે. જોકે, ચિત્તાથી તેમનાં પશુઓને બચાવવા માટે આ વ્યવસ્થાને સૌથી વધારે સફળતા ઝાંસ્કરમાં મળી છે, જ્યાં આ કાર્યક્રમ 2011 માં શારૂ થયો હતો. આમાંથી કેટલાક ગામ ખરેખર અંતરિયાળ છે અને ત્યાં સુધી આ બધી સામગ્રી પહોંચાડવી બહુ મુશ્કેલ છે. અહીં માત્ર વ્યક્તિગત નહીં પરંતુ આખાં ગામોને મદદ કરવામાં આવે છે.

આ કોરલ્સના કારણે 5000 કરતાં વધારે લોકોને સીધો ફાયદો થયો છે. અનુમાન અનુસાર એકવાર તેને બનાવ્યા બાદ 60-70 વર્ષ સુધી ટકી શકે છે અને આ દરમિયાન ઓછામાં ઓછા 2 બરફી દિપડાઓને તો બચાવી જ શકાય છે. અમે હંમેશાં આ લોકોની ભાગીદારીથી જ આ કોરલ્સ એટલે કે તબેલા બનાવીએ છીએ. ગ્રામજનો પથ્થર અને ઈંટો જેવી સામગ્રી લાવે છે અને જે ગામોમાં ઝાડ હોય છે તેઓ લાકડાના બીમ લાવે છે, જેનાથી ટોચ પર સ્ટીલની જાળીને ટેકો આપવામાં આવે છે. જે ગામડાંમાં ઝાડ ન હોય ત્યાં લાકડાના બીમ અને દરવાજાની ફ્રેમ્સ માટે અમે સામગ્રી આપીએ છીએ અને તેઓ કોરલ્સ બનાવે છે, જ્યારે અમે ઓફ સાઇટ મટીરીયલ સપ્લાય કરીએ છીએ અને તેમનું કામ સરળ કરીએ છીએ.

આમાંથી મોટાભાગના કોરલ પ્રોજેક્ટ્સ શામ વેલી, રોંગ વેલી, ઝાંસ્કરમાં અને કેટલાક નુબ્રામાં દિગાર-ટંગિયાર જેવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલ છે. એસએલસી-આઈટી વિશ્વભરની શાળાના અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક કાર્યક્રમ ચલાવે છે, જેને વોલ્યુનટ્યુરિઝન કહે છે.

Himalaya
Himalayan Homestay Programme. (Image courtesy Panthera’s Blog)

વિદ્યાર્થીઓ લદ્દાખના અંતરિયાળ ગામોમાં એક અઠવાડિયાથી 10 દિવસ પસાર કરે છે અને સ્થાનિક પરિવારો સાથે રહી અહીંની સંસ્કૃતિ શીખે છે અને તેમને કોરલ બનાવવામાં મદદ કરે છે.

એકવાર કોરલ બનાવવામાં મદદ કર્યા બાદ, તેમનું બીજું કામ બરફી ચિત્તા પ્રત્યે આ લોકોનું વલણ નરમ પાડવાનું રહ્યું છે. 2003 માં રિનચેનના નેતૃત્વ નીચે એસએલસી-આઈટીએ હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાનની રૂમ્બલ ખીણમાં અગ્રણી હિમાલયન હોમસ્ટેઝ પ્રોગ્રામ શરૂ કર્યો, જેથી બરફીના ચિત્તાના કારણે પોતાનું પશુધન ગુમાવનાર લોકોને આર્થિક મદદ કરવામાં સહાયતા મળી. તે સમયે ડૉ. નામગેલ તિબેટિયન અર્ગલી (જંગલી પર્વત ઘેટાં) પર સંશોધન કરી રહ્યા હતા અને રિનચેન વાંગચ્યુક સાથે આ જગ્યાઓએ જતા.

ડૉ. નામગેલ જણાવે છે, “આમાં ખરેખર તો રૂમ્બક ગામની કેટલીક મહિલાઓએ પહેલીવાર સ્થાનિક હોમસ્ટેઝ મોડેલનો પ્રસ્તાવ રિનચેનને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રવાસીઓ બહાર ખુલ્લામાં રહેવાની જગ્યાએ અમારી સાથે અમારા ઘરમાં કેમ ન રહી શકે? જેનાથી તેમનો ખર્ચ પણ ઘટે છે.”

અત્યાર સુધીમાં એસએલસી-આઈટીએ શામ વેલી, રોંગ વેલી અને ઝાંસ્કરમાં 200 કરતાં વધારે હોમસ્ટેઝ બનાવવામાં મદદ કરી છે. આ હોમસ્ટેઝ ખાસ કરીને બરફી ચિત્તાના નિવાસસ્થાનમાં અથવા લોકપ્રિય ટ્રેકિંગ માર્ગો પર છે. ટ્રેકિંગ માર્ગોનાં સ્થાન અને લોકપ્રિયતાના આધારે રહેવાસીઓ દર સીઝનમાં 15 હજારથી અઢી લાખ સુધીની આવક કરી લે છે. આ ટૂરિસ્ટ સીઝન લગભગ છ મહિના ચાલે છે. હોમસ્ટેઝ ઉપરાંતમ ધ એસએલસી-આઈતી સ્થાનિક હસ્તકળા ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહિત કરે છે, જે પ્રવાસીઓ યાદો તરીકે તેમની સાથે લઈ જાય છે અને ટ્રેકિંગ માર્ગો પર સ્થાનિક વાનગીઓની સેવા ઈકો કેફે દ્વારા આપવામાં આવે છે અને સોલર વૉટર હીટરની વ્યવસ્થા પણ છે.

સંરક્ષણ સાથે જોડાયેલ હોમસ્ટેઝની શરૂઆત પહેલાં લદ્દાખમાં થઈ હતી અને ત્યારબાદ હિમાલયના અન્ય વિસ્તારોમાં પણ થઈ હતી. તે બરફી ચિત્તાના સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોનો ટેકો મેળવવાનો એક સારો રસ્તો બની રહ્યો છે. એક સમયે પોતાના પ્રાણીઓને મારનાર બરફી ચિત્તા અને વરૂને મારનાર આજ પશુપાલકો અત્યારે બરફી ચિત્તા અને જંગલી પ્રાણોને જોવા માટે લોકોને આમંત્રણ આપે છે.

સેન્ચ્યુરી એશિયા માટે સુજાતા પદ્મનાભન, રિનચેન (જેઓ માત્ર 2 વર્ષની ઉંમરરે 26 માર્ચ, 2011 ના રોજ કાળધર્મ પામ્યા) બે શ્રદ્ધાંજલી આપતાં લખે છે, “રિનચેનની સલાહ અને નેતૃત્વ નીચે, એસએલસી-આઈટીની એમ ટીમે હેમિન્સ નેશનલ પાર્કના લદ્દાખ અને ઝાનસ્કારના શામ પ્રદેશમાં સામુદાયિક આધારિત પર્યટનમાં સૌથી સફળ મોડેલમાંના એકનો વિકાસ કર્યો. લદ્દાખ હિમાલયન હોમસ્ટેઝ કાર્યક્રમ દ્વારા પ્રખ્યાત ટ્રેકિંગ રસ્તાઓની નજીકમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના ગરીબ કુટુંબોને પ્રવાસીઓ દ્વારા આવક મળવાની શરૂ થઈ. જેના કારણે બરફી ચિત્તા અને વરૂએ તેમના જે પશુધનને નુકસાન કર્યું હતું, તેની આર્થિક ભરપાઈ થઈ.”

છેલ્લા કેટલાંક વર્ષોથી નિષ્ણાતો પણ માનતા થયા છે કે, છેલ્લાં 10-15 વર્ષથી ચિત્તા પ્રત્યે સ્થાનિક લોકોના વલણમાં પણ બદલાવ આવ્યો છે, આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આજે સ્થાનિકો ઊંચી જગ્યાએ જઈને તપાસે છે કે, ક્યાંય કોઈ માદા બરફી ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો છે કે નહીં.

તેમ છતાં ક્યાંક-ક્યાંક હત્યા ચાલુ છે, જેના નિરાકરણ માટે એસએલસી-આઈટીએ સમુદાય નિયંત્રિત પશુધન વિમા કાર્યક્રમ શરૂ કર્યો છે, જેના દ્વારા ગ્રામજનોએ વીમો કરાયેલા પ્રાણીઓ માટે પ્રીમિયમ ભેગુ કરવામાં આવ્યું. અને ગ્રામજનોને વળતર પણ આપવામાં આવ્યું. જેની નોંધ વિકલ્પ સંગમ પ્રકાશનમાં કરવામાં આવી છે.

Himalaya Travel
Monastic Initiative (Image courtesy SLC-IT)

તેમના સંરક્ષણ પ્રયત્નોનું બીજુ એક પાસુ હતું – તેમણે પુના સ્થિત ‘કલ્પવૄક્ષ’ નામના એક એનજીઓ સાથે મળીને લદ્દાખમાં આશરે એક દાયકા પહેલાં શાળાઓ માટે જૈવવિવિધત્વ સંશોધન કીટ વિકસાવી હતી, જે લદ્દાખીમાં ‘રી-ગ્યાનચા’ એટલે કે ‘પર્વતોના ઝવેરાત’ તરીકે ઓળખાય છે.

ધ એસએલસી-આઈટી વેબસાઇટ પર નોંધવામાં આવ્યું છે, “કીટમાં જૈવવિવિધતા, ઈકોસિસ્ટમ્સ, લદ્દાખની વન્યપ્રાણીસૃષ્ટિ, જોખમોનો સામનો કરવિ અને સંરક્ષણ પ્રક્તિયા વિશેની માહિતી છે.. તેમાં 80 પ્રવૃત્તિઓનું વિગતવાર વર્ણન પણ છે, જે પ્રોગ્રામના ભાગ રૂપે સંચાલિત થઈ શકે છે. કીટમાં ઘણા રંગીન ફોટોગ્રાફ્સ અને ડ્રોઈંગ્સ છે, જે શિક્ષકો અને બાળકોને આકર્ષિત કરવા માટે છે. તેમાં પોસ્ટર્સ, બોર્ડ ગેમ, પત્તાની રમતો, વર્કશીટ્સ અને કોયડા જેવી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ પણ કરવામાં આવે છે.”

અન્ય પહેલ

હેમિસ નેશનલ પાર્કના વન્યપ્રાણી રક્ષક ખેંતબ ફુત્સોગ ધ બેટર ઈન્ડિયાને કહે છે, “શરૂઆતમાં રિનચેનને ભંડોળ ભેગુ કરવામાં મુશ્કેલી આવતી હતી. તેમણે જે પહેલની કલ્પના કરી અને શરૂ કરી તે નાના પાયે કરી હતી. મારી દ્રષ્ટિએ ડૉ. તેસ્વાંગ નામગેલ લદ્દાખના સૌથી કુશળ વન્યપ્રાણી વૈજ્ઞાનિક છે. વર્ષોથી તેમણે ફક્ત બરફી ચિત્તા પર જ મહત્વનું વૈજ્ઞાનિક સંશોધન કર્યું છે એવું નથી, આ સિવાય તેમણે એસએલસી-આઈટીના કાર્યના ક્ષેત્રનો વિસ્તાર પણ કર્યો છે, ખાસ કરીને ઝાંસ્કર અને ઉપરના સિંધુ નદીના પટ્ટામાં.”

તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 2015 થી શ્રેણીબદ્ધ પહેલ શરૂ કરી છે. તેમણે સાધુ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ એસએલસી-આઈટી બૌદ્ધ સાધુઓ, સાધ્વીઓ અને ધાર્મિક વડાઓને તમામ મુખ્ય સંરક્ષણના મુદ્દાઓ પર અને જોખમમાં મૂકાયેલ જંગલી પ્રાણીઓ વિશે જાણ કરે છે અને બદલામાં તેમના અનુયાયીઓને આંતર-અવલંબન અને અહિંસા જેવા બૌદ્ધ સિદ્ધાંતોના માધ્યમથી સંરક્ષણનો સંદેશ આપે છે.

ધ બેટર ઈન્ડિયા ના અહેવાલ અનુસાર, લદ્દાખમાં જંગલી શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે. જેનાથી જંગલી યાક, તિબેટિયન એન્ટિલોપ, બરફી ચિત્તા અને બ્લેક નેક્ડ ક્રેન જેવી ઝડપથી ઘટી રહેલ પ્રાણી જાતીઓ સામે જોખમ ઊભુ થયું છે અને તેમનું સંરક્ષણ કરવું ખૂબજ જરૂરી છે.

આ દરમિયાન ડૉ. નામગેલ જેવા લોકોનો સંઘર્ષ ચલુ જ છે, જે રિનચેનનો વારસો આગળ વધારે છે.

સંપાદન – નિશા જનસારી

મૂળ લેખ – રિંચેન નોરબૂ વાંગચુક

આ પણ વાંચો:1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X