"એક સમયે મારા ઘરની સામે એક તળાવ હતું, જેમાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારબાદ મારા પિતાએ તેમાં માટી ભરી ત્યાં ફળવાળાં ઝાડ વાવ્યાં, ધીરે-ધીરે આ સીલસીલો વધતો ગયો. આજે અમે કેરી, જામફળ, દાડમ જેવાં ફળવાળાં ઝાડની સાથે-સાથે ગળો, કાલાબાંસા, થોર જેવા ઘણા ઔષધીય છોડની ખેતી પણ કરીએ છીએ." - અપ્રતી સોલંકી