Readers only offer: Get additional Rs 200 off on 'The Better Home' powerful natural cleaners. Shop Now
X

જીદના દમ પર બદલ્યું પોતાનું નસીબ! રસ્તો સાફ કરનાર આશા કંડારા બની RAS અધિકારી

જો તમારી પાસે હિંમત, ધૈર્ય અને દ્રઢતા છે અને તમને તમારી સખત મહેનત પર વિશ્વાસ છે, તો નસીબ પણ તમારા ઈશારા પર ચાલતુ હોય છે. આ વાતને જોધપુરની આશા કંડારાએ સાબિત કરી દીધું છે. રાજસ્થાન જાહેર સેવા આયોગ ની પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ આશા કંડારા RAS અધિકારી બની છે.

જીદના દમ પર બદલ્યું પોતાનું નસીબ! રસ્તો સાફ કરનાર આશા કંડારા બની RAS અધિકારી

જો તમારી પાસે હિંમત, ધૈર્ય અને દ્રઢતા છે અને તમને તમારી સખત મહેનત પર વિશ્વાસ છે, તો નસીબ પણ તમારા ઈશારા પર ચાલતુ હોય છે. આ વાતને જોધપુરની આશા કંડારાએ સાબિત કરી દીધું છે. રાજસ્થાન જાહેર સેવા આયોગની પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ આશા કંડારા RAS અધિકારી બની છે.

RAS પદ માટે પસંદ થયેલ આશાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. એવી સ્ત્રીઓ કે જેઓ સંપૂર્ણપણે પતિ અથવા કુટુંબ પર નિર્ભર છે, તેના માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. તેણે સાબિત કરી દીધું છે કે એક સ્ત્રી માટે તેના સ્વાભિમાન સિવાય કશું મહત્વનું નથી. તમારી આત્મનિર્ભરતા એ તમારી સ્વતંત્રતા અને આત્મવિશ્વાસની ચાવી છે.

સફાઇ કામદારથી RAS અધિકારી બનવા સુધીની સફર

સામાન્ય છોકરીની જેમ આશાએ પણ વર્ષ 1997 માં લગ્ન કર્યાં, ત્યારબાદ તેમના બે બાળકો પણ થયા. પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી, ઘરેલું વિવાદોને કારણે, દંપતી અલગ થઈ ગયા. ત્યારબાદ, આશાએ બંને બાળકોને ઉછેરવાની સાથે તેમનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. 2016 માં, તેણે બેચલર ડિગ્રી મેળવી અને તે જ વર્ષે તેણે તેના પતિને કાયદેસર રીતે છૂટાછેડા આપ્યા.

હવે તેણે પોતાની અને બાળકોની સંભાળ રાખવાની હતી. તેમણે બાળકોના માતા અને પિતા બંને બનવાનું હતું. બસ ત્યારે જ આશાએ નક્કી કર્યું કે હવે કંઇક કરવું જ પડશે. વર્ષ 2018 માં, તેણે RAS અને ત્યારબાદ સફાઇ કર્મચારી ભરતીની પરીક્ષા આપી. તે સમયે RAS નું પરિણામ બહાર આવ્યું ન હતું. પરીક્ષાના માત્ર 12 દિવસ પછી, આશાને સફાઇ કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પરંતુ તેણીએ RAS ના પરિણામની રાહ જોવી પડી. આ દરમિયાન તે જોધપુરની ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે બે વર્ષ શેરીઓમાં સાફ-સફાઇ કરતી રહી.

RAS Asha Kandara

પરંતુ તેણે હિંમત હારી નહીં અને સંઘર્ષ ચાલુ રાખ્યો. પછી શું, થોડા સમય પછી તેની મહેનત ફળી અને આરએએસ પરીક્ષા પાસ કરી સફળતા મેળવી. તે RAS પ્રિલીમ્સની પરીક્ષા માટે દિવસ-રાત તૈયારી કરતી. તેણીએ ઑનલાઇન અભ્યાસની સાથે તે કોચિંગના ક્લાકમાં પણ જોડાય. ઓગસ્ટમાં પ્રિલીમ્સની પરીક્ષા લીધી અને ઓક્ટોબરમાં પરિણામ આવ્યું. પાસ થતાં જ તેણે RAS મેન્સ માટેની તૈયારી શરૂ કરી દીધી.

સફળતાનો વિશ્વાસ

આશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “પરીક્ષા આપ્યા પછી મને ખાતરી છે કે મારી પસંદગી જરૂર થશે.”

જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એવું જ બન્યું. આશા કંડારાએ પોતાની મહેનતને કારણે RAS-20178 માં 728મો રેન્ક મેળવ્યોા

લોકોના મ્હેણાંથી મળી પ્રેરણા

આશા હંમેશાં સિવિલ સર્વિસમાં જોડાવા માંગતી હતી. તેને લોકોના મ્હેણાંથી પ્રેરણા મળી. લોકો હંમેશાં કહેતા હતા કે શું તું કલેક્ટર છે અથવા તારા માતાપિતા કલેક્ટર્સ છે? તેઓએ વિચાર્યું કે લોકો આટલી બધી વાતો કરે છે, તો કેમ એકવાર બનીને જ જોઈએ! તેનો પ્રયાસ આઈએએસ અધિકારી બનવાનો હતો, પરંતુ હાલમાં તે આરએએસમાં પસંદગી પામી છે.

આશાની આ સફળતા તે તમામ મહિલાઓની કહાની છે, જે આ સમાજમાં એક અલગ ઓળખ બનાવવા માંગે છે અને પોતાની મહેનત અને સમર્પણથી આમ કરે પણ છે. કદાચ તેથી જ એવું કહેવામાં આવે છે કે, જીવન જીવવા માટે ફક્ત એક ‘આશા’ પૂરતી છે.

મૂળ લેખ: અર્ચના દૂબે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Real Life Sherni: મળો કાળાં હરણ બચાવનાર IFS ઓફિસરને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)