ભારતનું પ્રથમ સર્ટિફાઇડ ‘ગ્રીન હોમ’, સોલર સિસ્ટમથી લઇ રેન હાર્વેસ્ટિંગ બધુ જ છે અહીં

ભારતનું પ્રથમ સર્ટિફાઇડ ‘ગ્રીન હોમ’, સોલર સિસ્ટમથી લઇ રેન હાર્વેસ્ટિંગ બધુ જ છે અહીં

આ છે ભારતનું પ્રથમ સર્ટીફાઈડ 'ગ્રીન હોમ', જેને બનાવવામાં આવ્યું છે પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી. ઘરનાં ઈલેક્ટ્રોનિક સાધનો ચાલે છે સોલર એનર્જીથી, પાણી મળે છે રેન વૉટર હાર્વેસ્ટિંગથી, અને વપરાયેલ પાણીને રિસાયલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચામાં.

સદીઓથી આપણાં દેશમાં ગ્રીન ઇમારતો બનતી આવી છે. પહેલા મોટાભાગના ઘરો માટીના બનતાં હતાં. તેને ધોમધખતી ગરમીથી બચાવવા અને ઠંડુ રાખવા માટે ગોબરનું લીપણ કરાતું હતું. તેના સિવાય ચૂના અને કપચીનું મિશ્રણ કરીને એકથી વધુ માળના ઘર બનાવતા હતા. આ પ્રકારના ઘર સિમેન્ટના બનેલા ઘરોથી વધુ ઠંડા રહેતા હતા. ત્યારથી લઇ આજ સુધી ગ્રીન ઇમારતો બનાવવાની ટેકનીકમાં ઘણો ફેરફાર આવ્યો છે.

જોકે તમે પ્રમાણિત ગ્રીન ઇમારતો જેવી કે મોલ, પોલીસ સ્ટેશન, ઓફિસ બિલ્ડિંગ કે સ્મારકો વિશે સાંભ‌‌ળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતને તેનું પ્રથમ ‘ગ્રીન હોમ’ 2013માં મળ્યું અને તે પણ SVAGRIHA (Simple Versatile Affordable – Green Rating for Integrated Habitat Assessment) દ્વારા ફાઇવ સ્ટાર રેટીંગ આપવામાં આવ્યું છે.

ભારતનું પ્રથમ પ્રમાણિત ગ્રીન હોમ સાઉથ દિલ્હીની વચ્ચોવચ H-1456,ચિત્તરંજન પાર્કમાં આવેલું છે. ‘ગ્રીન વન’ નામનું આ ચાર માળનું ઘર 2,842 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. પ્રસંતો રોયના 25 વર્ષ જૂના ઘરને તોડીને આ ‘ગ્રીન હોમ’ બનાવાયું છે. આ ઘરને બનાવવામાં બે વર્ષ કરતા વઘુ સમય અને લગભગ ચાર કરોડ જેટલો ખર્ચ થયો હતો.

‘ધ બેટર ઇન્ડિયા’એ ‘ગ્રીન હોમ’ વિશે વધુ જાણકારી મેળવવા માટે પ્રસંતોનો સંપર્ક કર્યો હતો. પ્રસંતોએ પોતાના બાળપણના મિત્ર અને વાસ્તુકાર નિલાંજન ભોવલની સાથે મળીને આ ઘરની ન માત્ર કલ્પના કરી પરંતુ તેનું નિર્માણ પણ કર્યું.

Green Home

રોયની લગભગ બે દાયકા સુધી બિઝનેસ પત્રકાર તરીકેની સફળ કરિયર રહી હતી. પરંતુ સાત વર્ષ અગાઉ મીડિયા પ્રોફેશનલ અને સલાહકાર રોયે ટેકનીક પોલીસીના ક્ષેત્રમાં ઝંપલાવી દીધું હતું.

રોય ગુડગાંવના સેક્ટર 32માં સાયબર મીડિયા નામે એક ટેક પબ્લિશિંગ ફર્મ ચલાવી રહ્યા છે. પત્રકાર તરીકે રોયે ગ્રીન ટેક્નોલોજી અને તેનાથી તૈયાર કરાયેલી ઇમારતો વિષે ઘણું લખ્યું છે. ગ્રીન વન બનાવવાની પ્રેરણા તેમને આઇટીસી ગ્રીન સેન્ટરથી જ મળી હતી. જે ત્યારે દુનિયાનું સૌથી મોટું એલઇઇડી પ્લેટિનિયમ રેટેડ ગ્રીન ઓફિસ બિલ્ડિંગ હતી. તે રોયના બિલ્ડિંગની એકદમ નજીક હતી.

પ્રસંતો રોય

રોયનું કહેવું છેકે, તે બિલ્ડિંગને બનતા જોવું તે મારા માટે પ્રેરણારૂપ હતું. તેમને જણાવ્યું કે, મારી ઓફિસની નજીક હોવાના કારણે તેના નિર્માણ દરમિયાન ઘણીવાર તેને દેખ્યા કરતો હતો. જ્યારે હું પ્રમાણિત ગ્રીન ઇમારતો વિષે વધારે શોધખોળ કરવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે ઓફિસ અને કોમનવેલ્થ ગ્રીન વિલેજ જેવા મોટા કોમ્પલેક્ષ તો અહીંયા છે પરંતુ ભારતમાં એક પણ પ્રમાણિત ગ્રીન હોમ નથી. અહીંથી ગ્રીન વન બનાવવાનો વિચાર મનમાં આવ્યો હતો.

Prasanto Roy

સાઉથ દિલ્હી ખાતે આવેલું નિવાસ સ્થાન રોયનું પૂર્વજોનું ઘર હતું. તેઓની કેટલાક બિલ્ડર સાથે આ જૂના ઘરને ગ્રીન હોમ બનાવવા માટેની વાત ચાલી રહી હતી. આ દરમિયાન તેઓને જાણકારી મળી કે બિલ્ડરોમાં ગ્રીન હોમ બનાવવા માટે જાગૃતિ ઓછી છે.

તેઓએ જણાવ્યું,‘મને ઘણીવાર બિલ્ડરોએ કહ્યું કે, જો તમને એક ગ્રીન હોમ જોઈતું હોય તો એક ગોલ્ફ કોર્સ બનાવી શકીએ, તે હરિયાળું જ હોય છે. ત્યારે મને આ વાત સમજમાં આવી ગઇ.’

અંતે તેઓની ખોજ ત્યારે પૂરી થઈ જ્યારે તેઓ પોતાના બાળપણના મિત્ર નિલાંજન ભોવલના ફરીથી સંપર્કમાં આવ્યા. નિલાંજન એક વાસ્તુકાર છે, જેઓ પર્યાવરણને અનુકૂળ અને પ્રાકૃતિક ઉર્જાવાળી ઇમારતો બનાવવાના તજજ્ઞ છે.

Save Environment

બમણી લંબાઇનું બેઝમેન્ટ, જ્યાં દિવસ દરમિયાન કુદરતી પ્રકાશ રહે છે.

આ સમય દરમિયાન રોયની મિત્ર અભિનેત્રી ગુલ પનાગ પણ મહારાષ્ટ્રના મૂલશીમાં એક ગ્રીન ફાર્મ હાઉસ બનાવવા ઇચ્છતી હતી. તેના પછી રોય, પનાગ અને ભોવલે ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ(ટીઇઆરઆઇ) જવાનો નિર્ણય કર્યો. જેથી તેમને ઇમારતના માપદંડો અને સર્ટિફિકેટ મેળવવા સંબંઘિત ઔપચારિકતા વિષે જાણકારી મળી શકે.

રોયે કહ્યું કે, મેં મહેસૂસ કર્યું કે જ્યારે પ્રમાણિત ગ્રીન હોમ બનાવવાની વાત આવે છે ત્યારે લોકોને ઇમારત બનાવવાનો ખર્ચ નહીં પરંતુ તેના રજિસ્ટ્રેશનનો ખર્ચ વધુ મુશ્કેલી સર્જી આપે છે. જેનો ખર્ચ આશરે પાંચ લાખ રૂપિયા જેટલો થતો હોય છે. અમે ટીઇઆરઆઇ ગયા, ત્યાં અમે પ્રથમ રેટેડ અને પ્રમાણિત ગ્રીન હોમ બનાવવા મુદ્દે ત્રણ કલાક ચર્ચા કરી. અમે તેમને TERI ગૃહાની સિસ્ટમને બદલવાની અરજી કરી. તેમણે પૂરતો સહયોગ આપ્યો. આ દરમિયાન એક વાત સામે આવી કે સ્વગૃહ સિસ્ટમ જે ગ્રીન હોમ માટે એક સરળ રેટીંગ અને ઓડિટ પ્રક્રિયા હતી. આ સિસ્ટમ અંતર્ગત જ ગ્રીન વન તેમના પાયલોટ યોજનામાંનો એક બની ગયો.

આ ત્રણેયે રજિસ્ટ્રેશનનો ખર્ચ ઓછો કરાવીને એક લાખ કરાવી દીધો જે આજે 50,000 થઇ ગયો છે. જાન્યુઆરી 2014માં ગ્રીન વનને સ્વગૃહ રેટીંગ તરફથી ભારતનું પ્રથમ પ્રમાણિત ગ્રીન હોમ બનાવવા માટે ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા હતા.

આવો જાણીએ આ ઘરની એ વિશેષતાઓને.. જે TERIના સૂચનની 20થી વધુ માપદંડનું પાલન કરે છે.

Stop Pollution

ઘરનો ત્રીજો માળ

TERIના નિયમોનુસાર, એક પ્રમાણિત ગ્રીન હોમને બનાવવામાં એવી સામગ્રીનો ઉપયોગ થવો જોઇએ કે જેમાં કાર્બનનો ઓછામાં ઓછો અંશ હોય. તેથી ગ્રીન વન બનાવવા માટે માટીની ઇંટનો ઉપયોગ કરાયો નથી. તેના સ્થાને અંદરની દીવાલો માટે ફ્લાય એશ ઇંટ અને બહારની દીવાલો માટે ઓછા વજનની એસીસી ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

માટીની ઈંટો કરતા ફ્લાય એશ અને એસીસીનાં પ્રયોગથી ઘર 40 ટકા હળવું થઈ જાય છે. તેને બનાવવામાં લોખંડનાં ગર્ડર અને આરસીસી બીમની જરૂરિયાત ઓછી થઈ જાય છે. ઠોસ અને ભૂકંપ પ્રતિરોધક આ સામગ્રી કોંક્રીટથી ઓછી મજબૂત નથી. સાથોસાથ આ ઘરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. આ ઘરમાં જૂના દરવાજાના ઉંબરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગ્રીન વનને એવી રીતે ડિઝાઈન કરાયું છેકે ઘરમાં ઠંડક જાળવી શકાય. ગોળાકાર અને એકની ઉપર એક રૂમ બનાવવાના કારણે છાંયડાની સાથોસાથ જરૂરી સૂર્યપ્રકાશ પણ મળી રહે છે.

આ ચાર માળની ઈમારતના લિવિંગ એરિયાનો 54.72 ટકા ભાગ દિવસભર પ્રકાશમય રહે છે. ઘરની અંદર અને બેઝમેન્ટમાં પૂરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ આવે છે.

Eco Friendly Home

આ ઘરની બારીઓના કાચ સોલાર હીટ ગેન કોએફિશિઅન્ટ( એસએચજીસી) છે. આ સૂર્યના પ્રકાશનો વધુમાં વધુ ઉપયોગ કરી વીજળીનું બિલ ઘટાડે છે. જ્યારે ઉત્તર અને પૂર્વની બારીઓમાં ડબલ ગ્લેજ્ડ પેનલ ગરમીને પ્રમાણસર રાખે છે. આખા ઘરમાં એલપીડી અને કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરમાં લગાડવામાં આવેલા વીજળીનાં તમામ ઉપકરણ પાંચ સ્ટાર રેટીંગના છે. જેથી વીજળીના બિલમાં રાહત મળે છે.

રોયે જણાવ્યું કે, અમને સામાન્યરીતે દિવસમાં લાઈટની જરૂરિયાત પડતી નથી અને પંખાનો પણ વપરાશ ઘટી જાય છે. 27 ડિગ્રીમાં પણ આરામદાયક અનુભવ થાય છે.

કોમન એરિયા અને સીડીઓમાં મોટર સેન્સર લાઇટીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી બિલ ઓછું આવે છે. ઘરમાં 11 KVA ક્ષમતાવાળા સોલાર પેનલ અને સોલાર વોટર હીટર લગાવેલા છે. જેનાથી માળ દીઠ 2 KVAની બચત થાય છે. આ ઘરમાં 1500 લીટર વોટર હાર્વેસ્ટિંગ ટાંકી છે. જેનાથી ગંદા પાણીને રિસાયકલ કરી બાલ્કનીમાં મૂકેલા કૂંડાના છોડને પાણી આપવામાં આવે છે.

રોયે ઘરના ઉપરના બે માળને વહેંચી દીધું છે. જેમાં અલગ-અલગ ભાડુઆત રહે છે. સૌથી ઉપરના માળ પર રહેવાવાળાએ ધાબા પર એક નાનો બગીચો પણ બનાવી દીધો છે.

જ્યારે ધોમધખતો ઉનાળો હોય ત્યારે હાઇ સોલાર રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સફેદ કલર ધાબા અને દીવાલોને ઘણી ખરી ઠંડી રાખવામાં મદદ કરે છે.

રોય જણાવે છેકે કેવી રીતે ફાઇવ સ્ટાર રેટીંગ તેમના ઘરે TERIના અલગ અલગ માપદંડમાં 96 અંક પ્રાપ્ત કર્યા હતા.

TERI

TERI દ્વારા દેશના પ્રથમ પ્રમાણિત ગ્રીન હોમ માટે સર્ટિફિકેટ અપાયું
આ તમારા ગ્રીન હોમના પર્યાવરણ અને માનવજાતિ પર પડી રહેલા પ્રભાવનું આકલન કરે છે. ઉદાહરણ તરીકે, શું કોઇ પણ વૃક્ષને કાપવામાં આવ્યું, ઉખાડવામાં આવ્યું કે તમારી ઇમારત તેની ચારે તરફ બનાવવામાં આવી રહી છે? જો હા, તો તે વૃક્ષ સારી રીતે ઉગી શકે તેવી કોઇ નવી જગ્યા પર લગાડવું પડશે. તેવી જ રીતે માનવી પરના પ્રભાવનો અર્થ થાય છેકે, ઇમારત બનાવતા સમયે તમે તમારા પાડોશીઓ પર કેવો પ્રભાવ પાડો છો અને મજૂરોની સુરક્ષા માટે ચશ્મા, હેલ્મેટ અને શૌચાલયની વ્યવસ્થા કરી છેકે નહીં.

રોય જણાવે છેકે, TERIએ હવે એક એપ વિક્સિત કરી છે અને પોતાની વેબસાઇટ પર ગ્રીન હોમના માપદંડોને પણ મૂકવામાં આવ્યા છે. જો તમે સંપૂર્ણ રીતે ઘર કે ઇમારતને ગ્રીન ન કરી શકો તો પણ આ માપદંડોમાંથી કેટલાકને અપનાવી એક ગ્રીન હોમ તરફ એક પહેલ કરી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ ઘર હોય તો કોઇ પણ મોટા બદલાવ વિના તેને કેવી રીતે ગ્રીન બનાવી શકાય તેના માટે પણ વેબસાઇટ કેટલીક જાણકારી આપવામાં આવી છે. આજના સમયમાં ગ્રીન હોમ બનાવવાનો ખર્ચ છ વર્ષ પહેલા કરતા ઘણો ઓછો થાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો, તમે પ્રસંતો રોયને [email protected] પર સંપર્ક કરી શકો છો.

તસવીર સૌજન્ય: ડિઝાઇન કંસોર્ટિયમ

મૂળ લેખ: જોવિટા અરાન્હા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X