ઓટો-રિક્ષાચાલકો માટે સ્વેપિંગ એક વધુ સારો વિકલ્પ છે, તે સસ્તું છે અને ઓછા રોકાણની સાથે સમયની બચત પણ કરે છે
હૈદરાબાદ સ્થિત RACEnergy નામની કંપની ડીઝલ ઓટો રિક્ષાને ઇલેક્ટ્રિક વાહનો (Electric Auto)માં રૂપાંતરિત કરવા માટે જાણીતી છે. કંપની (Hyderabad Startup) એ 2 હજારથી વધુ ઓટો રિક્ષા ચાલકોનો અનુભવ શીખ્યા પછી, બેટરી સ્વેપિંગ મોડેલ બનાવ્યા છે જેમાં તેમને 2 વર્ષ લાગ્યા છે. તે એક એવી ટેક્નિક છે, જે મુસાફરોને વધુ સારો અનુભવ આપતી વખતે ડ્રાઇવરોના જીવનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
કંપનીના સીઈઓ અરુણ શ્રેયસ જણાવે છે, “ડીઝલ ઓટો રિક્ષામાં ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટે આશરે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તે સસ્તુ છે, કારણ કે તે ‘બેટરી-સ્વેપિંગ મોડેલ’ પર સંચાલિત કરવામાં આવે છે. જે વાહન ચાલક પોતાનું વાહન ઇ.વી.માં ટ્રાન્સફર કરે છે, ત્યારે તેઓએ પહેલા બેટરી માટે કોઈ કિંમત ચૂકવવાની રહેશે નહીં. ડ્રાઇવરોએ તેને બદલવા માટે ‘બેટરી-સ્વેપિંગ સ્ટેશન’ પર જવું પડે છે, જ્યાં તેઓ વપરાયેલી એનર્જીની કિંમત ચૂકવે છે.”
તે આગળ જણાવે છે, “સામાન્ય રીતે આઈ.સી.ઇ.ઓટોરિક્ષાની કિંમત 2 થી 2.5 લાખ રૂપિયા છે. તેને બદલવા માટે તેનો પાંચમા ભાગનો ખર્ચ થાય છે. વાહન કન્વર્ટ થયા પછી, ડ્રાઇવરોને ચલાવવા માટે તેની કિંમત કરતા 40-50% ઓછો ખર્ચ આવે છે. કિટ ખરીદવામાં ડ્રાઇવરોને જે ખર્ચ થાય છે, તેને પોતાની બચત અનુસાર 12-15 મહિનામાં વસૂલ કરી શકાય છે.”
અરુણે હાલમાં હૈદરાબાદમાં તેનું એક બેટરી-સ્વેપિંગ સ્ટેશન ઉભુ કર્યું છે. તે આગામી 2-3 મહિનામાં પાંચ વધુ સ્ટેશનો શરૂ કરશે તેવી સંભાવના છે. તેની ઇલેક્ટ્રિક કીટને બે મહિના પહેલા ફાઇનલ રૂપ આપવામાં આવ્યુ હતુ, અત્યાર સુધીમાં તેને 300થી વધુ પ્રિ-ઓર્ડર મળ્યા છે. જેમાં તેમણે 10 વાહનોને કન્વર્ટ કરી દીધા છે અને આગામી કેટલાક મહિનામાં તમામ ઓર્ડર પૂર્ણ થઈ જશે.
તે કહે છે, “બેટરી-સ્વેપિંગ મોડેલમાં, બેટરી કંપની દ્વારા આપવામાં આવે છે. જ્યારે વાહન અને ‘રીટ્રોફિટ કીટ’ ડ્રાઇવરની છે. તેઓ સર્વિસ તરીકે અમારી બેટરીનો ઉપયોગ કરે છે. વાહન માલિકોને તેના સંચાલન વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેની પાસે ક્લચ અથવા ગિયરબોક્સ હોતું નથી, તેથી ડ્રાઇવરો વધુ આરામથી મુસાફરી કરી શકે છે અને પહેલા કરતા વધુ રાઇડર્સની મુસાફરી કરાવી શકે છે.”
મૂળ વિશેષતાઓ
કોઈપણ ઓટો ડ્રાઇવર સામાન્ય રીતે દરરોજ લગભગ 10 થી 12 કલાક ડ્રાઈવ કરે છે, પરંતુ, બેટરી-સ્વેપિંગ કરવાનો ફાયદો એ છે કે તેને ચાર્જ કરવામાં થોડી મિનિટો લાગે છે. જ્યારે, તેઓએ ‘લિથિયમ આયન બેટરી’ ચાર્જ કરવા માટે લાંબી લાઈનોમા રહેવું પડે છે.
કંપનીના સંશોધન મુજબ, ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ દરેક બેટરી-સ્વેપ સાથે 100 કિ.મી. સુધી ચાલે છે. જે એક દિવસના ડ્રાઇવરોનું સરેરાશ અંતર છે. એવાં ઘણા દિવસો હોય છે જ્યારે તેઓ 80 કિ.મી.થી 200 કિ.મી.થી વધુની રેન્જ નક્કી કરે છે. તેથી, જો તેઓ ફરીથી બેટરી-સ્વેપ કરવા માંગતા હોય, તો તેઓએ થોડી મિનિટો રાહ જોવી પડશે.
અરુણ જણાવે છે, “તે તેની ખાસ વિશિષ્ટતાઓને કારણે થ્રી વ્હીલર માર્કેટમાં શક્તિશાળી પાવરટ્રેન સાબિત થશે. થોડા મહિનામાં, તેના સત્તાવાર લોન્ચ દરમિયાન, અમે મોટર પાવર, ટોર્ક સંબંધમાં વિશેષ વિગતોની જાહેરાત કરીશું. જો કે, હાલ અમે કહી શકીએ કે અમારી ઓટો કલાકદીઠ 60 કિમીની ઝડપે દોડવામાં સક્ષમ હશે.”
કેમ છે સારો વિકલ્પ
કંપનીનું માનવું છે કે ખાનગી વાહનો માટે ચાર્જિંગ વધુ સારું છે. કારણ કે, તેનો ઉપયોગ ઓછો થાય છે અને મોટાભાગે તે તમારા ઘર અથવા ઓફિસમાં રહે છે. આ રીતે, તેઓ બંને જગ્યાએ એકદમ સરળતાથી ચાર્જ કરી શકાય છે.
અરુણ જણાવે છે કે, “વ્યવસાયિક ઉદ્દેશ્યો માટે સ્વેપિંગ ટેકનોલોજી એક સારો વિકલ્પ છે. કારણ કે, ડ્રાઇવરો તેમના વાહનોનો ચાર્જ કરવામાં વધુ સમય બગાડી શકતા નથી. રિસર્ચ દરમ્યાન, મેં લગભગ 200 ઓટો ડ્રાઇવરોના ઘરોની મુલાકાત લીધી અને જોયું કે તેમના ઘરોનું વાયરિંગ ઇ.વી. બેટરી ચાર્જ કરવામાં સક્ષમ નથી. તેમની આ પરિસ્થિતિ જોતાં આ કામ તેમના ઘરે એસી ચલાવવા જેવું હશે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “જો અમે શહેરમાં એવાં ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કરીશું જ્યાં 100,000 ઓટો લગાવી શકાય, તો તેના માટે જગ્યાની અછત રહેશે. જેમ કે, ઓટો-રિક્ષાચાલકો માટે સ્વેપિંગ એક વધુ સારો વિકલ્પ છે. તે સસ્તું છે અને ઓછા રોકાણની સાથે સાથે સમયની બચત પણ કરે છે. ઉપરાંત, સ્વેપિંગ પેટ્રોલ અથવા ડીઝલ કરતા 50% વધારે સસ્તું છે.
શું છે સ્વેપિંગની પ્રક્રિયા
સ્વેપિંગ સ્ટેશન પર વાહન આવ્યા બાદ, બ્લૂટુથ વાયરલેસ સિસ્ટમ માટે ત્રિસ્તરીય (ત્રણ સ્તર) પ્રમાણીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
અહીં સૌ પહેલા ડ્રાઇવરોએ એક નંબર સબમિટ કરવો પડશે.
આ પછી, બધી માહિતી એકત્ર કર્યા બાદ ડ્રાઇવરને એ જણાવવામાં આવશેકે, કેટલી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો અને બિલ કેટલું આવ્યું છે.
તે પછી તેઓ રોકડ અથવા પ્રીપેઇડ સિસ્ટમ દ્વારા ચુકવણી કરી શકે છે. કંપની દ્વારા ચુકવણી માટે આર.એફ.આઇ.ડી. સિસ્ટમનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે.
ભાવિ યોજના શું છે
અરુણ તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે મૂળ ઉપકરણ ઉત્પાદકો (OEMs) કંપનીઓ સાથે પણ કામ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યુકે, “તેઓ બેટરી સ્વેપિંગને લઈને ઉત્સાહિત છે. કારણ કે તે બેટરી વિનાના ઇ-ઓટો વધુ સસ્તા દરે વેચી શકે છે. જેમ જેમ આગામી વર્ષોમાં સ્વેપિંગ ટેકનોલોજીનું વલણ વધશે, તેમ તેમ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ઓટો રિક્ષા જેવા જ, તેનાં પણ ઘણા બધા માનાંક હશે. પેટ્રોલથી ડીઝલ તરફ શિફ્ટ કરવા માટે ઘણાં પરિવર્તન અને રોકાણોની જરૂર હોય છે પરંતુ,એક બેટરી સિસ્ટમથી બીજી તરફ જવાનું સહેલું છે.”
મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK
આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167