Placeholder canvas

અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ

અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ

સૂર્ય અને જાઈએ પોતાનું જીવન એક નવી રીતે જીવવા માટે વાસ્તુકલા અને ડિઝાઈનનાં જ્ઞાનને એક સૂત્રમાં પોરવ્યા. સૂર્યની પોતાની એક આર્કિટેક્ચર ફર્મ છે. અને તેઓ વિઝિટિંગ ફેકલ્ટી અને ક્રિટિકનાં રૂપમાં કામ કરે છે. ખાસકરીને, અમદાવાદ સ્થિત CEPTનાં આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં, જ્યાં તેમણે વર્ષ 2017થી 2020 સુધી ડીનનાં રૂપમાં પોતાની સેવા આપી હતી.

કોઈ એવા ઘરને બનાવવું મુશ્કેલ હોય છે, જે રહેવા માટે આરામદાયક હોવાની સાથે સાથે પ્રકૃતિને અનુરૂપ પણ હોય. આપણા ઘરોને બનાવવા માટે આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, તેની એક નિશ્ચિંત કિંમત પર્યાવરણે ચુકવવી પડે છે. એક નવા ઘરને પર્યાવરણની અનુકુળ બનાવવાનું તો પણ આપણા હાથમાં હોય છે, પરંતુ પહેલેથી જ બનેલાં ઘરમાં રહેવા માટે તમે જાવ છો, તો શું કરો છો? વાસ્તવમાં બનેલાં ઘરમાં બદલાવ કરવાનું સરળ માનવામાં આવતુ નથી.

અમદાવાદમાં રહેતાં દંપતિ સૂર્ય અને જાઇ કાકણીએ આ માન્યતાનો તોડી દીધી છે. વાસ્તવમાં, પરંપરાગત રીતે નિર્મિત એક ઘરમાં તેમણે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ઘણા પ્રકારનાં બદલાવ કર્યા છે.

જે હેઠળ, બંનેએ પૂર્વ નિર્મિત ઘરમાં અમુક માળખાકીય બદલાવ કર્યા, જેનાંથી ઘરની સ્થિરતા (સસ્ટેનેબિલિટી) વધી છે. તેમાં કુદરતી એર વેંટિલેશન ટેક્નિક અને બાંધકામની સામગ્રીઓમાં ઘરને ઠંડુ રાખવાની સામગ્રીનો પ્રયોગ સામેલ છે. આ ટેક્નિકોને કારણે ગરમીનાં દિવસોમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ આ ઘરમાં તમે એર કંડીશનર વગર રહી શકો છો.

Ahmedabad Couple
Surya and Jaai Kakani

તેના સિવાય તેમણે વરસાદનાં પાણી માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમને પણ વિકસિત કરી છે, જેના દ્વારા લગભગ 16 હજાર લીટર પાણીને એક જમીનની અંદર બનાવેલી ટાંકીમાં જમા કરવામાં આવે છે. સાથે જ, રસોડું, બાથરૂમ વેગેરેમાંથી નીકળેલાં બેકાર પાણીને રિસાઈકલ કરવામાં આવે છે. તેમણે તેમની છત ઉપર કિચન ગાર્ડન બનાવ્યુ છે, જે છતને વધારે ઠંડી રાખવામાં મદદ કરે છે.

બંનેને પહેલાંથી બનેલાં આ ઘરમાં 2000થી 2009 સુધી રહ્યા બાદ જાણ થઈ કે આખરે તેમા કેવા પ્રકારનાં બદલાવ કરવામાં આવે, જેનાંથી ઘર કુદરતની નજીક રહે. ત્યારબાદ 2009થી તેમણે ઘણા મહત્વપૂર્ણ બદલાવ કર્યા.

Sustainable home

તેના વિશે સૂર્ય કહે છેકે, “એક વાર જ્યારે અમે ઘરમાં રહેવા લાગ્યા, તો અમે આશ્વસ્ત હતા કે, અમે હાલનાં કંસ્ટ્ર્ક્શનમાં ઘણા પ્રકારનાં બદલાવ કરી શકીએ છીએ. વાસ્તવમાં અમારા દરેકની મુખ્ય ચિંતા ગરમી અને તડકા સાથે જોડાયેલી હતી. તેની સાથે જ, પાણીની વ્યવસ્થા, નિર્માણ સામગ્રીને બનાવવા માટે ઉર્જાની વ્યવસ્થા, કચરાની વ્યવસ્થા વગેરે અમારી મુખ્ય સમસ્યાઓ હતી.”

ધ બેટર ઈન્ડિયાની સાથે વાતચીતમાં દંપતિએ જણાવ્યુકે, કયાં વિચારો અને વ્યવહાર હેઠળ તેમણે પારંપરિક શૈલીથી બનેલાં આ ઘરને આ રૂપ આપ્યુ હતુ. જે ના ફક્ત સ્થિરતાનાં વિમર્શની પ્રત્યે સંવેદનશીલ હતુ, પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલની જરૂરિયાતોને પુરું કરનારું પણ હતુ.

Ahmedabad

પોતાને કર્યા વધારે જાગૃત

સૂર્ય અને જાઇએ પોતાનું જીવન એક નવી રીતે જીવવા માટે વાસ્તુકલા અને ડિઝાઈનનાં જ્ઞાનને એક સૂત્રમાં પોરવ્યા. સૂર્યની પોતાની એક આર્કિટેક્ચર ફર્મ છે. અને તેઓ વિઝિટિંગ ફેકલ્ટી અને ક્રિટિકનાં રૂપમાં કામ કરે છે. ખાસકરીને, અમદાવાદ સ્થિત CEPTનાં આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં, જ્યાં તેમણે વર્ષ 2017થી 2020 સુધી ડીનનાં રૂપમાં પોતાની સેવા આપી હતી.

જાઇ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) જેવી સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે. તેના સિવાય, તેમણે અમદાવાદમાં ‘સોચ’ નામનું પોતાનું NGO પણ શરૂ કર્યુ છે, જે ગ્રામીણ અને કૌશલ વિકાસ દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળ શિક્ષણની દિશામાં કાર્ય કરે છે.

Gujarat

આ કપલ હાલમાં જે ઘરમાં વર્ષ 2000થી રહી રહ્યા છે. તેનું નિર્માણ 1970નાં દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. લગભગ 10 વર્ષ સુધી આ ઘરમાં રહ્યા બાદ તેમણે તેનું રિનોવેશન કરવાનો નિર્ણય લીધો.

તેના વિશે વાત કરતાં સૂર્ય કહે છે, “મોટાભાગની પારંપરિક બિલ્ડિંગો પ્રાકૃતિક રૂપે ટકાઉ હોય છે, પરંતુ હાલના વર્ષોમાં શહેરીકરણની નવી ધારણા હેઠળ અમે આ કૌશલ અને જ્ઞાનને પાછળ છોડી દીધુ. આ જ કારણ છેકે, વર્તમાન શહેરી સંદર્ભમાં પરંપરાગત શૈલીઓને અપનાવવી એટલી સરળ નથી. જૂની પ્રણાલીઓને સમજવા અને નવી ઉભરી રહેલી સ્થાયી ટેક્નોલોજી અને વ્યવહારોની સાથે તેનું સામંજસ્ય સ્થાપિત કરવા માટે આ પ્રણાલીઓની પાછળનાં વિજ્ઞાનને સમજવું જરૂરી છે, જેથી આજના શહેરી સંદર્ભમાં તેનો પ્રાસંગિક ઉપયોગ થઈ શકે.”

Ahmedabad

તો, જાઇ કહે છે,” અમે અમારી ઉર્જા (સંસાધન)ની જરૂરિયાતોને ઘટાડવા માટે એસીનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો, તેના સિવાય, અમે ઘરને ઠંડુ રાખવા માટે તેની ડિઝાઈનમાં થોડો બદલાવ કરવાને લઈને જાણકારી મેળવી અને આ બધુ અમે વધારે કચરો ઉભો કર્યા વગર જ મેળવવા માંગતા હતા. તો સૌથી પહેલી શરત હતીકે, અમે હાલનાં ઘરમાં બેકાર વસ્તુઓને રાખીશું નહી.”

પાણીનાં સારા ઉપયોગની સાથે પ્રકૃતિક રૂપથી ઠંડુ ઘર

ગરમીની સિઝનમાં ઘરને ઠંડુ રાખવા માટે આ દંપતિએ ઘરમાં ઘણા પ્રકારનાં બદલાવ કર્યા, તેના માટે તેમણે ઘણી રીતો અપનાવી.

દક્ષિણ દિશામાં તેમના પડોશીનું ઘર અડીને હોવાના કારણે કોઈ જગ્યા ન હતી, તો તેમણે છત ઉપર મોટું છેદ કરાવ્યુ અને આકાશ તરફથી તેને ખુલ્લું જ છોડી દીધુ, જેથી હવા આવતી-જતી રહે. તેને તેમણે બંધ કરવાનું ઓપ્શન પણ આપ્યુ હતુ. તેમાં એક સિલિંગ ફેન અને એક વિંડ કેચરને પણ લગાવડાવ્યુ છે. આ પ્રક્રિયામાં એક 4X4ની પાઈપ લગાવવામાં આવી છે, જેના દ્વારા ઠંડી હવા રૂમ સુધી પહોંચે છે.

Ahmedabad Couple

ગરમીની ઋતુમાં, મોડી સાંજથી લઈને સવાર સુધી, જ્યાં સુધી બહારનું તાપમાન ઓછું રહે છે. ઘરની અંદર હવા આવે છે. હવાઓનો પ્રવાહ, આ બે માળનાં ઘરનાં પાંચ રૂમોમાં હોય છે. આ રીતે, ભીષણ ગરમીમાં પણ ઘર ઠંડુ રહે છે.

ઘરની પશ્વિમ બાજુ, જ્યાં તડકો વધારે સમય સુધી રહે છે, ત્યાં એક નાની બારી અને લાકડીનું એક નાનું શટર બનાવવામાં આવ્યુ છે. શટર પર લીલાં પાંદડાવાળી વેલો લટકાવેલી છે. જેથી પશ્વિમનો હિસ્સો ક્યારેય ગરમ ના થાય, જે રૂમમાં તકડાની માત્રાને નિયંત્રણ કરી શકે છે. સવારથી સાંજ, ગરમીથી ઠંડી સુધી. તેના સિવાય ઉત્તરની તરફ ઘણા મોટા ઝાડ છે. તેથી ત્યાં મોટી બારી રાખવામાં આવી છે. અને અહીંયાથી IIM અમદાવાદનાં લીલાં પરિસરનું દ્રશ્ય પણ જોવા મળે છે.

સૂર્ય જણાવે છેકે, “ દરેક ઘરનાં ઉપરનાં હિસ્સા પર વધુ સમય સુધી તડકો રહે છે, જે એક ઘર અને તેનાં આંતરિક હિસ્સાને ગરમ કરવા માટેનું સૌથી મોટું કારણ છે.

એટલાં માટે તેમણે ઘરની છતને બે સ્તરોમાં બનાવી છે, ઉપરનું સ્તર વરસાદનાં પાણીનાં સંગ્રહ માટે બનાવવામાં આવ્યુ છે. તેની છતને મોટા થર્મોકોલ (પેકેજીંગ વેસ્ટ) અને ચૂના કોંક્રિટને ચીકણા ચુનાનું પ્લાસ્ટર કરીને બનાવી છે.

Sustainable Home

નીચેના સ્તરની છત ઉપર શાકભાજી લાગાવવામાં આવી છે. તેની નીચેનો રૂમ ઠંડો રહેવાની સાથે ઘરમાં ઉગાવેલા તાજા શાકભાજીની જરૂરિયાતો પણ પુરી થાય છે. અને રૂમની બીજીબાજુ ગ્રીનરીથી ભરેલો બહારનો દરવાજો પણ તેની સાથે જોડાયેલો છે.

જાઈ કહે છેકે, “વર્ષ 2010માં અમે છતનાં નીચેનાં હિસ્સા પર 10 ઈંચ માટીનું લેયર પાથરીને રિંગણ, ટામેટા, વટાણા, ગાજર, બીટ જેવી શાકભાજીઓની ખેતી શરૂ કરી હતી, તેમાં કોઈ પણ પ્રકારનું રસાયણ અથવા પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ છેલ્લાં થોડા સમયથી વિસ્તારનાં બંદરો અમારા બગીચા ઉપર તેમની નજર રાખીને બેઠા છે.

આ ઉપાયોની સાથે સાથે ઘરનાં અંદરનાં અને બહારનાં હિસ્સાને ચુનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યુ છે. જેનાંથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. તેના સિવાય, છતનાં ઉપરનાં સ્તર પર સંગ્રહિત વરસાદનાં પાણીને જમીન ઉપર બનેલાં 16000 લીટરનાં ટાંકામાં મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તેના વિશે વાત કરતાં સૂર્ય જણાવે છેકે, “અમે પીવામાં અને ખાવાનું બનાવવા માટે આજ પાણીનો ઉપયોગ કરીએ છીએ, લગભગ છેલ્લાં 10 વર્ષોથી અમે નગર નિગમનાં પાણીનો ઉપયોગ કર્યો નથી.“ તો વધારાના પાણીને ઘરનાં આંગણામાં બનેલાં વોટર ટેંકમાં મોકલી દેવામાં આવે છે. તેના સિવાય વોશિંગ મશીનમાંથી નીકળેલાં પાણીનો ઉપયોગ બાથરૂમમાં અને રસોડામાંથી નીકળેલાં પાણીનો ઉપયોગ કેળાનાં છોડને સીંચવા માટે કરવામાં આવે છે.

તેના સિવાય આ કપલે પાણીને ગરમ કરવા માટે ગીઝરની જગ્યાએ એક સોલર વૉટર હીટરને લગાવ્યુ છે.

Gujarat

તળાવમાં પાણી પીવા માટે પશુ-પક્ષીઓ આવે છે, માછલીઓ પણ પાળે છે

આ ઘરની સૌથી મોટી વિશેષતા એ છેકે, તે પ્રકૃતિ અને આસ-પાસનાં પરિવેશને અનુકુળ છે. અહીં બધું જ ખુલ્લું હોવાનો અનુભવ થાય છે. લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ અને કિચન બધુ જ એકબીજા સાથે જોડાયેલું છે અને તેને જોડવા માટે બંધ દરવાજા નથી.

તો, સાથે જ ઘરની બધી જ બારીઓને ખોલી નાંખીને ઘરની અંદરની અને બહારની સીમાઓને ખતમ કરી નાંખી છે. જેના કારણે બંને બાજુ એક ગોળાકાર જગ્યા બની ગઈ છે. સાથે જ, આંગણાને બાઉન્ડ્રીની સાથે એવી રીતે બનાવવામાં આવ્યુ છે, જે આરામ અને શાંતિ માટે એક આદર્શ જગ્યા છે.

Sustainable Home

પ્રવેશ દ્વાર પર અને કેમ્પસમાં નાના-નાના તળાવ છે, તેના વિશે જાઈ કહે છેકે, “ આ તળાવમાં માછલીઓ અને કમળ છે, કેમકે આ તળાવ દીવાલને અડીને બનેલા છે એટલા માટે તે હિસ્સાને ઠંડું રાખવામાં મદદ કરે છે. અહીં બંદરો, પડોશીઓની બીલાડીઓ અને પક્ષીઓ પાણી પીવા આવે છે, તે જોઈને અમને ઘણું સારું લાગે છે.“

ઘરનું આઉટડોર જે વધારે મોટું નથી, તેમાં ઘણાં દેશી છોડો છે. જેની સુગંધ અને ઔષધીય ગુણોને જોઈને લગાવવામાં આવ્યા છે. આ છોડોને કોઈ પણ બાગાયતી પુસ્તકોને વાંચીને લગાવવાની જગ્યાએ બાળપણની યાદોને તાજા કરીને લગાવવામાં આવ્યા છે. ઘરની પશ્વિમ બાજુની દિવાલ વેલો (કેસ્કેડિંગ ક્રીપર્સ)થી ઢાંકેલી છે, જેનાંથી ઘર ઠંડુ રહે છે. જાઈ જણાવે છેકે, જ્યારે આ વેલો ઉપર ફૂલો આવે છે, તો તેની સુગંધ અમને મંત્રમુગ્ધ કરી દે છે અને તેની સુંદરતા જોતા રહેવાની ઈચ્છા થાય છે.

જાઈ આગળ જણાવે છેકે, “અમને બંનેને આ રીતે જીવવાનું એક જૂનુન હતુ અને આ શીખવા માટે એક મોટી પ્રક્રિયા હતી. તેનો અમને લાભ મળે છે. વાસ્તવમાં જ્યારે તમે આવા નાનાં-નાના બદલાવ કરો છો. તો તમે કુદરતની વધારે નજીક આવો છો. અને આજનાં સમયમાં કુદરતની સાથે મોટા સંદર્ભમાં સામંજસ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો વધારે મહત્વપૂર્ણ છે.”

તો અંતમાં સૂર્ય કહે છે,”મને લાગે છેકે, આપણું શરીર આપણા વિચારો કરતા વધારે સક્ષમ છે. આ બદલાવોને લાવવા માટે અમારી યાત્રા અને અનુભવ બહુજ શાનદાર રહ્યા અને હું તેનો કોઈ બીજો રસ્તો વિચારી શકતો નથી. વિકલ્પ શોધવો વાસ્તવમાં સંભવ છે. આપણે બસ આપણા જીવન અને વપરાશની રીતો ઉપર વિચાર કરવાની જરૂર છે.”

મૂળ લેખ: અંગરિકા ગોગોઈ

આ પણ વાંચો: નકામાં વાસણોથી લઈને જૂના જીંસમાંથી બનાવ્યું કૂંડું, છત પર કરે છે 150+ છોડની ખેતી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X