જૂન 2019માં, ચેન્નઈની 23 વર્ષીય ઐશ્વર્યા શંકર ઐય્યરે ઈન્સ્ટાગ્રામ પેજ લોંચ કરીને ‘એવરમ બ્રાન્ડ’ લોન્ચ કર્યું હતું. જે શરૂઆત ફક્ત ત્વચાના હર્બલ પાવડરની સાથે થઈ હતી, તે ધીમે ધીમે વાળ ખરવા સાથે સંઘર્ષ કરનારાઓ માટે વરદાન સાબિત થવા લાગ્યું. પાવડરની સાથે, આ બ્રાંડનું તેલ પણ બનાવવાનું શરૂ કર્યું. 8,000 રૂપિયાના પ્રારંભિક રોકાણથી શરૂ થયેલી આ બ્રાન્ડ હવે મહિનામાં લગભગ 80,000 રૂપિયાની કમાણી કરી રહી છે.
પ્રારંભિક દિવસોમાં જ્યાં આ ઉત્પાદન ફક્ત 20 લોકો સુધી પહોંચતું હતું, હવે તે દર મહિને 200થી વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે.
તેની બ્રાન્ડ અંગે ઐશ્વર્યાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મને યાદ છે કે જ્યારે મારા બાળપણમાં દાદી દર રવિવારે તેલથી ચંપી કરતા હતા. દાદીમા તેના હાથેથી કૂટીને બનાવેલાં પાવડરથી વાળ ધોવે છે. આ ઘરગથ્થુ પાવડરમાં ઓછામાં ઓછી છ સામગ્રીઓ હોય છે, પરિણામે વાળ હંમેશાં સુંદર, જાડા અને સુલજેલાં રહે છે.”

ઐશ્વર્યા વધુમાં જણાવે છે, “જેમ જેમ હું મોટી થઈ, હું ઘરે બનાવેલા પાવડરથી દૂર જતી રહી અને રેડીમેડ પ્રોડક્ટ્સ ખરીદવાનું શરૂ કર્યું. જેના કારણે મારા વાળ પણ ઘણાં ખરવા લાગ્યા. આજે પણ, જ્યારે પણ હું મારી દાદીને મળું છું, તે પહેલા મારા વાળ તરફ જુવે છે અને કહે છે કે હવે તારા વાળ કેટલા હલકા અને સૂકા દેખાય છે.”
ઐશ્વર્યાએ કહ્યું, “આ બધાની શરૂઆત અમ્મા (રામ શંકર) થી થઈ હતી, જેમણે મને 30થી વધુ હર્બલ તત્વોથી બનેલો ‘બાથ પાવડર’ આપ્યો હતો. મેં મારી બહેન અને મારી જાત માટે ઘણું બધુ બનાવ્યું હતું, કારણ કે અમે ખીલ અને ટેનિંગની સમસ્યાથી ઘણા પરેશાન હતા.બજારમાં ઉપલબ્ધ ઘણાં ક્રિમ અને લોશનનો ઉપયોગ કર્યા પછી, અમે આ ઘરેલું ઉપાય અજમાવવા તૈયાર થયા હતા.”
તે કહે છે, “આ પાવડરથી મારી ખીલવાળી ત્વચા પર માત્ર અદ્દભુત અસરો જોવા મળી,સાથે મારી બહેનને ‘સ્કિન ટેનિંગ’ દૂર કરવામાં પણ મદદ કરી.”

લગભગ એક મહિના સુધી આ પાવડરનો ઉપયોગ કર્યા પછી, તેણે તેના કેટલાક મિત્રો અને ક્લાસમેટ્સને પાવડરનો ઉપયોગ કરવા માટે પણ આપ્યો, જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
ઐશ્વર્યા કહે છે, “બે મહિનાના ઉપયોગ પછી, અમે આ ઘરનાં ઉત્પાદનોને સંપૂર્ણપણે અપનાવવાનું નક્કી કર્યું. અમે બજારમાંથી બોડી વૉશ, ફેસ વૉશ અને હેર ઓઇલ ખરીદવાનું બંધ કર્યું. સાચું કહું તો, અમારો વિચાર કોઈ બ્રાન્ડ શરૂ કરવાનો નહોતો અને અગાઉ અમે ફક્ત આ ઉત્પાદનોના નમૂના દોસ્તોને આપતા હતા. દરેકના સકારાત્મક પ્રતિસાદથી અમને મોટા પાયે આવું કરવા પ્રેરણા મળી.”
તેમણે કહ્યું, “જુદા જુદા લોકોની ત્વચાને જોતા, મને પહેલા મારા ઉત્પાદનો પર અસર થશે તે અંગે ખૂબ જ આશંકા હતી. જો કે, અમે ગ્રાહકોના પ્રતિસાદથી ખૂબ ખુશ છીએ.”
ગ્રાહકોની પ્રતિક્રિયા
ચેન્નાઇના ‘એવરમ બ્રાન્ડ’ ના ગ્રાહક વૈષ્ણવીએ જણાવ્યું હતું કે ‘જ્યારે મેં તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કર્યો ત્યારે મને મોટું પરિવર્તન અનુભવાયુ હતુ. મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા વાળ ખરવાનાં ખરેખર બંધ થઈ ગયા છે. હું વારંવાર મારા વાળ ખેંચીને જોઈ રહી હતીકે શું ખરેખર મારા વળ ખરી નથી રહ્યા?હું એમ નથી કહેતી કે વાળ ધોતી વખતે વાળ ખરતા નથી, ધોયા પછી વાળ ખરવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવેથી હું અઠવાડિયામાં બેથી ત્રણ વાર તેનો ઉપયોગ કરીશ.”
રામ શંકર કહે છે, “મહિલાઓ અને પુરુષોની સાથે બાળકો છે, જે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં હું એવું કંઈક બનાવવા માંગતી હતી જે સસ્તું હોય. કારણ કે આ પહેલા મેં મારી પુત્રીને ફેસ ક્રીમ પર ઘણા પૈસા ખર્ચ કરતા જોઈ હતી.”

ઐશ્વર્યા કહે છે, “અમ્માએ રિટેલ વેચાણ શરૂ કર્યું હતું, પરંતુ તેને વધારે વિશ્વાસ નહોતો” હકીકતમાં, તેમણે આ પાવડર કોઈ પણ વ્યવસાયિક માનસિકતા સાથે ક્યારેય બનાવ્યા ન હતા. તેનો હેતુ અમારી સંપૂર્ણ મદદ કરવાનો હતો. જો હું મારા વિશે કહુ તો શરૂઆતમાં હેર પાવડરની પ્રસંશક નહતી. શેમ્પૂથી દૂર જવાનો વિચાર કંઈક એવો હતો જેની સાથે હું સહજ નથી. જો કે, વાળને બે વાર ધોયા પછી, મારા વાળમાં સ્પષ્ટપણે બદલાવ દેખાઈ રહ્યો હતો. વાળમાં સારી ચમક હતી અને ખૂબ રેશમી દેખાતા હતા.”
ઐશ્વર્યા કહે છે, “અમે સ્થાનિક વિક્રેતા પાસેથી જડીબુટ્ટીઓ ખરીદતા હતા, જ્યારે તુલસી, લીમડો અને ફુદીનાના પાન ઘરે જ ઉગાડતા હતા. પછી તેને તડકામાં સૂકવીએ છીએ. આ ઉત્પાદનોને બનાવવા માટે સમય લાગે છે અને તે હવામાનની સ્થિતિ પર પણ આધાર રાખે છે.”
આ એક સંપૂર્ણ દેશી બ્રાંડ છે,જેમાં સામગ્રીનાં સ્ત્રોતથી લઈને ઉત્પાદનોનાં મિશ્રણ અને પેકેજિંગ સુધી બધુ જ ઐશ્વર્યા, તેની મા અને નાની બહેન દ્વારા કરવામાં આવે છે. વાળનું તેલ 100 મિલીલીટર અથવા 200 મિલીલીટરમાં ખરીદવામાં આવી શકે છે. તથા તેની કિંમત 240 રૂપિયાથી વધારે છે. ‘બાથ પાઉડર’ 100,200,400, અને 500 ગ્રામનાં પેકમાં આવે છે, જેની કિંમત 200 રૂપિયાથી વધારે છે.
ઐશ્વર્યાએ અંતમાં કહ્યુ, “અમારા ઘણા નવા ગ્રાહકો છે જે બાથ પાવડરના ઉપયોગ કરવાની રીતને સારી રીતે જાણતા નથી. તેમના માટે, હું ઉત્પાદનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવતી એક નોટ મોકલું છું. જો કોઈ ગ્રાહક ઉત્પાદન વિશે વાત કરવા માંગે છે, તો તે મારી સાથે વાત કરી શકે છે.”
જો તમે ‘એવરામ બ્રાન્ડ’ ઉત્પાદનો માટે ઓર્ડર કરવા માંગતા હો, તો તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો.
આ પણ વાંચો: ફાંકડુ અંગ્રેજી બોલતા સૂરતના કિન્નરે આત્મનિર્ભર બનવા શરૂ કરી ફરસાણની દુકાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.